આઈડિયા મેગેઝિન- જૂન

આઈડિયા?! મેગેઝિન- જૂન’21 (પાર્ટ-1)

“મુર્તજાભ’ઈ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે જયાંથી શરુ થાય છે ત્યાંથી તમારું ‘આઈડિયા મેગેઝીન’ વાંચવાની શરૂઆત કરી. વડોદરા આવ્યું એ પહેલા જ કિન્ડલ એપની અંદરના મેગેઝીનની ૧૦૦% રીડિંગ મજલ પુરી થઇ ગઈ. માંજલપુરા તો પછી પહોંચવાનું થયું. પણ મજા આવી ગઈ.”

સામાન્ય રીતે કોઈ પણ પ્રોડક્ટ ખરીદ્યા પછી તેના અનુભવ વિષે કાંઈક કહેવાનું થાય તેને આમ તો અંગ્રેજીમાં Testimonial અથવા Review કહેવાય છે. પણ કોઈક વાચકની આવી અવાચક કરતી પ્રતિક્રિયા આવે તો તેને હું ‘Tasty’monial કહું છું. 😍🥰

એની વે ! પાછલાં મહિનામાં તબિયતની બાબતે જે માછલાં ધોવાયાં તેમાંથી મસ્ત બની બહાર આવ્યા બાદ આઈડિયા?! મેગેઝિનના પબ્લિશીંગનું કામ પણ બે મહિના જાણે ‘ગામે વયું ગ્યું’.

પણ પેલી આપણી ઓલિમ્પિક દોડવીર દૂતી ચાંદ જેમ અત્યારે ભાગવા માટે પાછલો રિકોર્ડ તોડવા જેમ તનતોડ પ્રયાસ કરી રહી છે, તેમ મેં પણ મે મહિનાનો અંક આ જુલાઈની પહેલી તારીખે પબ્લિશ કરી મારા આંગળાંને દોડતાં કર્યા છે. ને હવે ફરી એકવાર તેમાંય ભાગ પાડ્યો છે. (આઈ મીન પ્રયોગ કર્યો છે.)

યસ ! હવે એમ કોશિશ છે કે દર મહિને પબ્લિશ થતું આઈડિયા મેગેઝિન હવે દર પખવાડિયે પબ્લિશ કરવાની પહેલ કરી છે. એટલે યુઝ્યુઅલી 6 આર્ટિકલ્સ હવે 4-4 માં વિભાજીત થઈને થનગાટ થતુ આવશે. વળી કિંમતમાં પણ અડધી થઈને આ રીતે હજુ મીનીમમ બની આઈડિયાઝનું મેક્સિમ ફોકસ આપવાની કોશિશ કરશે.

(બોલો, તમને મારુ આ પગલું ગમ્યું હોય તો કોમેન્ટમાં ‘લે ! આ તમે સારું કર્યું હોં !’ લખશો તો મનેય સારુ લાગશે.)

ખૈર, જૂન ૨૦૨૧ના અંકના આ પહેલા ભાગમાં જાણીશું…

૧. તમારી કંપનીના વિઝન અને મિશનને ક્રિયેટિવ રીતે જાણો એક નવા જ ટૂંકા સૂત્રમાં…

૨. કાર-રેન્ટલ કંપની ઉબર કઈ રીતે તેની સર્વિસ દ્વારા આંગળી ચીંધ્યાનું પૂણ્ય કમાઈ શકે છે? જેનો ઉપયોગ (એટલે કે આઈડિયા) તમે પણ તમારી ગાડી દ્વારા લઇ શકો છો. સાવ સિમ્પલી અને આઇડિયલી !

૩. એક ઇટાલિયન વ્યક્તિનું વિઝન તેને આફ્રિકામાં લઇ જઈ એવું સોલ્યુશન આપે છે કે તેના બનાવેલા તોસ્તાની મશીનથી ચોખ્ખું પાણી, પૂરતી વીજળી અને ઇન્ટરનેટ વાઇફાઇની સુવિધા ગામડાંમાં પણ ફેલાઈ જઈ રહી છે.

. એક ખેડૂત જયારે રેંઢા પડેલાં ઘંઉના કોદરામાંથી કિચનવેર્સ (થાળી, વાટકા, છરી, કાંટા-ચમચી) બનાવવાનું સફળ સાહસ કરે છે ત્યારે…

એવાં અપનાવવા લાયક આઈડિયાઝ અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો. બાકી ભાગ બીજો આ બીજા પખવાડિયે બસ ! આવ્યો જ સમજો.

One comment on “આઈડિયા મેગેઝિન- જૂન

  1. ઉત્કંઠા ધોળકિયા કહે છે:

    થેંક્સ.. 📚

    On Thu, 15 Jul 2021 at 15:57, ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં wrote:

    > મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! posted: ” આઈડિયા?! મેગેઝિન- જૂન’21 (પાર્ટ-1) > “મુર્તજાભ’ઈ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે જયાંથી શરુ થાય છે ત્યાંથી > તમારું ‘આઈડિયા મેગેઝીન’ વાંચવાની શરૂઆત કરી. વડોદરા આવ્યું એ પહેલા જ કિન્ડલ > એપની અંદરના મેગેઝીનની ૧૦૦% રીડિંગ મજલ પુરી થઇ ગઈ. માંજલપુરા તો પછી પહોં” >

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.