એક ક્લાસી કબૂલાત !

વેલ ડન ! મસ્ત કામ કર્યું !

દસ વર્ષ અગાઉ જ્યારે ભરપૂર વાંચ્યા બાદ લખવાની શરૂઆત કરી ‘તી (યકીનન ! તમે ફેસબૂકની ટાઈમલાઈન ચેક કરી શકો છો) ત્યારે મારી પર ઘણાં લેખકોનો પ્રભાવ હતો.

ખાસ કરીને માર્કેટિંગની ધજા ફરકાતો આવ્યો ‘તો ત્યારે બ્રાયન ટ્રેસી, સેઠ ગોડિન, જેફ વૉકર (સોરી ! એ આપણા જોહ્ની વૉકરનો ભાઈ નથી હોં ને), જેય અબ્રાહમ, ટોની રોબિન્સ, ઇબેન પેગન જેવાં ઘણાં ધૂરંધરોની બૂક્સ, ઓડિયો-વિડિયોઝથી હું નહાયેલો હતો.

પછી આ દશકમાં તેમના ગાઈડન્સ, ઇન્ફ્લ્યુઇન્સથી બીજાં ઘણાં માર્કેટિંગ ક્રિયેટિવ્સ સાથે પણ પનારો પડ્યો છે. જેમાં જેમ્સ અલટૂચર, બ્રાન્ડન બરશાર્ડ, ગેરી વેઈનરચૂક, ગ્રાન્ટ કાર્ડન જેવાં સુપર દિમાગવાળાં માર્કેટિંગ માસ્ટર્સ શામેલ છે.

જેઓએ મને વિચારતા, વાંચતા, લખતા અને પ્રેઝેન્ટ કરતા શીખવ્યું છે. તેમની ગુલાબો-સીતાબો-કિતાબોએ મારી પણ લાઈફ ‘આઈડિયાઝ’થી ભરી દીધી છે. એવાં ‘ગુરુ’ઓનો હું ‘શુક્ર’ગુઝાર છું.

પણ આ સૌમાં મને તેમની કેટલીક વાતો (અ)સામાન્ય લાગી હોય તો તે એ છે કે:

🗣 “ગમે તેવાં સંજોગો હોય, પરિસ્થિતિ હોય, છતાં હંમેશા તમારી જેટલી તાકાત હોય એટલું ઊંચું અને અસીમ વિચારવાની ટેવ રાખવી.”

🗣 “તમારી પાસે જો યુનિક વિચાર હોય, આઈડિયા હોય, પ્રોડક્ટ હોય, સર્વિસ હોય કે સ્કિલ હોય. તેને જરૂરી એવાં દરેક પ્લેટફોર્મ્સ પર બિંદાસ્ત માર્કેટિંગ કરી વહેંચતા રહો, વેચતા રહો.”

🗣 “જે કાંઈ સમાજોપયોગી સેવા, વસ્તુ કે સ્કિલ હોય તેને યુનિક રીતે, ક્રિયેટિવ રીતે, સાવ અલગ લાગે એ રીતે પેશ કરો, કેશ કરો અને પછી એશ કરો.”

🗣 “આઈડિયાનો જમાનો છે. એટલે અત્યારે જે રીતે ટુલ્સ અને પ્લેટફોર્મ્સ મળ્યાં છે તે સૌથી શ્રેષ્ઠ અને આઇડિયલ છે. તો પછી તેનો ઉપયોગ પણ સુપર-શ્રેષ્ઠ થાય તે માટે સતત નવું વિચારતા રહેવુ. અમલ કરતા રહેવુ. ભલેને પછી વય કોઈપણ હોય. બસ તે વ્યય ન જાય તેનું ધ્યાન રાખવું. નહીંતર..

🗣 “મોતના બિછાને હોવ ત્યારે ‘બધું હતું છતાં કર્યું નહિ.’ એવો કોઈ જ એ વસવસો ન રહી જાય. કારણકે એ વસવસો બહુ જલ્દી માનસિક મોત આપી દેતું હોય છે.”

તો હવે સ્કિલ્સને, સોલ્યુશન્સને કોરેકોરા કબરમાં દફનાવી દેવા કે બાળી નાખવા એ દરેકની અંગત ચોઈસ છે. પણ ધ્યાન રહે એ ચોઈસનું પરિણામ આપણા જીવનની ‘વ્યાખ્યા’ આપવા માટે પૂરતી છે. (ચૂઝ યોરસેલ્ફ વેરી ઇફેક્ટીવલી.)

અરે હાં ! ઉભા રહો. જતા-જતા એક બીજી વાત પણ કહી દઉં.

આઈડિયા?! મેગેઝિનના આવનારાં અંકોમાં ઉપર જણાવેલાં માર્કેટિંગ મહારાજોના મેજીક-મંત્રો વિશે જણાવવાનો છું. એટલે એમેઝોન કિન્ડલ એપ કે ગમરોડ પર રહેવાની આદત રાખજો બાપલ્યા.

ઓકે બંધુ, બસ ! આજે એટલું જ બધું.

આઈડિયાનો ભંડારી,
મુર્તઝા.

૧૦ એવાં પ્રોડક્ટિવ પાઠ જે હું ૨૦૨૦માં શીખ્યો…

૧. જખ મારીને મળેલી (નાપસંદ લાગતી) જોબ કે જોબવર્ક કર્યે રાખવામાં…
૨. ખરેખર કોઈકને ચાહતા હોવા છતાં ક્યારેય પણ તેને બેધડક એકરાર ન કરવામાં…
૩. કોઈના “કેમ છો?” ના સવાલ સામે જવાબમાં ખોટેખોટું “મજામાં હોં!” કહેવામાં…
૪. વીતી ગયેલ પ્રેમિકા (કે પ્રેમી) પર ચાંપતી નજર રાખવામાં…
૫. ‘પેલો કે પેલી મારા માટે શું વિચારશે?’- એવું વિચાર્યે રાખી દિમાગને ત’પેલું’ રાખવામાં…
૬. સ્લો કનેક્શન હોવાં છતાં ‘પેલી ફિલ્મ્સ’ની પાછળ અઢળક કલાકો પસાર કરવામાં…
૭. સોશિયલ મીડિયામાં જોવાં મળતાં લોકોના ‘સ્ટાઈલિશ’ ફોટો જોઈ ખુદને દુઃખી કરવામાં…
૮. કોઈકના સુપર અચિવમેન્ટ્સ જાણી કાયમી ‘દુઃખી જીવડા’ બની રહેવામાં…
૯. કોઈકના બાળકોના અર્થહીન ‘પર્સેન્ટાઈલ’ને જોઈ ખુદના બાળક સાથે સરખામણી કરવામાં…
૧૦.અંદર દબાયેલો એક આઈડિયા કે વિચાર બીજાંને ઉપયોગી થઇ શકે તેવું જાણતા હોવા છતાં ‘ચૂપ’ રહેવામાં…

સમય, શરીર, સંપત્તિ, સ્વાસ્થ્ય, સુખાકારી, સંબંધનો હિસાબ સીધો ‘ઉધાર ખાતે જમા’ થાય છે. 

નવા વર્ષમાં આજે બસ ! એટલું જ.

બાકી “આઈડિયા?! મીની મેગેઝિન હવે ક્રિસ્પી PDF ફોર્મેટમાં એમેઝોન કિન્ડલ પર પણ હાજર થઇ ગયું છે. આ લિંક પર પણ. https://amzn.to/2XeYCh8 

હવે ફરીથી ક્યાં કહું કે ‘આજે જ ડાઉનલોડ કરી લ્યો.’ 

[વેપાર વિકાસ]- પાંચ વર્ષનું ‘પંચ’રત્ન !

Hands of Like

“એક નાનકડો આઈડિયા લાઈફ બદલે છે. એ બરોબર પણ ત્યારે જ, જ્યારે તેને દિમાગમાંથી હાથમાં ઉતારવામાં આવે તો.”

આજથી બરોબર પાંચ વર્ષ પહેલા આ બંદાને (પહેલા ઘરમાં ને પછી) દિમાગમાં આવેલો નાનકડો લેખકી આઈડિયા સીધો કિબોર્ડ પર ઉતરી આવ્યો અને (ને પછી ઘરવાળીની ટકોરથી) વર્ડપ્રેસ પર સર્જન થયો પહેલો બ્લોગ: નેટવેપાર.

યેસ! દોસ્તો, ડિજિટલ દુનિયામાં મને આજે પાંચ વર્ષ તમામ થયા છે. વાંચ-વાંચ કરવાની આદતે જ્યારે લખવાની સુતેલી આદતને ઠમકારી ત્યારે સાચે જ ખબર ન હતી કે “મંઝીલે ઐસેહી આતી જાયેગી, ઔર કારવાં બસ યુંહીં બનતા જાયેગા.”

જે વંચાયું-લખાયું તે શેડ્યુલ વિના. એવી કોઈ ખાસ કેરિયર બનાવવાની ઝંખના નહિ, પણ જાણીને જે લખાયેલું તે પહેલા દિલને ગમે ને પછી દિલદારોને ગમે અને ઉપયોગી થાય એવી સીધી સટ્ટાક નિયત.

એ દરમિયાન નિયતિએ મને આપ લોકો જેવાં મસ્ત મજાના લોકો સાથે ઓળખાણ કરાવી છે. જેમની પાસેથી મને ઘણું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું. ઉપરાંત એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ, જેઓએ મારામાં વિશ્વાસ રાખી તેમના દિલની પર્સનલ વાતોને મારી પાસે ‘અમાનત’ તરીકે મુકી છે.

એવાં મસ્ત (અને મસ્ટ-રિડ) પુસ્તકો પણ વંચાયા જેણે ઝિંદગીને ૩૬૦ ડિગ્રીનો ટર્ન આપ્યો. એવું રોકડું લખાણ લખાયું જેમાંથી રોકડાં પણ નીકળ્યા અને એવી ઘટનાઓ બની જેણે જોબની અપસેટમાંથી ધંધામાં અપ-સેટ કર્યો.

સાચે જ પાંચ વર્ષમાં ધ્યેય ધરાવનાર માણસ સાવ જ બદલાય છે. અરે બલકે એમ કહો કે સસલામાંથી સાવજ બને છે.
So, What’s NEXT?

આવી જ પંચ-વર્ષિય મિક્સ ઝિંદગીની લાઈફ-લાઈન પર એક વધું નવું જંકશન ગોઠવાઈ રહ્યું છે. એ પણ મને ગમતાં બે સૌથી વધુ પ્રિય સબ્જેક્ટ્સનાં કોમ્બો સાથે:

| આઈડિયા અને માર્કેટિંગ.|

Stay Tuned…એક નવી પ્લેટ અને પ્લેટફોર્મ સાથે જલ્દી મળીયે!

વેપાર વણાંક: ‘બોસ’ને પણ આ રીતે પાણીચું આપી શકાય.

Fire_Your_Boss_with_Resignation

.

“માનનીય બાર્ટન સાહેબ,

તમારી કંપનીમાં એક સાવ ફાલતું માણસ છે. હું માનું છું કે તમારે તેને ઘણાં વખત પહેલા પાણીચું આપી દેવું જોઈતું હતું. સાહેબ! હું આપને શેરવૂડ એન્ડરસન નામના એ માણસની આજે વાત કરવા માંગુ છું.

હું જોઈ રહ્યો છું કે કેટલાંક અરસાથી તેને ઓફિસના કામોમાં કોઈ રસ કે દિલચસ્પી રહી નથી. તેને એમ પણ લાગી રહ્યું છે કે પાછલાં કેટલાંક મહિનાથી એ જાણે આપની કંપનીમાં શોભાનું એક ગાંઠીયુ જ બની રહ્યુ છે.

તેનાં લાંબા વાળ તો જુઓ! ઓફીસમાં તેને પોતાના દેખાવનું પણ ભાન નથી. જાણે કોઈ લઘરવઘર કલાકાર અહીં આંટા મારી રહ્યો હોય. આવા માણસો કદાચ બીજાં પ્રસિદ્ધ કલાકારોને ઈમ્પ્રેસ કરી શકે પણ ઓફીસના રૂટિન કામ માટે……ચાલી જ કેમ શકે?

હા ! તો હું આપને એમ કહું છું કે તેની આવી હાલત જોઈને આપે આવા નકામા માણસને વહેલામાં વહેલી તકે નોકરીમાંથી કાઢી જ નાખવો જોઈએ. જેથી આપની ઓફિસનું કામ અને તેના સમયનો બગાડ થતા અટકી શકે. અને જો આપ એમ નહિ કરો તો હું ખુદ પોતે જ તેને ઓફિસમાંથી કાઢી નાખવા તત્પર થઇ ચુક્યો છું.

આમ તો તેનામાં કામ કરવાની ઘણી સારી એવી સ્કિલ્સ અને આવડત છે. એટલે શક્ય છે, તેનો સાલસ સ્વભાવ અને તેનામાં રહેલી કેટલીક સારી બાબતો તેને બીજે ક્યાંક તેના મનગમતા કામ સાથે આગળ વિકસાવી શકશે.

તો આવતા અઠવાડિયા પહેલા તેની બરતરફી ઓર્ડર પાકો ને?

આપનો સદા આભારી,
ખુદ….શેરવૂડ એન્ડરસન.”

=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=

તો આ હતુ ઈ.સ. ૧૯૧૮માં લખાયેલું અમેરિકાના સુપ્રસિધ્ધ નવલકથાકાર શેરવૂડ એન્ડરસનનું એક નવલા પ્રકારનું રાજીનામુ.

જોબના હોજમાં ફીટ ન બેસી શકનાર આ શેરવૂડ સાહેબે વર્ષો પહેલાં નોકરીથી તંગ આવી જાતને જ બોસ પાસે ‘ફાયર’ કરાવી. પછી તેમના લખવાના પેશનને બહાર કાઢી લખાણની નવીન શૈલીથી ખુદનું ‘લેખન-માર્કેટ’ વિકસાવ્યું.

દોસ્તો, આજથી ફરી એક નવું ‘વિક’ શરુ થઇ રહ્યું છે. તમારા માંથી કોઈકને લાગતું હોય કે તમારી સ્કિલ્સ, ટેલેન્ટ શેરવૂડની જેમ ક્યાંક ‘વીક’ ગયા છે, અને તમે એમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધી રહ્યા છો તો…. પહેલા ખુદ થઇ જાઓ ‘રાજી’…. પછી ઉઠાઓ કલમ અને લખો તમારી અસલી કારકિર્દીનું ‘નામું’!

મોનેટરી મોરલો:

‘ખુદમાં રહેલા ‘શેર’ને બહાર લાવવો હોય આ રીતે ‘કાગળનો ટાઈગર’ બનીને પણ…….શરૂઆત તો કરવી જ પડે છે.’

મુસાફિર હૈ હમ યારો!..બસ યુંહી ચલતે રહેના હૈ!…

A Champion is Who....

તમારી સામે ૩૨ તો નહિ, પણ ૧૨ જેટલાં પકવાનોનો થાળ પણ મુકવામાં આવે તો શું હાલત થાય? – દેખીતું છે કે…ઘડીભર તો કન્ફ્યુઝન થાય કે શું પહેલા જમવું ને શું પછી.

એવું જ કાંઈક ગયા મહિનાથી થયું. જોબના બોજથી અલગ થયા બાદ..તકોની મળતી, દેખાતી ભરમારને કઈ રીતે મહત્વ આપવું? ક્યાંથી શરૂઆત કરવી? કઈ રીતે વિકાસ કરતા જવું? ને ખુબ જરૂરી એ કે ‘એમાંથી રેગ્યુલર પૈસા કઈ રીતે પેદા કરતા રહેવું…વગેરે…વગેરે. આ બધી ભમગરી સમજો કે પાછલાં ૩૦ દિવસોમાં થઇ ગઈ. શક્ય છે કે આવા હૂમલાઓ પાછા વારંવાર આવી શકે છે. એટલા માટે કે…

સવારથી સાંજ સુધી દોડતા રહી, જોડતા રહીને રાતે પાકે પાયે મનુષ્ય હોવાની ખાતરી લઇ સુઈ જવું પડે છે. ને પછી બ્લોગ્સnના લેખો, આવનારી બૂકસ લખવાની કામગીરીની, સતત ઠલવાતી માહિતીઓના મોજાંમાં ભીંજાઈને વચ્ચે ઓનલાઈન દોસ્તોના મેસેજ, ને ‘ફેસ’ભુખી કોમેન્ટ્સથી પાનો ચડાવતા રહેવું પડે છે.

હોતા હૈ ભીડું હોતા હૈ. જમાના સાથે, ખુદ જમાનો બની મોજીલા થઇ જીવવું એનું જ નામ તો ઝિંદગી!

 અપડેટ્સ: આ દિવસો દરમિયાન…

 • થોડાં વર્ષોથી ખોવાયેલા ને હવે પાછા મળી આવેલા એક સ્વજનની નજીકમાં જ લોન્ચિંગ થઇ રહેલી કેટલીક મસ્ત-મજાની હોમ-એપ્લાયન્સ (પ્રોડકટ્સ) રેન્જ વિશે સેલ્સ-લેટર અને મેટર્સનું લચકાતું લખાણ લખવાનીની હટકે કામગીરી કરવાની તક મળી…
 • પહેલા માનવંતા ક્લાયન્ટ ને પછી અઝીઝી દોસ્ત બની ગયેલા એવા (એચ-એલ)ભાઈની મહિનાઓની મહેનત પછી લોંચ થયેલી મોબાઈલ એપ્લિકેશનની પ્રેરણા બનવાનું…
 • આપણા આ દેશી વેપારી આર્ટિકલ્સને વિદેશી વાયરામાં ફેલાવવા માટેની તૈયારી કરવાનું…
 • ફેસ-ટુ-ફેસ મુલાકાત ન થઇ હોવા છતાં કેટલીક નવી આવી રહેલી કંપનીઓના યુનિક બ્રાન્ડના નામકરણમાં મદદ કરવાનું…
 • ને એ સિવાય એવા કેટલાંક અપરિચિતો સાથે ઓનલાઈન ચેટિંગ બાદ દોસ્તો બનાવવાની ઘટના જોવાનું…

જેવા ઘણાં લાભદાયક કામો થઈ રહ્યા છે. એ ઉપરાંત નવા બ્લોગ પોસ્ટ્સ, બુક્સ, મેગેઝિન્સની ચર્ચા આજેને આજે જ કેવી રીતે કરી શકું બંધુઓ?

વેપાર બ્લોગની અસર હેઠળ આવેલા કેટલાંક નવયુવાનો એ એમના પણ અપડેટ્સ મોકલાવેલા છે. જેમ કે..વ્હાલો સુરતી લાલો જીતેશ દાળવાળા તેના એન્જીનિયરીંગના અભ્યાસ સાથે સાથે લાઈફમાં કાંઈક હટકે કરી છૂટવાના જૂનૂન સાથે મેદાનમાં નાનકડી સિદ્ધિઓ હાંસિલ કરી રહ્યો છે. એના જ શબ્દોમાં એ આમ ઘણું બધું કહી રહ્યો છે:

“કેમ છો ?- વેકેશન નું પ્લાનીગ  કરું એ  પહેલાજ વેકેસન ચાલુ થઇ ગયું. And past 20 days were the most productive days in my life uptill now. I am sorry to write you late. બાય ધ ગ્રેસ ઓફ ગોડ. વડોદરા ની એક નાની પણ મોટા કામો કરતી કંપનીમાં ચાન્સ મળ્યો. તક નો લાભ મેં અને  મારા દોસ્તે એટલો બધો લીધો કે છેલ્લે છેલ્લે તો એ લોકો ગભરાઈ ગયેલા.

મજા ની વાત હવે. વર્ષો થી ગુચ્વતો એક ક્વેશ્યન સોલ્વ થઇ ગયો. એટલીસ્ટ હવે મારે કરિયર સ્ટાર્ટ ક્યાંથી કરવું તે ખબર પડી ગઈ. Now finally to be a design enginner is my starting. Where it will end I don’t know.

ટ્રેનીંગ માં મોટા ભાગ ની ” ન કહેવાતી વાતો ” પણ તક જડપી ને જાની લીધી. કંપની ફર્સ્ટ ટાઇમ ટ્રેનીંગ આપતી હતી એટલે આમને વધારે પડતી પરમીસન મળી ગઈ. કોર્પોરેટ વલ્ડ માં એથીક્સ નો અર્થ કેટલો મોટો છે અને ખોટું કામ કેટલી હદ સુધી થઇ સકે છે e apan jane kasu khotu kaam karta j nathi e rite એ બધ્ધું અલગ અલગ ફિલ્ડ ના વર્કર પાસે થી સાંભર્યું.

માત્ર વર્કર ને સાથે રાખી ને કામ કરવાથી કેટલો ફાયદો ” થઇ સકે છે ” રૂપિયા માં અને ટાઇમ માં તેના પ્રેક્ટીકલ એકઝામ્પલ જોયા. Everyone has an idea about how can we work fast and save money as well material and improve quality but no one wants to come with their Idea only problem is that “I am not paid for that “.

In future if I would have my own organization, mangement strategies would be based on those 20 days training. Now I have just 20 days and I am staring for interview preparetion and English. I like to have some wonderful suggestions for this from you.

I am also planning to visit nearest GIDC for more manufacturing knowledge. What can I do more for value addition in me???- Please let me know if any machine designs enginner in your sight to guide me in such stream. I dont get final destination yet but I got a path at least.

The biggest matter I have learnt now is: No one care for money but everyone need just an attention and appreciation for his work.

——————————————————————————-

જ્યારે, લગભગ ૩-૪ વર્ષથી હાઈપર-ડિપ્રેશનમાં રહેલો ફેસબૂકી દોસ્ત દુર્ગેશ મહેતા ક્યાંકથી અચાનક ઓનલાઈન આવી તેના દર્દની વાત શરુ કરે છે ત્યારે ઘડીભર તેને શું આપવું એ દુષ્કર થઇ જાય છે. છતાં, વાતચીત બાદ તેને મળેલા શબ્દોના મલમથી આજે તેના સંગીતના પેશનને પાછુ લઇ આવ્યો છે. જો એ કોમ્પ્યુટર અને પિયાનોના કિ-બોર્ડના કોમ્બિનેશનમાં બસ ખૂપી જશે તો માની શકું કે ગુજરાતને એક સૂરીલો સંગીતકાર મળી શકશે.

દુર્ગેશ!…લોહા ગરમ હૈ…માર દે હથોડા!

દોસ્તો, વેપાર શું જગત સાથે જ થઇ શકે?- ના ના ના ના રે ના…એ તો દરરોજ જાત સાથે વધારે કરવાની પ્રોસેસ છે.   

કેટલાંક બીજા નવા સમાચારોના માહિતી-ગુચ્છ સાથે જલ્દી પાછો આવું છું. તમેય આવતા રહેજો પાછા.

ડોર‘પંચ’

જહાંપનાહ! હમ સબ એક અદ્રશ્ય ડોર સે બંધે હુવે હૈ. યેહ કૌન, કબ, કૈસે ઉઠેગા ઉસે કોઈ બતા નહિ શકતા…હા..હા…હા…હા…હા..હા  આ રીતે જોઈ લો. સુપર છતાં સિમ્પલ ટેલેન્ટ.

નવા ‘ગોલ’ની મિઠાશ સાથે લૉન્ચ થયેલો નવો નેટ-ગ્રહ !

આકાંક્ષા, ઈચ્છા, ઈરાદો, ગોલ, તમન્ના, ધ્યેય, મનસૂબો, મુરાદ, લક્ષ્ય, સ્વપ્ન, હેતુ, ઉદેશ્ય વગેરે…વગેરે…વગેરે…જે પણ બોલવું હોય તે બોલી શકીએ. પણ જ્યારે આ ફેક્ટર્સને કોઈ જરૂરી એવી બાબત સાથે સાંકળી લઇ કોઈ સિદ્ધિ હાંસિલ કરીએ છીએ ત્યારે તે ઘણું બધું કહી જાય છે…..કહી શકે છે.

માર માટે ઇન્ટરનેટમાં રહેવું એક સ્વપ્ન હતું. તેમાં રહી ઘણું બધું જાણવાની ઈચ્છા હતી. ત્યાંથી જ કોઈ જરૂરી કામ કરવાની તમન્ના હતી. વખતો-વાર ધીરે ધીરે શીખતા રહી કોઈક નવું જ કામ સિદ્ધ કરવાના ઈરાદાઓ થતાં રહ્યા ત્યારે એ દરેક કામ ‘ગોલ’ બની બહાર આવ્યું.

સમયાંતરે આ ગોલ-લિસ્ટની લંબાઈ વધતી ગઈ ને સાથે સાથે તેમાં જોશ અને જોમનો પાવર પણ ભળતો ગયો. તેના પોઈન્ટસને પ્રાયોરિટી આપવા કરતા તેની પર પ્રાયોગિક ધોરણે અજમાયશ કરી પર બુલેટ છોડતો ગયો ત્યારે બાહુમાં રહેલી સ્કિલ્સના દર્શન થયા.

એ લિસ્ટમાં જ પુરાયેલો એક મહત્વનો ગોલ આજે ઘણા સમય બાદ પંચ-કિક સાથે બહાર આવ્યો છે. સમજો કે ‘નેટ’ને બરોબર અડી ગયો છે.

આ પંચ એટલે : http://www.vepaar.net

યેસ દોસ્તો, આ નેટ વેપાર આજે…વેપાર.નેટ બની તેના નવા અપ ટુ ડેટ નામ સાથે (ઉપ)ગૃહપ્રવેશ કરી રહ્યું છે. ૨૦ મહિના પહેલા ધખાવેલી બ્લોગ-ધૂણી netvepaar.wordpress.com તેના એડવાન્સ્ડ લેવલે આવી ગયું છે.

માર્કેટિંગના દસ્તુરદાદા વર્ષો પહેલા મને કહી ગયા હતા કે  “ ઓય!…૧૦૦૦ દિવસ સુધી જો તારી નવી કરેલી દુકાન કે ઓફિસનું પાટિયું (સાઈનબોર્ડ) અડીખમ રહી જાય તો પછી સમજી લેજે કે ૧૦૦૦ મહિના સુધી તે આરામથી ટકી જશે.” 

આ અચિવમેન્ટ ગણાતા ‘ગોલ’ની મિઠાશ મને ગોળ કરતા પણ થોડી વધારે મીઠી લાગી રહી છે. એટલા માટે કે…તેને બરોબર પકાવવામાં મને છેલ્લાં ૩ વર્ષથી (કલામ સાહેબના પેલા સુપ્રસિદ્ધ કલમ-ક્વોટની જેમ) ઊંઘ પણ આવી નથી.

વેપાર.નેટ એક એવું પ્લેટફોર્મ છે. જ્યાં…

 • વેપારના ઘણાં પહેલુઓ વિવિધ રંગો અને ઉમંગોના પોશાક પહેરી આવતા રહેશે ને પસાર થતાં રહેશે.
 • વેપારનો મેળ બેસે એવો મસ્તીભર્યો મેળાવડો થતો રહેશે. જેમાં ઘણું ખરું વહેંચાશે ને ઘણું બધું વેચાશે. એટલે જ વર્ડપ્રેસના ‘ફ્રિ’ બ્લોગ પર કંટ્રોલમાં રહેતી ઘણી એવી બ્લોગ પ્રવૃતિઓ ‘ફ્રિલી’ કરી શકશે.
 • વેપાર કરવાની ટ્રેઈન આવે કે ગાડી…પણ માહિતીઓની મુસાફરી દ્વારા આપણે સૌને ‘ટ્રેઈન’ થવાની મસ્તીભરી સફર પણ થતી રહેશે.
 • વેપારિક દોસ્તોને, મુસાફરોને ‘મુજે કુછ કહેના’ની ધંધાધારી-ધૂન સંભળાવવાનું પણ એક માધ્યમ મળી રહેશે….ઇન્શાઅલ્લાહ!

જો કે..આ વેપારિક નેટ વારસો મને મારા બાળકોને વર્ષોવર્ષ સુધી વાપરી શકે એવી કોઈ મુરાદથી નથી બનાવ્યો. “જબ ખબર નહિ હૈ પલ કી..તો બાત ક્યોં કરે કલ કી?” – બરોબર ને?

મને તો આ નેટવર્ક દ્વારા તેમને આપવું છે એક એવું મોકળું મેદાન જેની પર એ સૌ પોતાની મરજી મુજબ…સેલ્ફ-સ્કિલ્સ સાથે ‘નેટ’ પ્રેક્ટિસ કરી શકે. પછી ભલેને વાતાવરણ ગમે એવું પણ હોય. વખતમાં ડાઈ થતા રહીએ એટલે આપનું કામ પણ ચાલતું રહે…બસ!

હાલમાં તો આ બ્લોગ પર હજુયે સમારકામ થઇ રહ્યું છે. પાછલાં લખાયેલા દરેક બ્લોગ્સને બરોબર કેટેગરીમાં ગોઠવવાનું બાકી છે. ને નિતનવા ફિચર્સ, વિભાગો, સહુલીયાતો, ફન્કશન્સ પણ થાળે પાડવાના છે. એનો આપ લોકોના સહકારે જ ઉદ્ધાર થવાનો છે.  

એટલે બસ..બસ..બસ દોસ્તો, ઇસ અંજુમનમેં આપકો આના હૈ બાર બાર, ઇસલીયે બ્લોગ-સાઈટકો પહેચાન લીજીયે.

હવે બધુંયે કહી દઈશ તો પછી ‘પાર’ કરવાના ‘વે’ ની મજા કેમ માણીશું?!?!?! એટલે બહેતર છે કે આપણે સૌ ભોમિયા બનીએ ને નેટ-ડુંગરા સાથે ભમીએ.

સવાલ: આ બધું કરવાની જરૂર શું?

જવાબ: શાનથી સમજોને કે…ગુજરાત અને ‘ગુજરાતી’ને ગ્લોબલી ‘માર્કેટ’ કરવાની એક મહા(મૂલી) કોશિશ!

જ્યાં જ્યાં વરસે ગુજરાતી,
ત્યાં ત્યાં ન રહે દુકાળ!…
જય જય ગરવી ગુજરાત!

બોલો હવે…તમને ‘એવી’ સફર ખેડવી છે?

અપસેટ…અપ-સેટ…આઉટડેટ્સ અને અપડેટ્સ

Wall-of-Opportunities

દોસ્તો, પહેલા હસવામાં ઉડાવાયેલી ને પછી..હસીખુશીથી ખુદની સાથે કરેલા એક વેપારી સાહસની વાત કરવી છે.

૨૦૧૨ વર્ષની શરૂઆત થઇ’તી ત્યારે જાન્યુઆરીના ઓવારે ઉભા રહી સેલ્ફ-એનાલિસિસ કર્યું.

કારણકે અંદર એક એવું તોફાન સર્જાયું કે જેની અસર બહાર શું થવાની છે તેના વિશે મને ખબર ન હતી. બસ…’લાઈફમાં કાંઈક જબરદસ્ત ખૂટે છે.’ એવું સમયનું કેલેન્ડર બેહજારમી વાર ‘બાર’ આવ્યું ત્યારે તેની સાથે સાથે એ સૂઝ પણ બહાર આવી.

બ્લોગની અવિરત સફર મને ક્યાંથી ક્યાં લઇ આવી તેની સમજણ ન પડી. અલબત્ત આપ લોકોના જ સહીયારે વેપારના આ બ્લોગને સારો પ્રતિસાદ મળ્યો છે જે મારા માટે બહુ મોટો પ્રસાદ છે. પણ..તોયે અંદરતો ‘જગ સૂના સૂના લાગે…રે!’

આગળ શું કરવું?…કેમ કરવું?…કેવી રીતે વધવુ? જેવા પ્રશ્નોની એક દિવાલ ઉભી હતી. જેનો એક હિસ્સો જોબના બોજથી બનેલો અને ડરના સિમેન્ટથી ચણાયેલો. જ્યારે બીજા હિસ્સા વિશે ખબર તો હતી કે સાચા જવાબો એ દિવાલની પાર હતા. પણ પ્રશ્ન તેને કુદીને મેળવવાનો હતો. સમજોને કે…થોડો ‘અપસેટ’ હતો.

ફેબ્રુઆરીની માર્ચ-પાસ્ટ પણ થઇ ગઈ ને એપ્રિલની શરૂઆતમાં મનોમંથન કરેલા વિષયો સાથે પ્રિલિમિનરી પરીક્ષાનો રાઉન્ડ શરુ થયો. એ માટે કેટલાંક બંધુઓ સાથે બ્રેઈન-સ્ટોર્મિંગ, સ્વજનો સાથે સલાહ-સૂચન…અને પત્ની-પરિવાર સાથે પૂર્વાવલોકન કરી એક જોખમી નિર્ણય પણ લઇ લીધો. ‘જોબ નહિ કરવાનો…નોકરી નહિ કરવાનો. કેમ કે મને દિવાલ કૂદવી હતી.

ને પછી..આ દસમી તારીખે યા હોમ! કરીને દિવાલ કુદી આવ્યો છું. અહીંની વર્ષો જૂની…અલ-હુસૈન ઇન્ટરનેશનલ પેપર કંપનીમાં ‘રાજીખુશી’ ભરેલું ‘નામું’ આપી આવ્યો છું. મારા એક્સેલ-ડાયનામિક બોસને દુઃખ ભરેલું સુખ તો મળ્યું છે. પણ…થાય શું?…એમને પેપરના બ્લોક્સની દુનિયા વધુ વ્હાલી છે ને મને માર્કેટિંગના બ્લોગની.

“જીત કોની થઇ કહેવાય?!?!?!”

એ સવાલ હજુયે ઓફિસની બહાર ઉભો છે. જંગલમે મોર નાચા…કિસને દેખા? પણ એક વાત જરૂર કહીશ કે પાછળ લખેલા પેલા ‘ગોલ’ સેટિંગના આર્ટિકલ વખતે લાંબા જવાબમાં લખાયેલો પોઈન્ટ નંબર પાંચ મારો ખરો જ સર‘પંચ’ હતો.

લાખનો ગણો કે..સવાનો…એક સવાલ: હવે પછી શું મળ્યું?

તો ફ્રેન્ડઝ! એ દિવાલની પાર રહેલા કામોની એક લાંબી લાઈનવાળી વાત કહી દઉં.

ફૂલ-ટાઈમ ઓનલાઈન માર્કેટિંગ સાથે સાથે અધૂરા રહેલાં પેલા નેટવર્કી પુસ્તકો લખવાની આઝાદી, લાઈનમાં ઉભા રહેલા વધું પુસ્તકોના રિવ્યુઝ લખવાની ઓફર્સ, અવનવા બીજાં બ્લોગ્સની તૈયારીનું લક્ષ્ય, કેટલાંક પ્રોફેશનલ દોસ્તો સાથે તેમના અંગત ઇનોવેટિવ પ્રોજેક્ટ્સના ડ્રિમ્સ (સ્વપ્નાઓ) સાકાર કરવાની ડ્રિલ……ઓહ્ફ…. ને બીજું ઘણું બધું એ હજુયે લાઈનમાં છે. સમજોને કે…હવે થોડો ‘અપ…સેટ’ છું.

“ઓકે. પણ એ બધું બીજું કરશે કોણ?”

કેમ? હવે શાની ચિંતા?…બોસ તો છુટા થઇ ગયા છે ને પિતાશ્રી પણ ગોલ આપી ક્યારના ગૂલ થઇ ચુક્યા છે. એવું દિલથી કહી શકું છું કેમ કે મેં તેઓનું ‘બારમું’ કર્યું છે. સમજોને કે ઘટના હવે મારા માટે ‘આઉટડેટ્સ’ છે.

થોડાં શબ્દોમાં આવા સમાચારો લખતા તો લખાઈ જાય છે. પણ…પ્યારા વાંચકગણ! “મેરી આંખોસે નિકલે હુવે ઇસ છોટેસે આંસુકે કતરે કો ખુદા જાને ઉસે તૂફાન કૌન સમજેગા?”

હવે સમજી જ લ્યોને કે…આ મારા અપડેટ્સ છે!

મિત્રોઓઓ, દોસ્તોઓઓ, બહેનોઓઓઓ, ભાઈઓઓઓ,...“ભય!…આ નાનો શબ્દ વજનમાં બહુ મોટો દેખાય છે. પણ ખરેખર ઘણો તકલાદી છે. તકને લાધીને જે એને તોડે છે…તે જ સાચો તકવાદી છે.”

કેરોનો તકવાદી…પણ સાથે અમદાવાદી દોસ્ત!
મુર્તઝા પટેલના જુહાર!

આ સ્થિતિ એ આજે…ખાસ ડર‘પંચ’

આ ખન્નાને નાચતો જોવા કરતા કિશોરના શબ્દોને પકડવા માટે..

વ્યાવસાયિક અચકો-વચકો: | લેવાઈ રહેલાં ‘લો’ ની પાછળ રહેલાં કેટલાંક નિયમો…

Strange-Laws-Of-Life

ન્યુટન હોય કે મૂર…પાઈથાગોરસ હોય કે ગોસ. આર્કિમીડીઝથી લઇ…ઝેલ્ડા સુધી સૌએ પોતપોતાનો નિયમ બનાવી જૈવિક રીતે ભૌતિકશાસ્ત્ર વિષયને બહુ કેમિકલી લોચાવાળું કર્યું છે. એટલેજ વર્ષોથી અગણિત નાગરિક ‘લો’કો આ નિયમને અનુસરી વિજ્ઞાનમાં કાંઈક બીજું નવું સિદ્ધ કરતા રહી નિયમાવલીમાં વધારો કરતા રહ્યાં છે.

ખૈર, એક દોસ્તના આવા જ મળેલા નિયમોના ઈ-મેઈલમાં કોઈકે કરેલા એવા પણ નિયમો પણ સર્જી નાખ્યા છે જેનાં વિશે આપણે જાણકાર હોવા છતાં અજાણ રહીએ છીએ. ‘લો’ ત્યારે તમેય આવા જ કેટલાંક ‘લો’નાં ભાષાંતર દ્વારા પ્રગટેલી કેટલીક નવી ગરમાગરમ ‘લો’…લઇ ‘લો’ ….

 • કતાર (લાઈન)નો નિયમ: કોઈ અગત્યના કામસર ક્યાંક લાઈનમાં ઉભા રહેવું પડે છે. તે વખતે કોઈક લાંબી લાગતી લાઈન છોડી આપણે બીજી ટૂંકી લાઈનમાં ટ્રાન્સફર થઈએ છીએ ત્યારે આપણે છોડેલી લાઈન ધનાધન ટૂંકી થવા માંડે છે. આવા નિયમો તમે કતારમાં હોવ કે કેન્યામાં… સ્વિડનમાં હોવ કે લંડનમાં…મૂંઝવણ એ છે કે હારની આ માળાને જીતવી કઈ રીતે?
 • ટેલિફોનનો નિયમ: ખરે વખતે જ્યારે ઓર્ડર કન્ફર્મ કરવાનો હોય ત્યારે જ ખૂબ જરૂરી નંબર ‘બિઝી’ કે એન્ગેજ ટોન આપે છે. કમબખ્ત ખોટા નંબર ડાયલ કરીએ ત્યારે કોઈ પણ ‘પાર્ટી’ ક્યારેય ‘એન્ગેજ’ નથી હોતી…હવે એમાં બોલવું શું?
 • બસનો નિયમ: જ્યારે જરૂર ન હોય ત્યારે જ સો-બસો જેટલી ઢગલાબંધ બસો આપણી આસપાસ પસાર થઈ જાય છે. ને ખરી જરૂરતે એક પણ બસ ‘ઓન ટાઈમ’ આવતી નથી. બસ!..બહુ થયો આ ત્રાસ! કોઈક રસ્તો કરો હવે આનો!
 • રિપેરિંગનો નિયમ: ભરચક ટ્રાફિકમાં કે કાતિલ ગરમીમાં ફસાયા હોઈએ ત્યારે જ આપણી ગાડી પાણીમાં બેસી જાય છે. ત્યારે શૂરવીર બની ગ્રિસવાળા કાર્બ્યુરેટર કે પાણીવાળા રેડિયેટર સાફ કરતી વખતે જ નાક કે પીઠ પર ખંજવાળ આવે છે.
 • લેબોરેટરીનો નિયમ: કોઈક સંવેદનશીલ પ્રક્રિયા થતી હોય ત્યારેજ ટેબલ પરથી જરૂરી એવું સાધન બેઇઝની અસર હેઠળ દાવ કરી કોઈક એવી જગ્યાએ પડી જાય છે જેને મેળવવા આપણે એસિડિક (જ્વલનશીલ) બનવું પડે છે.
 • બાથરૂમનો નિયમ: શરીરે ભરપૂર સાબુ ચોળ્યો હોય ત્યારે…જ…ટેલિફોનની રીંગ વાગે છે. કોઈક રીતે વ્યવસ્થા કરી ફોન રિસીવ કરી પણ લઈએ ત્યારે રોંગ નંબર હેઠળ એમાં ક્યારેક આપણું બેન્ડ પણ વાગી જાય છે.!
 • ઝડપાઈનો નિયમ: કોઈક દૂર આવેલી હોટેલમાં આપણી ‘વ્હાલી’ સાથે કે પછી ક્લાયન્ટ સાથે પ્રાઈવેટ મિટિંગ કરવાના હોય ત્યારે જ…કોઈક કહેવાતું સ્વજન આપણી સામે દુર્જનની જેમ ભટકાઈ પડે છે. સામાન્ય ઝડપ કરતા ઝડપાઈ જવાનો આ નિયમ ઘણો ધીમો છે. પણ તેની અસર બહુ વાઈરલ છે.
 • કૉફીનો નિયમ: તમે ‘રીલેક્સ’ થવા માંગો છો ત્યારે ગરમાગરમ ચોકલેટ-કૉફીનો મગ ભરી લાવો છો. ત્યારે જ…બોસનો ‘જસ્ટ થોડું જ કામ’ માટેનો કોલ આવે છે. ને ઘણાં સમય બાદ પાછા રિલેક્સ થવા તમારા ઠંડા મગને જોઈ તમને ગમ કરવો પડે છે.
 • બોસનો નિયમ: જ્યારે તમે સૌથી વ્હેલા આવો છો ત્યારે જ બોસ કાં તો મોડો આવ્યો હોય છે યા પછી ગાયબ હોય છે. ને જ્યારે બોસ સૌથી વ્હેલા આવ્યો આવ્યો હોય ત્યારે જ…તમે જ મોડા પડો છો. ને પછી નીચે મુજબનો ગૂગલીનો નિયમ વાપરવો પડે છે.
 • ગૂગલીનો નિયમ: “કેમ મોડું થયું?” એવા સવાલની સામે આપણને બોસને એવું સમજાવી દેવું પડે છે કે “સાહેબ, રસ્તામાં ટાયરની હવા નીકળી ગઈ’તી!..”- ને સાચે જ થોડાં સમયની અંદર આપણી પણ હવા નીકળી જાય એવી ઘટના બને છે.
 • સિનેમાનો નિયમ: થિયેટરમાં આપણને એવી નજીકની જગ્યાએ જ ખુરશી મળે છે…જ્યાંથી કેટલાંક પ્રેક્ષકો મોડા આવી વિક્ષેપ પાડી આપણી જ આગળથી પસાર થાય છે. હવે આ બાબતે કોની બત્તી ચાલુ રહે?

દોસ્તો, આવા તો કંઈક એવા બીજા નિયમો રચાયા છે…રચાઈ રહ્યા છે ને આ યમ છે ત્યાં સુધી હજુયે રચાત રહેશે. એટલેજ..

દોષી મરે એનો વાંધો નહીં..પણ (નિ)યમ’ ઘર ના ભાળી જાય એનું ધ્યાન રાખવું..બસ બીજું શું?”. – મુર્તઝાચાર્ય

જાવ ‘ચા’ લો હવે.

સર‘પંચ’

બટન દબાવ…પિઝા ખાવ!

દુબઈમાં શરુ થયેલી ‘પિઝેરીયા’ની એક અનોખી સર્વિસ. જ્યાં રેફ્રિઝરેટર પર મુકવામાં આવતા મેગ્નેટ-બટન દબાવતાં ઓવનમાંથી પિઝા ડિલીવરી આપવામાં આવે છે. કઈ રીતે?- ફિલ્મ જોઈ લેવા જેઈ ખરી.

વેપાર વર્ષ: બ્લોગ તરસે ત્યારે શબ્દો વરસે….વર્ષે વર્ષે!

Successful-1st-Year

મને બચપણથી વાંચનનો શોખ. સમય જતા વાંચનના એ પેશનેટ શોખમાં માત્ર વિષયો ઉમેરાતા રહ્યાં છે પણ શોખની લગની તો એની એજ રહી છે. આજે યાદ કરું છું કે મારામાં રહેલો આ વાંચનાર નર લખાણ-પટ્ટીમાં ક્યાંથી આવી ગયો!?!?

થયું આમ…બરોબર એક વર્ષ પહેલા ૫ મી સપ્ટેમ્બર ૨૦૧૦ની રવિવારની એ બપોર. મારી પત્નીએ અચાનક આવી શબ્દ-ધક્કા સાથે ટોણો માર્યો: “આ જ્યારે જોઉં છું ત્યારે ઈન્ટરનેટ પર વેપારને લગતું વાંચ-વાંચ કરો છો તો લખતા પણ બતાવો તો કાઈં માનુ. તમારી સાથે બીજા ઘણાં લોકોને પણ ફાયદો થશે. તમારી કેરિયરને ધક્કો વાગશે બીજું શું?!?!!?”-

૧૦ વર્ષ પહેલાં તેની સાથે થોડાં સમય માટે લવ-લેટર લખવાની ચળ-વળ ઉપાડી હતી પણ શાદી પછી તેના આવ્યા પછી એ ચળ બીજે ક્યાંક વળી ગઈ……

ને ત્યારે આમ અચાનક થયેલા આવા હૂમલાથી એ દિવસે નેટવેપારનો આ પોસ્ટ દ્વારા https://netvepaar.wordpress.com બ્લોગ શરુ કરવો એક અનાયાસ પર્યાસ જ હતો. (દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ કે પગ હોય છે એનું આ એક લેટેસ્ટ ઉદાહરણ)

એની વે. શું લખવું, કેવું લખવું, કેટલું લખવું તેની કોઈ પરવા ન કરી. પણ ‘આગે આગે ગોરખ જાગેગા તો જો હોગા સો દેખા જાયેગા’ વાળી કરીને વેપારના વમળોમાં કુદી પડ્યો ને લખવાની શરૂઆત કરી દીધી.  

કબૂલાત: આમ તો ‘માર્કેટિંગ’ શબ્દ મારા લોહીમાં વહે છે. એટલે એના વિશે સતત અભ્યાસ કરતા રહેવું, લખવું, શીખવું-શીખવવું, કોચિંગ આપવું એ મારું પેશન છે. એટલે આ બ્લોગ દ્વારા એ પેશનને બહાર કાઢી વહેતો કરવાનો જ મુખ્ય ઈરાદો હતો અને છે. પાછલા કેટલાંક વર્ષો દરમિયાન ઈન્ટરનેટ પર વેપારના શીખેલા અસરકારક સૂત્રોને જાતે અપનાવી તેની અસર જાણીને જ આપ લોકોની સાથે વહેંચણી કરુ છું.

સમજોને કે…માહિતીના ડીજીટલ દરિયામાં આ કોશિશથી એક જોયેલા સ્વપ્ન તરફ પ્રગતિ કરી Learning – Earning, Sharing – Selling, Entertaining & Interacting ના મોતીઓ શોધવાનો-ભેગા કરવાનો એક પિંચ પ્રયાસ….

૧૨ મહિના…૫૨ અઠવાડિયા… ૩૬૫ દિવસની આ ૧ વર્ષિય સફર મારી ઝીન્દગીની સૌથી અનોખી સફર રહી. વર્ચુઅલ ભલે કહેવાય પણ એક્ચુઅલી મને ઘણાં એવા સારા દોસ્તો-દોસ્તાનીઓ, સાથીદારો, સલાહકારો મળી આવ્યા.

સુરેશદાદા-પરેશકાકા, ઠક્કરબાપા, વિનુભાઈ-દિનુભાઈ, લતાબેન-મીતાબેન-પ્રીતિબેન, જયભાઈ-યોગેશભાઈ, વિમેશ-રમેશ, જીતેશ-મિતેશ, નાથાની સાહેબ-મનસુખાની સાહેબ, હિરેનભાઈ-નરેનભાઈ, કેપ્ટન નરેન્દ્ર-કર્નલ શબ્બીર, રૂપેનભાઈ-દિપેનભાઈ, જીજ્ઞેશભાઈ-પ્રજ્ઞેશભાઈ, જુઝરભાઈ-મઝહરભાઈ, ઘનશ્યામભાઈ-ગોવિંદભાઈ, અતુલભાઈ-મિતુલભાઈ, અકીલભાઈ-શકીલભાઈ, અરજણભાઈ-માર્કંડભાઈ, અશોકભાઈ-અરવિંદભાઈ, દાસભાઈ-દોશીભાઈ….

આવા તો કેટ-કેટલાંના નામો લખી શકાય…એ સિવાય એ સૌ ભાઈઓ-ભગિનીઓ જેમણે બ્લોગ-લેન્ડ પર આવીને પોતાનો કિંમતી સમય આ વેપાર-વાંચન માટે આપ્યો છે. કોમેન્ટ્સ દ્વારા મંતવ્યો આપ્યા છે. હમારા ‘બજાજ’ જેવી ‘પ્રેરણા’ આપી છે (યેહ ભી તો કસૌટી ઝીંદગી કી હૈ ના!)  ‘લાઈક’ બટન દ્વારા વારંવાર દિલ ખોલ્યું છે. એ માટે…સૌનો ખૂબ ખૂબ આભારી છું.

મારા બ્લોગ-ગુરુઓના મંતવ્ય મુજબ: આ નોટી-નેટી આલમમાં જેઓ સમજીને બ્લોગ-વાંચન ચાલુ રાખે, લખે રાખે…..ભલે લોકોને લાગે કે ‘ગાંડાની જેમ’..તોયે એ ડહાપણભર્યું કામ ગણાય છે. કેમ કે તેના વાંચન-લખાણ દ્વારા તમારા પેશનને ધક્કો મળે છે. જે તમને એક દિવસ ત્યાં લઇ જાય છે જે જગ્યા પર જવાનું તમે સ્વપ્ન જોયું છે…..ઓટો-રીડિંગલી!!

“ગમતા ભડભડતા (પેશનેટ) વિષયનો દરરોજ માત્ર એક કલાકનો અભ્યાસ તમને…ત્રણ વર્ષની અંદર એક વિશેષજ્ઞનુ સ્થાન….પાંચ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે સત્તાધારી વ્યક્તિનું સ્થાન અને સાતમાં વર્ષે દુનિયામાં તે વિષયવસ્તુના જ બેસ્ટ (સર્વશ્રેષ્ઠ) વ્યક્તિનું સ્થાન આપી શકે છે. પણ જરૂરી ધ્યાન એ રાખવું કે એ સાત વર્ષની શરૂઆત સાંઠ મિનીટથી ચાલુ થાય.” – અર્લ નાઈટેન્ગલ   

સંગી સરતાજ ‘પંચ’:

ઓ ‘રાજ’ મને લાગ્યો સૂર-બ્લોગિંગનો રંગ….

આ મૌકા પર જેમને માટે ‘મુકેશ’ પોતાનો અવાજ હતા એવા ‘રાજુ’નું જ આ છવાયેલું ગીત ‘મુકીશ’…

એક દિન બીક જાયેગા માટી કે મોલ જગમેં રહે જાયેંગે પ્યારે તેરે બોલ!

સ્વવિશેષ: ઇસ્પિતાલની ક્રેડલથી ઈજીપ્તના કેરો સુધીની સફર…

From-39-to-40

વાત છે આજથી ૩૯ વર્ષ પહેલાંની. તા. ૧૭મી ઓગસ્ટ ૧૯૭૨ની એ સવારનો સમય. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા નાનકડાં પણ ઐતિહાસિક બાગની અંદર એ મકાનમાં એક સ્ત્રીને છેલ્લા મહિનાની પ્રસુતિની પીડા ઉપડી. સંયુક્ત કુટુંબ એટલે નસીબજોગે પીડાને જાણકાર, ઓળખનાર બીજા સગા-વ્હાલાંઓની હાજરી ત્યાં હતી. તનમનથી મજબૂત એવી એ સ્ત્રીને સમય અને સંજોગો ઓળખવામાં કોઈ વાર ન લાગી. સાસુની સલાહ અને દેરાણીની દોરવણીથી કલાકેકમાં તો સરસામાન તૈયાર કરી રિલીફ રોડ પર આવેલી જાણીતી મેટરનિટી હોસ્પિટલમાં એ સ્ત્રીએ લેડી-ડોક્ટર દેસાઈની દોસ્તી પાસે ‘સેફ’ ડિલીવરીથી દિકરાને જન્મ આપ્યો.

અલબત્ત દીકરો જન્મે ત્યારે આખા કુટુંબમાં ગોળ-ધાણીની સાથે હલવા ની લ્હાણી પણ ઉડે એ દેખીતું છે. જન્મતાની સાથે ખૂબ ઉંચા અવાજેથી રડીને આખી હોસ્પિટલ જગાવનાર એ ‘હટકે’ દીકરો થોડાં જ સમયમાં તેના સગાં-વ્હાલાઓની સાથે સાથે ત્યાંની દાયણો અને ડોક્ટર્સનો પણ વ્હાલો બની ગયો. એ દિવસે બનેલી આ નાનકડી ઘટનાનુ ૬ દિવસ પછીનું નામ એટલે એના માત-પિતા આમેનાબહેન-સીરાજભાઇ માટે ‘અલી ભાઈ’ અને તમારા સૌનો આ સ્વિટ-નેટ-દોસ્તમુર્તઝાઅલી પટેલ.’

ગુજરાતીમાં મા-બાપ માટે જેમ ‘વાલી’ શબ્દ વપરાય છે તેમ અરેબિકમાં ‘વાલેદેન’ કહેવાય છે. ફરક આમ જોવા જઈએ તો માત્ર ‘દેન’ (ઋણ) નો છે. એટલે આવી સમજણ મળ્યા પછી દર વર્ષે ૧૭મી ઓગસ્ટ મારા માટે પાછલાં વર્ષોના તેમની તરફના ઋણને યાદ કરી મનાવવાની હોય છે. આ પ્રક્રિયામાં દર વર્ષે સગાંઓ, દોસ્તો પણ ઉમેરાતા જાય છે. કેટલાંકની યાદ રહી જાય છે ને કેટલાંકની વહી જાય છે. ત્યારે મારા માટે એ ઘણું મહત્વનું બની જાય છે કે…જેમણે ગયે વર્ષ દરમિયાન કોઈકને કોઈ કારણે પોતાનો પ્રેમ, સાથ, હુંફ આપ્યા હોય તે બધાંને યાદ કરી ‘આભાર’ કહી ગાંઠને મજબૂત કરું અને વર્ષને મનાવું. હવે તમને લાગે (કે ન પણ લાગે તો નો પ્રોબ્લેમ!) કે કોઈક રીતે તમે મને મદદ કરી હોય, સાથ આપ્યો હોય, હુંફ આપી હોય તો…મારી તરફથી ભાર’ લઇ જ લેજો.

બોસ! આપણી તો ‘એજ’ સાચી વર્ષગાંઠ છે.  

એની વે!…કોઈક બીજા વિશે કે વસ્તુ માટે લખવુ ઘણું આસાન હોય છે. પણ જ્યારે પોતાના વિશે ‘સવિશેષ’ જણાવવાનું હોય તો માઈન્ડ સાથે મહામુકાબલા જેવુ લાગે છે. ‘ઇસ્પિતાલની ક્રેડલથી ઈજીપ્તના કેરો’ સુધીની મારી આ ઓગણચાલીસી સફર પર ચાલીસો બનાવી શકાય ખરો. ઉઘડેલી-દેખાયેલી-ઓળખાયેલી-સમજાયેલી-વપરાયેલી-રડાયેલી-હસાયેલી-મનાયેલી-જણાયેલી-ચલાયેલી-દોડાયેલી-પડાયેલી-ને ફરી પાછી ઉભી થયેલી એ આઆઆઆઆઆઆખી સફર ઉપર શું શું લખવું?… કેટલું લખવું?…કેવું લખવું?…મારા માટે બહુ મોટી (પણ મીઠ્ઠી) મૂંઝવણ છે. એ તો ‘નાઈલને કિનારે’ બેસીને જોઇશ કે આગળ આગળ શું જવાબ મળી આવે છે. પછી એ મુજબ લખવાની તમન્ના ખરી.

આમ તો હું ગમ ને મગમાં અને ખુશીઓને શીશામા નાખી લાઈફને ઘોળી ‘પી’ ચુકેલો એક ‘મજ્જેનો માનસ’ જરૂર છેંઉ. ધર્મના ટેગથી પાકો દાઉદી વ્હોરો. તોયે વર્ષોથી પારસીઓની વચ્ચે પણ રહેલો. એટલે લોહીમાં શ્વેત-રક્ત કણોની સાથેસાથે ઈન્ટરનેટ વેપારના ‘વેબકણો’ વહેતા રહે એમાં કોઈ મોટ્ટી વાત કહેવાય?. સાલું!…એટલે જ અહીં કેરોની લેબમાં સમયાંતરે મારા લોહીનો રિપોર્ટ પણ હંમેશાં ‘નિલ’ આવે છે…બોલો!

સાહેબો, દોસ્તો, વ્હાલાઓ!…………………..

હું કોઈ ફિલસૂફ નથી. પણ દિલ સાફ રાખી ‘પર્સનલાઇઝ્ડ પ્રોફેશનલ’ બનતો દિલસૂફ ખરો…

હું કોઈ સ્કોલર નથી. પણ કેમિસ્ટ્રીની મિસ્ટ્રી અને ગ્રાફિક્સ એન્ડ ડિઝાઈનના સમન્વય સાથે એકજ ભવમાં માર્કેટિંગ મેનેજમેન્ટનો ‘ભવન્સી’ થયલો ગ્રેજુએટ ખરો…

હું કોઈ દુશ્મન નથી. પણ દુશ્મન માનનારને દોસ્ત બનાવવાની ‘કેટલીક સિક્રેટ કળા’ જાણતો મિત્ર ખરો.

હું કોઈ ટુરીસ્ટ નથી. પણ ૩૦ વર્ષની અમદાવાદી ઝીંદગીથી બહાર આવી દસકામાં દેશદેશાવરની ‘બહાર’ માણી આવેલો મુસાફર ખરો…

હું કોઈ ‘ગાંધીવાદી’ સંત નથી. પણ અનંત રહેતી ઈચ્છાઓને ધીમે ધીમે પાર પાડવાની કોશિશમા ‘લગે રહેલો ‘અહમ‘દાવાદી પટેલ મુન્નો ખરો.’…

ઓહ!…..હવે ચાલીસીની આ એન્ટ્રી વખતે કોઈ મને ‘આજતક’ સુધીની આ લાઈફ માટે એક જ સવાલ કરે કે: અબ આપકો કૈસા લગ રહા હૈ? ત્યારે હોઠે અને હૈયે દબાયેલો રીયલ-ટાઈમ જવાબ આપી દઉં: “થોરામાં ઘન્નું જ સમજાઈ જ્હાય એવી ‘આહ ઝીંદગી!વાહ! ઝીંદગી.’  

એટલે હવે એમ લાગે છે કે…દોડવાની સ્પિડને સમજી ‘ચાલીસ’ તો ખરા! -_-_-_-_-

સ્વર’પંચ:

પાયસ રીલીજીયન અને પેશનેટ રોમાન્સનું તસતસતું રૂહાની અને સૂફી કોમ્બિનેશન એટલે (આવીને બસ ચાલી ગયેલી) ફિલ્મ ‘કુરબાન’નું અલી મૌલા…અલી મૌલા…ધૂન. સ્પિકરનું વોલ્યુમ લાઉડ અને મોબાઈલનું મ્યુટ કરી આંખ બંધ કરીને સાંભળશો તો દિલ અને દિમાગ ખુલી જાય એની ગેરેંટી…