
દોસ્તો, તો આ છે….મારી મધમધતી આઈડિયા પેટીમાંથી શેર થયેલાં કેટલાંક મજેદાર આઈડિયાઝ…
•=> ન્યુયોર્કમાં આવેલી એક સિક્યોર્ડ લોકર બનાવતી કંપની, જે મેલા કપડાં ધોઈને પાછા આપે છે…
• => ફ્રેન્કફર્ટ (જર્મની)માં બનતું એક સ્માર્ટ સ્ટિકર, જે તમારી કારની ઉઠાંતરી થતા બચાવે છે…
• => બ્રિટનમાં આવેલુ એક સુપર-માર્કેટ, જે તેમાંથી નીકળતા ‘વેસ્ટ’ (કચરા)થી વીજળી પેદા કરે છે…
• => ભારતમાં આવેલી એક ગ્રામીણ સંસ્થા, જે પૂંઠામાંથી મસ્ત મજાની સ્કૂલબેગ બનાવે છે જેને નાનકડાં ટેબલમાં ફેરવી શકાય છે…
• => સિંગાપોરની એક ટ્રાવેલ કંપની જે સતત ફરતાં મુસાફરોને સામાન વગર મુસાફરી કરી આપવાની સહુલિયત આપે છે…
“આહ !…ઉહ !..વાહ !…વાઉ..! સુપર્બ ! ક્યા બાત હૈ !..” બોલી જવાય એવાં અધધધધધધ આઈડિયાઝ અને ટેરિફિક ટ્રેન્ડઝ દુનિયામાં ક્યાંકને ક્યાંક સતત બનતા જ જાય છે, પેદા થતાં જ જાય છે. પાછલી પોસ્ટમાં મુકેલા ‘આઈડિયા’ ઉપરની પેલી પોસ્ટના સંદર્ભમાં લખ્યું ‘તું કે મને આવાં આઈડિયાઝ ખોળવાનો, જાણવાનો, જોવાનો હાઈપર શોખ છે. સમજોને કે પાવરફૂલ પેશન.
સાત વર્ષ અગાઉ મારી સાથે બનેલી એક સાવ નાનકડી ઘટનામાંથી પેદા થયેલું આ પેશન ક્યારે મારુ પ્રોફેશન બની ગયું એની મને હજુયે ખબર પડી નથી. (અને સાચું કહું તો એવા એનાલિસીસમાં પડવા કરતા આઈડિયાનાં મારા સમંદરમાં મોતીઓ શોધવું મને વધારે પસંદ છે.)
એ સાચું જ છે: ‘જ્યારે તમે પુરા દિલથી, સાચી લગનથી કોઈ વસ્તુ (કે બાબત)ને કુદરત પાસે માંગો છો ત્યારે તમારા માટે આખું આલમ એ વસ્તુ તમારા સુધી પહોંચાડવાની મદદે લાગી જાય છે.” આવું જ મારી સાથે બન્યું.
એક વર્ષ અગાઉ જ્યારે આ શોખ વિશે મારા એક ક્લાયન્ટ (અને હવે પાર્ટનર)ને મારા આ પ્રો-પેશન વિશે ખબર પડી ત્યારે કેટલીક હિન્ટ મેળવી મારા માટે તેમણે મને પોતાના ખર્ચે iPhone/ iPad પર ચાલે એવી Free મોબાઈલ એપ બનાવી ગિફ્ટ આપી જેની હું શોધમાં હતો.
આ એપ એટલે: ટ્રેન્ડલી (Trndly).
વિવિધ ક્ષેત્રે ટ્રેન્ડઝ બનાવતા કે રચતા આવાં ફ્રેન્ડલી સમાચારો અપડેટ કરતી આ કૂલ એપ્લિકેશન આમ જોવા જઈએ તો અન્ય સાઈટ્સની જેમ જ ન્યુઝ-એપ છે. પણ.. માત્ર ન્યુઝ અને ‘આઈડિયા’લિસ્ટીક ન્યુઝમાં અહીં જ ફરક પડે છે. અહીંથી નીકળતાં ટ્રેન્ડી આઈડિયા કોઈકની ઝિંદગી ઉજાળી શકે છ, કેરિયર ખીલવી શકે છે. આઈડિયાનો શું ભરોસો, ખરું ને?
[ જે આઈડિયાઝની ખોદ-ખાણી હું કમાણી કરું છું તેને બીજાં સાથે શેર કરી આપવાની ભલામણ અને ભલાઈ કરનાર મારા એ ક્લાયન્ટ (અને ગુરુ) એ પોતાનું નામ પબ્લિશ કરવાની સંમતિ આપી નથી. એટલે તેમના ગુરુગાન પણ વધુ નહિ કરું.]
માત્ર એટલું કહીશ કે…જેઓની પાસે એપલનાં i-devices હોય તેઓ આ સાવ મફતમાં મળતી Trndly Appને ડાઉનલોડ કરી સમયાન્તરે તેમાંથી નીકળતાં i-ડિયાઝનું રસપાન કરી શકે છે. અને જેટલું બની શકે તેટલી વધુને વધું બીજાંવ જણાવી શકે છે.
http://bit.ly/trndly
તો હવે…
• => અમેરિકાનું એક એવું ઓનલાઈન રેડિયો-સ્ટેશન, જેની જાહેરાત સાથે વાત કરી શકાય છે…
• => ઇટાલીની એક કંપની, જે બાળકો માટે ખાસ એવાં ફર્નિચર્સ બનાવે છે, જે તેમની સાથે વખતોવખત મોટા થાય છે…
• => ઓસ્ટ્રેલીયામાં આવેલી એક રેસ્ટોરેન્ટ, જ્યાં વેસ્ટેજ લાગતાં શાકભાજી અને ફળોની છાલમાંથી સૂપ પીરસાય છે…
• => ચાઈનામાં બનતા એવાં બાંકડા, જે બેસનારને તેમાંથી પીવાનું પાણી પૂરું પાડે છે…
• => જાપાનની એક કંપની, જે ખાસ અંધજનો માટે 3D પ્રિન્ટેડ નકશા બનાવે છે…
જેવાં અઢળક આઈડિયાઝમાંથી શું મેળવવું, કેમ કમાણી કરવી?- એ જવાબદારી હું આપ લોકો પર છોડી દઉં છું. (એટલાં માટે કે એવું સમજાવવા અને સજાવવાની હું પ્રોફેશનલ ફિ લઉં છું. 😉
સબકુછ મુફ્ત કહાં મિલતા હૈ…..બાપલ્યાજી ?!?!?!
Like this:
Like Loading...