પહેલા સૌથી અગત્યની વાત:
આ પાછલા પોસ્ટની અસર આટલી ગરમાગરમ થશે તેનો ખરેખર મને અંદાજ ન હતો. જે દોસ્તોએ ‘મને પુસ્તક જોઈએ છીએ’ એમ કહી પોતાનો સમય અને ઈ-મેઈલ પોસ્ટમાં આપ્યો છે તે સર્વેને મને આ વખતે થોડું વધારે દબાણ વાળું “આભાર… થેંક્યુ… શુક્રિયા..” કહેવું જ છે. વખતો વખત એ વેતાલિક વાતનું અપડેટ પણ આપીશ ઇન્શાલ્લાહ!
તો હવે શરુ કરું આજની બીજી અગત્યની વાત.
કોઈ પણ સફળ કંપનીની મિસ્ટ્રી જાણવી હોય તો આપણને ખબર છે કે તેની હિસ્ટ્રીમાં ડોકિયું કરવું પડે. તે કંપનીની સફરમાં કેટલાં રોટલા શેકાયા ને કેટલાં પાપડ ભંગાયા તેનો હિસાબ તેના મજબૂત રસોઈયાઓ આપી શકે છે.
૧૯૪૩માં સ્વિડનમાં આવેલા એક નાનકડા પરગણામાં ૧૭ વર્ષના એક મિસ્ત્રી છોકરા ઇન્ગ્વાર કામ્પ્રાદે પોતાના નાનકડા લક્કડ હાઉસમાં બનાવવાનું શરુ કરેલી લાકડાની સામાન્ય વસ્તુઓની કંપની ‘આઈકિયા’ એ આજે આખી દુનિયામાં અસામાન્ય બનીને ફર્નિચર ઉદ્યોગનું આસમાન સર કરી લીધું છે.
દોસ્તો, ૨૦૦૧ થી ૨૦૧૨ દરમિયાન માઈક્રોસોફ્ટના અરબપતિ બિલ ગેટ્સને પોતાની ખુદની અસ્ક્યામતોમાં કેટલીયે વાર પાછળ પાડી દેનારા આ લાકડાપતિ ઇન્ગ્વાર કામ્પ્રાદ નું વિગતવાર કામકાજ જાણવું હોય તો નેટ પર જ તેના ફર્નિચરના લાકડા જેવી જ મજબૂત માહિતીઓ ભરીને પડી છે.
ભૂલ-ચુકથી…કોઈ બેબલી કે તેના દાદાથી આઈકિયાના ફર્નિચર પર કાપો પાડી જાય તો તેની અસર સીધી દિલમાં થાય તેવા તરેહ તરેહના સુપર-કૂલ ફર્નિચરની રેન્જ માત્ર જોયા કરીએ તોય આંખો ઠંડી થાય.
આંગળીના ઠપકારે અલમારી ખસેડવી હોય કે આંગળીને ઇશારે આખું ડાઈનિંગ ટેબલ… તેના મટીરીયલ્સની સ્થાપકતા આજે તેના બીજા હરીફો માટે પણ બેન્ચમાર્ક ગણાય છે. સાચું કહું તો મારા ઘણાં દોસ્તો-સગાંઓને ત્યાં ‘આઈકિયા’ બ્રાન્ડના જ ફર્નિચર પ્રિફર કરવામાં આવે છે. થોડી ઝલક આ લિંક પર પણ જોઈ લેવાય તો…
‘આઈકિયા’ નામનો આ સુપર સફળ મિસ્ત્રી ઓનલાઈનની દુનિયામાં પણ વેપાર કરી ઘણો વધારે ખીલી ગયો…ખુલી ગયો…ટકી ગયો છે. એનું એક કારણ. ‘જો નહિ સોચા હૈ વહ બનાકર દિખાના’.
એટલેકે મોટી વસ્તુને નાના કોન્સેપ્ટમાં સમાવી દેવાની આવડત?
ના..ના એનો અર્થ એવો નથી કે…તેનું ૨૫ x ૨૫ ફૂટનું આખું રસોડું ૩૦ x ૩૦ ફૂટમાં સમાવી દેવું. એ તો સાવ સામન્ય મિસ્ત્રી પણ કરી શકે. પણ આઈકિયાઅંકલે તેનો આઈડિયા ૫ x ૫ ફૂટની જગ્યામાં પણ તે જગ્યાને છાજે એવા ફોલ્ડિંગ ફર્નિચર્સ મેનેજ કરવાની આખી સિસ્ટમ ઘડી છે. જેને ‘સ્પેસ મેનેજમેન્ટ’ જેવું રૂપાળુ નામ અપાયું છે.
આઈકિયા અને તેની પ્રોડક્ટ્સ પર ખૂબ લખી શકાય એવી બાબતો છે. પણ સવાલ એ થાય કે…એ વાંચ્યા પછી ક્યા ‘કિયા’ જાય?!?!? એવા વિચારમાં જ સવાર પડી જાય છે. ને…આપણું સપનું….છાનું છપનું થઇ સુઈ જાય છે. આ તો તાજેતરમાં જ તેના કેટલાંક હટકેલા સમાચારોએ મને આ લેખ લખવા મજબૂર કર્યો.
મારા બ્લોગ વાંચનાર એવા ઘણાં દોસ્તો હશે…જેમનું બેકગ્રાઉન્ડ ‘મિસ્ત્રી’યસ હોઈ શકે. જેમનામાં એવી સુંદર કાષ્ઠ-કળા હોઈ શકે પણ ધક્કો મારનાર કોઈ આવે તેની રાહ જોતા હશે. તો એવા દોસ્તોને આ લેખ થકી ઇઝન છે. નેટ એવા દોસ્ત લોકોનું પણ છે…જેમની પાસે વિઝન છે. ઇન્ડિયા….આઈડિયા…ને આઈકિયા…બોલો છે કોઈ લાયકિયા ?
સમાચાર-૧: દુનિયાનો સૌથી મોટો ફર્નિચર શો રૂમ…હવે ઇન્ટરનેટની દુનિયામાં
સૌથી નાના સ્ટોર રૂપે…
શક્ય છે કે પેલા દસ લાખ પિકસેલ્સનો ધણી એલેક્સ ટ્યુનો આઈડિયા અહીં ખેંચવામાં આવ્યો હોય. જે હોય તે..પણ આઈકિયાના આ ઓનલાઈન સ્ટોરની અધધ પ્રોડક્ટ્સ ને 300 x 250 pixelના web banner માં જ એવી રીતે સમાવી દેવામાં આવ્યો છે કે…ગમતી પ્રોડક્ટને સેકન્ડ્સમાં શોધી ઓર્ડર આપી શકાય.
.
સમાચાર- ૨ ફર્નિચર સાથે મનોરંજન વ્યવસ્થા?…..
‘આઈકિયા’ બાત હૈ !
આ સિસ્ટમને આવવાને હજુ થોડાં કલાકો જ થયા છે… એન્ટરટેઇનમેન્ટ…એડજેસ્ટમેન્ટ…એરેન્જજમેન્ટ વાળા વિદ્યાત્મક વાક્યને..ફર્નિચરમાં અપનાવી રોકડા કરના તો કોઈ શીખે ઇનસે !
.