વેપારમાં આપણી પ્રોડક્ટ કે સેવા સાથે બ્રાન્ડિંગ પણ એટલું જ જરૂરી છે. જેમ શરીરમાં પ્રાણ.
- ‘શ્રીવાસ્તવ’ નામે તો ‘બચ્ચે લોકો-બડે લોગ’ ઘણાં હોય છે પણ ‘બચ્ચન’ માત્ર એક….
- ‘ખાન’ તો હવે ડઝન થઇ ગયા છે..પણ ‘દિલીપકુમાર’ માત્ર એક…
- ‘લતા’ તો ચારે બાજુ ફેલાયેલી છે પણ..મંગેશકર…માત્ર એક…
- ‘મોહંમદ’ તો પહેલા નંબરે છે પણ…’રફી’ સાબ સાથે માત્ર એક…
- ‘શોર’ કરનારા ઘણાં છે…પણ કિશોરકુમાર ગાંગુલી….માત્ર એક…
પણ..પણ…ને બણ. ઈન્ટરનેટ પર વિડીયોના પ્લેટફોર્મના આગમન બાદ વેપારના દરેક પહેલુમાં ‘લાઈવ’લીનેસ અને ‘લવલી’નેસ આવી છે. થોડાં વર્ષો પહેલા સફળ થવામાં વર્ષો થતા. અને આજે…મિનીટ્સ!
દોસ્તો, આજે એવાજ કલાકારોની વાત કરવી છે. જેમાં એક ફેક્ટર બહુ (અ)સામાન્ય છે. આ લોકો પહેલા ‘કાંઈ’ ન હતા એટલે લોકો એમની પર હસતાં…. પણ પોતાનામાં રહેલી અને સંતાયેલી પ્રતિભાને જ્યારે આ યુ-ટ્યુબના માધ્યમ દ્વારા બહાર લાવ્યા ત્યારે….લાખો લાખો લોકોમાં તેમને એ હસતાં લોકોના હાથ ઘસતા કરી દીધાં.
પાછલી કેટલીક પોસ્ટ્સ ‘સર’પંચ વિનાની રહી…એટલે…આજે ત્રણ પંચ લઈને આવ્યો છું. જેમાં એક સૂરીલો છે ને ‘બે’સૂરીલા… કોને કેવો ગણવો એ બધું તમારા હાથમાં…
ચોઇ સુંગ-બોંગ (Chui Sung Bong): લોકોના હાથોનો માર ખાઈ ખાઈ…..કચરામાંથી સૂકા રોટલાં શોધીને ખાઈ ફૂટપાથ પર બાળપણ વિતાવીને પણ..પોતાના અવાજને બહાર લઇ આવે ત્યારે…કોરિયાના આ બચુડા સુંગના અવાજથી સૂગ ચડે?….અરે કાનને પુરો સાફ કરાવી આવવું પડે જો એમ થાય તો…
રેબેકા બ્લેક (Rebecca Black): સમજો કે એકદમ તાજું જન્મેલું સુપર-સફળ ઉદાહરણ છે. પોતાનું પ્રથમ ગીત વિવેચકોમાં ‘દુનિયાનુંનું સૌથી ભંગાર ગીત’ નો એવોર્ડ મેળવનાર. પણ પછી….બીજી સફેદ ધૂન લઇ આવી આ છોકરીએ કરોડો નેટી-ટીનેજર્સ ને ગાંડા કરી લાખો મોટેરાઓને ચકિત કરી દીધાં છે.
સુસાન બોયલ (Susan Boyle): લંડન પાસેના એક ગામની ૪૭ વર્ષની નવજુવાનને જોતાજ હસવું આવે પણ….તેણીએ અવાજના ટેલેન્ટ દ્વારા ૨-૩ મિનીટમાં આખું બ્રિટન હલાવી દીધું. શંકા, મજાકનો એક માત્ર લા-જવાબ એની પાસેથી શીખી જ લેવા જેવો છે. એય મફતમાં…
આ વિડીયો અહીં માત્ર લિંક દ્વારા મૂકી શકાયો છે. : : http://youtu.be/wnmbJzH93NU
‘સૂર’પંચ
એક સવાલ: “શું વેપાર જગત સાથે જ થઇ શકે?”
બે જવાબ: “ના. પોતાની જાત સાથે પણ થઇ શકે.”
અંદરનો સવાલ: “ઓહ એમ! તો પછી આપણે આપણી જાત માટે શું કામ વધારે બેજવાબદાર બની જઈએ છીએ?
બહારનો જવાબ: “સિમ્પલી,…આપણે એમ માનીએ છીએ કે આપણી જાતને કાંઈ આપવું પડતું નથી.”
દોસ્તો તમારા ગ્રુપમાં, સગાંઓમાં, કોન્ટેક્ટલીસ્ટમાં એવી વ્યક્તિ(ઓ) હોય જેમને આ બ્લોગ ઘણો ઉપયોગી થઇ શકે? તો એમના નામ અને ઈ-મેઈલ નીચેના આ સ્પેશિયલ બોક્સમાં જણાવી શકશો?