એક ક્લાસી કબૂલાત !

વેલ ડન ! મસ્ત કામ કર્યું !

દસ વર્ષ અગાઉ જ્યારે ભરપૂર વાંચ્યા બાદ લખવાની શરૂઆત કરી ‘તી (યકીનન ! તમે ફેસબૂકની ટાઈમલાઈન ચેક કરી શકો છો) ત્યારે મારી પર ઘણાં લેખકોનો પ્રભાવ હતો.

ખાસ કરીને માર્કેટિંગની ધજા ફરકાતો આવ્યો ‘તો ત્યારે બ્રાયન ટ્રેસી, સેઠ ગોડિન, જેફ વૉકર (સોરી ! એ આપણા જોહ્ની વૉકરનો ભાઈ નથી હોં ને), જેય અબ્રાહમ, ટોની રોબિન્સ, ઇબેન પેગન જેવાં ઘણાં ધૂરંધરોની બૂક્સ, ઓડિયો-વિડિયોઝથી હું નહાયેલો હતો.

પછી આ દશકમાં તેમના ગાઈડન્સ, ઇન્ફ્લ્યુઇન્સથી બીજાં ઘણાં માર્કેટિંગ ક્રિયેટિવ્સ સાથે પણ પનારો પડ્યો છે. જેમાં જેમ્સ અલટૂચર, બ્રાન્ડન બરશાર્ડ, ગેરી વેઈનરચૂક, ગ્રાન્ટ કાર્ડન જેવાં સુપર દિમાગવાળાં માર્કેટિંગ માસ્ટર્સ શામેલ છે.

જેઓએ મને વિચારતા, વાંચતા, લખતા અને પ્રેઝેન્ટ કરતા શીખવ્યું છે. તેમની ગુલાબો-સીતાબો-કિતાબોએ મારી પણ લાઈફ ‘આઈડિયાઝ’થી ભરી દીધી છે. એવાં ‘ગુરુ’ઓનો હું ‘શુક્ર’ગુઝાર છું.

પણ આ સૌમાં મને તેમની કેટલીક વાતો (અ)સામાન્ય લાગી હોય તો તે એ છે કે:

🗣 “ગમે તેવાં સંજોગો હોય, પરિસ્થિતિ હોય, છતાં હંમેશા તમારી જેટલી તાકાત હોય એટલું ઊંચું અને અસીમ વિચારવાની ટેવ રાખવી.”

🗣 “તમારી પાસે જો યુનિક વિચાર હોય, આઈડિયા હોય, પ્રોડક્ટ હોય, સર્વિસ હોય કે સ્કિલ હોય. તેને જરૂરી એવાં દરેક પ્લેટફોર્મ્સ પર બિંદાસ્ત માર્કેટિંગ કરી વહેંચતા રહો, વેચતા રહો.”

🗣 “જે કાંઈ સમાજોપયોગી સેવા, વસ્તુ કે સ્કિલ હોય તેને યુનિક રીતે, ક્રિયેટિવ રીતે, સાવ અલગ લાગે એ રીતે પેશ કરો, કેશ કરો અને પછી એશ કરો.”

🗣 “આઈડિયાનો જમાનો છે. એટલે અત્યારે જે રીતે ટુલ્સ અને પ્લેટફોર્મ્સ મળ્યાં છે તે સૌથી શ્રેષ્ઠ અને આઇડિયલ છે. તો પછી તેનો ઉપયોગ પણ સુપર-શ્રેષ્ઠ થાય તે માટે સતત નવું વિચારતા રહેવુ. અમલ કરતા રહેવુ. ભલેને પછી વય કોઈપણ હોય. બસ તે વ્યય ન જાય તેનું ધ્યાન રાખવું. નહીંતર..

🗣 “મોતના બિછાને હોવ ત્યારે ‘બધું હતું છતાં કર્યું નહિ.’ એવો કોઈ જ એ વસવસો ન રહી જાય. કારણકે એ વસવસો બહુ જલ્દી માનસિક મોત આપી દેતું હોય છે.”

તો હવે સ્કિલ્સને, સોલ્યુશન્સને કોરેકોરા કબરમાં દફનાવી દેવા કે બાળી નાખવા એ દરેકની અંગત ચોઈસ છે. પણ ધ્યાન રહે એ ચોઈસનું પરિણામ આપણા જીવનની ‘વ્યાખ્યા’ આપવા માટે પૂરતી છે. (ચૂઝ યોરસેલ્ફ વેરી ઇફેક્ટીવલી.)

અરે હાં ! ઉભા રહો. જતા-જતા એક બીજી વાત પણ કહી દઉં.

આઈડિયા?! મેગેઝિનના આવનારાં અંકોમાં ઉપર જણાવેલાં માર્કેટિંગ મહારાજોના મેજીક-મંત્રો વિશે જણાવવાનો છું. એટલે એમેઝોન કિન્ડલ એપ કે ગમરોડ પર રહેવાની આદત રાખજો બાપલ્યા.

ઓકે બંધુ, બસ ! આજે એટલું જ બધું.

આઈડિયાનો ભંડારી,
મુર્તઝા.

પૈસો હાથનો ‘મેલ’ નહિ, પણ ‘એક્સપ્રેસ’ છે.

ખબર નહિ કેમ પણ મને ગ્રાન્ડ-સફળ થઇ ગયેલાં મોટિવેશનલ અને આધ્યાત્મિક ગુરુઓનું એક બીજું વાક્ય પહેલા બહુ ખૂંચતું.

“કૅરિયરની શરૂઆતમાં પૈસા પાછળ દોડશો નહિ, પણ પૈસાને તમારી પાસે દોડાવો એવાં કામ કરો.”

તો એ વાક્યને સમજવા મેં તેને એક સમજુ અને સફળ બિઝનેસમેનની આગળ રજુ કર્યો.

“સાહેબ, તો પછી દોડવું ક્યાં? ઘાસ ખાવા, ચણા-મમરાં પકડવા કે પછી તંબૂરો વગાડવા? પૈસા વિના પગલું આગળ કઈ રીતે ભરી શકાય? – ત્યારે જવાબ મળ્યો: “બેટા ! બેશકમની-માઈન્ડેડ તો બનવું જ. પણ ‘માત્ર મની માઈન્ડેડ’ બનવું એ નુકશાનકારક ખરું.”

સહમત. પણ ખચકાટ વિના એવું સ્પષ્ઠ જણાવવામાં મહત્તમ સફળ-સાહેબો કેમ ચૂપ રહે છે રે ?!?!

ખાસ કરીને જ્યારે આપણા દેશમાં હવે મોબાઈલ-બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો હાઇપર વપરાશ થઇ રહ્યો હોય તો (ધક્કે પંચા દોઢસો) ભણતરની સાથે કમાણીનું ગણતર પણ એટલું જ બલ્કે ખૂબ જ અગત્યનું બન્યું છે.

કોલેજીઝમાં હવે થિયરીઝની સાથે ફાઇનાન્સ મેનેજમેન્ટનો પ્રેક્ટિકલ ઉપયોગ કરી કમાણી કરતા શીખવવું એટલું જ ઉપયોગી છે.

કૅરિયરની શરૂઆત કરી રહેલાં ગ્રેજ્યુએટ નવયુવાનો (ખાસ કરીને એન્જીનિયર્સ)ને તેમના એકેડેમિક વર્ષોમાં માત્ર ‘મોશન, રિએક્શન્સ, કંસ્ટ્રક્શન્સ, ફોર્મ્યુલાઝ, ફંડાઝ જેવાં જ ફેકટર્સમાં ડુબોવી દઈ ‘પૈસા’ (મની) નામના તત્ત્વથી એટલા વંચિત રખાય છે કે બહાર નીકળ્યા બાદ તેમને ક્વોલિફાઈડ ભેખધારીને બદલે ડિગ્રીધારી ભિખારી જેવો અનુભવ થાય છે.

અલબત્ત ! કાંઈક અવનવું કરવાની આદત જો ભણતરની શરૂઆતથી જ પાડવામાં આવી હોય તો તે વિદ્યાર્થીઓ તેમનું ગ્રેજ્યુએશન પૂરું કરે તે પહેલા જ કાં પોતાનું સ્ટાર્ટ-અપ સ્થાપી શકે કે પછી કોઈક સ્ટાર્ટ-અપ સાથે જોઈન્ટ થઇ શકે.

જેમાં તેમને એટલિસ્ટ એ સાંત્વના તો મળી જ શકે કે “બકા, દિમાગને ક્રિયેટિવ રીતે ચલાવવા માટે ભરપેટ ભાણું અને આરામદાયક વાતાવરણ અમે આપીશું, તું તારા મગજને આ પ્રોજેક્ટ માટે આઈડિયાના પાટા પર દોડાવ.” – પછી જુવો બાપુ, એ સ્ટાર્ટઅપ કેવી કિક્સ મારે છે.

એટલે જ હાલના યુગમાં ‘ગ્રેજ્યુએટ’ એ જ છે જે તેની આસપાસની દરેક બાબતમાં રહેલાં ‘ગ્રે’નો ‘ગેજ’ મેળવવામાં એન્ગેજ રહે.

નહીંતર આવનારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જમાનામાં ચમેલીના તેલ ચોળેલા માથા સાથે કોણ ‘અંદર’ પ્રવેશવા દેશે?…બાબાજી? – નોટ એટ ઓલ બેબી !

— — —

એની વે ! આવું આજે એટલા માટે કહેવાનું મન થયું છે કે નવલોહીયાં યુવાનોને કામ અને કમાણીનું પ્રેક્ટિકલ જ્ઞાન આપતી એક એવી અમેરિકન બોસ છે, (અત્યારે તો આખા વિશ્વમાં એક જ છે.) જેના વિશે હું મારા ‘આઈડિયા?! મેગેઝીન’ના એપ્રિલના અંકમાં જણાવવા જઈ રહ્યો છું.

પણ મારી દ્રઢ આશા છે કે તેના વિશે જાણ્યા બાદ તમારામાંથી પણ કોઈક એ હટકે બોસ જેવી પોઝિશન બનાવવા માટેનો મોટો ઘડો મેળવી શકશે. થોડુંક વધારે જાણવા આવનારી પોસ્ટ્સ પર નજર માંડી રાખજો.

અને હા ! ઘરમાં ‘ફેંકાતા’ છાપાંઓને બંધ કરી હેલ્ધી એમેઝોન કિન્ડલનું આખા વર્ષનું લવાજમ ભરવાથી પૂણ્યનું કામ થશે. અને તેમાં આઈડિયા?! મેગેઝિન પણ સાવ મફતમાં મળશે.

મની મોરલો:

“પૈસો હાથનો ‘મેલ’ નહિ, પણ ‘એક્સપ્રેસ’ છે. તેની શરૂઆત ‘લોકલ’ લેવલથી કરી ‘ગ્લોબલ’ સુધી વિસ્તારી શકાય છે.” 💰💸

દુનિયાની સૌથી પાવફૂલ વ્યક્તિ કોણ?

આઈડિયા મેગેઝિન માર્ચ અંક

એક વાર આઈન્સ્ટાઈનની પાસે એક બાળકના વાલી આવ્યા અને કહ્યું: “સાહેબ, અમને પણ અમારા બાળકને તમારી જેમ જીનિયસ બનાવવો છે, શું કરીએ?”

“મજેદાર વાર્તાઓ સંભળાવો.” – વિજ્ઞાનના ખુરાંટ અને ખાધેલ વૈજ્ઞાનિકે સરળ સાયકોલોજીકલ જવાબ આપ્યો.
વાલીએ સામો પ્રશ્ન કર્યો: “એ તો બરોબર.પણ સાહેબ તેનો માનસિક વિકાસ કરવા માટે શું કરવું?”

“વધું ને વધું વાર્તાઓ સંભળાવો.” – હવે એવો આલ્બર્ટી લાજવાબ સાંભળી લીધા બાદ તે વાલી પણ તે જીનિયસ માઇન્ડના વ્હાલીડા બની જાય એમાં કોઈ શક ખરો? નો. નોટ એટ ઓલ.

તો હવે તમને થશે કે ‘ઓ ભાઈ, આજે અચાનક આમ આઈન્સ્ટાઈન-વાલીની આ વાત કહી તમે કહેવા શું માંગો છો, હેં? તો મારા વ્હાલીડાં દોસ્તો તેની પાછળ બે મુખ્ય કારણો છે.

૧. ગઈકાલે જાજરમાન નેહલબેન ગઢવીનો ઈચ્છાઓ કરવી કે હોવી જોઈએ કે નહિ?‘ એ વિષય પર તેમના ચહેરા જેટલો જ સુંદર વિડીયો જોયો. જેની ૨૫ મિનિટ્સમાં ઉપર મુજબના એ નાનકડા કિસ્સાની વાત એક સાવ અલગ એન્ગલથી ઈચ્છાના તડકા એવા સ્ટોરી-ટેલિંગ ફેક્ટર સાથે કરવામાં આવી છે.

જો તમને વધું જાણવાની ‘ઈચ્છા’ હોય તો યુટયુબ પર જોઈ લેશો. નહીંતર આમેય નેહલબૂનને કે આઈંસ્ટાઈનભઈને ધરાર ખોટું લાગવાનું નથી. 😛

૨. ઉપરના કિસ્સામાં જ્યારે ‘કહાની’ હોય ત્યારે વિશ્વના અઢળક કહાનીકારો, કથાકારોની વચ્ચે જેનું નામ શિરમોર કહી શકાય એવા માર્કેટિંગ જીનિયસ સ્ટિવ જોબ્સને કેમ ભૂલી શકાય? પ્રોડક્ટ્સ, પર્સન, કંપની અને બ્રાન્ડ્સને તેની એક યુનિક ‘સ્ટોરી-સેલિંગ’ આવડત દ્વારા કઈ રીતે વિકસાવી શકાય તે સ્ટિવ બાબુ બખૂબી જાણતા હતા. તેના વડે જ તો ઓક્સિજન વગર ડચકાં ખાઈ રહેલી એપલ કંપનીને તેમણે થોડાંક જ વર્ષોમાં કાર્બન જેવી મજબૂત બનાવી બતાવી.અલબત્ત તેની પાછળ પણ એક બીજું અદભૂત ‘પૌરાણિક કારણ’ હતું. જેને કારણે સ્ટિવ જોબ્સ તે સમયના ‘મોદી સાહેબ’ બની ગયા હતા. 😛

હવે એ કારણ તો હું મારા આઈડિયા?! મેગેઝીન‘ના માર્ચ મહિનાના અંકમાં ખાસ જણાવી રહ્યો છું. બાકી બધું જો એમને એમ અહીં બતાવી દઈશ તો મારા વાલી (અને મારી વાળી પણ) ખીજાઈ જઈ કહેશે…”બેસો છાનાંમાનાં.” – એટલે ઓવર ટુ એમેઝોન કિન્ડલ… 😉 🙂