દિમાગથી કોઈને હર્ટ કરવા કરતા હાર્ટથી હિલીંગ….થઇ શકે છે !!!

trisha_prabhu-For-Re-Think-App

  • “તું કેટલી બદસૂરત લાગે છે!”
  • “તારા ડાચાના ઠેકાણા તો જો, બરોબર હસતા પણ નથી આવડતું?!?!”
  • “અહીંથી તારો ફોટો હટાવ, સાવ ડબ્બુ લાગે છે!”
  • “ઓનલાઈન થઇ આવું કરાય જ કેમ? તને કાંઈ ભાન-બાન પડે છે?”
  • “આવાં સેન્સલેસ કામો કરવાને બદલે તારે તો મરી જવું જોઈએ!!!
  • “તને શરમ ના આવી આવું કરતા પહેલા. ડૂબી મર ! ઢાંકણીમાં પાણી લઇને.”

ફોટોમાં રહેલી ત્રિશા પ્રભુ…ચાર વર્ષ અગાઉ ૧૨ વર્ષની હતી અને શિકાગોમાં ભણતી ત્યારે તેણે પેપરમાં સમાચાર વાંચ્યા.. જેમાં તેની જ હમ-ઉમ્ર છોકરી રેબેકાએ આપઘાત કર્યાની વિગતો હતી. ત્રિશાને રેબેકાએ કરેલા આત્મહત્યાની વિગતો અને એમાં રહેલાં કારણોએ હલાવી નાખી.

કેમ કે તે લેખમાં રેબેકાની એક નિકટ દોસ્તે (ઉપર મુજબના) બોલેલાં અલગ-અલગ ડાયલોગ્સની રેબેકા પર શું અસર પડેલી તેની ચર્ચા હતી. નાની વયમાં એવાં ડાયલોગ્સથી કંટાળી ચુકેલી, ડરેલી રેબેકાએ આખરે પોતાને આ દુનિયામાંથી બાદ કરી દીધી. પણ આ લેખની અસરે ત્રિશાને એક નવી દિશા આપી. Stop Cyberbullying on Social Media નું મિશન શરુ કરવાની.

૧૩માં વર્ષમાં પ્રવેશતી વખતે એક ટીન-એજ છોકરી શું શું અનુભવી શકે છે, વિચારી શકે છે એનો તેણે લાઈબ્રેરીમાં જઈ અભ્યાસ કર્યો. લોકોના મોં પર તાળાં દેવાને બદલે શબ્દો જ તેમને હાથતાળી આપીએ એવો આઈડિયા શોધી લાવી. અને પછી બે વર્ષની અથાગ મહેનત બાદ મોબાઈલની એપ બનાવી. :RE-THINK

આ એપ એવાં બુલિશ લોકો માટે બનાવી જેઓ શબ્દોથી ‘બીજાંની હળી કરવામાં પાશવી આનંદ મેળવતા હોય, જેમને બીજાંને હંમેશા ક્ષુલ્લક કારણોમાં પણ કોમેન્ટ દ્વારા પજવવાની મજા આવતી હોય, જેઓ બીજાંને નીચે પાડવામાં મોજ આવતી હોય…(જેવું રેબેકાની એક સહપાઠી એ કર્યું ‘તુ.)

ખસ કરીને મોબાઇલ પર રહી સોશિયલ મીડિયામાં તમે ક્યારેક આવેશમાં આવી કોઈને પણ ‘બફાટ કરવાની શરૂઆત કરો ત્યારે આ એપ ટાઈપીંગ વખતે તમને ઘડીકભર માટે એમ કહી રોકી લે છે….

“સબૂર ! મને લાગી રહ્યું છે કે તારા આ શબ્દોથી વાંચનારની લાગણી ઘવાઈ રહી છે. તારાથી અપશબ્દો લખાઈ રહ્યાં છે. મારુ સજેશન છે કે…તું આવું ન કર અને થોડી વાર રોકાઈ જા !”

ત્રિશાની આ એપથી (ખાસ કરીને ઘણાં એવાં ટીન-એજ છોરાં-છોરીઓ Cyberbullying કરતા અટકી ગયા છે. અને થોડાં સમય બાદ તેમને હાશકારો અનુભવાયો છે.

હવે એક નાનકડી વયમાં, એક નાનકડાં વિચાર દ્વારા ત્રિશા આવું એક મોટું સામજિક કાર્ય કરે ત્યારે ગૂગલ પણ તેને સાયન્સ-ફેરમાં ૧૦૦,૦૦૦ ડોલર્સનો મોટો (સોશિયલ-અચિવમેન્ટ) એપ એવોર્ડ આપવા આગળ આવે છે ને!

સોળ વર્ષની થયેલી ત્રિશા પ્રભુને મારા સોળ-સોલ સલામ !!!

મૂક મોરલો: “દિમાગથી કોઈને હર્ટ કરવા કરતા હાર્ટથી હિલીંગ કરીએ તો કેવું?!!!!”

(Image Credit:dailyherald.com)

#StopCyberbullying #Spread #HappinessMore

૨૦૧૪ માટે ‘બારે’ આવેલી વહીવટની કેટલીક ટેકનોવાણી..

 પાછલાં વર્ષમાં ટેકનોલોજી ક્ષેત્રે થતી નાની-મોટી ઘટનાઓ પછી એવી ઘણી ટેકનોક્રેટ કંપનીઓ પોતાની રીતે ‘જોશ’માં ભવિષ્યવાણીઓ ઠપકારતા રહે છે. મારુ એવું માનવું છે કે તે સૌ કોઈકને કોઈ રીતે એમના પ્રોજેક્ટસને આમ કહી ધક્કો મારવા માંગતા પણ હોય…

ખૈર, પીટર ડ્રકર નામના ટેકનો-મેનેજમેન્ટ ગુરુએ સરળ વાક્યમાં કીધું છે. “THE FUTURE IS NOW.” Yes! There is NO Tomorrow. એવું માની ઘણીયે કંપનીઓ ભવિષ્યને વર્તમાનમાં ફેરવતા રહ્યા છે. લ્યો ત્યારે એમના કેટલાંક કથનનું થોડું પઠન આજે કરીએ અને તેની ‘અન્ડર’ રહેલી બાબતને વધારે પકડીએ.

વધુ વિગતો માટે…વેબગુર્જરી.ઇન (Webgurjari.in)પર આવશો?

http://bitly.com/1axBits

વેપાર વિકાસ- આવી જોબનો બોજ લેવા જેવો ખરો?!?!?!….

Tony Hsieh

Tony Hsieh, zappos.com (c) Inc.com

જો સ્વપ્નમાં મને…સપોઝ ગૂગલમાં કોલોબરેટીવ માર્કેટિંગની જોબ પણ ઓફર થાય તો હું કદાચ ૧૦ વાર વિચાર કરુ અને ૧૧મી વારે ઠુકરાવીયે દઉં. કેમ કે એ બાબતે પાકે પાયે મારો વેપારી મિજાજ.. પણ પણ પણ…

ઓફર જો મને ઝાપોઝ.કૉમ (Zappos.com) [જૂતાં સાથે કપડાં અને બીજી અન્ય પર્સનલ એસેસરીઝ વેચતી] તરફથી મળે તો બીજા વિચારે એમને ત્યાં ઇન્ટરવ્યું આપવા બેઠો હોઉં એટલી તરત્પરતા ખરી.

કારણો ઘણાં છે. જેમાં મુખ્ય એ કે…એનો સર્વેસર્વા જુવાનીયો ટોની શેહ (કે હેશ) તેના એમ્પ્લોઇઝને એમ્પ્લોઇ માનતો જ નથી. એ માને છે તેનો બિઝનેસ પાર્ટનર. બસ આ એક પોઈન્ટ જે મને ખૂબ ગમતો આવ્યો છે.

(વધુ વિગતો માટે થોડાં વખત વખત પહેલા ટોનીભાઈએ તેની લખાયેલી બૂક ‘ડિલીવરીંગ હેપિનેસ’નો રિવ્યુ મેં મારા બ્લોગ પર લખ્યો હતો. જેમાં તેના બેકગ્રાઉન્ડ અને ફ્રન્ટ-ગ્રાઉન્ડ ઉપર નોખી બાબતો મુકાયેલી છે. લિંક પોસ્ટને અંતે મૂકી છે.)

હા…તો તેના દરેકેદરેક એસોસીએટ્સને જોબ શરુ કરતા પહેલા ‘ચિલ્ડ આઈસ્ક્રીમ પર ગરમાગરમ ચાસણી’ જેવી ટ્રેઇનિંગ આપવામાં આવે છે. ટેબલ પર ૨૦૦૦ ડોલર્સ કેશ મુકવામાં આવે છે અને કહેવાય છે કે “કાં તો તમે આ કેશ લઈને હાલને હાલ જોબ છોડી શકો છો અથવા ૪ વિકની ઇન્ટેન્સિવ ટ્રેઇનિંગ માટે તમારી જાત અમને સમર્પિત કરી શકો. બાત ખતમ.”

આ ટોનીભૈલું કેટલાંક દિવસોથી પાછો છાપે ચડ્યો છે. તેની કોર્પોરેટેડ નાનકડી નૌકા કંપનીમાંથી ‘મેનેજર’ નામની પોઝીશનને દફનાવી દઈ ‘હોલાક્રેસી’ નામનો નવો મેનેજમેન્ટ કોન્સેપ્ટ અપનાવવા જઈ રહ્યો છે. સરળ ભાષે….‘ભાગલા બધાં અંદર પાડો અને રાજ બહાર કરો.’

“કંપનીના પ્રોજેક્ટ મુજબ ‘સર્કલ’ (ગ્રુપ) બનાવી તેમાં રહેલો દરેક ‘મન્કી’ અને તેનો સહાયક ‘ટાઈમ નિન્જા’ તેમના પાવર મુજબ પોતાની અંગત નેતાગીરી સ્વીકારી પ્રોજેક્ટને અંજામ આપતો રહે અને ગોલ અચિવ કરતો રહે.”

સમજવામાં તમારી નસ થોડી ખેંચાઈ ને?- હાઈલા ! મારી તો શું… અમેરિકાના અન્ય દિગ્ગજ કોર્પોરેટ્સના મેનેજરોની પણ આવી નોખી સિસ્ટમ જાણીને ખેંચાઈ રહી છે. પણ કોઈએ તંગ થયા વિના (અને ટાંગ ખેંચ્યા વિના) ટોનીને આવકાર્યો છે. એમ કહીને કે “બકા! તું ત્યારે સિસ્ટમ તારે ત્યાં શરુ કર….સફળ થશે તો અમેય સ્વીકારવાના જ છીએ !)”

બોલો હવે?- આવી ઓફિશો આપડે ત્યોં ચેટલી? એટલે જ તો કીધું કે…ત્યાં એવી જોબનો બોજ લેવા જેવો છે ને……હેં ભ’ઈ?

~-~~-~હજુ ધરાયા ન હોવ તો…આ લિંક ચાવવા જેવી:

https://netvepaar.wordpress.com/2010/12/11/book_review-delivering-happines/

વેપાર વયસ્ક: સુપર સર્ચ-એન્જિનથી સુપર પાવર સોલર એનર્જીના એ ૧૫ વર્ષની ગૂગલી સફર….

Google-Garage

Google-Garage | Photosource- mashable.com

“મને એવા લોકોથી સતત ડર રહે છે. જેઓ કાંઈક અનોખું કરવાની શરૂઆત ગેરેજમાંથી કરે છે.” –

ગૂગલથી વાગેલી લપડાકો પછી થોડાં વર્ષ અગાઉ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સનું આ ક્વોટ ચર્ચાસ્પદ બન્યું હતું. તેને એ બાબતનો આજે પણ સતત ભય રહ્યો છે કે ગૂગલ ક્યારેક તો તેને ગળી જ જશે.

એટલે બિલે તેને પછાડવાના બધાં જ પેંતરાઓ અજમાવી જોયા છે. પણ…શરૂઆતથી જ આ જાયન્ટ પેલી પરીની જેમ ખૂબ ઝડપથી જમી (કે જામી) ગયો હતો. અને બિલના હાથે આવ્યું માત્ર ન જમ્યાનું ‘બીલ’…

ખૈર, આજે ગૂગલ ૧૫ વર્ષનું થઇ ચૂક્યું છે. તેની પાછળ તેની ખૂબ રસિક ઘટનાઓ, કથાઓ, પ્રસંગો, ક્ષણો તેના અલ્ગોરીધમની જેમ ‘ઇન્ડેક્સ’ થઇ ચુક્યા છે. નેટ પર માત્ર ‘સર્ચ’ બહેતર કરવાની સિસ્ટમ લઇ આવનાર તેના બે સ્થાપકો લેરી પેઈજ અને સર્ગેય બ્રિનના દિમાગ અસામાન્ય કરતા પણ થોડાં વધારે હાઈપર છે.

તેઓએ દુનિયામાં માર્કેટિંગ-ટેકનોલોજીનું અત્યાર સુધી સૌથી ‘ઉત્ક્રેસ્ટ’ ઉદાહરણ મુક્યુ છે. સુપર સર્ચ-એન્જીનથી લઇ સુપર-પાવર સોલર એનર્જી સુધી વિકસતું રહેનાર ગૂગલ મહારાજનું સ્તોત્ર લેખને અંતે મુકેલી લિંક પરથી જાણી શકાય છે.

આ ફોટો ગૂગલના ‘લેબર રૂમ’નો છે જ્યાં એ છોકરાંઓ એ કોઈપણ પ્રકારનો ‘ગે’રલાભ લીધા વિના માત્ર તેમના ગોલ પ્રત્યે ધ્યાનસ્થ થઇ બાળ-ગૂગલને જન્મ આપ્યો. પણ ત્યારે ઓફિસીયલી તેનું નામકરણ થયું ન હતું.

તે બેઉને જ્યારે સ્ટાફની સંખ્યા વધારવાની જરૂર પડી ત્યારે એક દિવસે આ ગેરેજને ગંજમાં કન્વર્ટ કરવા તેમની મદદે સૌ પ્રથમ એક ભારતીય ભડવીર (વેન્ચર કેપિટલિસ્ટ) કેટલાંક કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ લઇ આવ્યા.

નામ : ‘રામ શ્રીરામ.”

બસ્સ્સ્સ્સ્સ…પછી તે બાદ…ગૂગલની ગૂગલીઓ આઈ.ટી ઇન્ડસ્ટ્રીઝને સતત આંટા આપતી જ રહી છે. આજે પણ રામભ’ઈ તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સિરમોર છે અને ગૂગલની સાથે તેની અન્ય કંપનીઓને “રામ બોલો ભાઈ રામ” બોલવા દેતા નથી.

“દોસ્તો, ઈન્ટરનેટની અવનવી કથાઓ વિશે અઢળક માહિતીઓ વરસી રહી છે. કેમ, કઈ રીતે, કેટલું ઉલેચવું એ આપણી ઉપર જ નિર્ભર છે. બસ આંખો ખુલ્લી રહે એ જરૂરી.” – એ વિશે વિગતે વાત કરી તેમાંથી કાંઈક લાભ મેળવવા માટેની ટેકનિક્સ આગામી સેમિનારમાં પણ બતાવવી છે. બસ થોડાં ઇન્તેઝાર !

ગૂગલ સ્તોત્ર: https://netvepaar.wordpress.com/2011/04/03/i_am_the_google/

કેવી અજબ-ગજબની અને વિચિત્ર આ દુનિયા છે !…

Digital Recycling

Digital Recycling (c) myarttoinspire.com

“ ખૂબ મોટી-મોટી કંપનીઓ (ફેસબૂક, ગૂગલ, માઈક્રોસોફ્ટ, યાહૂ, ટ્વિટર, લિન્ક્ડઇન, ફોરસ્કવેર વગેરે વગેરે..) સમગ્ર વિશ્વને ડિજીટલી જોડી પોતાને સૌથી ‘આધુનિક, સ્વચ્છ અને સજ્જન’ તરીકે ઓળખાવે છે. એટલાં માટે કે તેમની પાસે ગંજાવર ડેટા સાચવતા સેન્ટર્સ છે. જ્યાં…

દર સેકન્ડે કરોડો લોકો લાખો ડિજીટલ ડિવાઈસીસ (કોમ્પ્યુટર્સ, કેમેરા, ટીવી)દ્વારા પોતાની વર્થ લાગતી પર્સનલ માહિતીઓ, વ્યર્થ લાગતાં ફોટોગ્રાફ્સ, ચેટિંગ દ્વારા થયેલી અર્થહીન વાતચીતો, ક્યારેય બીજીવાર જોવાનો સમય ન મળે એવા નકામાં વિડીયોનો કચરો ઠાલવતાં જ રહે છે. એ કારણે કે…જેનાથી જાહેરાત કરવા માંગતી બીજી કંપનીઓને તેમાં આવેલી માહિતીઓનો કચરો વેચી શકાય.

હવે એવા સોર્સથી એ જાહેરાતી કંપનીઓ પોતાના ડિજીટલ ડિવાઈસીસ (કોમ્પ્યુટર્સ, કેમેરા, ટીવી) હજુ વધારે વેચે છે. ને પછી તેના દ્વારા એ જ વર્થ લાગતી પર્સનલ માહિતીઓ, વ્યર્થ લાગતાં ફોટોગ્રાફ્સ, ચેટિંગ દ્વારા અર્થહીન વાતચીતો, ક્યારેય બીજીવાર જોવાનો સમય ન મળે એવા નકામાં વિડીયોનો હજુ વધારે કચરો પેદા કરે છે.!!!!!!!!! ”

હૈ ના…ઘૂમતી હૈ દુનિયા, બસ ઘૂમાનેવાલા ચાહિયે……ટુના ટુના…ટા ટા ટુના!

-(slashdot.org પર ક્યાંક વાંચેલું)

વેપાર વાવડ:: iOS 7- નવી બોટલમાં ભરાયેલો એપલનો જુનો વાઈન…

ios7_Apple's Latest Mobile Operating System

2013 (C) Apple.inc.

નવા સ્વાદ, આકાર અને રંગો સાથે પાકીને આજે આવેલા એપલની કેટલીક વાતો….

ભડકદાર પેસ્ટલ રંગો, ફ્લેટ આઈકોન્સ, સ્લિક ફોન્ટ અને બ્લેક/વ્હાઈટ ઇન્ટરફેસ જેવી અસરો સાથે ‘કહેવાતા અપડેટ્સ’ લઇ આખરે એપલે આજે તેના મોબાઈલ ડિવાઈસીસમાં વપરાતી (ઓપરેટીંગ સિસ્ટમ) iOS7 ને લોન્ચ કરી જ દીધી.

સાચું કહું?- એપલના એક એપ-ફેન તરીકે મને કાંઈ નવું નથી લાગ્યું. એટલા માટે કે…ગૂગલે તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં આ બધું ક્યારનુંયે અપડેટ્સ કરી ‘લાઈખું’ છે. અને હજુ ગયે મહિને થઇ ગયેલી તેની કોન્ફરન્સમાં આના કરતા પણ આગળ નીકળી ચૂકેલી ટેકનોલોજીની ‘વાત્યું’ બતાવી ચુક્યું છે.

વિશ્વની ૪૦%+ મોબાઈલી પ્રજા અત્યારે તેનો અસરકારક સોફ્ટવેર વાપરી રહી છે. હા! એ વાત જરૂરથી કબૂલવી છે કે…તેની પાછળ રહેલી પ્રોસેસ અને ફાસ્ટર રિઝલ્ટ્સ માટે ગૂગલે હવે એપલ કરતા થોડી ઝડપ વધારવી પડશે.

આ ઉપરાંત, એપલે તેનું સાવ હટકે ડિઝાઈન સાથે મેક-પ્રો પણ લોન્ચ કર્યું છે. સુપર એડવાન્સ ડેસ્કટોપ કોમ્પ્યુટર તરીકે આવનારા આ કોમ્પ્યુટર વિશે કહું તો…

“૭ ‘ગૂગલ કંપનીઓ’ ભેગી થઇને નવું કમ્પ્યુટર બનાવે તો પણ એપલની હાર્ડવેર ટેકનોલોજીને તેઓ ક્યારેય તોડી કે હરાવી નહિ શકે. અત્યાર સુધીમાં જેટલાં કોમ્પ્યુટર્સ માર્કેટમાં ‘ચાલી રહ્યાં’ છે તે સૌને ઝટકામાં આ લેટેસ્ટ મેક-પ્રોએ ‘ટચ કર્યા વગર ચટ’ કરી નાખ્યા છે. સલામ છે…તેના બ્રિલિયન્ટ ડિઝાઈનર જોનાથન ઇવને, તેના કોન્સેપ્ટને, તેમાં રહેલી અન-બિટેબલ ટેકનોલોજીને.

એ સિવાય આજે તેના WWDCમાં જે અપડેટ્સ આવી રહ્યાં છે તે વધુ ભાગે થોડાં જ ‘ફાસ્ટર અને મજબૂતર’ જણાયા છે. કેમ કે…ગૂગલ તેની ‘લવિંગ કેરી લાકડી’ લઈને સાથે જ ઉભું છે…હૂડ દબંગ દબંગ હૂડ!

દોસ્તો, એપલીયા માટે મારું તો ફરી પાછુ એ જ રોદણું છે…બાપલીયા:

“પ્યારા સ્ટિવડા ! જો તું હયાત હોત તો તે આ બધું એક-દોઢ વર્ષ પહેલા જ ‘હોટ’ બનાવી દીધું હોત. અત્યારે તારા ‘વાલા’ઓ જે કાંઈ કરે છે ઈ હંધુયે ઇનોવેટીવ ઓછું ને….ઇમ્પ્રુવમેન્ટ વધારે કરે છે.

એ ભ’ઈ, તું ખુદા ને કે’તો ખરો કે તારી લાઈફનું થોડાં મહિનાઓ માટે કાંઈક રી-ઇન્સ્ટોલિંગનું શેટિંગ કરે. આમ તો તે બવ ઈમ્પોસિબલ કામો કરેલા છે તો પછી આજે કેમ ચુપ છે, લ્યા હેં?!?!?!?

હાથીની જેમ સર્ચ-એન્જીનની યાદશક્તિ લાંબી અને કાયમી હોય છે.

Elephant-Search Engine

સર્ચ-એન્જીન ટેકનોલોજીને લગતા એક રસીલા સમાચાર વાંચ્યા.

“હાથીની જેમ સર્ચ-એન્જીનની પણ મેમરી(યાદશક્તિ) લાંબી (અને કાયમી) હોય છે.”

આ બહુ મજેદાર વાત છે. જો કે હજુ સુધી આપણે હાથીમાં ઝાંકીને જોયું નથી પણ વર્ષોના રિસર્ચ પરથી સિદ્ધ થયેલી માહિતીઓ સામે જ છે.

સર્ચ ટેકનોલોજીને હું દુનિયાની સૌથી મહત્વની શોધ ગણું છે. એટલા માટે કે તેમાં જે શક્તિઓ છે તે હવે બીજી શોધખોળોની શક્તિઓને પણ સંભાળી લેવા માટે સમર્થ છે.

તમને ખબર છે? આપણે ઓનલાઈન જે કાંઈ પણ લખીએ છીએ તેની છાપ એકવાર તેના જાળામાં પડી જાય છે અને જો એ જાળું એક સેકંડ પૂરતું તેના ઇન્ડેક્સિંગ પ્રોસેસમાં આવી ગયું, પછી સમજી લેવું કે તે બાબતનો ‘પાળીયો’ બની ગયો. (પછી ભલેને એ વીર-પુરુષ કાઠીયાવાડથી ન હોય.)

ખાસ કરીને ટ્વિટરની શોધ અને ફેસબૂકના ન્યુઝફીડ (સ્ટેટસ અપડેટ)ની શોધ પછી ગૂગલજીએ એમની અલગોરિધમને વધુને વધુ પાવરફૂલ બનાવી દીધી છે. કારણકે એ એવી માહિતીઓ છે જે પળમાં વાઈરલ ઇન્ફેક્શન જેવું કામ આપીને આખી દુનિયામાં લાખો કરોડો લોકો પાસે પળવારમાં પહોંચી જાય છે.

હવે રખેને તમે ભૂલથી એમ લખી નાખ્યું હોય કે…

‘ચાચા…આજ મર ગયે.’ અને થોડી જ સેકન્ડ્સમાં સુધારીને ‘ચાચા અજમેર ગયે’ સુધારી લ્યો. પણ એના માટે તો First Impression is the Top Impression બની જાય છે.

એટલા માટે તો કહેવાય છે ને કે… “બોલો તો એવું બોલો કે સાંભળનારને યાદ રાખવું ગમે.” શક્ય છે કે આ બધાં સોશિયલ પ્લેટફોર્મ પર બનાવેલાં આપણા ટ્રેક્સ (પાટા) મજબૂત હશે તો જીવન, કેરિયર કે વેપારની ગાડી મજ્જાની દોડતી રહેશે.

હવે મેમરીની બાબતે આવો મજાનો મમરો (કે ભમરો) મૂકવો જરૂરી લાગે છે ને?

મોરલો:

” હાથી માટે ભમરો પણ કાનમાં ઘૂસી ભમગરાનું કામ કરી શકે છે. માટે ચલો…હમ સબ ચિંતા છોડે, સુખસે જીયે ઔર કુછ અચ્છાસા પ્રદાન કરે ! “

વેપાર વીરતા –| હીટ થઇ બહાર આવેલા ‘હોટ’ સમાચાર |–

ઈ.સ. ૧૯૯૭માં એ વખતે આપણા માટે સૌથી ‘હોટ’ ન્યુઝ હતા.

જ્યારે મેં પણ સાંભળ્યું કે પંજાબી પુત્તર સબીર ભાટિયાએ માત્ર ૧૮ મહિનામાં તેની નવી કંપની ‘હોટમેઇલ’ને કેટલાંક કરોડોમાં માઈક્રોસોફ્ટને વેચી નાખી હતી. ત્યારે સબીરના એ સમાચારની સરખામણી સચિનની કમાણી સાથે પણ કરવામાં આવી હતી.

ત્યાર પછી સબીરતો ક્યાંક કમાણી લઇ બીજાં પ્રોજેક્ટ્સમાં ડૂબી ગયો અને માઈક્રોસોફ્ટનો બિલ ગેટ્સ તેના હોટમેઇલના દરિયામાં તરી ગયો. સમજો કે મફત હોટમેઇલ થકી ઈમેઈલની દુનિયામાં સુપર કોમ્યુનિકેશન રેવોલ્યુશન આવ્યું.

યાહૂ, જીમેઇલ, એ.ઓ.એલ. સાથે હાઈપર હોટ હરીફાઈ કરી હોટમેઇલે ઘણી લીલી-સૂકી જોઈ લીધી. વખતો-વખત બિલ ગેટ્સ તેની આ સિસ્ટમમાં નવા નવા અપડેટ્સ મૂકી ને વીર-યોધ્ધાની જેમ ક્યારેય હાર ન માની આજે તેને એક એવા મુકામ પર લઇ આવ્યો કે…

૧૬ વર્ષ પછી…હોટમેઇલને શહાદત વહોરવી પડી છે.

યેસ દોસ્તો ! આજે હોટમેઇલને સર્વિસ-મોડમાં સુઈ જવાનો વારો આવ્યો છે. માઈક્રોસોફ્ટે તેનું નામ: outlook.com કરીને ફરીથી તેના હરીફોને જડબાતોડ જવાબ આપ્યો છે.

એ તો મર્યું છે પણ સાથે સાથે હોટમેઇલને મેસેન્જર સર્વિસને પણ પોતાની સાથે લઇ ગયું છે. આજે એ બધું એક થઇ આઉટલૂકમાં વિલીન ગયું છે. નીતનવાં લૂક અને ફેસીલીટી સાથે આ ઈમેઈલ સર્વિસ સજ્જ થઇ છે.

જે સૌની પાસે હોટમેઇલ.કોમનું એકાઉન્ટ હોય એ સૌને પણ તેમનું જુનું હોટમેઇલ આઉટલૂકમાં પરિવર્તન કરવાની તક આપવામાં આવી છે. મેં પણ કર્યું છે અને તેના ફંકશન્સને અનુભવ્યા છે.

જો ગૂગલ સાથે કમ્પેર કરીએ તો… આઉટલૂક સાચે જ કૂલ છે…સેક્સી છે !

તમને પણ અનુભવવું હોય તો આવી જાજો: outlook.com પર.  પણ તે પહેલા તેની સેમ્પલ વિડીયોઝ પણ જોઈ લ્યો. 

.

આઈડિયાઝ પેદા કરતુ આઈડિયલ પ્રાર્થનાઘર…

SolveForX

આઈડિયાઝ‘ ભેગા કરનારા ધૂરંધરો જ્યારે કોઈ એક જગ્યાએ ભેગાં થાય ત્યારે ખરૂ ‘આઇડીયલ’ પ્રાર્થનાઘર બને છે. પછી એમાં કોઈ પણ ‘આઈડોલ’ની જરૂર નથી હોતી.

આવી ઘટનાઓ કરવા માટે કોઈ ફિઝીકલ જગ્યા રચાય કે ન રચાય તો પણ કોઈ ખાસ ફરક પડતો નથી. એટલા માટે કે એવા ‘અડિયલ’ વ્યક્તિઓને માત્ર પરિણામ લાવવામાં રસ હોય છે. જે સાચે જ વિકાસની વાતોમાં રસ ધરાવે છે, વિચારના બીજો વાવતા રહે છે.

ગૂગલ… ટેકનોલોજીની લગભગ દરેક બાબતોમાં આગેકૂચ એટલા માટે કરતુ રહે છે કે તે એવા ‘આઇડિયલિસ્ટિક’ બીજ ‘શેર અને સેલ’ કરે છે.

આ એનું લેટેસ્ટ સોજ્જું કારસ્તાન જ જોઈ લ્યો. જેમને લાગતું હોય કે ‘સમાજકો બદલ ડાલુંગા’ એમને પહેલા https://www.solveforx.com/ સાઈટ પર આવી જવું. પછી એમાં રહેલા એક પ્રોજેક્ટ પર પણ ‘મિશન’ શરુ કરી શકાય તો ભયો ભયો…

જેમની પાસે આઈડિયાઝની કમી ના હોય, મારી નજરે એ લોકો ખરા ક્રિયેટિવ ‘કમીના’ છે. દુનિયામાં પ્રગતિ કરાવનારા કમીના! | સલામી એ સૌને!

પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો…

તમારા પોતાના (કે પછી પડોશીના, સગા-વ્હાલાંના,  દોસ્તોના) પૂત્ર-પૂત્રી, કે પૌત્ર-પૌત્રીમાં રહેલાં પેશનને… જો નાની વયમાં જ પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો ગૂગલ તરફથી જાહેર થયેલો વર્ષ ૨૦૧૩ના વિજ્ઞાન-મેળા (સાયન્સ-ફેર) માટે આજથી જ તૈયાર કરવાની તક આપી દયો.

લિંક: www.googlesciencefair.com. જ્યાં વિડીયો સાથે બધી જ માહિતીઓ મળી રહેશે.

એક ગૂગલી વાત: ગૂગલને ભારતીય બાળકો પર વધારે વિશ્વાસ છે. એટલા માટે કે પાછલાં મેળામાં આપણા વિદ્યાર્થીઓ વધારે સફળ રહ્યા છે. બોલો હવે ટ્રેડિશન આગળ ચાલુ રાખવું છે ને?- જો ‘હા’ હોય તો શાયેરીઓ બાજુ પર મૂકી આ બાબત ‘શેર’ કરશો.

લાઈફટાઈમની ગેરેંટી નથી પણ એટલીસ્ટ ૨૦૧૩-૨૦૧૪ સુધી તો તમે એમને અને ખુદ તમારી જાતને પણ સુપર્બ ગિફ્ટ આપી શકશો.

પેશનનો પેશન્ટ: મુર્તઝા પટેલ.