
અમેરિકા જેનું નામ.
હમેશાં, કાયમ, દર વખતે, જ્યારે જ્યારે કોઈક એને સતાવે છે. ત્યારે તેનું શયતાની સંતપણું સંતાડી શાંત હૂમલાખોર બની તેની દેશદાઝ દુનિયાને બતાવી દે છે. એવા ઘણાં ઉદાહરણો દિવસે દિવસે થોથાં બની (ઉ)ભરાઈ રહ્યા છે.
લેટેસ્ટમાં આજે ઓટો-ઇન્ડસ્ટ્રીઝમાં તેની હલચલ વિશે વાત કરવાનું મન થયું છે.
માન્યું કે આલ્ફા-રોમિયો, ક્રાઇસ્લર, બી.એમ.ડબલ્યુ, ફોર્ડ, ફિયાટ, ફેરારી, જગુઆર, મર્સિડીઝ, નિસ્સાન, તાતા, ટોયોટા, વોક્સવેગન, બ્રાન્ડ્સને ગાડીઓ કહો કે કાર….વર્ષોથી ચારેબાજુ દોડી રહી છે. હરીફાઈ કરતી અને કરાવતી રહી છે.
પણ છેલ્લાં ૨-૩ વર્ષથી એક અમેરિકન બ્રાન્ડ માર્કેટમાં આ બધાંની ધીમે ધીમે બામ્બુ મારવા મેદાનમાં આવી ગઈ છે. નામ છે. ‘ટેસ્લા.’ – વિજ્ઞાનના બંધુઓને વૈજ્ઞાનિક ‘નિકોલા ટેસ્લા’ની કથની વિશે થોડી ઘણી જાણકારી હોય. બસ એ જ નામનો ‘લાભ’ લઇ ઉધામા થઇ રહ્યા છે. (આ ‘લાભ’ની પાછળ રહેલી બીજી એક સંતાયેલી રસપ્રદ સ્ટોરી વિશે ક્યારેક વાત કરશું).
‘ટેસ્લા’ બ્રાન્ડ આપણને કદાચ નવી લાગી શકે પણ અમેરિકન્સ માટે એક પોપ્યુલર કાર તરીકે વિકસાવવામાં આવી રહી છે. મુખ્ય કારણ….છેલ્લાં ૫ વર્ષથી પણ વધારે જાપાનની નંબર ૧ ટોયોટાને મારવા માટે.
“અમારા જ દેશમાં કોઈક બીજા દેશની ગાડી….અગાડી કેમ રે’હ, હેં?!?!?
ટોયોટાનું બ્રાન્ડિંગ સર થયું ‘ઇકો-ફ્રેન્ડલી કાર માર્કેટમાં. એન્જીનથી લઇ, પેટ્રોલ, સ્પેશિયલ એસેસરીઝમાં ‘ઇકો-ફ્રેન્ડલી’ મુદ્દાને પકડી જાપાનીઓએ અમેરિકન્સના ખિસ્સાં પર ખાસ્સો હૂમલો કર્યો. ત્યારે ઊંઘતી ઝડપાયેલી જનરલ મોટર્સ જેવી બીજી આગળ પડતી બ્રાન્ડ્સને…પડતી જોવાનો વારો આવ્યો.
અને..ત્યાં જ ૨૦૦૩થી ધીમે ધીમે ‘ટેસ્લા’નું આગમન કરી દેવામાં આવ્યું. ટોયોટામાં હજુ બહુ વિકસિત ન થયેલો એક મુદ્દો પકડીને.- ‘ઈલેક્ટ્રીકલ’.
યેસ! આખી કારને સાવ ‘હટકે’ ઈલેક્ટ્રીકલ (વીજળીક) તરીકે વિકસાવવામાં આવી છે. ઘણી બાબતોમાં. જેમ કે દેખાવમાં (રૂપ-રંગમાં), એન્જિનમાં, પેટ્રોલને બદલે બેટરી-પાવરમાં, આંતરિક-ઓટોમેશનમાં….વગેરે વગેરે.
પણ માર્કેટ હજુયે વધારે ગરમાગરમ થઇ રહ્યું છે. તેની કોઈ પણ ડીલરશીપ વગર વેચવાની સેલ્સ પદ્ધતિને લીધે…ડાઈરેક્ટ માર્કેટિંગ દ્વારા. જ્યારે દુનિયામાં વધુ ભાગની કંપનીઓ આડી થઇ વેચાણ કરી રહી છે. ત્યારે ટેસ્લાની આ નોન-ડીલરશીપ સિસ્ટમ ઘણી લોકપ્રિય થઇ રહી છે.
સિમ્પલી!…કોઈ મિડલમેન નથી એટલે ભાવ સીધેસીધો ઘટી ગયો છે.
વળી તેના ઇલેકટ્રીફાઈંગ રિ-ચાર્જિંગ સ્ટેશન, સ્પિડી કસ્ટમરસર્વિસ અને સેક્સી રિટેઈલ આઉટલૂકને જોઈ બીજી ઘણી કાર બ્રાન્ડ્સના પેટમાંથી ‘ઓઈલ’ રેડાઈ રહ્યું છે.
કાંઈ નથી સૂઝતું તો અમેરિકન કાર એસોસિએશનનો સહારો લઇ દુનિયાની બીજી બ્રાન્ડ્સે તેની પર કેસ ઠોકી દીધો છે. એવું કહી ને…
“સાલું અમે વર્ષોથી ડીલર્સ સાથે વેચાણ કરી રહ્યાં છે, ને તું કોણ વળી નવી આવી કે સાવ અલગ નિયમો બનાવી ‘ધંધો’ કરી રહી છે. ચાલ તારા કપડાં ઉતાર અને અમને જણાવ કે તને કઈ રીતે વેચાવું’ છે. નહીંતર અમે તને માર્કેટમાં જીવવા નહિ દઈએ.”
કાર સાથે વાતાવરણ પણ ગરમ છે. જોઈએ હવે ‘હટકે’ બાબતમાં કોણ વધુ લટકે છે.
સફળતા તેને મળવાની છે જેણે કાંઈક અલગ કરી આવ્યું છે.
Like this:
Like Loading...