સાત મિનિટમાં સેલ્સમેનશીપનો ક્લાસ…ઝક્કાસ!

“તું શું વેચવા આવ્યો છે?”

પર્સનાલીટી!..…પણ આ પ્રોડક્ટ તો એની જાતેજ વેચાય છે…”

“એવું કેમ?”

“કેમ કે મારા ગુરુ ટોની રોબિન્સે કહ્યું છે કે ૨ વર્ષ ‘ડોર  ટૂ ડોર’ સેલિંગની પ્રેક્ટિસ ૪ વર્ષના સેલ્સ-માર્કેટિંગ મેનેજમેન્ટની કોલેજ ડિગ્રી બરોબર છે.”

આજે એક વિડીયો ક્લીપ દ્વારા સાત મિનીટમાં સેલ્સની વાત બતાવવી છે. અને તે પણ હસતા હસતા.... 🙂  ન સમજાય તો બીજી વારની ૧૪ કે ૨૧ મિનીટ્સ પણ વપરાઈ જાય તો લેખે લાગશે..

વાત કેની બ્રુક્સના અફલાતુન સેલ્સમેનશીપની છે. ચપટીમાં મીઠ્ઠી વાતોથી હસતા-હસાવતા ગ્રાહકને પ્રોડક્ટ દ્વારા ફસાવી ખુબીથી હાથમાં ૩૦ ડોલર્સની લિક્વિડ-ક્લિનરની બોટલ મૂકી જાય છે. જે સમજદાર છે તે એમાંથી પ્રોડકટ સાથે ઘણું બધું લઇ શકે છે ને જેઓ તેને ‘અવગણે’ છે તે થોડું (ઘણું) ગુમાવે છે.

દોસ્તો, કેની બ્રુક્સ જેવો ‘સાલસ’મેન આપણે આંગણે આવી બારણા-બારી કે જમીનને ચમકાવી જાય ને પછી હાથમાં એવી કોઈ જરૂરી વસ્તુ વેચી જાય ત્યારે હોંશે હોંશે લઇ લેવાનું મન કેમ ન થાય?!?!?! 

હે નવયુવાન બાળકો અને એમના વ્હાલાં-વાલીઓ!…. તમને કે તમારા ઉગતા બાળકને ચમકવું છે?- તો વહેલી તકે ‘ડોર ટૂ ડોર’ વેચાણ કરવા-કરાવવામાં શરમ ન અનુભવશો…કેમ કે

ચમક…એકલા લિક્વિડથી નથી આવતી….એ આવે છે તે વસ્તુ કે સેવાને જરૂરતમંદ સુધી પહોંચાડતા દરેક પરિબળથી…..લિક્વીડીટીથી

કેની બ્રુક્સ આજે મારા માટે સાચો ‘સર’ પંચ છે.

આપના સ્નેહી કે દોસ્તને આ બ્લોગ વિશે જણાવવું હોય તો કોનું નામ આપી શકો?

વેપાર વાર્તા- કોપી કરતાં કપિઓની અપડેટ થયેલી ક્રિયેટિવિટી

Monkey-Business

Source: frank.itlab.us

જૂની (આઉટડેટેડ) કથા: વાંદરાઓ અને ટોપીવાળો….

ગામમાંથી ટોપી વેચી આવતા વડના ઝાડ નીચે થાક ખાવા આરામ માટે રોકાવું. વાંદરાઓનું ઝાડ પરથી આવી ને ટોપી લઇ જવું. ટોપીઓ યુક્તિથી પાછી મેળવવવા પોતાની ટોપી જમીન પર ફેંકવી. એ અભણ નટખટ વાનરોનું પણ ટોપી ફેકવું. ટોપીવાળાનું જલ્દીથી ટોપીઓ જમા કરી ત્યાંથી રવાના થવું. ખાધું પીધુને રાજ કીધું.

નવી (અપડેટેડ) કથા: ટોપીપહેરાવતા વાંદરાઓવાળો ટોપીવાળો….

હવે એ ટોપીવાળાનો છોકરો બાપનો ખાનદાની ધંધો સંભાળે છે. વર્ષો બાદ છોકરો પણ એજ ગામમાંથી ટોપી વેચવા જાય છે. હજુયે સાયકલ કે સ્કૂટર લીધું નથી…(એટલે જ કહેવાય છે કે…ટોપીઓપહેરાવવામાં કોઈને લાંબે ગાળે લાભ થયો છે?!!?). ઈમાનદાર અને ચતુર બાપની શિખામણ. “દિકરા! ત્યાંના વાંદરા બહુ હરામી છે. તું આરામ કરતો હોઈશ ત્યારે એ લોકો ટોપીઓ લઇ જશે. ટોપીઓ પાછી મેળવવા માટે તારે તારી ટોપી ફેકવાની …….તારી નકલ કરતા તેઓ પણ ટોપી ફેકી દેશે….તારે લઈને ચાલતા થવાનું. બસ આપણું કામ થતું રહેશે.

લ્યો હવે થયું પણ એવું જ. છોકરો આરામ કરતો હતો એ દરમિયાન વાંદરાઓ ટોપીઓ લઇ ને ઝાડ પર ચડી ગયા. દિકરાને બાપની સલાહ યાદ આવી. દિકરાએ પોતાની ટોપી જોરથી જમીન પર ફેકી……..પણ આ શું……….???

કોઈ પણ વાંદરો પોતાની ટોપી ફેકતો નથી. દિકરાએ વારંવાર ટોપી ફેંકી ને પુનરાવર્તન કયું પણ કોઈ પણ વાંદરા એ ટોપી ફેકી નહી. ટોપીઓ જમીન પર ફેંકવામાં દિકરાના હાથ ‘ભોંયમાં પડ્યા’. આ જોઈ ઝાડ પર બેઠેલો એક વાંદરો હાથમાં મોબાઈલ લઇ જોરથી અટ્ટહાસ્ય કરી હેઠો ઉતરી આવ્યો:

 હા..હા..હા..હા..હા..ઓયે! ચમન! અમને ખબર છે કે તારા બાપુ‘ એ તને શીખવાડી ને મોકલ્યો છે. તો શું અમારા બાપે આટલાં વર્ષો જખ મારી છે?- પણ અમને અમારા બાપુ  તોપાકી રીતે પડાવીલેવાની ટ્રેઇનિંગ આપી છે. જા! છાનોમાનો ચાલતી પકડ. આ ટોપીઓ હવે અમને તારા જેવા વા(નરો)ને જ પહેરાવવામાં કામ લાગશે.

વાનરભૂમિમાં મોબાઈલ પરMission Success- Fool ના ખુશ-ખબર એક સાથે બધાંને ફરી વળ્યા.

મોરલો : 

 • ભાઈ-બાપુની સલાહ એમના વેપારિક સમય અને સંજોગો મુજબ બરોબર હોઈ શકે….પણ અત્યારે બીજાનું પડાવી લેવાની વૃત્તિ કરતા પોતાને જે મેળવવાનું છે તે વિષે નવા અપડેટ્સ મેળવતા રહેવું પડે, નહીંતર જમીન પર પડ્યા રહેવું પડે છે.
 • બાપ દાદા જે શેઠીયા-શાહીથી ધંધો કરતા હતા તેના નિયમોમાં વહેલી તકે ‘મોડી‘ફિકેશન કરવું પડે છે.
 • હાલના સંજોગોમાં ફીટ બેસે તેવો હલ (સોલ્યુસન) મેળવવા કોઈની કોપી મારવાની જરુર નથી. હા! Creative થવું પડે.
 • એક ગામથી બીજા ગામે વેપાર કરવા માટે ‘ચાલ‘ બદલવી પડે છે. તમારું દિલ સાફ હોય છતાં વાનરવેડા કરતા અંતરાયોની ચાલનો સફાયો કરતા શીખતા રહેવુ પડે છે.
 • બાપની ગરમ ગાદી છોડીને અગ્રેસીવ માર્કેટિંગ માટે ગરમાગરમ કમર કસવી પડે છે.
 • કસ્ટમરને ૩૬૧ ડીગ્રીથી થોડો વધારે સમજતો રહેવો પડે છે.
 • સ્ટાફ પાસેથી સારુ કામ લેવા માટે શેઠ મટીને દોસ્ત બનવું પડે છે.

ઓહ્ફ! એ સિવાય ઘણું બધું ‘થોરામાં ઘન્નું’ હટકે વાંચી-સમજી જઈ એપ્લાય કરવું પડે છે.

‘કપિ’ વાર્તા માટે કોપી વગરની ક્રિયેટિવિટી માટે ‘વિનય’પૂર્વક કબૂલાત:

શરૂઆતમાં આ આખો લેખ લખવાની પ્રેરણા મને વર્ષો પછી મળી આવેલા મારા વ્હાલા દોસ્ત ભરત મોદીએ આપી. પણ લખ્યા પછી આ લિંક મળી આવી:

http://religion.divyabhaskar.co.in/article/kahta-change-your-thinking-over-time-1789961.html

(હાયલા! મને તો ખબર જ નઈ, બોલો!)…મને તો મારા બાપુજી એ આવું કાંઈ પણ શીખવાડ્યું નહીં…..ચાલો મોડે મોડે અપડેટ તો થયો!

સર‘પંચ’

શક્ય છે કે પિતા પરફેક્ટ ન હોઈ શકે….પણ એવું હોઈ શકે ને કે ક્યારેક પિતા ‘પરફેકટલી’ પ્રેમ કરી શકે…

આપના સ્નેહી કે દોસ્તને આ બ્લોગ વિશે જણાવવું હોય તો કોનું નામ આપી શકો?

વેપાર વિજય: નિરાશ થઇને ગયેલો ગ્રાહક…પાછો કેમ મેળવશો?

From-Sadness-to-HappYnessઅત્યારે તો આ હાઈપર સ્ટોર્સ (સુપર કરતા પણ થોડો ઉંચો ગણી શકાય એવો) પોતાની સુપર ગ્રાહક-સેવાથી જગમશહૂર થઇ ચુકયો છે. જેણે હજારોની સંખ્યામાં પોતાના સ્ટોર્સની જાળ દુનિયાભરમાં ફેલાવી દીધી છે. પણ વર્ષો પહેલાં એક સામાન્ય રિટેઈલ સ્ટોર્સ તરીકે જ શરૂઆત કરનાર આ ચેઈન સ્ટોરમાં તે વખતે એક (અ)સામન્ય ઘટના બની…

“સાહેબ! મારા પતિ ગઈકાલે જ તમારે ત્યાંથી અમારી ગાડી માટે આ ટાયર લઇ આવ્યા છે. પણ ભૂલમાંથી તેમણે બીજી ગાડીનું ખરીદી લીધું છે એટલે ફીટ બેસતું નથી…માટે…શક્ય હોય તો બદલી આપો અથવા આ પાછુ લઇને અમને રિફંડ આપો.”

“પણ બેન! અમે આ ટાયર પાછુ કેમ લઇ શકીએ?…”

“એમ કેમ?….જે વસ્તુ અમને ના પસંદ હોય એ પાછી લેવાની તમારી ફરજ છે. મને તો મારા પૈસા પાછા જોઈએ.”- જાણે લડવાનો ઈરાદો હોય એ અદામાં બહેને વાત સાંભળ્યા વગર ફરી હુકમ છોડ્યો…

“બેન! તમને પાકી ખાતરી છે કે તમારા પતિએ આ સ્ટોર્સમાંથીજ ટાયર ખરીદ્યુ છે?”

“કેમ તમને અમારી પર શક છે?”..

“ના બેન..પણ અમે તો…..”

“અરે ! પણ ને બણ…કાં તો બદલી આપો અથવા રિફંડ કરી આપો.”

કાઉન્ટર-સેલ્સમેન અને ગ્રાહક વચ્ચે શરુ થયેલી ચડભડનો આ બનાવ (નસીબજોગે) થોડે જ દૂરથી તે સ્ટોરનો માલિક જોયા કરતો હતો. વાત વધુ વણસે તે પહેલા ‘શાંતિ-સ્થાપન’ કરવા તે આ બંને વચ્ચે આવી ગયો.

“માફ કરજો બેન..મારા સેલ્સમેનથી ભૂલ થઇ ગઈ છે. તમને આ ટાયરની જે કિંમત હશે એટલુ રિફંડ હમણાં જ મળી જશે…બસ!”  – પોતાને માટે આમ અચાનક મદદ માટે આવી ચઢેલા ગ્રાહકબેનને ‘માલિક’ તરીકેની ઓળખાણ લેવી જરૂરી ન લાગી. અને તે દરમિયાન આ માલિકે કેશિયરને બોલાવી બિલ-રશીદ માંગ્યા વગર જ ‘બેક પેમેન્ટ’નો હુકમ પણ આપી દીધો.

“પણ સર!…આપણે તો…”-

કાઉન્ટર-સેલ્સમેનના આ ઓબ્જેક્શન પર પોતાના બંને હોઠો પર આંગળી મૂકી માલિકે ત્યારે સેલ્સમેનને ચુપ રહેવા જણાવ્યું. ખરીદ કિંમત જેટલી જ રકમ લઈને કેશિયર ત્યાં પાછો આવી ગયો. ગ્રાહકબેનના ‘કેષ’ની ચુકવણી અને ‘કેસ’ની સમાપ્તિ ત્યાંજ થઇ ગઈ.

પણ સઅઅઅર!..આપણે તો સ્ટોરમાં ટાયર વેચતા જ નથી….તે છતાં પણ કોઈક બીજાનું ટાયર પાછું લઈને આપે પૈસા પણ ચૂકવી દીધાં?!?!?!?!- શાં માટે?” —

એ બહેનતો ચાલ્યા ગયા પણ મૂળ મુદ્દો ‘સેલ્સમેનના સવાલ’ રૂપે હજુ ત્યાંજ  ઉભો હતો.

“હા દોસ્ત! મને ખબર છે. પણ એ બહેનને તેની ખબર નથી. ટાયર પાછુ લઇ…પૈસા પાછા આપી મે ગ્રાહક ગુમાવ્યો નથી પણ બીજા સેંકડો મેળવ્યા છે. હવે ધ્યાન રાખજે આ બહેનતો ખરીદી માટે વારંવાર આપણે ત્યાં પાછી આવશે પણ તેની સાથે બીજા સેંકડો દોસ્તો અને સગા-વ્હાલાંઓને પણ આ સ્ટોરમાં ટાયરની સાથે બીજુ ઘણું બધું ખરીદવા મોકલતી રહેશે.”

માલિક પોતાની પોકેટ લીક-પ્રૂફ પોકેટમાં બંને હાથ નાખી ત્યાંથી ચાલતા થયા…

દોસ્તો, મને કહેવુ તો પડશે જ ને કે…બીજે દિવસે ઓટો-પાર્ટ્સનો એક નવો વિભાગ એ સુપર સ્ટોરમાં ખુલી ગયો હતો. પિનથી પિયાનો સુધી હજારો વસ્તુઓ-સેવાઓ વેચતા આ સ્ટોરે ટાયરના પૈસા પાછા આપી પોતાને ક્યારેય ‘રિ-ટાયર’ કરી નથી.

એમની કસ્ટમર સર્વિસનું ચક્કર (ટાયર) આજદિન સુધી ચાલ્યું આવે છે…

સર‘પંચ’

દશેરા નજીક છે…..કેટલાંક જરૂરી એવા સજેશન્સ…જે તમારા અસંતુષ્ઠ ગ્રાહકોને પાછા લાવી શકે છે….

એક વાર બસ…અજમાવી તો જુઓ….

 • તમારા બીલમાં (ઇન્વોઇસમાં) પેલું એક વાક્ય હોઈ શકે ‘વેચેલો માલ પાછો લેવામાં નહિ આવે’- ભૂસી જ નાખો…કે લીટો ફેરવી દો…
 • તેમણે ખરીદેલી વસ્તુ/સેવાનું પૂરેપૂરું રીફંડ આપી દો. ભલે પછી એમણે એ ન માંગ્યું હોય તો પણ,…….. અરે તેનો ગેરેંટી પિરિયડ સમાપ્ત  થઇ ગઈ હોય તો પણ…
 • માફી માંગી લો. સામે ચાલીને, ઈ-મેઈલ (જો મળ્યો હોય તો) લખીને, કે SMS લખીને (એમ આપણે ગુજ્જુઓ માસ્ટરછે!). આમાં નાટક ના કરશો સાહેબ!..પુરા દિલથી માંગજો.
 • તમને લાગે કે આ ગ્રાહક જઇ રહ્યો છે…ત્યારે એમની પાસે પહોંચી એક સવાલ કરી લેજો: “સાહેબ, તમને શું ન ગમ્યું, ક્યાં ખોટ લાગી?”
 • તમે દિલેર છો?- તો પછી કોઈ એક એવી ભેંટ આપજો જેથી તમને એ યાદ જરૂર રાખે…

હવે તમારી પાસે છે એવું કોઈ સજેશન જેના થકી તમે ગુમાવાયેલો ગ્રાહક પાછો મેળવ્યો હોય?- તો પ્રભુ…આ કોમેન્ટ બોક્સને ખાલી ન રાખતા…ભરી જ નાખો…તમારી કોઈક એવી હટકે ઘટના દ્વારા…

વેપાર વિચાર | જે બાબતે ચોળીને ચીકણું ના કરવું પડે એનું નામ….?

એક બહુપ્રસિદ્ધ કોસ્મેટીક્સ કંપનીમાં આ નાનકડી (પણ મોટી વાત કહી જતી) ઘટના બની. થયું એવું કે….તેના કસ્ટમર-કેર વિભાગમાં એક ગ્રાહક તરફથી ફરિયાદ આવી.

“તમારી બ્રાંડના સાબુનું ખરીદેલું પેકેટ મને ઘરે ખોલતા ખાલી મળી આવ્યું છે….આવું કેમ થયું?”

ચારેબાજુ ચક્રો ગતિમાન થઇ ગયા. આવું થાય જ કેમ?!?!?!…આધુનિક ટેકનોલોજીવાળા મશીનથી દરેક બોક્સનું ક્વોલિટી ચેક કરવામાં આવે છતાં?!?!?!- ના પોસાય! એસેમ્બ્લી-લાઈનથી લઇ શિપિંગ વાન સુધી પ્રોબ્લેમની ચકાસણી થઇ. ને ખરેખર એ દરમિયાન અમૂક લાખે બીજા ૨-૩ બોક્સ ખાલી મળી આવ્યા અને સાથે થયેલા આ પ્રોબ્લેમની કડી પણ મળી આવી.

ટોપ મેનેજમેન્ટમાં ગઈ ફરિયાદ. માર્યા ઠાર!…પ્રોડક્શન વિભાગનું આવી બન્યું. પણ પ્રોબ્લેમ ને બદલે નિવારણ (સોલ્યુશન) પર ફોકસ કરવામાં આવ્યું. આવું કેમ બને?- એન્જીનિયર્સ, ટેક્નીશીય્ન્સની તાબડતોબ મીટીંગ બોલવામાં આવી…એક્સરે-મશીનમાં, એલીવેટરમાં, ફીલરમાં કોઈ ખોટ ન જણાઈ…બધું સલામત…બધું બરોબર. તો પણ ખાલી બોક્સ હાથતાળી આપી સરકી જાય. (ને જોડે ઈજ્જતનો નાનકડો ધજાગરો કરતુ જાય) …

સરકતા સાબુના લાખો બોક્સમાંથી ખાલી બોક્સ પકડવો કઈ રીતે? આઈડીયાઝ મેળવવાનું બ્રેઈન-સ્ટોર્મીંગ થયું. પણ એ બધાંનું ભરેલું મગજ સાબુના ખાલી બોક્સ પાછળ પાણીમાં બેસી ગયું….

પ્રોડક્શન વિભાગના એક (અ)સામાન્ય વર્કરને કાને વાત પહોંચી. તેણે આ નાનકડા બોક્સ માટે પોતાની અનુભવી સા.બુ. વાપરી. ‘ટોપ’ મેનેજમેન્ટના એ સૌ ‘ખાંટુઓ’ને આ ‘વર્કરે’ થોડી જ વારમાં પ્રોડક્શનની પેલી ‘બોટમ’ વાળી જગ્યાએ ભેગા કર્યા જ્યાંથી સાબુના બધાં જ બોક્સ સીધા કાર્ટનમાં જમા હતાં. ત્યાં તેણે એક નાનકડો પંખો ચાલુ કરી ફૂલ સ્પિડ પર મૂકી દીધો.

“સાહેબો! જે ખાલી બોક્સ હશે તે આપમેળે આ પંખાની હવાના જોશથી બાજુમાં ખસી જશે ને ભરેલુ બોક્સ આગળ વધી જશે….પ્રોબ્લેમ સોલ્વ્ડ. જાવ કામ કરો અને કરવા દો.”

“જે બાબતે ચોળીને ચીકણું ના કરવું પડે એનું નામ સા.બુ.!

વેપાર-વેલ્યુએબલ્સ ભાગ-૨ |=| વેપારમાં ‘ગુસ્સો’ કરો અને સફળ થાવ! – કેમ અને કઈ રીતે?

અંકલ ફેઝુની ગઈકાલની ‘ગુસ્સા’વાળી વાતને બેંકોક શહેરથી બ્લોગલેન્ડ પર લાવીએ…ને જાણી લઈએ એ પાંચ અક્ષરની વાત જે આપે છે નેટ માટે પંચજ્ઞાન.

એમનું પ્રોફેશનલ ‘લખ્ખણ’ આપણા પર્સનલ લખાણમાં!

GUSSO-Get Angery Get Success

G એટલે Get It! :  “તને લાગે કે જે કામ કરવામાં તને દીવાનગી આવી જાય છે, ઊંઘ નથી આવતી, ભુખ ભૂલી જવાય છે, કાંઈક કરવાનો સંતોષ થાય છે, થોડા આગળ વધવાનો અનુભવ મળે છે…. ત્યારે એવી તકને શોધી, સમજી, પકડી કામમાં કન્વર્ટ કરવાની આદત એટલે…G.”

વાત પકડ….જો હું બેંકોક જોવા માટે તરસ્યો ના બન્યો હોત તો?…કેપ્ટનોની સાથે દોસ્તી કરી મારી ‘જાતને શિપિંગ’ કરી ન હોતે તો?…મારા ડ્રાઇવરી શોખને છોડી દીધો તો તો?…. તો આજ સુધી હોંગકોંગમાં જ હમાલી કરતો રહ્યો હોત….. હવે તું શું બની રહ્યો છે? ને વાર શેની જોઈ રહ્યો છે. જા પહોંચી જા તારા ‘બેંકોક’ના કાંઠે!…ઓ મોજી!”

U એટલે Use It! : “મારા ફરવાના શોખને, લોકોને સમજવાની તકને, ડ્રાઈવર બનવાના શોખને, કમાવવાની ઈચ્છાઓને પકડી લઇ પછી મનમાં ને મનમાંજ દબાવી રાખી હોત તો?- તો તેનો સહી ઉપયોગ થઇ શક્યો હોત?- બંદર પર મોટી મોટી ટ્રકને પણ આસાનીથી વાપરવાનું ઉન્નર મને નાનકડી બસ ચલાવવામાં પણ એટલું જ કામ લાગ્યું છે. એમાં ને એમાં દુનિયાની સુપર બ્રાન્ડેડ કારો પણ ચલાવવા નો મોકો મળી ચુક્યો છે. એટલે તને જેમાં મન લાગ્યું હોય તેને બધી રીતે વાપરવામાં પાછળ જોઇશ નહિ… ઓ તોફાની ટટ્ટુ!.”.

S એટલે Share it! : “તારી પાસે બે બાટ (બેંકોકમાં વપરાતું નાણું) છે?-…. તો કંજૂસ બનીને એક બચાવી લે. એટલા માટે કે કોઈકની સાથે શેર કરવામાં, કોઈકને આપવામાં, મદદ કરવામાં કામ લાગી જશે… પેલા ચીની-મીની બચ્ચાઓ માટે મારી ગાડીમાં ચોકલેટ્સ કે ચિપ્સના ડબ્બો હમેશાં ભરેલો રહેતો. એ તો ઠીક, ટીસ્યુ પેપર્સ, વોટર બોટલ્સનો ડીકીમાં ખડકલો રહેતો…મારા માટે નહિ…જે ગાડીમાં આવે એમને આવા મજાના વાઈરસ ફેલાવવા માટે…એટલે તારા ધંધામાં પણ શેર-શાયરીઓ-કવિતાઓ સિવાય એવી ઘણી વસ્તુઓ છે જે જોગ-સંજોગે બીજાને  કામ આવી શકે તેને ‘શેર’ કરજે….શું સમજ્યો ડબ્બુ?!”  

S એટલે Sell it! : “આખો દિવસ…આખી ઝીંદગી બસ ‘આપ..આપ’માં થાપ ના ખાતો. મહેનતથી કમાવવાની વાતને ખીસામાં ભરાવી રાખજે. પેટ્રોલ માટે બાટ લેવામાં કાયમ તારા પપ્પા પર ભરોસો નઈ રાખવાનો.. મેં પણ ગાડી ચલાવતા ચલાવતા બીજા ડ્રાઈવર દોસ્તોને ‘ઘણી ઈમ્પોર્ટેડ આઇટમ્સ’ વેચી છે. એમાંથી તારી આંટીને બેન્કોકની ગલીઓ ફરાવી છે. કેટલાંક મા-બાપના એક બચ્ચાને લઈને બીજા બચ્ચા પર ડિસ્કાઉન્ટ આપી પછીથી આખી ફેમિલીના બાળ-બચ્ચાંનો ‘કોન્ટ્રાક્ટ’ લીધો છે. પછી એ જ ફેમીલીના ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે…આખું બેંકોક ફરાવવામાં મારી શું કોઈની ભી બૈરી એ પણ મને રોક્યો નથી. આવા બોનસ લેવા માટે આજે તું એક્સ્ટ્રા પોઈન્ટ આપ મને…ભાઈ ચંપુ!

O એટલે Outstanding it! : “આ તારું પેલું વારે ઘડીએ શબ્દ આવે છે ને…’હટકે’ આ એ જ. વાર-તહેવારે બદલાવ લઇ આવ. જે રીતે બચ્ચે લોગ માટે ટોયોટાની ફેક્ટરીમાં જઈને ખાસ એમની સહુલીયાતો ધ્યાનમાં રાખીને મીની-બસ બનાવી આવ્યો હતો. ત્યારે એમના પાપા-મામા તો ઠીક…સ્કૂલવાલા પણ આ તારા તપેલા અંકલનું ધ્યાન રાખતા. કેપ્ટનોની બીગ બેગ્સ હોય….પેલા માસુમોનું મીની-બોક્સ હોય…..કે ૮૦-૯૦ વર્ષના બુઝુર્ગોનો બિસ્તરો અને એમને માટે વીક-એન્ડમાં ફ્રિ સર્વિસ….બધું એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર ઉચકી લેવાની હટકે સર્વિસ શીખવા કોઈ કોલેજમાં નોહતો ગયો…આજે એમની દુવાઓ લાગી છે. ખુદાએ મારો બોજ સાવ હળવેથી ઉપાડી લીધો છે…કોઈ પણ એક્સ્ટ્રા ખર્ચા વગર….એય ચંબુ!

“અંકલ ફેઝુ!…કુછ ‘બાટ’ ઐસી હોતી હૈ….જિસે શીખ કર ડ્રાઈવ કરની પડતી હૈ!- સહી બોલાના?

“એ પાછો આવી ગયો તારી એજ કવિતાઓ કરવાના અંદાઝમાં…જા હવે સીધો સીધો ને મારા માટે મસ્કા-બન અને માલપુવા લઇ આવ.”

હવે મારાથી અંકલ ફેઝુને એમ કેમ કહેવાય કે…આ મસ્કા-બન-માલપુવાની બાબતમાં હું અમદાવાદી કેટલો ‘લકી’ છું. કહીએ ને પાછા ધુંવાપુવા થઇ જાય…તો?…એટલે…ચુપ!    

ચલો..ચાલો દોસ્તો, આપણે આવી જઈએ પાછા આપણા ‘મલક’માં! આપણને હજુ ઘણું કામ અચિવ કરવાનું બાકી છે.  

સરફીરો‘પંચ’

 નાચતા નાચતા નેતાગીરીનું લેસન?

૩ મીનીટની આ કલીપમાં શરૂઆત હસવા જેવી લાગે પણ પછી હસીને ન કાઢી નાખવા જેવી બને છે. કોમેન્ટ્રી કરનારના શબ્દોને સાંભળતા જઈ બનતી વાઈરલ અસર લીડરશીપનું એક અનોખું ઉદાહરણ આપી જાય છે.

 સાઈટ લિંક: http://www.youtube.com/embed/fW8amMCVAJQ

દોસ્તો, તમારા…દોસ્તોમાં, ગ્રુપમાં, સગાંઓમાં, કોન્ટેક્ટલીસ્ટમાં એવી વ્યક્તિ(ઓ) હોય જેમને આ બ્લોગ ઘણો ઉપયોગી થઇ શકે? તો એમના નામ અને ઈ-મેઈલ નીચેના આ સ્પેશિયલ બોક્સમાં જણાવી શકશો?- ધ્યાન રહે કે…કોમેન્ટબોક્સમાં ન લખાઈ જાય. કેમકે તેમાં માત્ર તમારા દિલની-દિમાગની વાતો જ સ્વીકારવામાં આવે છે.

વેપાર-વેલ્યુએબલ્સ |=| વેપારમાં ‘ગુસ્સો’ કરો અને સફળ થાવ! – કેમ અને કઈ રીતે?

Cool-Hot

વખત કોઈ પણ હોય. પણ એમનો ગુસ્સો જ્યારે દિમાગમાંથી સીધો હોઠ પર આવી જતો ત્યારે તે કોઈનાય પાપા, મામા, કાકા, માસા કે ફુવા ન બનતા. બનતા તો બસ ફક્ત ધૂવાપુવા. એમના ભડભડતા લાવાયુક્ત શબ્દોનું ત્સુનામી ક્યારે આવે એ કોઈ ન ભાખી શકતું. વાંક ગમે તે હોય (કે જરાય ના ગમે એવો હોય) એમની અડફેટમાં આવી જનારનો આગલો પાછલો…બધો હિસાબ ચુકતે થઇ જતો.

ત્યારે એમને શાંત પાડવા માટે એકજ ઉપાય. એમની સામે રહેલા બધાંને થોડાં સમય માટે શ્વાસ રોકી લેવો પડતો. જીવતા તો એ સૌ મોટા લોકો રહેતાં પણ શબ્દોનો મૂઢ માર ખાઈને અધમૂવા બની જતા. વાતાવરણનું તાપમાન ભલેને સામાન્ય ૨૫ ડિગ્રી હોય પણ એમની આસપાસ ૨૫૦ ડિગ્રી બની જતું.  પણ આજે હવે…એમની શાદીના ૩૭ વર્ષ પછી તોફાન કાંઈક અંશે શાંત પડ્યું છે. ને એ જ્વાળામુખી ઘણો ખરો લાવા બહાર ઓકીને થોડો શાંત પડી ચુક્યો છે.

એમનું નામ ફઝલ મોહંમદ અને આ હતી એમની એક ગરમા-ગરમ ઓળખ.

હવે જે શરીરમાં આવો સુપર તેજ લાવા-પર્વત હતો ત્યારે તે જ શરીરમાં એન્ટાર્કટીકાની એક હિમશિલા પણ દબાઈ ને પડી હોય તો હાલત કેવી થાય? એ તો ભલું થાજો કે…એમની અંદર આ શિલા હજુયે જવાન જ હતી. એમ જ સમજોને કે ખુદાએ તેમના શરીરમાં ખાસ બાળકો માટે બનાવી રાખી હતી. આ ‘બચ્ચાં-લોક’ ફઝલ મોહંમદભાઈ માટે એક અલગ દુનિયા હતી. આખું કુટુંબ જ્યારે એમના ગુસ્સાથી ફફડતું ત્યારે…એ નર્સરી-યુક્ત બાલુડાંઓ એમની પાછળ દીવાના રહેતાં. એ તો સારું હતું કે શની-રવિ નર્સરી-સ્કૂલમાં રજા રહેતી. નહિતર એવા વીક-એન્ડમાં પણ ખાસ એમની ગાડીમાં મસ્તી માટે તત્પર એવી આ ચાઈનિઝ-મલેશી ચિલ્લર પાર્ટી એમના આ ‘અંકલ ફેઝુ’ ને સાન્તાક્લોઝનો બીજો અવતાર માનતા.

ને આ હતી અંકલ ફેઝુની ઠંડામાં-ઠંડી ટૂંકી ઓળખ.

વર્ષો પહેલાં હોન્કોંગના હાર્બર પર હમાલી છોકરા તરીકે પ્રવૃત્તિ શરુ કરનાર ફઝલ મોહંમદને સ્ટીમરના કેપ્ટનોની દોસ્તીએ હોંગકોંગથી બેંકોક પહોચાડી દીધા. ને પછીથી કાયમી ધોરણે બેંકોક શહેરમાં સ્કૂલ માટેની ખાસ બસના ડ્રાઈવર બનેલા ‘અંકલ ફેઝુ’ તરીકે નિવૃત્ત થઇ રહ્યા. કાંઠો ભલે કોઈ બી દેશનો હોય પણ કાઠો પાકો ભારતીય. એટલે ‘સખત મહેનત કરવામાં પાછળ નહિ જોવાના’ ગુણ માટે ખુદાએ એમને જે જોઈતું હતું તેવું નન્હેં-મુન્ને બચ્ચે લોગની ખૂબ પ્રેમ-ભાવ ભરેલી લાગણી સાથે ડ્રાઈવિંગના પેશનવાળું જોબવર્કનું કોમ્બો ગિફ્ટ પેક શરૂઆતમાં જ આપી દીધું હતું. ને બસ પછી શરુ થઇ એ ફેઝુભાઈની ઝીંદગીની મીનીબસ સફર.

પણ મને એમની એવી કોઈ લાંબી બાયોગ્રાફી બતાવીને આપ લોકોને ‘બોર’ નથી કરવા. પણ થોડાં વર્ષ અગાઉ ભારતમાં શાંત માહોલમાં એમની સાથે થયેલી મુલાકાતમાં જે બોલ્ડ પોઇન્ટ્સ મને તરબોળ કરી ગયા એ વિષે કહેવું છે. શક્ય છે આજના વેપાર-માહોલમાં બેન્કોકી વાતાવરણમાં પાકેલા આ ભારતીય પોઇન્ટ્સ આપણને કાંઈક અંશે આગળ વધવામાં મદદરૂપ થઇ શકે. એમની કહાની સાંભળ્યા પછી આખરે મારો એમને સીધો સવાલ આ હતો:

“અંકલ ફેઝુ, તમારી દ્રષ્ટીએ આજના ‘ફાસ્ટફૂડી’ જમાનામાં વેપાર માટે કઈ અગત્યની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?”

“ઓયે!…..પહેલા તારી ડાયરી લઇ આવ! ને પછી સવાલ કર. નહીંતર પાછો ૨૫ વાર આવો એકનો એક સવાલ કરીને મારું માથું ખાઈ જઈશ…. સાવ એવો ને એવો જ….ભુલક્કડ..!…..

………ચલ લખ હવે….

GUSSO કર. ને સક્સેસ થા.”

ઓહ તેરીકી!….આ ફેઝબાપુ તો આ જવાબમાં પણ એમના અસલી મિજાજ પર આવી ગયા. વેપારમાં ગુસ્સો!?!?!?!?!?? ને પાછુ એમ કરીને પણ સફળતા…યેહ બાત કુછ હજમ નૈ હુઈ ના?-

ક્યાંથી થાય બહેન-બંધુઓ!? એના માટે મને આ ‘GUSSO’ શબ્દને ઠંડો પાડવો પડશે. અને ૨૪ કલાક રાહ જોવી પડશે. એટલે તમે બેંકોકમાં હોવ કે બર્મિંગહામમાં, હોંગકોંગમાં હોવ કે હોલેન્ડમાં… કાલે આ બ્લોગલેન્ડ પર પાછા આવી જજો.

કેમ… વેપારમાં શાંતિ આપતો ગુસ્સો પહેલી વાર જોવો છે ને?

ચાલો ત્યારે શહેરની આજની વાતમાં આજે સરપંચ પણ શહેર‘પંચ’ બની ગયો છે..જોઈ લો ત્યાં શું બની રહ્યું છે.

શહેર‘પંચ’

૧,૦૦,૦૦૦ સ્ટેપલર પિનથી બનાવેલું ‘પીની’ (કે મીની) શહેર

સાઈટ લીંક: http://www.vimeo.com/10875342

|:| વેપાર વિહાર- વિશ્રામ બાદ |:| વેપાર વિકસાવવા કેવી યાત્રા પસંદ કરશો?- ‘વ્યર્થ’યાત્રા કે ‘વર્થ’યાત્રા?

wheel_of_Money

ગઈકાલની શરુ થયેલી સફરમાં…મોસાળના જમણવારની ભીડમાંથી વેપારના બાકીના બે રથોને પણ હવે આગળ વધારીએ….

ગરથ-યાત્રા: ધન-દોલત, પૈસો, લક્ષ્મી, કાવડિયા, રોકડાં, રોકાણ, નાણું, ફિસ્કલ…જે નામ આપો તે.

આ શબ્દ વાંચતા જ તમને પેલી કહેવત ‘ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે’ યાદ આવીજ ગઈ છે એવુ મને પણ યાદ આવી ગયું.

વેપારમાં ગરથની ગરજ ડગલેને પગલે પડે એવું આપણા બાપ-દાદાઓને પણ શીખવાડવાની જરૂર પડી નથી. કેમ કે અલ્ટીમેટલી ‘વેપલો’ એ જ તો કહેવાય છે. પૈસાનું બખડજંતર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખરો વેપાર શક્ય કેટલો?

ધનના રથમાં આવેલા પ્રોડક્ટ ડેવેલોપમેંટ, કસ્ટમર-સર્વિસ(કે કષ્ટ-મરકટ સેવા?) ઇમ્પ્રુવમેન્ટ, સ્ટાફ-મેનેજમેન્ટ જેવા ચક્રોને ગતિમાન રાખવા માટે ગરથ સિવાય બીજું શું કામમાં આવે? મેગા-મની કમાવવા માટે મની-મેગ્નેટ બનવું પડે છે.

“જબ જરૂરી નહિ હોંગે પૈસે તો ગરથ કા રથ ચલેગા કૈસે?…”

Subhr Point: સુભદ્રાજીથી સિમ્બોલાઇઝ્ડ રથ એટલે આ ગરથ-રથ

ગ્રોથ-યાત્રા: કાર્ય, એક્ટ દ્વારા વિકાસ… ચાલો શરૂઆતથી જ કહી દઈએ કે..

Bold-Dev Point: બલરામજીનો આ રથ એટલે ગ્રોથ માટેનો, વિકાસ માટેનો રથ.

 “આપડી પાસે બજારનું નોલેજ તો બૌ છે. તમે કો’ને એવા સમાચાર આપડે રાખીએ છીએ બોલો..ને પૈશાતો ઓહો…બેંકમાં બે-પાંચ લાખતો આમેય પડી રે’વા દીધા છે.

…આપણે ગુજરાતીઓ દલ્લાભરું તો પહેલાથી જ છીએ. એટલે જ મુશ્કેલીઓ કોઈ પણ આવે છે ત્યારે પેલા ટીંબકટુ ઢીંગલાની જેમ મુક્કા ખાઈને પણ તુરંત પાછા ઉભા થઇ જઈએ છીએ. કરોડોના રોકાણ દ્વારા ગુજરાતની કરોડરજ્જુ કાંઈ એમને એમ તો વિકાસશીલ નથી જ બની ને?!

બલરામજીનું બ્રાન્ડિંગ ‘હળ’ દ્વારા હટકે થયું છે. આ Digger ની આજના નેટના જમાનામાં ઘણી ઘણી જરૂરીયાત છે. સાચી અને ઉપયોગી માહિતીનું Digging કરી જ્ઞાન મેળવવું, રોકડીયો પાક પેદા કરી પ્રોફિટ મેળવવું એજ તો સાચો ગ્રોથ છે….બોસ! બાકી ‘ખીચડી’ પકાવતા તો કોઈને પણ જલ્દી આવડી જાય…

હવે જો…વખતો વખત જ્ઞાન-ધનના વહેંચાણ અને વેચાણથી પ્રોફિટ ન કરવામાં આવે તો આપણી બા હોય, આપણા બાળકોની બા હોય કે એની બા બધાંય ચિડાઈ જવાના છે. એટલે વાંસા પર વાંસનો પ્રહાર આવ્યેજ સમજવાનું.

વેપારમાં સફર કરીએ કે ‘Suffer’ …એની સફળતા ત્યારે જ ગણાય છે જ્યારે બધાં રથો ‘નિજ’ સ્થાને પહોંચે છે. વેપારીક યાત્રાને વ્યર્થયાત્રા બનાવવી કે વર્થયાત્રા એ આપણાજ હાથમાં છે…

એટલે આ ‘ગ્રંથ અને ગરથના રથની પાછળ આ ગ્રોથ-રથ ચાલતો રહે છે.

સર‘પંચ’નું નવું સૂત્ર: અપના હાથ…લોગો કા સાથ..જગન્ન્નાથ.

વેપાર વિહાર |:| વેપાર વિકસાવવા કેવી યાત્રા પસંદ કરશો?- ‘વ્યર્થ’યાત્રા કે ‘વર્થ’યાત્રા?

Rath-Wheel

હા ભાઈઓ-બહેનો હા!….રથયાત્રા હજુ થોડાં સમય પહેલા જ પસાર થઇ ગઈ છે. અષાઢી-બીજ પોતાના બીજ વાવી ને આગળની યાત્રા માટે નીકળી ચુકી છે. વેપારની પણ એવીજ યાત્રા દરરોજ થતી હોય છે. વ્યાપારિક બીજની વખતો વખત વાવણી, સંભાળ અને લણણીની આવીજ મહેનતકશ યાત્રા એવા લોકોને કરતા રહેવું પડે છે…જેમને પોતાની સાચી ‘જય’ બોલાવવી હોય.

વેપાર કોઈ પણ હોય હલનચલન વગર ચલણ બનતું નથી. વખતોવખત કરાતી યાત્રા માટે પ્લેટફોર્મ (માર્કેટિંગ) કોઈ પણ પસંદ કરો પરંતુ યોગ્ય રથ જે ડેસ્ટીનેશન પર જવા માટે પકડવાનું છે તે જ બરોબર ન હોય તો કેવી હાલત થાય?

ઈન્ટરનેટ પર કરવામાં આવતા કોઈ પણ વેપાર માટે એવા જ ૩ ખાસ અસરકારક રથોની વાત આજે કરવી છે. જેનાથી વખતોવખત કોઈપણ મુશ્કેલીમાં કે સમયે વિશ્વાસનું સોલ્યુશન લગાવી યાત્રા ચાલુ રાખી શકાય છે.

૧. ગ્રંથ  |   ૨. ગરથ  |  ૩. ગ્રોથ.

ગ્રંથ-યાત્રા: માહિતી દ્વારા જ્ઞાન(નોલેજ)ની સફર.

તમે નેટ પર પ્લાઝમા વેચો, પીન વેચો, પિઝા વેચો કે પિયાનો. જો ભી હો…પણ તેના વિશેનું જરૂરી જ્ઞાન લીધાં વિના માર્કેટમાં પધરાવવા માંડો તો…. વસ્તુ/સેવા, ગ્રાહક/સપ્લાયર, માર્કેટના/મકાનની જાણકારી નહિં લીધી હોય તો….આગળ બહુ કાંઈ નહિં થાય બસ સીધું ‘બેક ફાયર’ થાય.

જેમ કોઈ પણ ધાર્મિક-ગ્રંથ સાચા ગુરુ વગર વાંચવામાં આવે ત્યારે બધું જ બમ્પર જાય તેવું જ વેપારમાં છે. પીટર ડ્રકરના પાયાના મેનેજમેન્ટ સિદ્ધાંતો પચાવો યા ફિલીપ કોટલરના માર્કેટિંગ મંત્રો ઉચ્ચારો. અલ રાઈસ કે જેક ટ્રાઉટના પોઝીશનિંગના નિયમોની સાચી સમજણ, સલાહ તેના જરૂરી એવા સોર્સ પાસેથી નહિ મળ્યા હોય તો સમજ લો..ગઈ ભેંસ પાનીમે.

એ માટે જરૂરી નથી કે માત્ર અને માત્ર પુસ્તકિયા જ્ઞાન પર જ વેપારી ઝીંદગી પસાર કરવી. આ માટે મગના પ્રસાદને મરી બનાવ્યા વગર દરેક બાજુએથી સરલતા સ્વીકારવાની આદત રાખવી જરૂરી પડે છે. ઇન્ફો-એજમાં ઓડિયોબુક્સ, વિડીયોબુક્સ, સેમિનાર્સ, બિઝનેશ ગ્રુપ-મિટિંગ, કોચિંગ, ટ્રેડ-ફેર (એક્ઝીબિશન) જેવા રિસોર્સિસ પણ ઘણું ઝડપી માઈન્ડ-ઇન્જેકટિંગનું કામ કરે છે. સમજો કે ગ્રંથના નવા પ્રસાધનો ઉપલબ્ધ છે. દોસ્તો, તેના વિકાસ અને ફેલાવ માટે જરૂરી દૂધમાંથી દહીં વલોવી ‘માખણ’ ચોરવું જરૂરી પડે છે.

Crushing Point: ક્રષ્ણ જેવા સારથિનો રથ એટલે આ ગ્રંથ-રથ

ચાલો, હમણાં તો રથયાત્રા એના મોસાળે પહોંચી છે. ત્યાં સુધી આવો… આજે સરપંચમાં ટ્રેઇલર જોઈને થોડો થાક ઉતારીએ. વિશ્રામ-જમણવાર લઈને આવતી કાલે બાકીના ગરથ અને ગ્રોથની યાત્રા સાથે આગળ વધીશું.

સર‘પંચ’:

એનું નામ કવિતા પરમાર. ગાંધીગીરીનું એક સ્પેનિશ ઉદાહરણ. જેણે મેડ્રિડ(સ્પેન)માં રહી ગાંધી-ચરખાના કોન્સેપ્ટથી સ્પિનિંગ-વિવિંગ દ્વારા એક યુનિક ફેશન-લાઈન તૈયાર કરી છે. તેના દરેક ડીઝાઈનીંગ શર્ટસ-પેન્ટ્સમાં એક એક કહાની છે. જે તેના ટેગ પર બારકોડની અંદર ગૂંથી લેવામાં આવી છે. જોઈ લો ભારતીય જ્ઞાન…સ્પેનિશ ધ્યાનથી.

વેપાર વાર્તા-વિચાર: ભાગ-3 | રજના ગજમાંથી રોકડી કરવી એનું નામ ‘ધી’રજ

ધીરજ આપણાં કુટુંબ સાથે રાખવી તે…પ્રેમ છે.

ધીરજ આપણાં દોસ્તો અને કાર્યકરો સાથે રાખવી તે…માન છે.

ધીરજ આપણી જાત સાથે રાખવી તે…આત્મવિશ્વાસ છે.

ધીરજ આપણા ઇષ્ટદેવ સાથે રાખવી તે…શ્રધ્ધા છે.

ધીરજ બંધુ મુર્તઝાચાર્ય

ચાલો પાછા આવી જઈએ નોહા સેન્ટ જોહન્સના વાંસના વિકસી અને હજુયે વકાસી રહેલા ગઈકાલના સવાલ પર….

વર્ટિકલ સવાલ: તો શું પછી ભાગતા-ભગાવતા-ભોગવાતા હરીફાઈના આ જમાનામાં અચિવમેન્ટ મેળવવા માટે વાંસના દાંડાને ઊગવા માટે લાંબી વાટ જોઈ ધીરજ રાખવી શું જરૂરી છે?

હોરીઝોન્ટલ જવાબ: રીડરભાઈઓ-બહેનો!….નીડરભાઈઓ-બહેનો! પાંચ વર્ષે વાંસનો પાક પેદા કરવો એ તો કુદરતની પોતાની ‘પાકી’ ઘડાયેલી સિસ્ટમ (નેટવર્ક) છે. એ સિસ્ટમને સમજી જ્યાં બંધ બેસે તે જ વાતાવરણ માટે તેને અનુરૂપ રાખી વિકસવા દેવું આપણું કામ છે. શું જરૂરી છે કે પાક હંમેશા વાંસનો જ નાખવામાં આવે?- કુદરતે દુનિયામાં દરેક પાકને પોતાનું એક અલગપણું આપ્યું છે. સમયના કોડથી આ બધાંને તેની રચના મુજબ ગોઠવવામાં આવ્યા છે.

જેમને ‘પાંચ-દસ સાલ તક ઇન્તેઝાર’ કરવાનો શોખ જ છે…તેમને એવી સહનશક્તિ પણ મળેલી છે. એમને વાતાવરણ-જમીન-તન-મન પણ એવું જ આપવામાં આવ્યું હોય છે. હવે વેપારના સંદર્ભમાં વાંસના આવા સહનશીલ ‘દર્ભ’ને પકડી રાખી વિકાસ કરવાની ઈચ્છા કરવી નરી મૂર્ખામી છે. આજે જરૂરીયાત જેટલી બને તેટલી જલ્દી સમજી તેમાંથી ‘રોકડી’ કરવાનો છે. ગઈકાલે અપાયેલા સુપર-વેપારીઓના ઉદાહરણોમાં હજારપતિથી લખપતિ અને લખપતિથી કરોડોપતિનું ટ્રાન્સફોર્મેશન માત્ર અમૂક મહિનાઓના અંતરાલે થયું છે. પછી આપણને એમ જ લાગશે ને કે ‘એમનો બાવો બાર વર્ષે બોલ્યો’. પણ કક્કાવારી દિવસોમાં શીખવામાં આવી હતી તેનું શું?

ન સમજણ પડી?….બમ્પર ગયું ને?….તો ઉપરના બંને ફકરા ફરીથી વાંચી જશો.

ઉભેલો કે આવનાર ગ્રાહકને શું જોઈએ છે?– એ ડિમાંડ બને તેટલી જલ્દી પૂરી કરી રોકડાં કરી લેવાનો છે. હવે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે પહેલાથી મોઢું ધોઈ તૈયાર રહી ‘રીફેશ’ રહેવું મહત્વનું છે. એટલેજ આપણા શાણા ખેડૂતો પણ જમીનનું મૂલ્ય સમજી રોકડીયા પાકથી વધારે લ્હાણી કરતાં હોય છે. (અખિલભાઈ, બરોબર કીધું ને?)

નોહાસાહેબની પહેલા ‘નો’ કહેવાયેલી ને પછીથી આ રીતે ‘હોહા’ થયેલી વાતનો સાબિત મુદ્દો આ જ છે. તમને કયો પાક ‘રોકડીયો’ બનાવવો છે?- ઈન્ટરનેટ પર તમને લગતી કજીયાહીન જર, જમીન અને જોરુ બધુંયે ઉપલબ્ધ છે. ત્યારે હવે તમને શરૂઆત આજે કઈ રીતે કરવી છે યા પછી હજુયે પંચ-વર્ષિય યોજનામાં જ પડ્યા રહેવું છે?  

હે પ્રભુ! મને ધીરજ ધરવાની તાકાત આપજે…પણ એમાંય જરા જલ્દી કરજે હોં!

સુપર-માર્કેટ‘પંચ’

સ્કેન કરો…શોપિંગ કરો. (હાલમાં તો) અદભૂત લાગતો પણ ઘણાં જલ્દીથી સામાન્ય હકીકત બનવા જઈ રહેલો સુપરમાર્કેટનો આ કોન્સેપ્ટ મોબાઈલ-આંગણે આવી જ ગયો સમજો. જે પસંદ હોય તેને ત્યાં ને ત્યાંજ ખરીદી કરી ઘરે ડિલીવરી લેવાનો એટ-લિસ્ટ આ આઈડિયા પાંચ વર્ષની અંદર ભારતમાં જોઈએ કોણ લઇ આવશે?

વેપાર વ્યક્તિત્વ: ઈન્ટરનેટ પર વેપારની અપાર સફળતાનું સુપર (સ)ફરજંદ એટલે…એપલ

Apple_Red

 • જે અક્ષરથી બાળપણમાં આપણે ભણતરની શરૂઆત કરીએ છે તે શબ્દાક્ષરને શું બોલાવશો?
 • જેની દરકે પ્રોડક્ટ ભલેને ચાઈનામાં બનતી હોય તોયે…એના જેવી જ અસલ સ્વાદવાળી ચાય કે કોફી ના બનાવી શકો તે લકી કંપનીને શું કહેશો?
 • જ્યાં દુનિયાના શ્રેષ્ઠ ભેજાગેપ કારીગરો રાત-દિવસ એક કરીને કરોડોનું કામ હાંસિલ કરતા હોય તે જગ્યાને શું કહેશો?
 • જે ધર્મ અને વિજ્ઞાનનો સાવ જ અનોખો સંબંધ રચી પોતાના દરેક મુકામને યાત્રાધામમાં ફેરવી નાખે એવા ગોડફાધરને શું કહી બોલાવશો?
 • જે ખુદની બનાવેલી ઘણી ઊંડી ખાઈમાં ગબડી પોતાના રચેલા ખૂબ ઉંચા આસમાનમાં ઉડી રહે તે (સ)ફળનું શું નામ આપશો?
 • જેને તમે ખૂબ…ખૂબ પ્રેમ કરીને ધિક્કારી શકો યા પછી ખૂબ ખૂબ ધિક્કારીને પણ પ્રેમ કરતા રહો એવા પ્રેમી/પ્રેમિકાને શું કહેશો?

બસ…બસ…બસ…એક જ જવાબ: એપલ

આ તો ભલુ થાજો કે ઉપરોક્ત મુદ્દા ૬ વાક્યોમાં સમાવી લીધા છે. બાકી આ કંપની માટે મહાકથા, સ્તોત્ર, શ્લોક, ચાલીસા, ચોપાઈ કે હાઈકુઓ રચાતાં રહે તો પણ ઓછું પડે તેવી આ એપલ કંપની વિષે ઘણું કહી શકાય…નાહી શકાય….બંધુ!

દોસ્તો, આટલું લખવા માટે કોઈ અતિશયોક્તિ વાપરી નથી. કેમકે આ કંપનીએ કામો જ એવા કર્યા છે કે ઈન્ટરનેટ પર આ સમૃદ્ધ શબ્દોને પછીથી પોતાની અસલ વેલ્યુ (મૂલ્ય) મળી આવી છે.

હજુયે કહેવા જેવું ખરું કે….જેમને (બીજાના મગજની ઉંઠાતરી કર્યા વગર) કાંઈક શીખવું છે…(કોઈને બનાવ્યા વગર) કાંઈક બનવું છે…તે લોકો માટે આ કંપની બેન્ચમાર્ક, આઇડીયલ આઈડિયા-રિસોર્સ બની શકે છે. પોસિબલ છે કે આ બંદાને આટલું લખવાની પ્રેરણા પણ એપલના લાંઆઆઆઆબાગાળાના અભ્યાસ બાદ મળી છે. જે માટે થોથાં લખી શકાય….આપણી ભાષામાં જ યારો!

“પણ વાંચવાનો ટાઈમ કોને છે?” એમ કહી રજાઈ ઓઢી સુવામાં આપણને વધારે આનંદ આવે છે. ત્યારે ગાગરમાં સાગર સમી વાતને ૩-૪ રાતો જાગી ખાંખાખોળા કર્યા બાદ…પાંચ સર’પંચિંગ’ પોઇન્ટ્સમાં સમાવવાની કોશિશ કરી છે. એટલે પેલા લખાયેલા લેખના ટાઈટલને આજે આલેખન માટે ફરીથી યાદ કરી લઈએ:

 જે તરસે છે તેને માટે સતત વરસે છે. કેટલું ભીંજાવું, કેટલું ખોબે લેવું અને કેટલું ટાંકામાં ભરવું તેનો આધાર તમારી લેણ-શક્તિ પર છે.

હવે જેમને આ પાંચ પોઇન્ટ્સ એપીટાઈઝર જેવા લાગે તો આવનાર પર્સનલ ટ્રેઇનિંગકેમ્પમાં તેના પર જમણવાર મળી શકે છે.

૧. એપલ દરેક બાબતે વાર્તા સર્જે છે.

૨. એપલ પોતાની દરેક વસ્તુ સાવ સિમ્પલ અને હટકે બનાવે છે.  

૩. એટલે જ તેની દરેક પ્રોડક્ટ/ સર્વિસનું ખૂબીપૂર્વક પ્રેઝેન્ટેશન આપી શકે છે.

૪. લોકોને શું, કેવું, કેટલું, ક્યારે, કેમ આપવું તે માટેનું વાતાવરણ જાતે જ નક્કી અને તૈયાર કરે છે.

૫. વખતે વસ્તુની ડિલીવરી આપે છે….જેટલું કહે છે તે કરતા ઘણું વધારે ડિલીવર કરે છે…કરતુ રહે છે.

સફર પંચ:

“An Apple a Day, Keeps a Doctor Away, But if a Doctor is Handsome…then keep Everything Away!”

 તો હવે જોઈએ પાંચ-પોઈન્ટની એક વાત આ લેટેસ્ટ વિડીયોક્લિપથી:

 ….થોડાં દિવસો પહેલાં પોતાના નવા લોંચ કરેલા આઇપેડ-૨ નું જાદુગરીકરણ દ્વારા ડેમો બતાવવો કાંઈ હાથનો ખેલ નથી…(કે પછી હાથીનો ખેલ કહી શકાય?!?!?!).