દોસ્તો, પાછલી પોસ્ટમાં મુકેલી પ્રશ્નપેટીમાં આવેલા કેટલાંક સવાલોના જવાબો તેની પ્રાયોરિટી મુજબ મળતાં જ જશે. એટલે શરૂઆત સામાન્ય પ્રશ્નથી કરું છું.
સવાલ: ઈન્ટરનેટ પર કે કોમ્પ્યુટરમાં ક્યાંક પણ ગુજરાતી લખવું હોય તો શું કરવુ?
જવાબ: ફક્ત ગુજરાતી જ નહિં પરંતુ દુનિયાની બીજી બહુપયોગી ૨3 ભાષાઓમાં પણ ફોનેટિક્સ સિસ્ટમ (જેમ બોલીએ તેમ લખવાની સુવિધા) થી મળી શકે છે. જેમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ જેવાં ખાંટુઓ સાથે-સાથે આપણો ગુજ્જુ વિશાલભાઈ મોનપરાએ પણ પોતપોતાની રીતે બરોબરની ટક્કર ઝીલી લીધી છે. શક્ય છે બીજાં કેટલાંક દોસ્તોએ પણ પોતાની રીતે (ન સૂચવાયેલાં પ્રોગ્રામ્સ બનાવી) મહેનત કરી હશે. પણ આજે આ ૩ સરળ રસ્તાઓ (અને એય પાછા મફત) મુકીને ઘણાં દોસ્તોને દિલથી ગુજરાતી લખવા આમંત્રણ આપુ છું.
પ્રેક્ટીસ કર્યા બાદ આંખ બંધ કરીને પણ લખી શકાય એટલું સિમ્પલ સુવિધાજનક કોડ તૈયાર કરી તેની Transliteration Service દ્વારા ગૂગલે અને વિશાલભાઈ મોનપરાએ જલસા કરાવી દીધા છે. જો તમે ઈન્ટરનેટ ક્યાંયથી પણ વાપરતા હોવ અને ગુજરાતીમાં કાંઈ પણ લખવું હોય તો પહેલાં આ બે સાઈટ…
- વિશાલભાઈની: http://service.vishalon.net/pramukhtypepad.htm
ખોલીને તેમાં તમારા ખુદના સંદેશાને શાબ્દિક સ્વરૂપ આપી દેજો. પછી કોઈ પણ મેઈલ-બોક્સમાં કે કોમેન્ટ-બોક્સમાં કૉપી-પેસ્ટ કરી દેજો. (આ બાબતે તો વિનયભાઈ પણ ઓબ્જેક્શન નહિ લઇ શકે ;-))
ગમતી બાબતો:
- થોડી જ પ્રેક્ટિસ કર્યા બાદ (માખણમાં જેમ ગરમ છરી ઉતરે તેમ) ફટાફટ લખી શકાય છે.
- ઓલ્ટરનેટ શબ્દોની પસંદગી મળી શકે છે. સીતા લખતા ગીતાની પસંદગી કરી શકાય.
- પળવારમાં એક ભાષાથી બીજીમાં ટ્રાન્સફર કરી શકાય.
- રોજિંદા ગુજરાતીમાં બોલાતા-લખાતા શબ્દોની જોડણી પણ ઉપલબ્ધ. (જુઓને ‘ધ્રાંગધ્રા’ પણ સીધું લખાઈ જાય છે.)
- લખ્યા બાદ આરામદાયક એડિટિંગ-ફોર્મેટિંગ પણ થઇ શકે.
ન ગમતી બાબત:
- હજુ ઘણાં ગુજરાતી શબ્દો માટે થોડી લાંબી મહેનત અને માથાકૂટ કરવી પડે છે. મારી દ્રષ્ટીએ આ એક ગદ્ધા-મજૂરી છે.
- ઓનલાઈન હોઈએ તો જ આ કામ થઇ શકે.
સવાલ: તો પછી ઓફલાઈન હોઈએ ને લખવું હોય તો હજુયે સરળ ઉપાય શું છે?
જવાબ:
- ગૂગલદાસની : http://www.google.com/ime/transliteration/ અને
- માઈક્રોસોફ્ટદાદાની: http://specials.msn.co.in/ilit/GujaratiPreInstall.aspx
- વિશાલભાઈએ પણ જે સુવિધા ઓનલાઈન આપી છે…તેને ઓફ્લાઈનમાં પણ આપી છે. જે અહિયાંથી ડાઉનલોડ કરી શકાય છે. http://goo.gl/iSgGP
જી હા!…તેની આ યુનિકોડ સ્ક્રીપ્ટ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દો. (કઈ રીતે કરવુ એ પણ ખુલાસાવાર ટ્યુટોરીયલથી ત્યાં જ બતાવવામાં આવ્યું છે. તો એટલી મહેનત પણ કરશોને?….) ને પછી જુઓ તમારા ખુદના કે બાયડીના ભડાકાં. ક્યાંય પણ ગુજરાતી લખવું હોય ત્યાં માત્ર કી-બોર્ડ પરની Alt અને shift સાથે દબાવી English to Gujarati Or Gujarati to English માં ક્ષણમાં પાટલી બદલી શકાય છે.
હવે લખવામાં આપણે કેટલું પાણી પીએ છીએ કે પીવડાવીએ છીએ તેનો આધાર જોડણી પર છે. ‘જગ’ અને ‘જંગ’ લખવામાં ભંગ ન પડે એ પહેલાં સાચી જોડણીકોશનો ‘રંગ’ લગાડવા માટે આ રહ્યું… મફતિયું પણ ઘણું કિંમતી ગુજરાતી લેક્સીકોને આપી દીધેલું
બોનસ પેક: http://www.gujaratilexicon.com/index.php?action=downloads –> જેમાં ડિક્શનરી, સ્પેલ-ચેકર, અને ગુજરાતી ફોન્ટ્સ પણ શામેલ છે.
બોલો હવે આ ભાવમાં બીજું શું શું જોઈએ? ત્યારે હવે કોમેન્ટ કરવામાં કંજૂસાઈ તો નહિ કરો ને? પણ એ પહેલા માણી લ્યો…
સર‘ઘસ’પંચ:
ઘણી ફિલ્મોમાં આપણે જોયું હશે કે વિલન (પ્રાણ યા કે.એન. સિંગ કે શેટ્ટી યાદ આવ્યો?) તેના કોઈ એક મળતિયાના ટકલા માથે કે પછી કોઈ પણ જગ્યાએ દીવાસળી ઠપકારી સિગરેટ ફૂંકતો જોવા મળી જાય. ત્યારે થાય કે મારું હાળું આ તે એવી કેવી દીવાસળી છે કે કોઈ પણ જગ્યાએ ઘસવાથી સળગી ઉઠે છે. તો તેનું રહસ્ય મને આજે પકડાયું…..લ્યો ત્યારે તમેય ‘સળી’ સાથે હળી-મળી કામ કરી લો….