કેવી અજબ-ગજબની અને વિચિત્ર આ દુનિયા છે !…

Digital Recycling

Digital Recycling (c) myarttoinspire.com

“ ખૂબ મોટી-મોટી કંપનીઓ (ફેસબૂક, ગૂગલ, માઈક્રોસોફ્ટ, યાહૂ, ટ્વિટર, લિન્ક્ડઇન, ફોરસ્કવેર વગેરે વગેરે..) સમગ્ર વિશ્વને ડિજીટલી જોડી પોતાને સૌથી ‘આધુનિક, સ્વચ્છ અને સજ્જન’ તરીકે ઓળખાવે છે. એટલાં માટે કે તેમની પાસે ગંજાવર ડેટા સાચવતા સેન્ટર્સ છે. જ્યાં…

દર સેકન્ડે કરોડો લોકો લાખો ડિજીટલ ડિવાઈસીસ (કોમ્પ્યુટર્સ, કેમેરા, ટીવી)દ્વારા પોતાની વર્થ લાગતી પર્સનલ માહિતીઓ, વ્યર્થ લાગતાં ફોટોગ્રાફ્સ, ચેટિંગ દ્વારા થયેલી અર્થહીન વાતચીતો, ક્યારેય બીજીવાર જોવાનો સમય ન મળે એવા નકામાં વિડીયોનો કચરો ઠાલવતાં જ રહે છે. એ કારણે કે…જેનાથી જાહેરાત કરવા માંગતી બીજી કંપનીઓને તેમાં આવેલી માહિતીઓનો કચરો વેચી શકાય.

હવે એવા સોર્સથી એ જાહેરાતી કંપનીઓ પોતાના ડિજીટલ ડિવાઈસીસ (કોમ્પ્યુટર્સ, કેમેરા, ટીવી) હજુ વધારે વેચે છે. ને પછી તેના દ્વારા એ જ વર્થ લાગતી પર્સનલ માહિતીઓ, વ્યર્થ લાગતાં ફોટોગ્રાફ્સ, ચેટિંગ દ્વારા અર્થહીન વાતચીતો, ક્યારેય બીજીવાર જોવાનો સમય ન મળે એવા નકામાં વિડીયોનો હજુ વધારે કચરો પેદા કરે છે.!!!!!!!!! ”

હૈ ના…ઘૂમતી હૈ દુનિયા, બસ ઘૂમાનેવાલા ચાહિયે……ટુના ટુના…ટા ટા ટુના!

-(slashdot.org પર ક્યાંક વાંચેલું)

સર્ચ-એન્જીનનું નવું બાળક:|) ફેસબૂક ગ્રાફ-સર્ચ (|:

Facebook_Graph_Search-Intro


૧૫મી જાન્યુઆરી ૨૦૧૩ની તારીખ:
ઈન્ટરનેટ સર્ચ-ટેકનોલોજીમાં થયેલી વધુ ગંજાવર, વધુ મહાકાય ઇનોવેશન માટે ઇતિહાસ લખી ગઈ છે.

અત્યાર સુધી આપણે સર્ચમહાધિરાજ ગૂગલાચાર્યને વંદન કરતા આવ્યા છે. પણ એનાથીયે વધુ મજબૂત ડગલો પહેરી કાંઈક વધારે ડગલાં ભરી ફેસબૂકે એમાં દોડ આરંભી દીધી છે. 

લગભગ અઠવાડિયા અગાઉ તેના સર્જક માર્ક ઝુકરબર્ગે મીડિયાના કાનમાં હળી કરી કે…

“ગાંવ વાલો, દિલ ઠામ કર બૈઠો. ૧૫ જાન્યુઆરીકો હમારે યહાં કુચ ઐસા પકને વાલા હૈ જો દેખકર આપ ઉંગલીયાં દબાયે જાઓગે. જો અભી તક નેટ ઇતિહાસમેં ઐસા નહિ હુવા હૈ વહ હોનેવાલા હૈ.” – 

અને બંધુઓ, સાચે જ એણે સર્ચ ટેકનોલોજીમાં એવું કરી બતાવ્યું છે. – તદ્દન નવી અને ક્રિસ્પી ગ્રાફ-સર્ચ ટેકનોલોજી જન્માવીને….

જરા સરળ ભાષામાં માંડીને વાત કરું…

સામન્ય રીતે આપણે વિવિધ સર્ચ એન્જીન પર પીનથી લઇ પિયાનોથી થઇ પ્લેનેટ સુધી અગણિત શબ્દો, વિષયો અને ટૂંકા સવાલો પર સર્ચ કરતા રહીએ છીએ, ખરુને?

જ્યારે ફેસબૂકની આ ગ્રાફ-સર્ચ ટેકનોલોજી સ્પેસિફિક સવાલ દ્વારા પેદા થઈ છે…જેમ કે:

•()• “મારા એવા કયા દોસ્તો જે હજુયે માત્ર ૧૯૮૦નું ફટફટીયુ ચલાવે રાખે છે?”…

•()• “એવા કયા માણસો જે એક સપ્તાહ અગાઉ જોબ છોડી આવ્યા છે, ને હાલમાં સાવ નવરાં ધૂપ છે?”…

•()• “મારા ફ્રેન્ડઝ ગ્રુપમાં એવી કઈ છોકરીયુઓ…(આહ ! મસ્ત ક્વેરી છે!) જેમને ભેલપૂરી ને ચણા મમરા બૌ ભાવે છે?”… 

•()• “એવા સગાં-વ્હાલાઓ કોણ છે જેમણે થોડાં અરસા પહેલા કોઈ પ્રોપર્ટી ખરીદી છે?…. (અને હાળું અમને જણાવ્યુંએ નથી યાર!)”

•()• “કયા દેશમાં એવા મહાપુરુષો છે જેઓ (પાણી બચાવવા) ‘હાડા તૈણ’ મહિના સુધી તેમની શુદ્ધ ‘જીન્સ’ પણ ધોતા નથી?”….

•()• “મારી કઈ કઈ ‘ગર્લફ્રેન્ડઝો’ હાલમાં ઈંગ્લીસના ક્લાસો ભરે છે?…(યેસ! મારેય ‘ત્યાં જઈ ભરવા’ છે એટલે પૂછ્યું) 

•()• “કયા ટાબરીયાંવ ૧૫માં વર્ષેય હજુ બરેલીનું તેલ મમ્મી પાસે લગાડાવી કોલેજમાં (‘તેલ લેવા’) જાય છે?…

•()• “મારા શહેરમાં હાલમાં કઈ બ્લડ-બેંકમાં ‘ઓ-નેગેટીવ’ લોહી પીવાઈ રહ્યું છે?…” (આઈ મીન લેવાઈ રહ્યું સમજવાનું હોં)

વગેરે….વગેરે….જેવા અસંખ્ય નસ-ખેંચું પ્રશ્નો ઉદ્ભવતા હોય તો આ ગ્રાફસર્ચ ચિત્રો અને માહિતીઓના આલેખ સાથે સેકન્ડ્સમાં તમારી સમક્ષ પીરસી દેશે. 

જો કે ફેસબૂકનું આ બાળક હજુ ધાવણું છે. પણ ‘ગૂગળનું દૂધ’ પીતા નેટ-બાળકોને પરીઓની જેમ મોટા થતા વાર લાગી છે?

ઇન શોર્ટ, | સવાલ તમારો…જવાબ અમારો. બસ ત્યારે તમતમારે…કરો મારો! |

આ લિંક પર જોઈ લ્યો એ ડીલીવર્ડ થયેલા મીની-મહાકાય બાળકની વિશેષ વિગતો.

https://www.facebook.com/about/graphsearch

.

ખૂબ ઊંચા નામ અને દામ કમાયા બાદ થોડી ‘બદ’નામ થયેલી…ઇન્સ્ટાગ્રામ !

Instagram_Logo

(C) Instagram.com

આ રેપની ઘટના તો શું બની છે કે..યોગાનુયોગ એવાં જ સંલગ્ન સમાચારો બનતા-મળતા રહે છે. ને આપણે રેપ-અપ કરતા રહીએ છીએ. એવી જ એક રેપીડ વાત સોશિયલ મીડિયાના વેપારી આલમમાં વાઈરસની જેમ આ પાછલાં બે દિવસમાં આવીને વહી ગઈ.

=•= ઇન્સ્ટાગ્રામ.કૉમ : ૧ બિલિયન ડોલર્સ (અત્યારના ભાવે રૂપિયા ૫૪૬ અબજ ૬૦ કરોડ માત્ર)માં ફેસબૂકે ખરીદેલી કંપની. (પેપર પર) ઓફિસીયલી દેખાવમાં માત્ર ૭૦૦ મિલિયનનું કેશ વ્યવહાર.

=•= કામ: સ્માર્ટ-મોબાઈલ/પેડબૂક થી ફોટો લઇ એનું વિવિધ રંગોમાં ફિલ્ટરિંગ કરી દુનિયા સાથે શેર કરવાનો સોફ્ટવેર ચલાવવાનું.

=•= ઘણાં સમય પહેલાનું સ્ટેટસ?: અલબત્ત દુનિયાની સૌથી મોંઘી ખરીદાયેલી બાળક કંપની હતી.

=•= ગઈકાલનું સ્ટેટસ?: સોશિયલ મીડિયા થકી તેના પર તેના કહેવાતા ‘ફેન્સ/યુઝર્સ’ દ્વારા થયલો ‘ગેંગ બળાત્કાર’.

=•= કારણ?: એની પોલીસી, ટર્મ્સ અને કન્ડિશનમાં માત્ર એક વાક્યમાં ચેડાં કરવામાં આવ્યા.

=•= ચેડાંની ચોખવટ: “જુઓ, તમે સૌએ બહુ મોટી સંખ્યામાં અમારી ઇન્સ્ટન્ટ સાઈટ થકી ફોટો પાડ્યા છે. એટલે અમે એ પડેલા ફોટોઝને ચાહિયે એને વેચી શકીએ છીએ. કોઈ અમને એમ કરવાથી રોકી શકે નહી. ઉપરાંત અમારા સર્વર પર સેવ થયેલા ફોટોઝને અમે તમને પૂછ્યા વિના એડવર્ટાઈઝીંગ એજન્સીઓને વેચી કે વહેંચી શકીએ છીએ. વગેરે…વગેરે…વગેરે.”

=•= ફેન્સ લોકોનો ડિફેન્સ: ઇન્સ્ટાગ્રામના ધડાધડ એકાઉન્ટ્સ બંધ, સર્વિસ પર સોશિયલ મીડિયા દ્વારા થું થું, અને ‘સે નો ટુ ઇન્સ્ટાગ્રામ’ બળવા સાથે પ્રતિ ડીજીટલ બળાત્કાર.

=•= અત્યારનું, હાલનું, સ્ટેટસ: પોતાના સૌ ફેન્સ, યુઝર્સના ઘૂંટણિયે પડી માફી માંગી તેના ફાઉન્ડરે ચોખવટ કરી છે કે…

“માઈ-બાપ, અમને માફ કરો. ભલેને ફેસબૂક અમારો પિતાશ્રી હોય. છતાં હવેથી અમે આવી ભૂલ ક્યારેય નહિ કરીએ. અમે જાણીએ છીએ કે તમે સૌની ફિલ્મ સાથે અમારી પણ ‘ફિલ્લમ અને ઈજ્જત ઉતારી’ શકો છો.

મોરલો:

કેટલીક કંપનીઓને આ રીતે પણ પોતાની ‘ઔકાત જોવા માટે’ આવા (અ)ખતરા લે છે. શું કરીએ? નગ્ન અને સત્ય બંને સમયે બહાર તો આવે જ છે.

સરપંચ:

પોટાના કપરામાં સૌ નાગા….બાવા! આ જોઈ લ્યો એનું સોજ્જું ‘ઉદાર’હરણ

કરો અહીં…અથશ્રી ફેસબૂક કથા!

સવાલ એ છે કે: ફેસબૂકને બ્રાન્ડિંગ કરવાની શી જરૂર?

પણ ના…એનું માર્કેટ ભલેને નાનું લાગતું હોય કે મોટું થઇ રહ્યું હોય…અરે! બલ્કે પોતે ખુદ મહા-માર્કેટની જેમ સર્જાઈ ગયું હોય. તો પણ કોઈક ને કોઈ રીતે ‘બ્રાન્ડિંગ’ થતું રહે એ પ્રોડક્ટ અથવા સર્વિસની મોટી જરૂરીયાત છે.

બહુ હો..હા કર્યા વગર ૨ ઓગસ્ટથી ફેસબૂકે પોતાનું એક નાનકડું પોર્ટલ સ્ટાર્ટ કર્યું છે.

http://www.facebookstories.com/

* તમારી ઝિંદગીમાં ફેસબૂકનો કેટલો ફાળો છે?-

* એનાથી તમારી ઝિંદગીમાં એવી કેવી ઘટના સર્જાઈ કે જે તમને સૌથી આશ્ચર્યજનક લાગી હોય?-

એવી ખુશહાલી (!) ભરેલી ઘટનાઓ જેમ કે..

– (ડી.એન.એ ટેસ્ટ વિના) અથવા વર્ષો પહેલાના કુંભમેળા દરમિયાન તમારું ખોવાયેલું બાળક ફેસબૂક પર મળી આવ્યું હોય…

– વધુ પડતાં સ્ટેટસ અપડેટને લીધે તમારું બૈરું પિયરે ચાલ્યું ગયું હોય…

– ઓછાં સ્ટેટસ અપડેટને લીધે તમારી મેમરી-લોસ્ટ થઇ ગઈ હોય ને તમને ‘ગજિની રોગ’ લાગુ પડ્યો હોય…

– જેને ટગરટગર જોઈને જ ક્લાસ ભર્યા હોય એવી માધ્યમિક શાળામાં રહેલી ‘પેલી’ પિંકીની અચાનક ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હોય…

જેવી (અ) સામાન્ય બાબતોને તો ઉજાગર કરવા આ સાઈટ ખોલવામાં આવી છે. એટલે હવે જો એવી કોઈ હટકે કથા સર્જાઈ હોય તો આપ સૌ ફેસબૂક ભક્તજનોને તેની સ્તુતિ કરવા માટેનું આ મોકળું મેદાન છે ભ’ઈ !

ટૂંકમાં એમનું કહેવું એમ છે કે…

“અબ હમારે મુંહ સે હી હમ હમારે ગૂણગાન ક્યોં ગાયે!..આપ હી કુછ કહે દીજીયે!”

વેપાર વિસ્મય: ૬૦ સેકન્ડ્સમાં ઈન્ટરનેટની વેપારિક દુનિયામાં શું શું બને છે?

60_Seconds

પ્રોગ્રામિંગ-કોડિંગની ખૂબ ઝડપથી વિકસતી ટેકનોલોજી વડે બનતી ઘટનાઓનું એનાલિસીસ કરવું દિવસે દિવસે આસાન બનતું જાય છે. પહેલા વાર્ષિક…પછી માસિક…તે બાદ દૈનિક… ત્યાર પછી કલાકિક અને હવે રિયલ-ટાઈમ આંકડા મળે છે. આજે ઈન્ટરનેટ એવી સ્થિતિમાં છે કે…લેવાતા શ્વાસને પળવારમાં (સેકન્ડ્સમાં) નેટ પર વાઈરસની જેમ ફેલાવી શકાય છે. એનું સચોટ ઉદાહરણ એટલે ટ્વિટર-ફેસબુક અને ગૂગલ પ્લસની વોલ (ડીજીટલ દિવાલ). પણ આ સાથે સાથે બીજા કેટલાંક માધ્યમો વિકસીત થઇ રહ્યાં છે. જે નાનકડા ખૂણે કે મોટકડા મેદાને કોઈક રીતે અલગ અલગ સેવા કે વસ્તુને વિકસાવવામાં મદદરૂપ થાય તેવા છે.

દોસ્તો, આજે થોડી એવી માહિતીઓ શેર કરવી છે. જેમાં શબ્દોની પાછળ રહેલી સંખ્યાઓ કાંઈક એવા સિક્રેટ્સ કહી જાય છે. જેની મદદથી આપણને કોઈક એવા પ્રોજેક્ટ, વિચાર-આઈડિયાને વિકસાવવા મદદરૂપ થઇ શકે. જેમ કે…આ ૬૦ સેકન્ડ્સમાં….

 • ૧૬૮,૦૦૦૦,૦૦ જેટલાં ઈ-મેઈલ્સની આપ-લે થઇ જાય છે…એટલે ‘ઈ-મેઈલજોલ’ રાખવા માટે આ બાબત ઘણી કામની છે. (જોકે આમાં મેલ-ફિમેલની માહિતી પર વધારે અભ્યાસ ચાલુ છે.)
 • ગૂગલદાસના સર્ચએન્જીનમાં લગભગ..૬૯૪,૪૪૫ સમસ્યા-ક્વેરીઝ-સવાલો પૂછવામાં આવે છે…જેનો જવાબ મળે છે ત્યારે પહાડમાંથી સોય શોધી કાઢી હોય એમ લાગે છે. (એક નવા નવા પહોંચેલા પટેલ સાહેબે લખ્યું કે Free Food  Hotels in USA. ત્યારે પરિણામ મળ્યુ કે ‘ગુજરાતી છો?’)
 • વાઈકીપેડીયા (ઈન્ટરનેટ વિશ્વકોષ) પર એક નવો આર્ટિકલ સર્જાય જાય છે અને દોઢેક આર્ટિકલ્સ અપડેટ થઈ જાય છે. (તમારી પાસે કોઈક ખાસ માહિતી હોય તો મોકળું મેદાન આજે જ બનાવી લ્યો…)
 • ફેસબુક પર ૬૯૫,૦૦૦ જેટલાં તો સ્ટેટ્સ અપડેટ્સ થઈ જાય છે.. જેમાં ૭૯, ૩૬૪ જેટલી વોલ-પોસ્ટ્સ લખાઈ જાય છે…અને ૫૧૦,૦૪૦ જેટલી કોમેન્ટ્સ મારવામાં આવે છે….(આમાં ‘લે હું તો લખી લખીને આ નવરી પડી…એવો મેસેજ પણ લખવામાં આવે છે…)
 • ટ્વિટરસાહેબ ૩૨૦થી વધારે નવા એકાઉન્ટ્સ બનાવે છે ને તેના દ્વારા લગભગ ૧ લાખ જેટલાં ટ્વિટર સંદેશાઓ મોકલવામાં આવે છે….(આમાં ‘ઓહ! આ પાંચમી વાર ‘જવું પડ્યુ’ છે.’ એ પણ ગણી લેવાનું હોં!)
 • લિન્ક્ડઇન નામની સુપર કારકિર્દી-વેપાર વિકાસ માટેના પ્લેટફોર્મ પર ૧૦૦થી પણ વધું નવા લોકો પોતાની પ્રોફાઈલ નોધાવે છે. (ઓહો…ઓહો પ્રોફેશનલ તકોની ભરમાર છે એમાં ભગિની-બંધુઓ, તમે ત્યાં છો ને?)
 • ૫૦થી વધારે નવા પ્રશ્નો ‘યાહૂ આન્સર’ પર પૂછવામાં આવે છે. (“તમારો શું સવાલ છે?– આ પણ એક સવાલ છે…)
 • ફ્લિકર નામની ફોટોગ્રાફ્સ સંગ્રહ કરતી Cool સાઈટ પર ૬,૬૦૦ નવા નરમ-ગરમ ફોટોઝ ઉમેરવામાં આવે છે.
 • ગૂડ-લૂકિંગ ટમ્બલર’ પર ૨૦,૦૦૦થીયે વધું નવા બ્લોગાલ્બમ સર્જાય છે.
 • ૧૫૦૦થી પણ વધુ બ્લોગ-પોસ્ટ્સ પ્રકાશિત થાય છે. જેમાં ૬૨ જેટલાં નવા બ્લોગ્સનું સર્જન પણ આવી જાય છે…(કેટલાંક જબરદસ્ત માહિતીઓથી ને કેટલાંક જબરદસ્તીથી મારવામાં આવેલી માહિતીઓથી)
 • ૭૦થી વધુ ડોમેઈન નામ રજિસ્ટર્ડ થાય છે…(યાર..હવે તો દાળભાત.કોમ પણ રજીસ્ટર્ડ છે રે!)
 • યુટ્યુબ પર ૬૦૦થી વધારે નવા વિડીયો ઉમેરવામાં આવે છે….જે એવરેજ ૨૫ કલાક સુધી જોઈ શકાય. (હવે તમેજ કહો કે…આપણા એકલાની ફિલ્મ થોડી ઉતરતી હોય છે..આતો ગામ આખાની વાત થઇ!!)
 • આઈ-ફોનમાં ૧૩,૦૦૦થી વધુ એપ્સ’ ડાઉનલોડ થઇ જાય છે. જેમાં ‘ગેમ્સ’ સૌથી વધુ ભાગ ભજવે છે.
 • હાયલા…૩ લાખ સિતેર હજાર જેટલી મિનીટોની વાતચીત એકલા સ્કાય્પ પરથી થાય છે. (આમાં સ્ત્રીઓ કેટલી હશે એ વિશે વધારે રિસર્ચ ચાલુ છે)….

આ સિવાય બીજી ઘણી એવી અગણિત માહિતીઓનો ‘પહાડ’ આ ૬૦ સેકન્ડ્સમાં ભ‘રાઈ’ રહ્યો છે. જે વિશે થોડાં નવા અંદાઝમાં આવનારા પોસ્ટ્સ પર જાણવા મળવાનું છે.

હવે તમને આ બધાં રિસોર્સનો ઉપયોગ કરવાની જરાયે જરૂર નથી…આ તો એ લોકો માટે લખવામાં આવ્યું છે જેમને કાંઈક વેપાર કરવો છે…જેને પોતાની કારકિર્દી બનાવવી છે. ને જે લોકો ભારતની બહાર ‘કાંઈક’ હટકે કરવા નીકળ્યા છે….બાકી પાનનો ગલ્લો, ચાહની કીટલી, દિલ્હીનું ઈટાલી, રામલીલા મેદાન કે અકબર રોડ….ક્યાં દૂર છે?

પહેલા સરપાવ: લખાયેલી આ આખી દેશી પોસ્ટ્સનું અંગ્રેજીકરણ આ રહ્યું. ને હવે…

સર‘પંચ’

મહેનતનું મધ ખૂબ મીઠ્ઠુ તે આનું નામ….આફ્રિકાના જંગલમાં ૪૦ મીટર ઉંચા ‘ટેટે’ ઝાડ પરથી મધ પકડતો આદિવાસી. સાચે જ… ‘આમ’ માનવા જઈએ તો તેની મીઠાશ નો ‘કતરો’ પણ મળતો નથી. પણ ‘તેમ’ માણવા જઈએ તો ઉંચે ચઢ્યા પછીની મીઠાશનો ‘ઇસ્કોતરો’ મળી આવે છે. હવે કહો જોઈએ….લાઈફમાં બહુ ‘ટેટે’ કરવી સારી કે નહિ ?

મહેનત…મનોરથ…મધ…મદદ, મિઠાશની માહિતીઓ…આ મુર્તઝા પાસેથી…વખતો વખત મેળવવી હોય તો આજે જે આ બ્લોગ સબસ્ક્રાઈબ કરાવી લ્યો.

જુઓ ઈન્ટરનેટ કમાણી… જાણો ક્યાં ક્યાં છે સમાણી?

Earning_opportunities_on_the_Net

લોકો સૌ કેહ’ છેકે ઈન્ટરનેટ પર બહુ કમાણી,

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

જેમ અહીં ના સુકાય ડીજીટલ નેટ-દરિયાનું પાણી,
ત્યારે જોજો ના ગુમાય તકની વહેતી રે’તી લ્હાણી….

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

કન્ટેન્ટસની રમઝટ માટે હાજર છે ટ્વિટર-ઈ-મેઈલ,
પછી કોણ જોવા બેઠું છે તમને મેલ હોવ કે ફિમેઈલ,
ઇકડમ-તિકડમ ભાષામાં પણ ઠપકારો સંતવાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

પ્રોડક્ટ-સર્વિસને ફેલાવવા માટે છે ઉત્તમ બ્લોગ,
કેરિયરને પણ વિકસાવવા થઇ જાઓ એમાં લોગ,
વિચાર-વિઝનથી લોકો સાથે કરતા રહો ઉજાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

સમાઈ રહ્યું છે આખુ બ્રહ્માંડ સ્માર્ટ-ફોનની અંદર,
રચો તમારા બાહુથી એમાં ‘એપ્સ’બજારનું બંદર,
નેટગુરુ’ઓ કહી રહ્યાં છે આ એક વાત બહુ શાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

સર્ચ-એન્જિનનો સરતાજ એવો મહારાજ છે ગૂગલ,
ને સોશિયલ-મીડિયાની હુકૂમત કરે ફેસબુક મુઘલ,
સમજીને ઉપયોગ કરશું તો થતાં રહેશે ચા-પાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

જ્યાં માહિતીઓનો ધોધ વહે, ને આઈડિયા બને છે માતા,
જેમાં પેશન હોય તે પ્રાણ નીચોવે પિતા,બહેન કે ભ્રાતા,
જ્યાં ચોવીસો કલાક ફૂટતી રહેતી અખૂટ જ્ઞાન-સરવાણી….

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

વર્ચ્યુઅલ વર્લ્ડની સૌથી મોટી કોમ છે આ ‘ડોટ’કોમ,
ખુલ્લી આંખે ‘દોટ’ મુકજો ઓ’ ડીક, હેરી ને ટોમ,
સાંકળ-વિશ્વમાં પ્યાસાને પીવડાવજો પ્રેમનું પાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

|| મુર્તઝાચાર્ય ||

અંદરતો વર્ચ્યુંઅલી આ આચાર્ય હાજર હોવા છતાં કથાઓ મેં કરી નથી…ને કાયમી ધોરણે વિદ્યાર્થી બની રહેવું ગમતું હોવાથી બોરિંગ કાવ્યો રચ્યા નથી. પણ બ્લોગ દ્વારા વેપારની હાટડી જમાવવાના શોખમાં ને શોખમાં આજે ક્યાંથી અને કઈ રીતે આ કથા-કાવ્ય  કરવાની પ્રથા આજે આમ અચાનક બંધાઈ એનો મને ખુદને ખ્યાલ ન આવ્યો.

થયું એવું કે અત્યાર સુધી સાડા સાત વાર સાંભળી ચુકેલુ ‘સંતુ રંગીલી’નું મુંબઇ પરનું સુપ્રસિદ્ધ ગુજ્જુ ગીત “મુંબઈની કમાણી..મુંબઈમાં સમાણી” ને આજે બાકી રહેલા અડધા ગીતને આઠમી વાર પૂરું કરવા માટે સાંભળવા બેઠો. ને ત્યાં જ અચાનક એમાં આવતો ‘ધંધે’ શબ્દ કાને અથડાયો.

બસ વેપારની વાત ત્યાંથી જ શરુ થઇ ગઈ. ને મુંબઈના એ ગીતને ઈન્ટરનેટ પરના વેપારની ભાષામાં મરોડવા માટે મુકાઈ ગયો હાથ કી-બોર્ડ પર…એટલે આજે ‘આર્ટિકલ’ની આરતી ઉતારવાને બદલે વેપારીક ગીત-કથા થઇ ગઈ છે. હવે એમાં શબ્દોની બોર ખોદાઈ છે કે વાતાવરણ ‘ટદ્દન બોઓઓરર્રરીંગ’ થયું છે એ તો ખોદાયજી જાને….

પણ આજે ‘ઘન્નામાં થોરું’ કહેવા માટે આપ સૌનું શું કહેવું છે?

હવે દોસ્તો, અસલ ગીત પણ સાંભળી લેવું છે?..લ્યો ત્યારે આવી જાવ અહીં માવજીભાઈને ત્યાં..મુંબઈમાં…

સ્ટોપ-પ્રેસ || ફ્રેશ સમાચાર- ફેસબૂકના ચહેરા પર અચાનક ફરી વળેલો ફ્લશ એટલે ‘ગૂગલ પ્લસ’

Google_Plus

દોસ્તો! તમને સરપ્રાઈઝ લાગ્યું હશે. કેમકે આજે તો ગઈકાલના લખાયેલા પેલા તાજા વાંસની વાર્તાના બીજા ભાગનો વારો હતો ને વચ્ચે આમ અચાનક ફેસબૂક અને ગૂગલની વાત ક્યાંથી મંડાણી?!!?

પણ શું કરું? સમાચારની આ લહેર મસ્તીના મોજાંનું રૂપ ધારણ કરી ચૂક્યું છે. એટલે હઇશો…હઇશો કરી ચળને શાંત કરવી પણ જરૂરી બની છે. વાંસના બીજા ભાગ માટે બેફીકર બની જજો. વિચારબીજ તો વવાઈ ગયા છે. કાલે એમાં વધારે પાણી ને પછી કાપણી કરી લઇશું.

આજે તો આવી જઈએ આજના જોરદાર, મજેદાર અને મોજદાર સમાચારોમાં…  

દુનિયામાં વર્ચ્યુઅલી ત્રીજા નંબરનું રાષ્ટ્ર ગણાતા ફેસબૂક પર ગઈકાલે ગૂગલ મહારાજ દ્વારા ફ્લશ ફેરવવામાં આવ્યું. આમ જોવા જઈએ તો સમાચાર નાના છે. પણ એમાં રહેલી વાત બ્રહ્માંડી છે. પોતાની ‘ગૂગલ પ્લસ’ નામની એક નવીજ સોશિયલ મીડિયા સર્વિસને છડેચોક લઇ આવી તેણે ફેસબૂકના ગાલે સણસણતો તમાચો માર્યો છે. જેની ગૂંજ સેકંડ્સમાં સેંકડો, હજારો, લાખો લોકોને સંભળાવાઈ છે. સમજોને કે ગૂગલના મારા પેલા ફરફરતા આર્ટિકલમાં એક નવું સ્તોત્ર ઉમેરાયું છે.

સમગ્ર વિશ્વને તારું પોતાનું ગણી ગમે ત્યાં તારા ઢોર-ઢાંખરને લીલું ઘાસ ચરાવતા પહેલા સો વાર વિચાર કરજે કે આ નેટ-પ્રોપર્ટીનો માલિક કોણ છે? – ચારેકોર લીલુડી ધરતી કરીને પણ ધીમે ધીમે બધાં પાકને પોતાના કબજામાં કરતો રહેતો હું ભડવીર જમીનદાર છું. હે ભટકતા ભરવાડ! હું ગૂગલ છું.

હજુ થોડા દિવસો પહેલાં જ ફેસબૂકની ‘લાઈક’ બટનની સામે પોતાનો ‘+૧’ બટન દાખલ કરીને ગૂગલે સર્ચ-એન્જીન માટે નેટ-યુદ્ધનું રણશિંગુ તો ક્યારનુંયે ફૂંકી દીધું હતું. પણ એટલાથીયે ચેન ન પડતા હાથથી સીધા ફેસ ટુ ફેસ હૂમલો કરી ફેસબૂક સાથે રીતસરની ડીજીટલ દુશ્મનાવટ શરુ કરી દીધી છે.

 • ફેસબૂક કરતા વધારે સોશિયલ-ફ્રેન્ડલી, વધુ યુઝર-ફ્રેન્ડલી ગણતી આ ‘પ્લસ’ સેવામાં ઘણાં નવા ફેસ-ફિચર્સ અને બ્યુટી-પોઈન્ટસ મુકવામાં આવ્યા છે.
 • Circle, Hangout, Sparks, Huddle, Socialize જેવા મધમધતા શબ્દોનું અત્તર છાંટી પ્લસની આ દુનિયાને વધારે ખુશનૂમા બનાવવામાં આવી છે. એટલે તેમાં જે કાંઈ પણ છાનું છપનું કરવું હોય તે માટે વિશેષ સગવડો આપવામાં આવી છે.
 • જે ફેસબુકમાં સગવડો છે તે તો બધી ખરી પણ જે નથી તેવી સગવડો જેવી કે…રીયલ ટાઈમ વિડીયો ચેટિંગ, મીટીંગ-પોઈન્ટસ, ઇન્સ્ટન્ટ ફોટો અપલોડ વગેરે પર પણ સારો એવો હાથ અજમાવવામાં આવ્યો છે.
 • હરતા-ફરતા (મોબાઈલ પરથી) પણ આંગળીને ટેરવે આખું નેટવર્ક ચલાવી શકો એવી રચના કરવામાં આવી છે.

ટૂંકમાં, સામાજિક ઓટલા પર ગરમાગરમ રોટલાં સાથે રસદાર ગોટલાની મિજબાની કરાવવામાં આવશે.

ગૂગલને પાછલે દરવાજે સવાલ પૂછવામાં આવે છે કે “ફેસબૂકની સામે આવું ઉભુ આડવેર શા માટે?”

ગૂગલી જવાબ: “કોઈ પણ કંપનીને રાષ્ટ્રનું બિરુદ આપવામાં આવેજ કેમ? એ પણ અમને પૂછ્યા વગર?….બહુત નાઇન્સાફી હૈ બચ્ચોં!”

પણ પ્રબુદ્ધજનો! હવે તમને ફેસબૂકથી ટ્રાન્સફર થઇ ‘ગૂગલ પ્લસ’ પર દોસ્તી કરવા માટે કે વેપાર કરવા માટે આવવું હોય તો થોડી રાહ જોવી પડશે કેમ કે આજે તો માત્ર આ માયામહેલની જાહેરાત જ કરવામાં આવી છે. તેના દરવાજા ખુલતા થોડો વખત લાગશે.

ત્યાં સુધી તેની માયાજાળ જોઈ લેશો તો પણ લેખે લાગશે. જવું ન જવું તમારા ‘ફેસ’ પર (આઈમીન પ્લસ) પર છે.

 હવે તાજા વાંસની વાર્તાનો બીજો મજ્જેનો એપિસોડ…આવતી કાલે ચોક્કસ બસ….

વેપાર વાવડ- ૩: ‘ફેસબૂક’ નામના સૂપમાં મીઠું કેટલું વાપરવું?

ગઈકાલની વાતને આગળ લાવીએ તે પહેલા ‘થોરામાં ઘન્નું કહી દેઈ’ એવા…

સરપંચ બાપુને વાગેલા ‘સર’ના પંચથી શરૂઆત કરીએ :

દેશ-દેશાવરની સફર કરી અરજણ બાપુ ગામમાં પાછા ફર્યા. મણીલાલ માસ્તરને સવાલોનો ભારો કાઢી ફાંકો મારતા પૂછ્યું:
“અલ્યા માસ્તર! તે મુંબાઈ જોયું?…લન્ડન જોયું?…પેરીશ જઇ આયો?….શિન્ગાપોર?….ચાપાન?….
“ચ્યોથી જોવું બાપા?- આપડી હારે તો શે’રે જવાના ય રોકડા નં’ઇ ?”- માસ્તરે ઘણાં વખતની દિલમાં દબાયેલી જૂની નોટ છૂટી કરી.
“તે હું એમ કવ છું કે…આ આખો દહાડો બધાને અંદર ભણ-ભણ કરાવે પછી કોઈક વાર બા’રે રહ્યા કર.” – બાપુએ રોકડું પરખાવ્યું.
“હોવે અરજણબાપા…વખતે આવે એય કરીશ. પણ…મને ઈમ કો’ કે તમે ઓલ્યા ‘બળદેવ બંડી’ને ઓળખો?….’કેશવ કાતર’ને જોણો?…કે પછી ઓલ્યા ‘ભોગી ભામટા’ને જોયો?”- માસ્તરે હવે પરચુરણ પણ છુટુ કર્યું.
“ઇ કોણ છે બધાં?..ગોમમાં કોઈ નવા રે’વા આયાં છ?”- બાપુના ભાવ ચઢ્યા.
“….એટલ જ કવ છું બાપુ કે હવે ઘરમાં ય ર’હયા કરો.” હવે માસ્તરે રોકડું પરખાવ્યું.

ચાલો,  હવે મૂળ વાત પર આવી જઈએ ને એ જાણીએ કે ચહેરા પર નાખવામાં આવેલી ફેસબૂક જાળમા શું શું ભરાવવામાં આવે છે?

Smartness of Salt:

 • ફેસબૂક-રજીસ્ટ્રેશન: જ્યારે ફેસબૂક પર શરૂઆત કરીએ ત્યારે આપણા કોમ્પ્યુટરની, એની સાથે સંકળાયેલા સોફ્ટવેર્સ-હાર્ડવેરની, તે વાપરવાની આપણી અસલી જગ્યાની, વિસ્તારની, વસ્તારની, આબોહવાની, આપણી જાતની, વિચારની, શોખની, ધિક્કારની, માહિતીઓની એક નવી નદી વહેવાની શરૂઆત થાય છે. જેનું પાણી આપણે મફતમાંવહેવડાવવાની શરુરાત કરીએ છીએ.
 • ફેસબૂક-પ્રોફાઈલ:કાંઈ કહેવાની જરૂર ખરી કે…જેના થકી આપણી ‘પોતાની’ પર્સનલ બાબતો પર પોતું વાગવાની શરૂઆત થાય છે. આપણી ઓળખ, જન્મ-જયંતી, શોખ, ગમો-અણગમો, અભ્યાસ, કેરિયર વિકાસ…ઉફ્! યહ તુમ ક્યા બોલ રહે હો..આ બધું ખુલ્લુ થઇ જાય?
 • ફેસબૂક-કોન્ટેક્ટ્સ (ફ્રેન્ડઝ): આપણા ઇ-મેઈલ એકાઉન્ટમાં રહેલાં દરેક લોકો સાથેનું ઇન્ફ્લુએન્સ (સથવારો),  આપણા (ખોવાયેલા કે મળી આવેલા) સગા-વ્હાલાં, સખા-સખી સાથે રહેલો આપણો સંબંધ, જે ઘડીએ આપણે કોઈને કે પછી કોઈ આપણને ફ્રેન્ડશિપ માટે ઈન્વાઈટ કરે ત્યારે, જેના થકી આપણી પહોંચ કેટલી અને કેવી તેનો અંદાજ આ રીતે મેળવવામાં આવે છે.
 • ફેસબૂક-ફોટોગેલેરી: આપણે ખરેખર ફોટો ક્યાં, કયા કેમેરાથી-લેન્સથી, કેટલાં મીટરથી પાડ્યો છે એ તો સામાન્ય છે, સાથે ક્યારે અને કેમ લાઈફ-સ્ટાઈલ ભોગવીએ છીએ તેની સર્વે માહિતીઓનો ઇન્ટરનલ-ડેટા (અંદરની બાબતો) નો એક્સ-રે ખુલો કરી દઈએ છીએ. તે પછી કોને ગળે પડીએ છીએ કે કોને ગળે લગાડીએ છીએ, કોને ટેગ આપી કે કોમેન્ટ આપી એવા ‘મજ્જાના’ લાગતાં કામોથી પેલા ઇન્ટેલીજન્સનું કામ વધારે આસાન કરીએ છીએ….કોને કેવા ચીતરીએ છીએ, વગેરે… વગેરે…ઉસમેં સબકુછ દિખ જાતા હૈ પ્યારેમોહન!
 • ફેસબૂક-વિડીયો: આપણને શું જોવું, બતાવવું, ફીલ્માવવું ગમી જાય પછી આપણી જન્મકુંડલી તો શું મરણકુંડલી પણ આરામથી બનાવી શકાય. સમજોને કે આપણી ‘ફિલ્લમ’ આપણે જાતે જ ઉતારી નાખવાની.
 • ફેસબૂક-વોલ: દેશીભાષામાં ઓટલા પરિષદ. આખા ગામની પંચાત આખી દુનિયાને સંભળાવવી કે પહોંચાડવી હોય.
 • ફેસબૂક-ઇવેન્ટ:તુમ્હારા અગલા કદમ ક્યાં હોગા?..તમે ‘કબ, ક્યોં કહા’ પાર્ટી કે પ્રોગ્રામ શેને માટે આપવાના છો!?!?- ઉનકો સબ પતા હૈ મેરે ભાઈ!
 • ફેસબૂક-ગેમ્સ (એપ્સ): બાળકોથી લઇ (વધુભાગે સ્ત્રીઓને ખાસ) પિતાઓને પણ પટાવી દે તેવું લટકતું કેળું. ગેમની ગાંઠ એટલી મજબૂત બંધાય છે કે ‘કિસીકોસબકુછ પતા ચલતા જી’ કે તમારી સામાજિક રમત પાછળની સાયકોલોજી શું છે?
 • આ સિવાય, તેના ફેનપેજ, પ્રોડક્ટ પેજ, સવાલ-જવાબ, નોટ્સ, ગ્રુપ્સ, અને હવે આવી રહેલો ફેસબૂક-ફોન વગેરે વગેરે એવા ગૂલ(ફુલ) છે જેના દર્શન માત્રથી મેસ્મરાઈઝ થઇ આપણી આંતરિક સુગંધોને જાતે જ ફેલાવી દેવામાં મશ’ગૂલ’ થઇ જઈએ છીએ.

 ટૂંકમાં, આપણે જે કાંઈ કરીએ છીએ તે નેટનાં આવાં અલગ-અલગ પાળિયાઓ પર કોતરાઈ જાય છે. આ રીતે તેમના દ્વારા ડિજીટલ બળાત્કાર થઇ આપણી પોતાની કે આપણા પોતાની માહિતીઓનું લોહી જેટલું ભેગું કરી શકાય તેટલું કરી માહિતીઓનાં સુપર મહારાજા બની દુનિયા તો ઠીક પણ વર્ચુઅલ બ્રહ્માંડ પર પણ રાજાશાહી ભોગવવાની કોશિશ થઇ રહી છે. જેની જેવી ભેંસ એવી એની લાઠી…

તો પછી તો આનો ઉપા‘યોગ’ શું?-

 • ટેકનોલોજીથી ભાગી, શીખવાનુ બાજુ પર મૂકી માનસિક વિકાસ અટકાવી દેવો?
 • સંબંધોથી સન્યાસ લઇ માળા જપવા (કે તેમાં લપાઈને) બેસી જવું?   
 • પ્રપોઝ કર્યા વગર વાંઢા-વચકા વાળી ઝીંદગી પસાર કરવી?
 • બિઝનેશ કે કેરિયર વિકસાવવાનો વિચાર છોડી ઢસરડાં કરતા રહેવું?

 ના… ના… ના…ઓ નર-નારીઓ!

 મુશ્કેલીઓ તો …તમે હોવ રાધા અને દુનિયાને કહો અનુરાધા…તે પછી જ વધી જાય છે ઉપાધિઓ અને વાંધા!…

એટલે સો ‘વાટ’ લાગે એ પહેલા માનવા જેવી એક વાત: જસ્ટ બી ગૂડ એન્ડ ફ્રેન્ડલી. અમારા પેલા અલીદાદાના સુપર ક્વોટ મુજબ:

આપણી દરેક બાબતને એટલું નાગું (એક્સપોઝ) ન કરી દઈએ કે કોઈને માંગુ નાખતા પણ શરમ આવે!!  સ્પષ્ઠ ઓબ્જેક્ટીવ, જરૂરી જ્ઞાન ખુલ્લાં દિલે વહેંચવા અને વેચવાની ત્રેવડ, આવડત અને કુનેહ હોય તો…..બસ પછી ગૂગલી નાખો કે બિંગ પોકારો યા યાહૂ! કરી પડો…ફતેહ ફેસબૂકથી પણ થશે…………આગે!

 બસ એટલો નિયમ ધ્યાન રાખવામાં આવે તો યમ પણ ઘર ભાળી જાય તો વાંધો નહિં આવે, પ્રભુ!.

 “વર્ચ્યુઅલ દુનિયાના સૂપમાં મીઠું (નમક) એટલુંજ વાપરવું જેથી તેમાં એક્ચ્યુઅલ ‘સબરસ’ જળવાઈ રહે.”– મુર્તઝાચાર્ય

વેપાર વાવડ: ફેસબૂક -ભાગ ૨…સામાજીક ભૂખ મિટાવવા ડીજીટલ ચહેરા પર નંખાયેલી એક (અદ્રશ્ય) જાળ

InfoPower

જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે ત્યારે તેને વાંકી કરવી પડે છે યા પ્રેક્ટિકલ બની ચમચો કે કડછો વાપરવો પડે છે. સોફ્ટવેરની દુનિયામાં આ વાંકી આંગળીઓ/ચમચાઓ/કડછાઓ એટલે એ બધી જ કંપનીઓ જેઓ પોતાની રીતે વિકસાવેલી ડીજીટલ સિસ્ટમથી આખી દુનિયાની આઇ.ટી.(Information Technology) માં પોતાની આવડતનાં જોરે  ક્રિયેટીવ ઘી કાઢી રહ્યાં છે ને પોતાનો કક્કો, આલ્ફાબેટ્સ ખરો રાખી રહ્યાં છે. જે આપણી સામે મશહૂર છે (અને કેટલીક થઇ રહી છે) તેવી એપલ, ગૂગલ, ટ્વિટર, પેન્ડોરા, ફ્લિકર, માઈક્રોસોફ્ટ, યાહૂ, યુ-ટ્યુબ, વર્ડપ્રેસ, વગેરે, વગેરે.

જેઓ…

 • ઈન્ટરનેટ પર પોતાનાજ સ્થાપિત કરેલાં નિયમો, પ્રોગ્રામ્સ કે પ્રોટોકોલ્સ દ્વારા ‘સુપર પ્રેસિડન્ટ’ બની રહ્યાં હોય..
 • ઇનોવેટીવ ટેકનોલોજીને/પ્રોડક્ટ/સર્વિસની ઘર-ઘરમાં ગૂગલી નાખી મેગા-માર્કેટ મહારાજા બની રહ્યાં હોય.. 
 • અખાતી દેશોમાં  ‘બોલ્ડ’ અવાજ ઉઠાવી સત્તાની વિકેટ ખેરવી નાખતા રહ્યાં હોય..
 • દેશોને મોટા મોટા દાન આપી કે લઇ ગુલામ/ભિખારી બનાવા કે બનવાની વૃતિમાં તર-બતર થઇ રહ્યાં હોય…
 • સંબંધોનાં નેટ-સૂત્રો સર્જી સત્તાની સ્નેહનો ગુણાકાર અને દુશ્મનાવટનો ભાગાકાર કરી રહ્યાં હોય…

 એવા એમની પાસે સર્વે દર્દોનું અકસીર ઓસડ છે.

માહિતી- The Power of Information.

 જી હા! જેની પાસે જેટલું વધારે એટલો તેનો પાવર વધારે. એ પછી ઘરમાં રાજ કરવું હોય કે ઘરની બહાર દેશમાં કે દુનિયામાં. ત્યારે આ બધાંની વચ્ચે ફેસબૂક સાવ હટકે કેમ બની-ઠની…સજી-ધજી…ફરી-તરી બહાર આવી?- કારણ સાવ સહેલું છે. જેમ દુનિયામાં સારા કામો માટે કદર થાય છે તેમ ઈન્ટરનેટ પર ખરાબ કામો પણ વધારે થતાં રહે છે. પણ આ કામોને પણ ‘સહી ઇસ્તેમાલ’માં વટલાવી નાખી કદર કરવામાં કેટલાંક સુપર-ભેજાબાજો તેની તકો હમેશાં શોધતાં રહે છે. આ સુપર ભેજા-બાજો એટલે જે તે દેશનું ‘ઇન્ટેલીજન્સ બ્યુરો’. જેમની પાસે સત્તા-પત્તા-મત્તા-લત્તાની અતૃપ્ત ભૂખ છે.

એવાજ ‘યેકદમ હટેલાચ લડકા’ અને સ્થાપક માર્ક ઝુકરબર્ગે પણ કેટલાંક ભારતીય ભારવાળા ભેજાઓની મદદથી પોતાની જ યુનિવર્સિટીના ડેટાબેઝ-સર્વરને હેક કરી જરૂરી એવી બધી માહિતીઓનો મસાલો ‘સોશિયલ નેટવર્કિંગ’ નામે બહાર ખેંચી લાવ્યો ત્યારે યુ.એસની ઇન્ટેલીજન્સ બ્યુરોને પછી સત્તાધીશોને આ ખરેખર વંઠેલ છોકરાના ભેજાનો ઉપયોગ કરવા મોકળું મેદાન મળી ગયું. સમજોને કે જોઈતું કેળું હાથમાં આવી પડ્યું જેવો ઘાટ મળ્યો. ગૂગલને પછડાટ, બિન-લાદેન મિશન, ઈરાન-અફઘાનિસ્તાન પર કબજો જેવાં મિશન પર થતાં  અબજોનાં ખર્ચને નવો વળાંક આપવા માત્ર લાખોનાં ખર્ચે તેને પકડવાનું કરોડોનું દિમાગ મળી જતું હોય તો ‘ભલા વોહ ક્યોં ન લે?’

માહિતીઓની ચાવી તો મળી આવી. પણ તેને પોષવા, પામવા માટે શરુ થઇ એક આખી સોફિસ્ટિકેટેડ નાટ્યઘટના. અંદરકી બાતેં માત્ર ભારથી જોવા-જાણવા માટે તો ફિલ્મ જોઈ લેજો: The Social Network. માર્કની (ઓટો)બાયોગ્રાફી પરથી બનેલી આ ફિલ્મને એકેડેમી(ઓસ્કાર) એવોર્ડ કાંઈ એમ ને એમ મળી શકે ખરો?- યહ તો સબ ‘ઉપર’ વાલેકી દુનિયાસે ફેંકી હુઈ માયાજાલ હૈ!…ભાઆઆય!

તો હવે જાણવું એ જરૂરી છે કે આ જાળમાં એવું શું શું ભરાવવામાં આવે છે અને ભવિષ્યમાં ભેરવી દેવામાં આવનાર છે?- બોલો, કાલે એવા દાણાઓ લઈને પાછો મળું છું. તમે પણ મળશો ને?

બસ…કલ-તક કે લીયે થોડાં સા ઔર ઇન્તેઝાર. માહિતીઓની ખરી ઉતરતી વાતને માણવા આજના ભાગને પણ મજબૂર થઇ બે ભાગમાં મુકવો પડે એમ છે. ત્યાં સુધી ગઈકાલના આર્ટિકલમાં શરૂઆતની પેલી (ગંભીર) મજ્જાક વાળી વાતને આ ફન્ની ક્લિપમા જોઈ જાણી લઈએ.

સર ‘પંચ’

વેપાર વાવડ: ‘ફેસબૂક’ એટલે…સામાજીક ભૂખ મિટાવવા ડીજીટલ ચહેરા પર નંખાયેલી એક (અદ્રશ્ય) જાળ

Face-of-Spybook:

કોઈ પણ સમાચારને ગતકડું બનાવી દેવામાં ‘અનિયન’ ઓનલાઈન ન્યૂઝ એજન્સી લાજવાબ છે. દુનિયાની ગંભીર બાબતો-વિષયોની મસાલેદાર માહિતીઓને પણ નટખટ ભાષા દ્વારા, મજાકના મસાલા નાખી, હસતાં-હસાવતાં પેશ કરવામાં આ સંસ્થાએ પોતાનો એક અલગ મુકામ બનાવ્યો છે. તેના નામનું બ્રાન્ડિંગ જ જોઈ લો…અનિયન. છે ને અન્ય કરતાં સાવ ‘હટકે’?!?!

ઓફ કોર્સ, આ લેખ વંચાઈ જાય તે બાદ તમે તેની સાઈટનો રસાસ્વાદ લઇ શકો છો. નસીબજોગે જે વાત કરવા માટે કોઈ તક શોધતો હતો ત્યારે…એમની સાઈટ પર ૩-૪ દિવસ પહેલાં રજુ કરાયેલા એમના એક (ગંભીર?) રિપોર્ટ વાંચતા મને ખૂટતી કડી મળી આવી. જેમણે મારો આગલો ગૂગલ પરનો આ આર્ટિકલ વાંચ્યો હશે તેઓ ત્યાં લેખના અંતે મુકાયેલી એક હિંટ સાથે લિંક મળી જશે.  

દુનિયાભરના (વધુભાગના) લોકોની જિંદગી પર ડીજીટલ-કંટ્રોલ કરીને અમે અમારું મિશન (ફેસબૂક) દ્વારા સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જેને લીધે અમારો આ પ્રોજેક્ટ સુપર-સફળ રહ્યો એવા તેના લિડર માર્ક ઝુકરબર્ગને અમે આ વર્ષનો સી.આઇ.એનો સર્વોચ્ચ યુવાન એજન્ટનો એવોર્ડ આપતા આનંદ અનુભવીએ છીએ.

‘અમેરિકાની ઇન્ટેલીજન્સ સંસ્થા સી.આઈ.એના ચીફે આ વિધાન પ્રેસ કોન્ફરન્સમા ઉચ્ચારીને ઈન્ટરનેટની દુનિયામાં હોહા મચાવી દીધી છે. જો કે ગયે મહિને વાઈકીલિક્સના પેલા પ્રણેતા જુલિયન એસેન્જના પણ આવાજ અવાજને લીધે નેટની દુનિયામાં ફેસબૂક વિશે શંકાનો કીડો તો ક્યારનો ય સળવળી ઉઠ્યો છે. પણ કોઈ યુરોપિયન એનો યશ ખાટી ન જાય એવા કોઈક કારણોસર તેની વાતને દબાવી દેવામાં આવી. પણ હવે જ્યારે ખુદ ચીફે જ આ વાત કરી છે ત્યારે ફેસબૂકનો અસલી ચહેરો સામે આવી ગયો છે.’

દોસ્તો, આ સમાચારને તો મજાક બનાવી હસતાં હસતાં ખપાવી દેવામાં આવી છે. પણ ઘણે અંશે આ વાત સચ્ચાઈના પડો ઉખાડી લાવી છે. આજે ફેસબૂકની જાળમાં લગભગ આખી દુનિયા આવી ચુકી છે. માટેજ તેને (વર્ચ્યુંઅલી ત્રીજા નંબરનો) દેશ ગણવામાં આવી રહ્યો છે. તો ચાલો દોસ્તો…આવો ફેસબૂકના ફેસ ટુ ફેસની વાતને બદલે તેના ફેસ-બેકની અસલી માયાજાળ જોઈએ.

ગૂગલે તો ‘સર્ચ’ ટેકનીકની અલગોરિધમ દ્વારા નેટની દુનિયામાં પોતાનું અળગું સામ્રાજ્ય સ્થાપી દીધું. જે માટે તેને લગભગ ૮-૧૦ વર્ષનો સમય લાગ્યો. પણ હજુ ફેબ્રુઆરી ૨૦૦૪માં જ સ્થપાયેલી આ ફેસબૂકે તો આખી દુનિયામાં પોતાનું અધિસ્થાપન માત્ર પાંચ વર્ષમાં જ કરી નાંખ્યું. તે પણ ભારતીય ‘કનેક્શન’ના કોન્સેપ્ટથી ‘કિસ્મત’ જગાવી ને. (Ref: જયભાઈનો આ લેખ)

આગળ વાતને ફેસ કરીએ એ પહેલા તેનો વેપારની બાબતે આ લેખનો ઓબ્જેક્ટીવ….: બીજાની સાથે સંબંધોના તાણાવાણા હશે તો જ (કોઈ પણ) વેપારનો વિકાસ શક્ય બનશે. એટલેજ આ દુનિયામાં કોઈ વ્યક્તિ જ્યારે એમ કહે કે “મેં મારી જાતે…” કે “આપડે તો બધુંયે જાતે કર્યું બોલો…એ બી કોઈનીયે મદદ લીધા વગર”….ત્યારે એને મનમાં ને મનમાં સંભળાવી દેજો ‘સાવ જુઠ્ઠ!’. ક્યોંકી વોહ મુશ્કિલ હી નહિ…નામુમકીન હૈ. સિર્ફ એક સે કુછ હો પાયા હૈ?

ગૂગલ પછી આ ફેસબૂક ક્યાં-ક્યાં, કઈ-કઈ રીતે…શું-શું આપીને…શું-શું લઈને…કેમ, શા માટે, ક્યારે-ક્યારે…કોના દ્વારા…કોને માટે માયાજાળ બિછાવી રહ્યું છે. જાણવું છે ને? તો રહસ્યનો પડદો બસ ખુલવાની જ વાર છે.  

સો ફ્રેન્ડ્સ!….લેટ્સ સ્ટાર્ટ ટુ રીમેમ્બર મિસ્ટ્રી એન્ડ ફોર્ગેટ બિહાઈન્ડ ઈટ્સ હિસ્ટ્રી. ‘બોર’ ના થવાય તે માટે લેખના શબ્દોને વિભાજીત કરી ૨ ભાગમાં વહેંચી દીધાં છે. એટલે રવિવારની વાત..સોમવારે!

સર‘પંચ’

આજનો પંચ તો ફક્ત માથા પર જ નહિ પણ દિલ-દિમાગ-બોડી પર વાગે એવો છે. પાછી એજ શરત….એમાં બનતી ઘટનાઓની શૃંખલાઓથી મટકું ના મારશો…સરજી!

 This shall Too Pass: An Amazing Sequential Events Video…