એક તરફ એક ‘ચા’વાળાએ તેમની સિરિયસ ‘ટિ’ખળ વૃત્તિથી ગ્લોબલ-ઈકોનોમિમાં રીપલ્સ રચી દીધાં છે. તો બીજી તરફ… છેએએએક સિડની (ઓસ્ટ્રેલિયા)માં એક બીજી દેશી ચાયવાલીએ ત્યાંના માર્કેટમાં રીપલ્સ રચ્યાં છે.
ફોટોમાં રહેલી ૨૮ વર્ષની ઉપમા વિરડીએ ગયા અઠવાડિયે Indian Australian Business and Community Awards (IABCA) જીત્યો છે. કારણ?-
સિમ્પલી! જેમ કૉફીનું માર્કેટ ગ્લોબલાઇઝ્ડ થઇ ગયું છે, ત્યારે ઉપમાએ ‘ચાયવાલી’ બ્રાંડ સાથે આપણી દેશી દૂધવાળી-બ્રાઉન (અને હર્બલના મિશ્રણવાળી) ચાહને ઓસ્ટ્રેલિયામાં ફેલાવી દીધી છે.
ઉપમાને બાળપણમાં દાદીએ હર્બલ-આયુર્વેદિક ચાય-કળા શીખવી. મોટી થઇને વકિલ બનતી વખતે ‘દાદીમાંકી બાંતે’ને ધંધામાં ફેરવી દેવામાં આ છોરીને તકલીફ તો ઘણી પડી. પણ…પેલી ઘટનામાં ‘અહીં કોઈ જૂતા પહેરતું નથી’ વાળા રિપોર્ટના દાખલાને પોઝિટીવ લઇ સિડનીમાં પણ ચાહના નાના દાણાને (સિડસને) વેચી વાતને મોટી બનાવી છે.
વગર કીટલીએ ચાહ વેચવાની શરૂઆત કરતી વખતે ઉપમાને મમી-પપ્પાનો વિરોધ તો આવ્યો.પણ ‘ચાહવાળી’યે કાંઈક કરી શકે છે એવું બતાવવા માટે જ કદાચ તેણે આ અચિવમેન્ટ કર્યું હશે એવું માણી લેવું.
ખૈર, એક વકિલ જ્યારે બીજાં કેસને બાજુ પર મૂકી ‘ચાહ’ની ચાહતને પકડે ત્યારે વગર મુદ્દતે પણ વિદેશીઓને ચાહની લત પડાવી શકે તો તેની ઉપમા અનુપમ બને ને?- કોઈ સવાલ જ નથી.
મમતાસ્ટિક મોરલો:
મારી (પહેલી) ગર્લફ્રેન્ડ: “એય, તને પહેલી કિસ (આહ !) ક્યારે મળેલી? બોલને.” –
હું: “યાર! મારા જન્મવાના બસ…૪૦ મિનીટ્સ બાદ. મારી મા હતી એ.“
(મુર્તઝાચાર્યની જૂની ડાયરીના એક ખૂલેલા પાનામાંથી)