[વેપાર વિકાસ]- પાંચ વર્ષનું ‘પંચ’રત્ન !

Hands of Like

“એક નાનકડો આઈડિયા લાઈફ બદલે છે. એ બરોબર પણ ત્યારે જ, જ્યારે તેને દિમાગમાંથી હાથમાં ઉતારવામાં આવે તો.”

આજથી બરોબર પાંચ વર્ષ પહેલા આ બંદાને (પહેલા ઘરમાં ને પછી) દિમાગમાં આવેલો નાનકડો લેખકી આઈડિયા સીધો કિબોર્ડ પર ઉતરી આવ્યો અને (ને પછી ઘરવાળીની ટકોરથી) વર્ડપ્રેસ પર સર્જન થયો પહેલો બ્લોગ: નેટવેપાર.

યેસ! દોસ્તો, ડિજિટલ દુનિયામાં મને આજે પાંચ વર્ષ તમામ થયા છે. વાંચ-વાંચ કરવાની આદતે જ્યારે લખવાની સુતેલી આદતને ઠમકારી ત્યારે સાચે જ ખબર ન હતી કે “મંઝીલે ઐસેહી આતી જાયેગી, ઔર કારવાં બસ યુંહીં બનતા જાયેગા.”

જે વંચાયું-લખાયું તે શેડ્યુલ વિના. એવી કોઈ ખાસ કેરિયર બનાવવાની ઝંખના નહિ, પણ જાણીને જે લખાયેલું તે પહેલા દિલને ગમે ને પછી દિલદારોને ગમે અને ઉપયોગી થાય એવી સીધી સટ્ટાક નિયત.

એ દરમિયાન નિયતિએ મને આપ લોકો જેવાં મસ્ત મજાના લોકો સાથે ઓળખાણ કરાવી છે. જેમની પાસેથી મને ઘણું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું. ઉપરાંત એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ, જેઓએ મારામાં વિશ્વાસ રાખી તેમના દિલની પર્સનલ વાતોને મારી પાસે ‘અમાનત’ તરીકે મુકી છે.

એવાં મસ્ત (અને મસ્ટ-રિડ) પુસ્તકો પણ વંચાયા જેણે ઝિંદગીને ૩૬૦ ડિગ્રીનો ટર્ન આપ્યો. એવું રોકડું લખાણ લખાયું જેમાંથી રોકડાં પણ નીકળ્યા અને એવી ઘટનાઓ બની જેણે જોબની અપસેટમાંથી ધંધામાં અપ-સેટ કર્યો.

સાચે જ પાંચ વર્ષમાં ધ્યેય ધરાવનાર માણસ સાવ જ બદલાય છે. અરે બલકે એમ કહો કે સસલામાંથી સાવજ બને છે.
So, What’s NEXT?

આવી જ પંચ-વર્ષિય મિક્સ ઝિંદગીની લાઈફ-લાઈન પર એક વધું નવું જંકશન ગોઠવાઈ રહ્યું છે. એ પણ મને ગમતાં બે સૌથી વધુ પ્રિય સબ્જેક્ટ્સનાં કોમ્બો સાથે:

| આઈડિયા અને માર્કેટિંગ.|

Stay Tuned…એક નવી પ્લેટ અને પ્લેટફોર્મ સાથે જલ્દી મળીયે!

વેપાર વિકાસ- આવી જોબનો બોજ લેવા જેવો ખરો?!?!?!….

Tony Hsieh

Tony Hsieh, zappos.com (c) Inc.com

જો સ્વપ્નમાં મને…સપોઝ ગૂગલમાં કોલોબરેટીવ માર્કેટિંગની જોબ પણ ઓફર થાય તો હું કદાચ ૧૦ વાર વિચાર કરુ અને ૧૧મી વારે ઠુકરાવીયે દઉં. કેમ કે એ બાબતે પાકે પાયે મારો વેપારી મિજાજ.. પણ પણ પણ…

ઓફર જો મને ઝાપોઝ.કૉમ (Zappos.com) [જૂતાં સાથે કપડાં અને બીજી અન્ય પર્સનલ એસેસરીઝ વેચતી] તરફથી મળે તો બીજા વિચારે એમને ત્યાં ઇન્ટરવ્યું આપવા બેઠો હોઉં એટલી તરત્પરતા ખરી.

કારણો ઘણાં છે. જેમાં મુખ્ય એ કે…એનો સર્વેસર્વા જુવાનીયો ટોની શેહ (કે હેશ) તેના એમ્પ્લોઇઝને એમ્પ્લોઇ માનતો જ નથી. એ માને છે તેનો બિઝનેસ પાર્ટનર. બસ આ એક પોઈન્ટ જે મને ખૂબ ગમતો આવ્યો છે.

(વધુ વિગતો માટે થોડાં વખત વખત પહેલા ટોનીભાઈએ તેની લખાયેલી બૂક ‘ડિલીવરીંગ હેપિનેસ’નો રિવ્યુ મેં મારા બ્લોગ પર લખ્યો હતો. જેમાં તેના બેકગ્રાઉન્ડ અને ફ્રન્ટ-ગ્રાઉન્ડ ઉપર નોખી બાબતો મુકાયેલી છે. લિંક પોસ્ટને અંતે મૂકી છે.)

હા…તો તેના દરેકેદરેક એસોસીએટ્સને જોબ શરુ કરતા પહેલા ‘ચિલ્ડ આઈસ્ક્રીમ પર ગરમાગરમ ચાસણી’ જેવી ટ્રેઇનિંગ આપવામાં આવે છે. ટેબલ પર ૨૦૦૦ ડોલર્સ કેશ મુકવામાં આવે છે અને કહેવાય છે કે “કાં તો તમે આ કેશ લઈને હાલને હાલ જોબ છોડી શકો છો અથવા ૪ વિકની ઇન્ટેન્સિવ ટ્રેઇનિંગ માટે તમારી જાત અમને સમર્પિત કરી શકો. બાત ખતમ.”

આ ટોનીભૈલું કેટલાંક દિવસોથી પાછો છાપે ચડ્યો છે. તેની કોર્પોરેટેડ નાનકડી નૌકા કંપનીમાંથી ‘મેનેજર’ નામની પોઝીશનને દફનાવી દઈ ‘હોલાક્રેસી’ નામનો નવો મેનેજમેન્ટ કોન્સેપ્ટ અપનાવવા જઈ રહ્યો છે. સરળ ભાષે….‘ભાગલા બધાં અંદર પાડો અને રાજ બહાર કરો.’

“કંપનીના પ્રોજેક્ટ મુજબ ‘સર્કલ’ (ગ્રુપ) બનાવી તેમાં રહેલો દરેક ‘મન્કી’ અને તેનો સહાયક ‘ટાઈમ નિન્જા’ તેમના પાવર મુજબ પોતાની અંગત નેતાગીરી સ્વીકારી પ્રોજેક્ટને અંજામ આપતો રહે અને ગોલ અચિવ કરતો રહે.”

સમજવામાં તમારી નસ થોડી ખેંચાઈ ને?- હાઈલા ! મારી તો શું… અમેરિકાના અન્ય દિગ્ગજ કોર્પોરેટ્સના મેનેજરોની પણ આવી નોખી સિસ્ટમ જાણીને ખેંચાઈ રહી છે. પણ કોઈએ તંગ થયા વિના (અને ટાંગ ખેંચ્યા વિના) ટોનીને આવકાર્યો છે. એમ કહીને કે “બકા! તું ત્યારે સિસ્ટમ તારે ત્યાં શરુ કર….સફળ થશે તો અમેય સ્વીકારવાના જ છીએ !)”

બોલો હવે?- આવી ઓફિશો આપડે ત્યોં ચેટલી? એટલે જ તો કીધું કે…ત્યાં એવી જોબનો બોજ લેવા જેવો છે ને……હેં ભ’ઈ?

~-~~-~હજુ ધરાયા ન હોવ તો…આ લિંક ચાવવા જેવી:

https://netvepaar.wordpress.com/2010/12/11/book_review-delivering-happines/

વેપાર-વાવડ:…ને આખરે ગૂગલાચાર્યે એમનું મૌનવ્રત આ રીતે તોડ્યું…

દોસ્તો, આમ તો આ સમાચાર થોડા વાસી થઇ ચુક્યા છે. કેમ કે ઇન્ડિયાની વિઝીટ સમયે તેને વખતે મુકવાનું ચુકી ગયો હતો. તો પણ દેર આયે દુરુસ્ત આયે સમજી એન-‘જોઈ’ લેવું.

  • “૯૯૯૯ ક્વિન્ટલ ખાંડની ગૂણમાં ખાંડના જ ટોટલ કેટલાં દાણા હોય?”
  • “હવે બધાં જ દાણાને લઇ બનતી ચાહને પેલા (ચકલીની ચાંચ ડૂબે એવા) પ્લાસ્ટિકિયા કપમાં ભરીયે તો કેટલાં લોકો ‘પી’ શકે?
  • “નર્મદા નદીમાં સૌથી પહેલો પથ્થર કોણે નાખ્યો તો?”  
  • “૨૦૧૧માં ‘સાહેબે’ પગપાળા ટોટલ કેટલો પ્રવાસ ખેડ્યો?”
  •  “‘લેંઘો’ પુલ્લિંગ કેમ અને ‘ચડ્ડી’ સ્ત્રીલિંગમાં કેમ બોલાય છે?”
  • “આપણે ગુજરાતી ભ્રાતાઓ અને ભગિનીઓ…અતિ શુદ્ધ ગુજરાતી ભાષા-પ્રયોગ કરવાનો આગ્રહ કે અનુગ્રહ શાં માટે કરી શકતા નથી?”

વગેરે…વગેરે…વગેરે…

માફ કરજો દોસ્તો! આ કોઈ પરીક્ષા નથી કે કોઈ નસ ખેંચું ક્વિઝ-કોન્ટેસ્ટ પણ નથી. હું પણ તદ્દન ભાનમાં છું અને ખુશહાલ મિજાજમાં છું. આ તો મારા માહિતી ગુરુ મહારાજ 1/n! શ્રી ગૂગલાચાર્યએ અચાનક પોતાના વિશે અપડેટ થયેલા સમાચાર આપીને મને (છં)છેડ્યો એટલે મારાથી આવું લખાઈ ગયું.

ને વાત પણ એવી જ મજાની છે. અત્યાર સુધી ગૂગલમાં કોઈ બાબત સર્ચ કરવી હોય તો લખીને કે મોબાઈલમાં ફેઝમાં બોલીને સર્ચ કરી શકતા હતા. પણ જ્યારથી એમના જ ધર્મબંધુ શ્રી એપલાચાર્યના આઈફોનમાં પેલું ‘સીરી’ આવ્યું હતું ત્યારથી મહારાજના ભક્તજનોમાં થોડી ગ્લાનીનું વાતાવરણ સર્જાયું હતું.

આ ધર્મલાભનો ફાયદો પોતાના ભક્તજનોને પણ મળે એ હેતુથી ગૂગલાદેશ બહાર પડ્યો. એટલે સર્વે કાર્યકરોની આકરી મહેનત આખરે રંગમાં આવી અને આજે એનું શુભ ફળલાભ બહાર આવ્યું છે.

એમના જ એક વપરાશકર્તા(ડીજીટલ મજૂર) તરીકે મને થયું કે પ્રજાને હાવ જ સાદી ભાસામાં સમજાઈ દઉં. એટલ્હ તમે જ્યાર જ્યાર હવ એન્ડરઓઈડ કે આયપ્ફોન મોબાય્લ વાપરો ત્યારે જે બાબત હોધવી હોય (ચેટલા લોકો ‘શર્ચ’ બોયલા?) ત્યારે એક ચોંપ દબાઈને ચુપ થઇ જવાનું હોવ.

પછી જે જોગ જોણવો હોય ઈ માં’રાજને પુશી લેવાનું. બસ! પછી બીજી જ શેકંડે શોન્તીથી હામ્ભરવાનું ક મહારાજ હું જોશ ભાખે છ. પછી જોવ ચમત્કાર !

હવ આપડે લોકો રહ્યા દેશીઓ, બરોબરને?- તો ઉપર મુજબના પૂછેલાં (લોહી પીતા) પ્રશ્નોય હશે તોયે માં’રાજ એમના અંતરયામી સ્વભાવને લીધે મૌનવ્રત તોડી, એક પણ દક્ષિણા લીધા વગર આપડા શૌનો બેડો ગરક કરશે….(એટલે કે..પાર કરશે) એની હો ટકા ગેરંટી પાકી હોં)     

પણ..ઉભારો…એક મિલીટ…એક મિલીટ…

ગૂગલ મા’રાજ ભલે બાવા બન્યા હૈ, પર તમેરેકું ઈસ્ટાર્ટમેં થોડું ઈંગ્લીસ બોલ્યા વિના નહિ ચાલ્યા હૈ. મીન્સ કે…બોલતા બીફોર સંભાળીયો! 

નવા ‘ગોલ’ની મિઠાશ સાથે લૉન્ચ થયેલો નવો નેટ-ગ્રહ !

આકાંક્ષા, ઈચ્છા, ઈરાદો, ગોલ, તમન્ના, ધ્યેય, મનસૂબો, મુરાદ, લક્ષ્ય, સ્વપ્ન, હેતુ, ઉદેશ્ય વગેરે…વગેરે…વગેરે…જે પણ બોલવું હોય તે બોલી શકીએ. પણ જ્યારે આ ફેક્ટર્સને કોઈ જરૂરી એવી બાબત સાથે સાંકળી લઇ કોઈ સિદ્ધિ હાંસિલ કરીએ છીએ ત્યારે તે ઘણું બધું કહી જાય છે…..કહી શકે છે.

માર માટે ઇન્ટરનેટમાં રહેવું એક સ્વપ્ન હતું. તેમાં રહી ઘણું બધું જાણવાની ઈચ્છા હતી. ત્યાંથી જ કોઈ જરૂરી કામ કરવાની તમન્ના હતી. વખતો-વાર ધીરે ધીરે શીખતા રહી કોઈક નવું જ કામ સિદ્ધ કરવાના ઈરાદાઓ થતાં રહ્યા ત્યારે એ દરેક કામ ‘ગોલ’ બની બહાર આવ્યું.

સમયાંતરે આ ગોલ-લિસ્ટની લંબાઈ વધતી ગઈ ને સાથે સાથે તેમાં જોશ અને જોમનો પાવર પણ ભળતો ગયો. તેના પોઈન્ટસને પ્રાયોરિટી આપવા કરતા તેની પર પ્રાયોગિક ધોરણે અજમાયશ કરી પર બુલેટ છોડતો ગયો ત્યારે બાહુમાં રહેલી સ્કિલ્સના દર્શન થયા.

એ લિસ્ટમાં જ પુરાયેલો એક મહત્વનો ગોલ આજે ઘણા સમય બાદ પંચ-કિક સાથે બહાર આવ્યો છે. સમજો કે ‘નેટ’ને બરોબર અડી ગયો છે.

આ પંચ એટલે : http://www.vepaar.net

યેસ દોસ્તો, આ નેટ વેપાર આજે…વેપાર.નેટ બની તેના નવા અપ ટુ ડેટ નામ સાથે (ઉપ)ગૃહપ્રવેશ કરી રહ્યું છે. ૨૦ મહિના પહેલા ધખાવેલી બ્લોગ-ધૂણી netvepaar.wordpress.com તેના એડવાન્સ્ડ લેવલે આવી ગયું છે.

માર્કેટિંગના દસ્તુરદાદા વર્ષો પહેલા મને કહી ગયા હતા કે  “ ઓય!…૧૦૦૦ દિવસ સુધી જો તારી નવી કરેલી દુકાન કે ઓફિસનું પાટિયું (સાઈનબોર્ડ) અડીખમ રહી જાય તો પછી સમજી લેજે કે ૧૦૦૦ મહિના સુધી તે આરામથી ટકી જશે.” 

આ અચિવમેન્ટ ગણાતા ‘ગોલ’ની મિઠાશ મને ગોળ કરતા પણ થોડી વધારે મીઠી લાગી રહી છે. એટલા માટે કે…તેને બરોબર પકાવવામાં મને છેલ્લાં ૩ વર્ષથી (કલામ સાહેબના પેલા સુપ્રસિદ્ધ કલમ-ક્વોટની જેમ) ઊંઘ પણ આવી નથી.

વેપાર.નેટ એક એવું પ્લેટફોર્મ છે. જ્યાં…

  • વેપારના ઘણાં પહેલુઓ વિવિધ રંગો અને ઉમંગોના પોશાક પહેરી આવતા રહેશે ને પસાર થતાં રહેશે.
  • વેપારનો મેળ બેસે એવો મસ્તીભર્યો મેળાવડો થતો રહેશે. જેમાં ઘણું ખરું વહેંચાશે ને ઘણું બધું વેચાશે. એટલે જ વર્ડપ્રેસના ‘ફ્રિ’ બ્લોગ પર કંટ્રોલમાં રહેતી ઘણી એવી બ્લોગ પ્રવૃતિઓ ‘ફ્રિલી’ કરી શકશે.
  • વેપાર કરવાની ટ્રેઈન આવે કે ગાડી…પણ માહિતીઓની મુસાફરી દ્વારા આપણે સૌને ‘ટ્રેઈન’ થવાની મસ્તીભરી સફર પણ થતી રહેશે.
  • વેપારિક દોસ્તોને, મુસાફરોને ‘મુજે કુછ કહેના’ની ધંધાધારી-ધૂન સંભળાવવાનું પણ એક માધ્યમ મળી રહેશે….ઇન્શાઅલ્લાહ!

જો કે..આ વેપારિક નેટ વારસો મને મારા બાળકોને વર્ષોવર્ષ સુધી વાપરી શકે એવી કોઈ મુરાદથી નથી બનાવ્યો. “જબ ખબર નહિ હૈ પલ કી..તો બાત ક્યોં કરે કલ કી?” – બરોબર ને?

મને તો આ નેટવર્ક દ્વારા તેમને આપવું છે એક એવું મોકળું મેદાન જેની પર એ સૌ પોતાની મરજી મુજબ…સેલ્ફ-સ્કિલ્સ સાથે ‘નેટ’ પ્રેક્ટિસ કરી શકે. પછી ભલેને વાતાવરણ ગમે એવું પણ હોય. વખતમાં ડાઈ થતા રહીએ એટલે આપનું કામ પણ ચાલતું રહે…બસ!

હાલમાં તો આ બ્લોગ પર હજુયે સમારકામ થઇ રહ્યું છે. પાછલાં લખાયેલા દરેક બ્લોગ્સને બરોબર કેટેગરીમાં ગોઠવવાનું બાકી છે. ને નિતનવા ફિચર્સ, વિભાગો, સહુલીયાતો, ફન્કશન્સ પણ થાળે પાડવાના છે. એનો આપ લોકોના સહકારે જ ઉદ્ધાર થવાનો છે.  

એટલે બસ..બસ..બસ દોસ્તો, ઇસ અંજુમનમેં આપકો આના હૈ બાર બાર, ઇસલીયે બ્લોગ-સાઈટકો પહેચાન લીજીયે.

હવે બધુંયે કહી દઈશ તો પછી ‘પાર’ કરવાના ‘વે’ ની મજા કેમ માણીશું?!?!?! એટલે બહેતર છે કે આપણે સૌ ભોમિયા બનીએ ને નેટ-ડુંગરા સાથે ભમીએ.

સવાલ: આ બધું કરવાની જરૂર શું?

જવાબ: શાનથી સમજોને કે…ગુજરાત અને ‘ગુજરાતી’ને ગ્લોબલી ‘માર્કેટ’ કરવાની એક મહા(મૂલી) કોશિશ!

જ્યાં જ્યાં વરસે ગુજરાતી,
ત્યાં ત્યાં ન રહે દુકાળ!…
જય જય ગરવી ગુજરાત!

બોલો હવે…તમને ‘એવી’ સફર ખેડવી છે?

અપસેટ…અપ-સેટ…આઉટડેટ્સ અને અપડેટ્સ

Wall-of-Opportunities

દોસ્તો, પહેલા હસવામાં ઉડાવાયેલી ને પછી..હસીખુશીથી ખુદની સાથે કરેલા એક વેપારી સાહસની વાત કરવી છે.

૨૦૧૨ વર્ષની શરૂઆત થઇ’તી ત્યારે જાન્યુઆરીના ઓવારે ઉભા રહી સેલ્ફ-એનાલિસિસ કર્યું.

કારણકે અંદર એક એવું તોફાન સર્જાયું કે જેની અસર બહાર શું થવાની છે તેના વિશે મને ખબર ન હતી. બસ…’લાઈફમાં કાંઈક જબરદસ્ત ખૂટે છે.’ એવું સમયનું કેલેન્ડર બેહજારમી વાર ‘બાર’ આવ્યું ત્યારે તેની સાથે સાથે એ સૂઝ પણ બહાર આવી.

બ્લોગની અવિરત સફર મને ક્યાંથી ક્યાં લઇ આવી તેની સમજણ ન પડી. અલબત્ત આપ લોકોના જ સહીયારે વેપારના આ બ્લોગને સારો પ્રતિસાદ મળ્યો છે જે મારા માટે બહુ મોટો પ્રસાદ છે. પણ..તોયે અંદરતો ‘જગ સૂના સૂના લાગે…રે!’

આગળ શું કરવું?…કેમ કરવું?…કેવી રીતે વધવુ? જેવા પ્રશ્નોની એક દિવાલ ઉભી હતી. જેનો એક હિસ્સો જોબના બોજથી બનેલો અને ડરના સિમેન્ટથી ચણાયેલો. જ્યારે બીજા હિસ્સા વિશે ખબર તો હતી કે સાચા જવાબો એ દિવાલની પાર હતા. પણ પ્રશ્ન તેને કુદીને મેળવવાનો હતો. સમજોને કે…થોડો ‘અપસેટ’ હતો.

ફેબ્રુઆરીની માર્ચ-પાસ્ટ પણ થઇ ગઈ ને એપ્રિલની શરૂઆતમાં મનોમંથન કરેલા વિષયો સાથે પ્રિલિમિનરી પરીક્ષાનો રાઉન્ડ શરુ થયો. એ માટે કેટલાંક બંધુઓ સાથે બ્રેઈન-સ્ટોર્મિંગ, સ્વજનો સાથે સલાહ-સૂચન…અને પત્ની-પરિવાર સાથે પૂર્વાવલોકન કરી એક જોખમી નિર્ણય પણ લઇ લીધો. ‘જોબ નહિ કરવાનો…નોકરી નહિ કરવાનો. કેમ કે મને દિવાલ કૂદવી હતી.

ને પછી..આ દસમી તારીખે યા હોમ! કરીને દિવાલ કુદી આવ્યો છું. અહીંની વર્ષો જૂની…અલ-હુસૈન ઇન્ટરનેશનલ પેપર કંપનીમાં ‘રાજીખુશી’ ભરેલું ‘નામું’ આપી આવ્યો છું. મારા એક્સેલ-ડાયનામિક બોસને દુઃખ ભરેલું સુખ તો મળ્યું છે. પણ…થાય શું?…એમને પેપરના બ્લોક્સની દુનિયા વધુ વ્હાલી છે ને મને માર્કેટિંગના બ્લોગની.

“જીત કોની થઇ કહેવાય?!?!?!”

એ સવાલ હજુયે ઓફિસની બહાર ઉભો છે. જંગલમે મોર નાચા…કિસને દેખા? પણ એક વાત જરૂર કહીશ કે પાછળ લખેલા પેલા ‘ગોલ’ સેટિંગના આર્ટિકલ વખતે લાંબા જવાબમાં લખાયેલો પોઈન્ટ નંબર પાંચ મારો ખરો જ સર‘પંચ’ હતો.

લાખનો ગણો કે..સવાનો…એક સવાલ: હવે પછી શું મળ્યું?

તો ફ્રેન્ડઝ! એ દિવાલની પાર રહેલા કામોની એક લાંબી લાઈનવાળી વાત કહી દઉં.

ફૂલ-ટાઈમ ઓનલાઈન માર્કેટિંગ સાથે સાથે અધૂરા રહેલાં પેલા નેટવર્કી પુસ્તકો લખવાની આઝાદી, લાઈનમાં ઉભા રહેલા વધું પુસ્તકોના રિવ્યુઝ લખવાની ઓફર્સ, અવનવા બીજાં બ્લોગ્સની તૈયારીનું લક્ષ્ય, કેટલાંક પ્રોફેશનલ દોસ્તો સાથે તેમના અંગત ઇનોવેટિવ પ્રોજેક્ટ્સના ડ્રિમ્સ (સ્વપ્નાઓ) સાકાર કરવાની ડ્રિલ……ઓહ્ફ…. ને બીજું ઘણું બધું એ હજુયે લાઈનમાં છે. સમજોને કે…હવે થોડો ‘અપ…સેટ’ છું.

“ઓકે. પણ એ બધું બીજું કરશે કોણ?”

કેમ? હવે શાની ચિંતા?…બોસ તો છુટા થઇ ગયા છે ને પિતાશ્રી પણ ગોલ આપી ક્યારના ગૂલ થઇ ચુક્યા છે. એવું દિલથી કહી શકું છું કેમ કે મેં તેઓનું ‘બારમું’ કર્યું છે. સમજોને કે ઘટના હવે મારા માટે ‘આઉટડેટ્સ’ છે.

થોડાં શબ્દોમાં આવા સમાચારો લખતા તો લખાઈ જાય છે. પણ…પ્યારા વાંચકગણ! “મેરી આંખોસે નિકલે હુવે ઇસ છોટેસે આંસુકે કતરે કો ખુદા જાને ઉસે તૂફાન કૌન સમજેગા?”

હવે સમજી જ લ્યોને કે…આ મારા અપડેટ્સ છે!

મિત્રોઓઓ, દોસ્તોઓઓ, બહેનોઓઓઓ, ભાઈઓઓઓ,...“ભય!…આ નાનો શબ્દ વજનમાં બહુ મોટો દેખાય છે. પણ ખરેખર ઘણો તકલાદી છે. તકને લાધીને જે એને તોડે છે…તે જ સાચો તકવાદી છે.”

કેરોનો તકવાદી…પણ સાથે અમદાવાદી દોસ્ત!
મુર્તઝા પટેલના જુહાર!

આ સ્થિતિ એ આજે…ખાસ ડર‘પંચ’

આ ખન્નાને નાચતો જોવા કરતા કિશોરના શબ્દોને પકડવા માટે..

વેપાર વ્યવસાય: ગુજરાતી ગૃહિણીઓ ઘેરબેઠાં કેવી કેવી ચીજો વેચી શકે છે?

દોસ્તો,

પાછલાં આ બ્લોગ લેખના સંદર્ભમાં ‘ગૃહિણીઓ ઘર બેઠાં કઈ રીતે કમાણી કરી શકે છે’ તે વિશેનો એક નવો આર્ટિકલ તૈયાર કરી રહ્યો છું ત્યારે…વર્ષો પહેલા લખાયેલો મુ. કાંતિ ભટ્ટ સાહેબનો એક આર્ટિકલ પણ માણી અને માની લેવા જેવો છે. ઘણી બાબતો જો કે અપડેટ્સ થઇ ચુકી છે. પણ વાતનો મૂળ તત્વ હજુયે તરોતાઝા છે.

http://www.gujaratsamachar.com/gsa/20031215/guj/supplement/b1.html

દોસ્તો, જેમને ફોન્ટ બરોબર વાંચી ન શકતા હોય તેમને માટે આ  લિંક પર ક્લિક કરવાથી ઈમેજ દ્વારા પણ વાંચી શકાશે.

ફરી પાછા મળશું…પૂરા ‘ગલ’ થવાને..હમણાં તો ડહાપણ સતાવી રહ્યું છે.

Where-Opportunities

વેપાર વ્યવસાય:: ઇન્ટરનેટ કમાણી….વિદ્યાર્થીઓ માટે ક્યાં-ક્યાં છે સમાણી?

Learning-to-Earning-By_Murtaza_Patel

પાછલી પોસ્ટનો પૂછાયેલો અમિષ-પ્રશ્ન હવે જવાબ સાથે આગળ લાવતા…

સ્ટુડન્ટને ભણતરની સાથે ઈંટરનેટ પર કોઈ કમાણી કરવા લાયક કામ કરવું હોય તો કેમ થઇ શકે?”

દોસ્ત અમિષ,

સોફ્ટ જવાબ: યેસ! જરૂર થઇ શકે છે. સારી રીતે થઇ શકે છે.

હાર્ડ જવાબ: કેવી રીતે થઇ શકશે એ જાણવું થોડું કડવું લાગશે. શક્ય છે એ માટે… પાનનો ગલ્લો, કેમ્પસમાં ગપશપ જેવા (અ)મંગળ ફેરાઓ બંધ થાય તો. ફાયદો લાંબાગાળાનો થશે. કેમ કે તે પપ્પાની ચિંતા બતાવી છે. તારી હજુ આવવાને શરૂઆત છે.

ખૈર, સૌ પ્રથમ તો આ પોસ્ટ વાંચ્યા દોઢ વર્ષ અગાઉ લખેલો આ લેખ ધ્યાનથી વાંચી જાજે દોસ્ત…

સાચી નિયતથી જે કામ શરુ કરવું હોય તેમાં શરમ શેની?

કેવા કામો થઇ શકે તે માટે મારા દિમાગની પોટલી ખોલી થોડાં બેઝિક્સ આઈડિયાઝ આપું છું.

બ્લોગ- કમાણી:

જેમ પહેલા કહ્યું તેમ જે બાબતનું પેશન હોય તેને બતાવવા માટે બ્લોગ એક હાથવગું સાધન છે. દુનિયામાં ઓળખ આપવા, મેળવવા માટે માહિતીઓના મોતીઓ વેરી દોસ્તી કરવાનું એક મજાનું પ્લેટફોર્મ.

પ્રથમ સલાહ તો વર્ડપ્રેસ.કૉમની આપી શકું પણ બાબત પૈસા બનાવવાની છે એટલે બ્લોગર.કૉમને પકડવું પડશે. નવા ઇન્ટરફેસ, નવું લૂક-આઉટ સાથે બ્લોગર.કૉમ હાજર છે. પણ તે પહેલા ગૂગલની Adsense.com સેવા એક્ટીવેટ કરવી પડશે. જ્યાંથી થોડી મિનીટોમાં કેવા પ્રકારની જાહેરાતો બ્લોગની સાઈટ પર બતાવવી છે તેનું સેટિંગ અને લિંકિંગ કરવું જરૂરી થશે.

એક વાર સેટ થયા પછી બ્લોગ પર થોડા સમય બાદ બ્લોગને લગતા લખાણને અનુરૂપ જાહેરાત દેખાવા લાગે છે. હવે કોઈ વાંચક તારા લેખને રસપૂર્વક વાંચીને કોઈ એવી જાહેરાત પર માત્ર ક્લિક પણ કરશે ત્યારે તેની પાછળ રહેલી જાહેરાતના મૂલ્યનો કેટલોક નાનકડો હિસ્સો તને મળી શકશે. અપસેટ થયા વિના બ્લોગર પર અપ-થઇ સેટ કરવું લાભદાયક છે.- જરૂરી છે વિષયને લગતી રસિક માહિતીઓની ખૂબ અસરકારક રીતે સતત વહેંચણી. Sharing of Effective Information’. જાતે જ અજમાવી જો.

ફ્રિલાન્સ ગ્રાફિક ડિઝાઇનર:

એન્જિનિયરને આર્ટીસ્ટ બનવું જરૂરી છે. અસરકારક ડાયાગ્રામ્સ બનાવી શકતો હોય ત્યારે નેટ પર કોઈ કંપની કે વ્યક્તિ માટે લોગો, બિઝનેસ-કાર્ડ અને બીજા અનેકવિધ ક્રિયેટિવ કામોની ભરમાર રહે છે. દિવસ દરમિયાન અભ્યાસ સાથે બે-ત્રણ કલાક ડિઝાઇનિંગનું કામ એક મગજી કસરત કરાવી શકે છે. જરૂરી છે કોરલ-ડ્રો, અડોબનું ઈલ્યુસટ્રેટર અને ફોટોશોપનું જ્ઞાન. અને માત્ર એક જ ગ્રાહક. હાથમાં દીવો ને મગજમાં દીવાસળી લગાવી શરૂઆત કરી જોવા જેવી છે.

પોતાના શહેરમાંથી જ ગ્રાહક મળે એ પહેલી શરત પણ તે છતાં….એવી કેટલીક સાઈટ્સ છે જેમ કે.. www.guru.com , www.elance.com જ્યાં થોડી અર્થસભર રીતે ખાતું ખોલી કામ શરુ કરી શકાય છે.

અખૂટ કામો મળી રહે તેવી આ સાઈટ્સ પર બેંક-એકાઉન્ટ અને ક્રેડિટ-કાર્ડની જરૂરીયાત હોવાથી પહેલા એની પાળ બાંધવી પડે છે. પણ જો નેટ પર ‘નટવરલાલ’ બન્યા વિના કામ-નામ કરવું હશે તો….થો..ડી..ઓથેન્ટિક મ..હે..ન..ત ક..ર..વી..જ……

હવે આ બાબતે પિતાજી-પડોશીને કે કોઈક વડિલને પણ પુછતાં શરમ આવતી હોય તો બુરખો ઓઢી લેજે, ભાઈ…!

ઓનલાઈન ટેલી-એકાઉન્ટન્ટ:

ભારતમાં સૌથી વધુ લોકપ્રિય એકાઉટિંગનું સોફ્ટવેર ટેલી. જો સંખ્યાઓ સાથે રમવાનો શોખ હોય તો ઘણી કંપનીઓને જેન્યુઈન ‘ડેટા-એન્ટ્રી’ કરનારની જરૂર છે. ખુદ ટેલી.કૉમ પણ આ બાબતે જોબ આપવામાં મદદ કરે છે. હવે કોણ કહે છે કે ઓફિસે કે દુકાને બેસવું જ જોઈએ?

કરી લે તેના કોઈ કંપનીના મેનેજર સાથે નેટવર્કિંગ કરી નેટ-મહેતાજી બનતા બનતા બેંક એકાઉન્ટ પણ આપોઆપ ખુલી અને ખીલી જશે એની ગેરેંટી સાઈન આપ્યા વગર આપું છું. બીજી માથા-ફોડી કરવા કરતા આ બાબતની નારિયેળી ફોડવામાં નવ્વાણું ગૂણ મળી શકે છે.

એ વાત એ છે કે ડેટા-એન્ટ્રી એક દસ-નંબરી સ્કેમ છે. પણ બાકી રહેતા ૯૦ નંબર્સની તરફ નજર રાખવામાં માલ છે. એક-નંબરી એકાઉન્ટસનું કામ કરવા માટે માણસો તો મળે છે…પણ શોધનારને ‘વિશ્વાસુ માણસ’ની જરૂર વધારે હોય છે. ‘આપનો વિશ્વાસુ’ કહેવડાવવાની તાકાત હોય તો ‘નેટની નટ્સ’ ખાઈ જવા જેવી છે. જા થઇ જા…નવ, દો, ગ્યારહ!….

રમત રમાડે ‘વાંદરું’

ઓનલાઈન ગેમ્સ રમવાનો બેહદ શોખ છે?-

હવે આ બાબતે કોઈ કંપની રમતા રમતા પૈસા આપે તો?!?!

મોબાઈલ ‘એપ્સ’ (એપ્લિકેશન્સ) અને વિડીયો ગેમ્સ રમીને માર્કેટ કરી પૈસા કમાઈ શકે એવા નવયુવાનોની જરૂર ઘણી ખેલી કંપનીઓને હોય છે.

ગૂગલ પર સર્ચ કરી એવી નાની મોટી કંપનીઓ, ગ્રુપ્સને કોન્ટેક કરી શકાય છે જે નાનકડી ગેમ્સ બનાવતા હોય છે. માર્કેટમાં મુકતા પહેલા ટેસ્ટર્સ પાસે એ લોકો આ રીતે રમાડી રિવ્યુઝ મંગાવે છે. જેના પરથી એમનું અને બીજા સૌનું ગાડું ચાલે છે.

ગેમ્સ માર્કેટની આ ‘રમત’ બહુ મોટી છે. જ્યાં તકો ૩૬ જગ્યાઓથી મળે શકે છે. જરૂર છે ૩૬૦ ડીગ્રીથી નજર રાખવાની. આ રીતે ધમાલ કરી પૈસા બનાવવામાં પણ આપણા ગુજ્જુ વિદ્યાર્થીનું ‘લેવલ’ પાછળ કેમ રહી જાય છે??? એવા વૈજ્ઞાનિક કારણ તપાસવાનો કોઈ ફાયદો ખરો, બંધુ? એના કરતા જા કોઈક નવી આવનારી ગેમ્સના લેવલને અચિવ કરી પૈસા કમાઇ લે!

પાર્ટ-ટાઈમ ઓનલાઈન સોશિયલ નેટવર્કર

અતુલભાઈ જાનીએ કરેલી પાછલી કોમેન્ટનો ફોડ આ રીતે મળી શકે છે. સાચું છે કે…પોતાની પ્રોડક્ટ્સ કે સેવાને દુનિયામાં ફેલાવવા કંપનીઓને જાહેરાતકર્તાઓ ની ઘણી જરૂર હોય છે. કોમેન્ટ્સ કરીને, રિવ્યુઝ લખીને, ટ્વિટ કરીને પણ કમાણી કરી શકાય છે. ખુબ જરૂરી એ છે કે માર્કેટની વસ્તુઓને સમજવાની, સમજાવવાની કળા શબ્દો-ચિત્રો કે બીજા અન્ય માધ્યમો દ્વારા વરસવાની ત્રેવડ હોય તો…કંપનીઓ એવા એક્ચુઅલ વર્ચુઅલ સોશિયલ નેટવર્કર્સ માટે તરસી રહી છે.

આ બાબતે ‘એક રૂકા હુવા સવાલ: એવી કઈ વસ્તુઓ વેચવાનો તમને શોખ છે? તેનું લિસ્ટ બનાવવા માટે ઓનલાઈન સ્ટોર્સની એટ-લિસ્ટ ઝલક પણ મારી આવવા જેવી છે.  ડાઈપરથી લઇ વાઈપર વેચતા કોણ રોકે છે..બકા!?

અમિષ દોસ્ત, આ માહિતીઓ તો માત્ર એક ટીપા સમાન છે. આવી બીજી તકો ક્યાં ક્યાંથી મળતી રહેશે તે વિષે નેટ વેપાર પર પણ નજર રાખતો રહેજે. અધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ કામોથી છલકાતી આ નેટ દુનિયામાં શરૂઆત કરતી વેળાએ જરૂરી એવી નોટ્સ આપુ છું જે કમાણીના દરવાજાઓ સતત ખોલતી રહે છે.

  • જે બીજાઓ ન કરે તેવું ક્રિયેટીવ કામ કરવાની લગન.“એન્જિનીયરીંગનો વિદ્યાર્થી છું?” એવું કપાળે નથી લખાતું. એવું મશીન કે નાનકડું સાધન પણ બનાવી શકાય જે જોવા કોલેજના ડીન સાથે દુનિયાના પત્રકારો પણ પૂછતાં  આવે! – જેણે રાખી શરમ એનો કોઈ ન હોય ધરમ!
  • એન્જિનીયરીંગના વિષયો પરતો સૌથી વધુ….પણ સાથે સાથે ગમતા વિષય પરત્વે સતત અપડેટ રહી તેમાંથી માત્ર ૧૦% પર પણ અમલ કરવાની શરૂઆત…
  • અંગ્રેજી બોલવાનો સતત મહાવરો(યેસ! નેટ પર નોટ મેળવવા ખુબ જરૂરી છે)- ભાંગ્યું તૂટ્યું બોલવા માટે ભરૂચથી આવવાની જરૂર નથી…
  • હું બિચારો એકલો છું.” વાક્યને મિટાવી દેવાની તાકાત.- ના મળે તો ટાગોર દાદાની ‘એકલા ચાલો રે!કવિતાનું  બંગાળી અને ગુજ્જુ વર્ઝન સાંભળી લેવું.

 આટલા ‘બોલ’ આપ્યા બાદ હવે બોલ અમિષ…તું નિયમિત નેટ-પ્રેક્ટિસ કરવા તૈયાર છે?

મારી પાસે એક સરપંચી સોનેરી સિક્કો છે. જેની બે બાજુએ લખ્યું છે. Earn…Learn..!– મુર્તઝાચાર્ય

આપના કયા સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?

 


પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૩: અકબરી સવાલોના બિરબલી જવાબો | How to Move Mount Fuji?

How-to-Move-Mount-Fuji

માઈક્રોસોફ્ટનું આઈ.ટી.દુનિયામાં રાજ થયું હોય તો બે બાબતોથી:

૧.  એમાં રહેલાં એકદમ ખડ્ડુસ લોકોથી અને

૨.  એ ખડ્ડુસ લોકોમાં રહેલાં સુપર-ખડ્ડુસ દિમાગમાં ઉભા કરાયેલા ‘કલ્ટ કલ્ચર’થી..

‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજી’  આ આખી પ્રોસેસ ક્રિયેટીવ રીતે કઈ રીતે ડેવેલોપ થાય છે, તેની સમજણ આપતી ડાયરી છે. હવે જ્યારે…

  • મુર્ગી વહેલી કે ઈંડું?
  • પ્રશાંત મહાસાગરમાં રહેલાં પાણીની ટોટલ ઘનતા?
  • ખુરશી પર ઉભા થયા વિના આડા થઈને બતાવવાનું ડેમોન્સ્ટ્રેશન…
  • ગાંધી સાહેબના દસમાં પરદાદાના ઝબ્બાની લંબાઈ કે પછી…
  • સૂર્યના વિકિરણોની ૨૫માં વર્ષે  એસ્કીમોના નખ પર થતી અસર
  • કે પછી મૂળ પ્રશ્ન ‘માઉન્ટ ફૂજીને કઈ રીતે ખસેડી શકાય?’

જેવાં સાવ જ અજબ સવાલો વખતે ઈમોશનલ ઈન્ટેલીજન્સ સ્કિલ ટકાવવી કાંઈ ખાવાનો ખેલ નથી-

ત્યારે સવાલ: ટકવું કેમ?

જવાબ: ‘આગે કી સોચ’ રાખવી.

આ ‘આગે કી સોચકો પીછેસે લા કર’ અકબરી ‘ઈમોશનલ ઇન્ટેલીજન્ટ સવાલોના અચાનક હૂમલા સામે બિરબલી જવાબો આપવાનું કામ કેટલીક માનસિક ટેકનિક્સ દ્વારા આ વિલિયમભાઈએ ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજીમાં સરળ રીતે બતાવ્યું છે.

વાત ભલેને માઈક્રોસોફ્ટના મેગા વખતની હોય…પણ કંપનીનું કે કેરિયરનું ‘ટેગ’ વખતોવખત બદલાતું રહે છે. એટલે તેની શરૂઆતથી જ મન એવું મજબૂત કરી શકાય છે જ્યારે માથે માછલાં ધોવાય ત્યારે પણ ‘ડાબર આંવલાં’ સલામત રહે. આવી ટેલી (કે તૈલી) વાત પાઉન્ડસ્ટોને ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજીનામની બાટલીમાં ભરી છે.

પઝલમાં પણ ગઝલ છે….જો એને સારી રીતે સમજી ગાઈ નાખવામાં આવે તો. ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજીમાં પણ ઇન્ટરવ્યુ વખતે આવી અનેકાવિધ પઝલ્સને ઉકેલવાની સમજૂતી આપવામાં આવી છે. વિલિયમભાઈએ બહુ લાંબી કથા નથી કરી. પણ કથાનક દ્વારા સમજાવવાનો પ્રયત્ન સારો કર્યો છે. હવે તમે….

  • એમ સમજતા હોવ કે આ દુનિયા પર ‘રાજ’ કરવું છે!…
  • એમ માનતા હોવ કે લોકોને ‘ગાંડા’ કરી નાખવા છે!…
  • એમ ચાહતા હોવ તમારું ધારેલું જ કરવું છે..તો પ્લિઝ….પ્લિઝ…

આ બૂક ન વાંચતા. કેમ કે એમાં એ બધી બાબતોની ‘એન્ટી’ વાતો કરવામાં આવી છે. વિલિયમભાઈને એટલિસ્ટ એ ખબર છે કે…રાજ લોકોના દિલ પર, ‘ગાંડાપણું’ પણ સમજીને અને ધારેલું પણ ‘પ્રોપર પ્લાનિંગ’ થી થાય છે.

હવે લાઈફમાં ‘કાંઈક’ ખસેડવું હોય યા ‘હલનચલન’ કરાવવું હોય તો આજે જ આ બૂક લઇ આવો છાનામાના!

એટલે મારી વાત પણ ‘પૂરી’ કરી ‘શાક’ જમવા હું આ ચાલ્યો!

‘સર’ફટ સવાલ

આવનારી ‘નેનોસોફ્ટ’કંપનીના નસખેંચુંનો જસ્ટ ફ્રેશ થયેલા ગ્રેજ્યુએટને પ્રિક્વોલિફાઇડ નાગો પ્રશ્ન:

દોસ્ત!…તું અચાનક તારા રૂમમાં પ્રવેશે છે, ને પલંગ પર એક છોકરીને નગ્ન હાલમાં જુએ છે…તું શું કરીશ?

પેલાનો રિફ્રેશિંગ જવાબ સાંભળ્યા પછી પ્રશ્નકર્તા આજે એનો સાળો બની ગયો છે…ને સાલા બેઉ સુખી છે!

બોલો ભાઈઓ- બહેનો! તમે આપો છો પેલાનો લા-જવાબ?- (ભલે સાળો ના મળે) પણ સારું ઇનામ તો મળશે જ. બસ!…નેક્સ્ટ પોસ્ટમાં.

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૨: અકબરી સવાલોના બિરબલી જવાબો | How to Move Mount Fuji?

                                                                                                                                                                         પહેલા તો આ લેખ મોડો મુક્યો એ માટે ‘સામાજિક સોરી’ (કે શોરી હોં!) ને પછી નેટ-વેપાર બ્લોગને આપ સૌ ટોપ-ટેનમાં લઇ આવ્યા એ માટે ‘ઠાવકું ઠેન્કયું’!

શબ્દો જ્યારે મગજમાંથી ડીલિંક થાય ત્યારે તેનું ‘દિલ-લિંક’ કામ શક્ય છે થોડું ડીલે થાય. અનકહી ઘટનાઓને દોષ દેવા કરતા તેની સાથે દોસ્તી કરી લેવી વધારે સારું છે. પાછલાં દિવસોમાં અહીં થયેલા (થતા રહેલાં) કેટલાંક મેગા મહાનગરી તોફાનો, કેટલાંક મીની માનસિક તોફાનો, ને કેટલીક માઈક્રો મુશ્કેલીઓના મોજાંઓ વચ્ચે પસાર થયેલા ૪૦ દિવસ બાદ ફરીથી ‘વેપારિક-બ્લોગ પર લ્યો સાહેબો, કદરદાનો!….પાછો આવી ગયો છું..

ગયેલી ફિકરને ધુંવામાં ઉડાડી અધૂરી મુકાયેલી પેલી પોસ્ટ અકબરી સવાલોના બિરબલી જવાબો વાળા લેખને રીફર કરી થોડાં આગળ વધીએ…..તેમાં અંતે એક સવાલ હતો કે એ બુકનું નામ શું હોઈ શકે?જવાબમાં આપણો એમેઝોની દોસ્ત કૃતાર્થભાઈ વસાવડા જ સાચો પડ્યો છે. (એમના જવાબની કોમેન્ટને હવે એક્ટીવેટ પણ કરી દીધી છે.)

દોસ્તો, જેમને આગળ આવવું છે, તેમના માટે આવી પઝલ સોલ્વ્ડ તૈયારીવાળું દિમાગ ઘણું જરૂરી બને છે. ઓફકોર્સ! ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાના વાઈરલ ઇન્ફેક્શનથી ‘કોણ કેટલાં પાણીમાં છે તે હવે આસાનીથી જાણી શકાય છે.

આપણે “શું જાણીએ છીએ” તે સાથે સાથે થોડાં વધુ “કોને જાણીએ છીએ?” એ વધુ મહત્વનું બની રહ્યું છે.

આજની Gen-NeXt  ૧૦૦ વર્ષ જૂની (ઇજ્જતદાર) ‘કાલિદાસ બહેચરદાસની આંગડિયા પેઢી’ માં કામ કરવા કરતા લિજ્જતદાર માઈક્રોસોફ્ટ, ગૂગલ(દાસ), ઇન્ટેલ (એજન્ટ), એપલ (પાઈ), સ્પોટીફાય, પેપ્સી અને ટ્વિટર, ફેસબુક, જેવી ‘યંગ જનરેશન’ કંપનીમાં કામ કરવું મુનાસીબ માને છે. આમાં સાયન્ટિફીક રિસર્ચ કરવાની જરૂર નથી. કેમ કે જો “દીખતા હૈ વહી બિકતા હૈ”.

જે કામ આવતી કાલે કરવાનું હતું તે આ બધીઓ ભેગી મળી ગઈકાલે કરી નાખ્યું છે. આખી દુનિયાને સાચે જ મુઠ્ઠીમાં કરી નાખી છે. સવારના સમાચાર ચંદ મિનીટોમાં જ આઉટડેટેડ થઇ ગયા હોય છે. પરપોટા બનતા…અને ફૂટતા જાય છે. જે ‘પોટામાં’ લાંબુ ખમવાની તાકાત છે તેની પર દુનિયાની મીટ મંડાયેલી રહે છે…

જેઓ દિલ અને દિમાગમાં દમ રાખે છે તેમને માટે કંપનીઓ પણ પોતાના કદમ રાખે છે. તેવા અડીયલ ક્રિયેટીવની સતત ખોજમાં રહે છે. યેનકેનપ્રકારેણ તેમના ‘જાસૂસો ચારો ઓર ફૈલાકર’ સવાલોની ગૂગલી મારતા રહે છે. ઇન્ડિયામાં જો કે આવો ટ્રેન્ડ મેં તો જોયો નથી…તમે ‘ટ્રાય’ કરી શકો?

૧૯૯૭ના અરસામાં માઈક્રોસોફ્ટ જ્યારે પોતાના વેપારી-હનીમૂન મૂડની ચરમસીમાએ હતી ત્યારે પોતાની કંપનીમાં કોમ્પ્યુટર ફિલ્ડના બેસ્ટ ઓફ ધ બેસ્ટ લોકોને ‘ચુન ચુનકે’ પકડી લાવતી. માનવામાં ન આવે…વિચારવામાં પણ ન આવે એવા સવાલો અચાનક એમનો એજન્ટ આવીને કોઈક એવા નટખટ ગીકને પટ પ્રશ્ન પૂછી જાય ત્યારે થોડીકવાર માટે એ વોશિંગ મશીનમાં નાખેલી ચાલીસ દિવસથી ન ધોવાયેલી ચડ્ડી તો શું?…ગર્લ-ફ્રેન્ડ ગઈકાલે રાતે કોઈક બીજા સાથે ચાલી ગઈ હોય એય ભૂલી જતા…

શું કામ?- એટલા માટે કે સાચો જવાબ ખોટી રીતે પણ આપી દીધો હોય ત્યારે પેલો ‘માઈક્રોસોફટીયો’ એમના સિયેટલ ખાતેના હેડ-ક્વાર્ટરમાં ઇન્ટરવ્યુ ભાગ-૨નુ આમંત્રણ-કાર્ડ અને હાથમાં પ્લેનની ટિકિટ થમાવી દે. ને ત્યાર પછી શરુ થાય એમનો ‘પ્રોફેશનલ પ્રવાસ’.

આ બધી વિગતોનું માનસિક મેન્યુઅલ એટલે વિલિયમ પાઉન્ડસ્ટોનની કિતાબ ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજી

એની વિગતવાર જાણકારી આ નીચેની વિડીયો ક્લિપ પછી…આફ્ટર ધ બ્રેક!…આ તો ‘બોરિંગ ન થઇ જવાય…એટલા માટે હોં!..

ક્રિયેટિવ ‘સર’પંચ:

ક્રિયેટિવિટી થવા સમય તો જોઈએ…ભાઈ…કેટલો સમય જોઈએ? જાણવું હોય તો આ ક્લિપ જોઈ લ્યો ત્યારે…

ને હવે ત્રીજા ભાગ માટે આવી જાવ આ પોસ્ટ પર ….ફૂજીને ખસેડવાની મહેનત વગરની જાણકારી માટે!

વેપાર વર્ષ: બ્લોગ તરસે ત્યારે શબ્દો વરસે….વર્ષે વર્ષે!

Successful-1st-Year

મને બચપણથી વાંચનનો શોખ. સમય જતા વાંચનના એ પેશનેટ શોખમાં માત્ર વિષયો ઉમેરાતા રહ્યાં છે પણ શોખની લગની તો એની એજ રહી છે. આજે યાદ કરું છું કે મારામાં રહેલો આ વાંચનાર નર લખાણ-પટ્ટીમાં ક્યાંથી આવી ગયો!?!?

થયું આમ…બરોબર એક વર્ષ પહેલા ૫ મી સપ્ટેમ્બર ૨૦૧૦ની રવિવારની એ બપોર. મારી પત્નીએ અચાનક આવી શબ્દ-ધક્કા સાથે ટોણો માર્યો: “આ જ્યારે જોઉં છું ત્યારે ઈન્ટરનેટ પર વેપારને લગતું વાંચ-વાંચ કરો છો તો લખતા પણ બતાવો તો કાઈં માનુ. તમારી સાથે બીજા ઘણાં લોકોને પણ ફાયદો થશે. તમારી કેરિયરને ધક્કો વાગશે બીજું શું?!?!!?”-

૧૦ વર્ષ પહેલાં તેની સાથે થોડાં સમય માટે લવ-લેટર લખવાની ચળ-વળ ઉપાડી હતી પણ શાદી પછી તેના આવ્યા પછી એ ચળ બીજે ક્યાંક વળી ગઈ……

ને ત્યારે આમ અચાનક થયેલા આવા હૂમલાથી એ દિવસે નેટવેપારનો આ પોસ્ટ દ્વારા https://netvepaar.wordpress.com બ્લોગ શરુ કરવો એક અનાયાસ પર્યાસ જ હતો. (દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ કે પગ હોય છે એનું આ એક લેટેસ્ટ ઉદાહરણ)

એની વે. શું લખવું, કેવું લખવું, કેટલું લખવું તેની કોઈ પરવા ન કરી. પણ ‘આગે આગે ગોરખ જાગેગા તો જો હોગા સો દેખા જાયેગા’ વાળી કરીને વેપારના વમળોમાં કુદી પડ્યો ને લખવાની શરૂઆત કરી દીધી.  

કબૂલાત: આમ તો ‘માર્કેટિંગ’ શબ્દ મારા લોહીમાં વહે છે. એટલે એના વિશે સતત અભ્યાસ કરતા રહેવું, લખવું, શીખવું-શીખવવું, કોચિંગ આપવું એ મારું પેશન છે. એટલે આ બ્લોગ દ્વારા એ પેશનને બહાર કાઢી વહેતો કરવાનો જ મુખ્ય ઈરાદો હતો અને છે. પાછલા કેટલાંક વર્ષો દરમિયાન ઈન્ટરનેટ પર વેપારના શીખેલા અસરકારક સૂત્રોને જાતે અપનાવી તેની અસર જાણીને જ આપ લોકોની સાથે વહેંચણી કરુ છું.

સમજોને કે…માહિતીના ડીજીટલ દરિયામાં આ કોશિશથી એક જોયેલા સ્વપ્ન તરફ પ્રગતિ કરી Learning – Earning, Sharing – Selling, Entertaining & Interacting ના મોતીઓ શોધવાનો-ભેગા કરવાનો એક પિંચ પ્રયાસ….

૧૨ મહિના…૫૨ અઠવાડિયા… ૩૬૫ દિવસની આ ૧ વર્ષિય સફર મારી ઝીન્દગીની સૌથી અનોખી સફર રહી. વર્ચુઅલ ભલે કહેવાય પણ એક્ચુઅલી મને ઘણાં એવા સારા દોસ્તો-દોસ્તાનીઓ, સાથીદારો, સલાહકારો મળી આવ્યા.

સુરેશદાદા-પરેશકાકા, ઠક્કરબાપા, વિનુભાઈ-દિનુભાઈ, લતાબેન-મીતાબેન-પ્રીતિબેન, જયભાઈ-યોગેશભાઈ, વિમેશ-રમેશ, જીતેશ-મિતેશ, નાથાની સાહેબ-મનસુખાની સાહેબ, હિરેનભાઈ-નરેનભાઈ, કેપ્ટન નરેન્દ્ર-કર્નલ શબ્બીર, રૂપેનભાઈ-દિપેનભાઈ, જીજ્ઞેશભાઈ-પ્રજ્ઞેશભાઈ, જુઝરભાઈ-મઝહરભાઈ, ઘનશ્યામભાઈ-ગોવિંદભાઈ, અતુલભાઈ-મિતુલભાઈ, અકીલભાઈ-શકીલભાઈ, અરજણભાઈ-માર્કંડભાઈ, અશોકભાઈ-અરવિંદભાઈ, દાસભાઈ-દોશીભાઈ….

આવા તો કેટ-કેટલાંના નામો લખી શકાય…એ સિવાય એ સૌ ભાઈઓ-ભગિનીઓ જેમણે બ્લોગ-લેન્ડ પર આવીને પોતાનો કિંમતી સમય આ વેપાર-વાંચન માટે આપ્યો છે. કોમેન્ટ્સ દ્વારા મંતવ્યો આપ્યા છે. હમારા ‘બજાજ’ જેવી ‘પ્રેરણા’ આપી છે (યેહ ભી તો કસૌટી ઝીંદગી કી હૈ ના!)  ‘લાઈક’ બટન દ્વારા વારંવાર દિલ ખોલ્યું છે. એ માટે…સૌનો ખૂબ ખૂબ આભારી છું.

મારા બ્લોગ-ગુરુઓના મંતવ્ય મુજબ: આ નોટી-નેટી આલમમાં જેઓ સમજીને બ્લોગ-વાંચન ચાલુ રાખે, લખે રાખે…..ભલે લોકોને લાગે કે ‘ગાંડાની જેમ’..તોયે એ ડહાપણભર્યું કામ ગણાય છે. કેમ કે તેના વાંચન-લખાણ દ્વારા તમારા પેશનને ધક્કો મળે છે. જે તમને એક દિવસ ત્યાં લઇ જાય છે જે જગ્યા પર જવાનું તમે સ્વપ્ન જોયું છે…..ઓટો-રીડિંગલી!!

“ગમતા ભડભડતા (પેશનેટ) વિષયનો દરરોજ માત્ર એક કલાકનો અભ્યાસ તમને…ત્રણ વર્ષની અંદર એક વિશેષજ્ઞનુ સ્થાન….પાંચ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે સત્તાધારી વ્યક્તિનું સ્થાન અને સાતમાં વર્ષે દુનિયામાં તે વિષયવસ્તુના જ બેસ્ટ (સર્વશ્રેષ્ઠ) વ્યક્તિનું સ્થાન આપી શકે છે. પણ જરૂરી ધ્યાન એ રાખવું કે એ સાત વર્ષની શરૂઆત સાંઠ મિનીટથી ચાલુ થાય.” – અર્લ નાઈટેન્ગલ   

સંગી સરતાજ ‘પંચ’:

ઓ ‘રાજ’ મને લાગ્યો સૂર-બ્લોગિંગનો રંગ….

આ મૌકા પર જેમને માટે ‘મુકેશ’ પોતાનો અવાજ હતા એવા ‘રાજુ’નું જ આ છવાયેલું ગીત ‘મુકીશ’…

એક દિન બીક જાયેગા માટી કે મોલ જગમેં રહે જાયેંગે પ્યારે તેરે બોલ!