“જેની કલ્પના થઇ શકે, તેનું સર્જન પણ શક્ય છે.”

Mahishmati

“જેની કલ્પના થઇ શકે, તેનું સર્જન પણ શક્ય છે.”

હજારો વર્ષ પહેલાનું અતિ-સમૃદ્ધ ભારત (દુનિયા માટે પણ) દરેક બાબતે એક મેગા-મહા દેશ હતો. આમ તો વિવિધ ગ્રંથોના ‘એપિક પોઈન્ટ્સ’માંથી તેનું મૂર્તિમંત સમૃદ્ધ સ્વરૂપ આપણે જોતાં-જાણતા આવ્યા છે.

પણ જે દેશ આખી દુનિયાના ડેવેલોપમેન્ટનું બેન્ચમાર્ક બન્યું હોય તેની શરૂઆત કઇ રીતે થઇ હશે એ તો માત્ર આપણી સીમિત ધારણા જ છે.

તેનું લેટેસ્ટ અને મેગા એકઝામ્પલ છે માહિષ્મતી શહેર: કહેવાય છે કે આ અઝીમોશ્શાન મેટ્રો-શહેર ભારતની નાભી સ્થાને હતું. બરોબર મધ્યભાગમાં, મધ્યપ્રદેશમાં.

એક ફિલ્મના માધ્યમથી તેને કોમ્પ્યુટર ગ્રાફિક દ્વારા મહાકાય સર્જન કરી બતાવવામાં આવ્યું હોય ત્યારે થાય છે કે, ‘ડિજિટલ ઇન્ડિયા’ કદાચ આ રીતે એક વિસરાઇ ગયેલા શહેરમાંથી ફરીથી નવસર્જન થવા મથતું હોય.

કોઈક ‘રાજા’ના કલેજામાંથી, કોઈક ‘મૌલી’ના મગજમાંથી, દેવસેનાના દિલમાંથી, કે પછી કોઈક બાહુબલીની બાહુમાંથી….

બેશક આવનાર જનરેશન તેનું ડેવેલોપમેન્ટ નવી ક્રિયેટીવીટી સાથે, નવાં માઈન્ડસેટ દ્વારા વિવિધ રીતે કરશે. કોઇ થિમ-પાર્ક બનાવીને, કે પછી એક સાચુ જ શહેર બનાવી ને. કારણકે….

જો ડિઝનીના મેગા ‘વોલ્ટ’વાળા દિમાગમાંથી મિકી-માઉસ લેન્ડ બની શકે તો…એક ‘રાજા’નું દિમાગ આખું માહિષ્મતી ફરીથી સર્જી જ શકે ને સરજી ?!?!!?

“YES! Because …. What We Can Imagine, We Can Create It.”

(Photo Credit: Hindustan Times)

વેપાર-વેલ્યુએબલ્સ ભાગ-૨ |=| વેપારમાં ‘ગુસ્સો’ કરો અને સફળ થાવ! – કેમ અને કઈ રીતે?

અંકલ ફેઝુની ગઈકાલની ‘ગુસ્સા’વાળી વાતને બેંકોક શહેરથી બ્લોગલેન્ડ પર લાવીએ…ને જાણી લઈએ એ પાંચ અક્ષરની વાત જે આપે છે નેટ માટે પંચજ્ઞાન.

એમનું પ્રોફેશનલ ‘લખ્ખણ’ આપણા પર્સનલ લખાણમાં!

GUSSO-Get Angery Get Success

G એટલે Get It! :  “તને લાગે કે જે કામ કરવામાં તને દીવાનગી આવી જાય છે, ઊંઘ નથી આવતી, ભુખ ભૂલી જવાય છે, કાંઈક કરવાનો સંતોષ થાય છે, થોડા આગળ વધવાનો અનુભવ મળે છે…. ત્યારે એવી તકને શોધી, સમજી, પકડી કામમાં કન્વર્ટ કરવાની આદત એટલે…G.”

વાત પકડ….જો હું બેંકોક જોવા માટે તરસ્યો ના બન્યો હોત તો?…કેપ્ટનોની સાથે દોસ્તી કરી મારી ‘જાતને શિપિંગ’ કરી ન હોતે તો?…મારા ડ્રાઇવરી શોખને છોડી દીધો તો તો?…. તો આજ સુધી હોંગકોંગમાં જ હમાલી કરતો રહ્યો હોત….. હવે તું શું બની રહ્યો છે? ને વાર શેની જોઈ રહ્યો છે. જા પહોંચી જા તારા ‘બેંકોક’ના કાંઠે!…ઓ મોજી!”

U એટલે Use It! : “મારા ફરવાના શોખને, લોકોને સમજવાની તકને, ડ્રાઈવર બનવાના શોખને, કમાવવાની ઈચ્છાઓને પકડી લઇ પછી મનમાં ને મનમાંજ દબાવી રાખી હોત તો?- તો તેનો સહી ઉપયોગ થઇ શક્યો હોત?- બંદર પર મોટી મોટી ટ્રકને પણ આસાનીથી વાપરવાનું ઉન્નર મને નાનકડી બસ ચલાવવામાં પણ એટલું જ કામ લાગ્યું છે. એમાં ને એમાં દુનિયાની સુપર બ્રાન્ડેડ કારો પણ ચલાવવા નો મોકો મળી ચુક્યો છે. એટલે તને જેમાં મન લાગ્યું હોય તેને બધી રીતે વાપરવામાં પાછળ જોઇશ નહિ… ઓ તોફાની ટટ્ટુ!.”.

S એટલે Share it! : “તારી પાસે બે બાટ (બેંકોકમાં વપરાતું નાણું) છે?-…. તો કંજૂસ બનીને એક બચાવી લે. એટલા માટે કે કોઈકની સાથે શેર કરવામાં, કોઈકને આપવામાં, મદદ કરવામાં કામ લાગી જશે… પેલા ચીની-મીની બચ્ચાઓ માટે મારી ગાડીમાં ચોકલેટ્સ કે ચિપ્સના ડબ્બો હમેશાં ભરેલો રહેતો. એ તો ઠીક, ટીસ્યુ પેપર્સ, વોટર બોટલ્સનો ડીકીમાં ખડકલો રહેતો…મારા માટે નહિ…જે ગાડીમાં આવે એમને આવા મજાના વાઈરસ ફેલાવવા માટે…એટલે તારા ધંધામાં પણ શેર-શાયરીઓ-કવિતાઓ સિવાય એવી ઘણી વસ્તુઓ છે જે જોગ-સંજોગે બીજાને  કામ આવી શકે તેને ‘શેર’ કરજે….શું સમજ્યો ડબ્બુ?!”  

S એટલે Sell it! : “આખો દિવસ…આખી ઝીંદગી બસ ‘આપ..આપ’માં થાપ ના ખાતો. મહેનતથી કમાવવાની વાતને ખીસામાં ભરાવી રાખજે. પેટ્રોલ માટે બાટ લેવામાં કાયમ તારા પપ્પા પર ભરોસો નઈ રાખવાનો.. મેં પણ ગાડી ચલાવતા ચલાવતા બીજા ડ્રાઈવર દોસ્તોને ‘ઘણી ઈમ્પોર્ટેડ આઇટમ્સ’ વેચી છે. એમાંથી તારી આંટીને બેન્કોકની ગલીઓ ફરાવી છે. કેટલાંક મા-બાપના એક બચ્ચાને લઈને બીજા બચ્ચા પર ડિસ્કાઉન્ટ આપી પછીથી આખી ફેમિલીના બાળ-બચ્ચાંનો ‘કોન્ટ્રાક્ટ’ લીધો છે. પછી એ જ ફેમીલીના ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે…આખું બેંકોક ફરાવવામાં મારી શું કોઈની ભી બૈરી એ પણ મને રોક્યો નથી. આવા બોનસ લેવા માટે આજે તું એક્સ્ટ્રા પોઈન્ટ આપ મને…ભાઈ ચંપુ!

O એટલે Outstanding it! : “આ તારું પેલું વારે ઘડીએ શબ્દ આવે છે ને…’હટકે’ આ એ જ. વાર-તહેવારે બદલાવ લઇ આવ. જે રીતે બચ્ચે લોગ માટે ટોયોટાની ફેક્ટરીમાં જઈને ખાસ એમની સહુલીયાતો ધ્યાનમાં રાખીને મીની-બસ બનાવી આવ્યો હતો. ત્યારે એમના પાપા-મામા તો ઠીક…સ્કૂલવાલા પણ આ તારા તપેલા અંકલનું ધ્યાન રાખતા. કેપ્ટનોની બીગ બેગ્સ હોય….પેલા માસુમોનું મીની-બોક્સ હોય…..કે ૮૦-૯૦ વર્ષના બુઝુર્ગોનો બિસ્તરો અને એમને માટે વીક-એન્ડમાં ફ્રિ સર્વિસ….બધું એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર ઉચકી લેવાની હટકે સર્વિસ શીખવા કોઈ કોલેજમાં નોહતો ગયો…આજે એમની દુવાઓ લાગી છે. ખુદાએ મારો બોજ સાવ હળવેથી ઉપાડી લીધો છે…કોઈ પણ એક્સ્ટ્રા ખર્ચા વગર….એય ચંબુ!

“અંકલ ફેઝુ!…કુછ ‘બાટ’ ઐસી હોતી હૈ….જિસે શીખ કર ડ્રાઈવ કરની પડતી હૈ!- સહી બોલાના?

“એ પાછો આવી ગયો તારી એજ કવિતાઓ કરવાના અંદાઝમાં…જા હવે સીધો સીધો ને મારા માટે મસ્કા-બન અને માલપુવા લઇ આવ.”

હવે મારાથી અંકલ ફેઝુને એમ કેમ કહેવાય કે…આ મસ્કા-બન-માલપુવાની બાબતમાં હું અમદાવાદી કેટલો ‘લકી’ છું. કહીએ ને પાછા ધુંવાપુવા થઇ જાય…તો?…એટલે…ચુપ!    

ચલો..ચાલો દોસ્તો, આપણે આવી જઈએ પાછા આપણા ‘મલક’માં! આપણને હજુ ઘણું કામ અચિવ કરવાનું બાકી છે.  

સરફીરો‘પંચ’

 નાચતા નાચતા નેતાગીરીનું લેસન?

૩ મીનીટની આ કલીપમાં શરૂઆત હસવા જેવી લાગે પણ પછી હસીને ન કાઢી નાખવા જેવી બને છે. કોમેન્ટ્રી કરનારના શબ્દોને સાંભળતા જઈ બનતી વાઈરલ અસર લીડરશીપનું એક અનોખું ઉદાહરણ આપી જાય છે.

 સાઈટ લિંક: http://www.youtube.com/embed/fW8amMCVAJQ

દોસ્તો, તમારા…દોસ્તોમાં, ગ્રુપમાં, સગાંઓમાં, કોન્ટેક્ટલીસ્ટમાં એવી વ્યક્તિ(ઓ) હોય જેમને આ બ્લોગ ઘણો ઉપયોગી થઇ શકે? તો એમના નામ અને ઈ-મેઈલ નીચેના આ સ્પેશિયલ બોક્સમાં જણાવી શકશો?- ધ્યાન રહે કે…કોમેન્ટબોક્સમાં ન લખાઈ જાય. કેમકે તેમાં માત્ર તમારા દિલની-દિમાગની વાતો જ સ્વીકારવામાં આવે છે.

વેપાર-વેલ્યુએબલ્સ |=| વેપારમાં ‘ગુસ્સો’ કરો અને સફળ થાવ! – કેમ અને કઈ રીતે?

Cool-Hot

વખત કોઈ પણ હોય. પણ એમનો ગુસ્સો જ્યારે દિમાગમાંથી સીધો હોઠ પર આવી જતો ત્યારે તે કોઈનાય પાપા, મામા, કાકા, માસા કે ફુવા ન બનતા. બનતા તો બસ ફક્ત ધૂવાપુવા. એમના ભડભડતા લાવાયુક્ત શબ્દોનું ત્સુનામી ક્યારે આવે એ કોઈ ન ભાખી શકતું. વાંક ગમે તે હોય (કે જરાય ના ગમે એવો હોય) એમની અડફેટમાં આવી જનારનો આગલો પાછલો…બધો હિસાબ ચુકતે થઇ જતો.

ત્યારે એમને શાંત પાડવા માટે એકજ ઉપાય. એમની સામે રહેલા બધાંને થોડાં સમય માટે શ્વાસ રોકી લેવો પડતો. જીવતા તો એ સૌ મોટા લોકો રહેતાં પણ શબ્દોનો મૂઢ માર ખાઈને અધમૂવા બની જતા. વાતાવરણનું તાપમાન ભલેને સામાન્ય ૨૫ ડિગ્રી હોય પણ એમની આસપાસ ૨૫૦ ડિગ્રી બની જતું.  પણ આજે હવે…એમની શાદીના ૩૭ વર્ષ પછી તોફાન કાંઈક અંશે શાંત પડ્યું છે. ને એ જ્વાળામુખી ઘણો ખરો લાવા બહાર ઓકીને થોડો શાંત પડી ચુક્યો છે.

એમનું નામ ફઝલ મોહંમદ અને આ હતી એમની એક ગરમા-ગરમ ઓળખ.

હવે જે શરીરમાં આવો સુપર તેજ લાવા-પર્વત હતો ત્યારે તે જ શરીરમાં એન્ટાર્કટીકાની એક હિમશિલા પણ દબાઈ ને પડી હોય તો હાલત કેવી થાય? એ તો ભલું થાજો કે…એમની અંદર આ શિલા હજુયે જવાન જ હતી. એમ જ સમજોને કે ખુદાએ તેમના શરીરમાં ખાસ બાળકો માટે બનાવી રાખી હતી. આ ‘બચ્ચાં-લોક’ ફઝલ મોહંમદભાઈ માટે એક અલગ દુનિયા હતી. આખું કુટુંબ જ્યારે એમના ગુસ્સાથી ફફડતું ત્યારે…એ નર્સરી-યુક્ત બાલુડાંઓ એમની પાછળ દીવાના રહેતાં. એ તો સારું હતું કે શની-રવિ નર્સરી-સ્કૂલમાં રજા રહેતી. નહિતર એવા વીક-એન્ડમાં પણ ખાસ એમની ગાડીમાં મસ્તી માટે તત્પર એવી આ ચાઈનિઝ-મલેશી ચિલ્લર પાર્ટી એમના આ ‘અંકલ ફેઝુ’ ને સાન્તાક્લોઝનો બીજો અવતાર માનતા.

ને આ હતી અંકલ ફેઝુની ઠંડામાં-ઠંડી ટૂંકી ઓળખ.

વર્ષો પહેલાં હોન્કોંગના હાર્બર પર હમાલી છોકરા તરીકે પ્રવૃત્તિ શરુ કરનાર ફઝલ મોહંમદને સ્ટીમરના કેપ્ટનોની દોસ્તીએ હોંગકોંગથી બેંકોક પહોચાડી દીધા. ને પછીથી કાયમી ધોરણે બેંકોક શહેરમાં સ્કૂલ માટેની ખાસ બસના ડ્રાઈવર બનેલા ‘અંકલ ફેઝુ’ તરીકે નિવૃત્ત થઇ રહ્યા. કાંઠો ભલે કોઈ બી દેશનો હોય પણ કાઠો પાકો ભારતીય. એટલે ‘સખત મહેનત કરવામાં પાછળ નહિ જોવાના’ ગુણ માટે ખુદાએ એમને જે જોઈતું હતું તેવું નન્હેં-મુન્ને બચ્ચે લોગની ખૂબ પ્રેમ-ભાવ ભરેલી લાગણી સાથે ડ્રાઈવિંગના પેશનવાળું જોબવર્કનું કોમ્બો ગિફ્ટ પેક શરૂઆતમાં જ આપી દીધું હતું. ને બસ પછી શરુ થઇ એ ફેઝુભાઈની ઝીંદગીની મીનીબસ સફર.

પણ મને એમની એવી કોઈ લાંબી બાયોગ્રાફી બતાવીને આપ લોકોને ‘બોર’ નથી કરવા. પણ થોડાં વર્ષ અગાઉ ભારતમાં શાંત માહોલમાં એમની સાથે થયેલી મુલાકાતમાં જે બોલ્ડ પોઇન્ટ્સ મને તરબોળ કરી ગયા એ વિષે કહેવું છે. શક્ય છે આજના વેપાર-માહોલમાં બેન્કોકી વાતાવરણમાં પાકેલા આ ભારતીય પોઇન્ટ્સ આપણને કાંઈક અંશે આગળ વધવામાં મદદરૂપ થઇ શકે. એમની કહાની સાંભળ્યા પછી આખરે મારો એમને સીધો સવાલ આ હતો:

“અંકલ ફેઝુ, તમારી દ્રષ્ટીએ આજના ‘ફાસ્ટફૂડી’ જમાનામાં વેપાર માટે કઈ અગત્યની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?”

“ઓયે!…..પહેલા તારી ડાયરી લઇ આવ! ને પછી સવાલ કર. નહીંતર પાછો ૨૫ વાર આવો એકનો એક સવાલ કરીને મારું માથું ખાઈ જઈશ…. સાવ એવો ને એવો જ….ભુલક્કડ..!…..

………ચલ લખ હવે….

GUSSO કર. ને સક્સેસ થા.”

ઓહ તેરીકી!….આ ફેઝબાપુ તો આ જવાબમાં પણ એમના અસલી મિજાજ પર આવી ગયા. વેપારમાં ગુસ્સો!?!?!?!?!?? ને પાછુ એમ કરીને પણ સફળતા…યેહ બાત કુછ હજમ નૈ હુઈ ના?-

ક્યાંથી થાય બહેન-બંધુઓ!? એના માટે મને આ ‘GUSSO’ શબ્દને ઠંડો પાડવો પડશે. અને ૨૪ કલાક રાહ જોવી પડશે. એટલે તમે બેંકોકમાં હોવ કે બર્મિંગહામમાં, હોંગકોંગમાં હોવ કે હોલેન્ડમાં… કાલે આ બ્લોગલેન્ડ પર પાછા આવી જજો.

કેમ… વેપારમાં શાંતિ આપતો ગુસ્સો પહેલી વાર જોવો છે ને?

ચાલો ત્યારે શહેરની આજની વાતમાં આજે સરપંચ પણ શહેર‘પંચ’ બની ગયો છે..જોઈ લો ત્યાં શું બની રહ્યું છે.

શહેર‘પંચ’

૧,૦૦,૦૦૦ સ્ટેપલર પિનથી બનાવેલું ‘પીની’ (કે મીની) શહેર

સાઈટ લીંક: http://www.vimeo.com/10875342