‘આઈડિયાઝ‘ ભેગા કરનારા ધૂરંધરો જ્યારે કોઈ એક જગ્યાએ ભેગાં થાય ત્યારે ખરૂ ‘આઇડીયલ’ પ્રાર્થનાઘર બને છે. પછી એમાં કોઈ પણ ‘આઈડોલ’ની જરૂર નથી હોતી.
આવી ઘટનાઓ કરવા માટે કોઈ ફિઝીકલ જગ્યા રચાય કે ન રચાય તો પણ કોઈ ખાસ ફરક પડતો નથી. એટલા માટે કે એવા ‘અડિયલ’ વ્યક્તિઓને માત્ર પરિણામ લાવવામાં રસ હોય છે. જે સાચે જ વિકાસની વાતોમાં રસ ધરાવે છે, વિચારના બીજો વાવતા રહે છે.
ગૂગલ… ટેકનોલોજીની લગભગ દરેક બાબતોમાં આગેકૂચ એટલા માટે કરતુ રહે છે કે તે એવા ‘આઇડિયલિસ્ટિક’ બીજ ‘શેર અને સેલ’ કરે છે.
આ એનું લેટેસ્ટ સોજ્જું કારસ્તાન જ જોઈ લ્યો. જેમને લાગતું હોય કે ‘સમાજકો બદલ ડાલુંગા’ એમને પહેલા https://www.solveforx.com/ સાઈટ પર આવી જવું. પછી એમાં રહેલા એક પ્રોજેક્ટ પર પણ ‘મિશન’ શરુ કરી શકાય તો ભયો ભયો…
જેમની પાસે આઈડિયાઝની કમી ના હોય, મારી નજરે એ લોકો ખરા ક્રિયેટિવ ‘કમીના’ છે. દુનિયામાં પ્રગતિ કરાવનારા કમીના! | સલામી એ સૌને!