હો જાયે કુછ સૈરાટ!?!?!

નવો જોશ! નવી શરૂઆત !

રાતોરાત લાખો કમાઈ લેવાની ઘેલછા, મહિનામાં જ મિલિયોનેર બની જવાની તીવ્ર ઈચ્છા, કોઈકની વાત ને સાંભળી ન સાંભળી કરીને તુરંત જ પોતાનું રૂઢિચુસ્ત રિએક્શન્સ આપી (કે ચોપડાઈ) દેવાની આદત, દિવસોનું કામ કલાકમાં જ ‘પતાવી નાખવા’ના ગાંડપણમાં આપણે ઘણાં ‘નવજુવાનો’ ઝડપ નામના રોગમાં સપડાતા વાઇરલ બનતા જઇ રહયાં છે. એટલિસ્ટ પાછલાં કેટલાંય મહિનાઓથી મને એનો ઘણો અનુભવ થયો છે.

કોઈ કહે છે કે ‘એક જ જિંદગી’ મળી છે. તો કોઈક કહે છે કે ‘મોત એક જ વાર મળે છે. કાલ (કે કાળ) કોણે જોઈ છે? જેટલું જીવાય એટલું જીવી લ્યો. પણ ખરેખર એવી દોડધામી અને ફિકરી ઝીંદગીમાં આપણે કેટલું જીવી શકીયે છીએ?

માત્ર ‘પૈસાની જ ફૂટપટ્ટી’ દ્વારા બીજાંવને આખેઆખો માપી લેવાની ભૂલમાં આપણે મસ્તમૌલા જેવાં માણસોને ઓળખવાની તસ્દી લેવાનું પણ ભૂલતા જઇ રહ્યાં છે.

સાવ ક્ષુલ્લક બાબતોમાં બીજાં (અરે! બલ્કે આપણા જ સ્વજનો સાથે પણ) જોડે ઝગડો કરી સંબંધોનો રગડો કરતા જઇ રહ્યાં છે. કશુંયે વિચાર્યા વિના માત્ર એકનો ગુસ્સો કે આક્રોશ બીજાંને ટ્રાન્સફોર્મ (અરે હા! એને ‘ફોરવર્ડ’ કહેવાય છે હવે) કરી દઈએ છીએ. લાગણીઓ જાય તેલ લેવા. મને તો દેવું કરીને પણ ઘી તો જોઈશે જ.

પાછલાં ૧૫ દિવસમાં મારા બે પડોશી દોસ્તો (‘અચાનક!’ શબ્દ મારા માટે જ) આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેમના મોતના બે દિવસ પહેલા જ એકની સાથે ફેસ-ટુ-ફેસ અને બીજાની સાથે વોટ્સએપી વાત થઇ.

તેમની આંતરિક બીમારીને લીધે તેઓએ તેમનો ‘ડેડ વોઇસ’ પહેલેથી જ સાંભળી લીધો હશે. એટલે જ તેમની વિદાય વાતોમાં ‘ધીરી ધીરી બાપુડિયાં’ નો સૂર મને હવે સંભળાય છે.

બેશક ! મોત એક ઉત્સવ છે. પણ ધ્યાન રહે કે તેના જન્મનો ઉત્સવ ઘોંઘાટિયો કે વસવસો ન બને…અલમસ્ત બને, મજેદાર બને. હસમુખો બને.

નવ મહિનાનો અંત અને દસમા મહિનાની શરૂઆત… હો જાયે કુછ સૈરાટ!?!?!

મનસુખી મોરલો:

“દુવા મેં યાદ રખના !” – મંત્ર માત્ર મજાક ખાતર નથી બોલાતો. તેમાં મેજીક છે. તેની અસર સાચે જ માનું છું અને માણું છું.”

ઉલ્ટા કામો કરી કમાણી કરવાનો એક અનોખો મુકામ એટલે…

Ulta-Pulta- Upside Down

.

• “જા! પેલી લાંબા વાળ વાળી રીટાને અમારી વચ્ચે કિસ કરી આવે તો રૂ.૫૦૦/- આપણી તરફથી…”

• “બોલ એક સાથે ૨૫ વખત આ દાદરા ઉતર ચઢ કરી બતાવે તો આ રવિવારે પિઝા-પાર્ટી આપણી તરફથી…”

• “છે કોઈ જે ૧ મિનીટમાં મેક્સિમમ કોલાની બોટલ પી બતાવે?- જો હોય તો ૧૦૦૦નું ઇનામ આપણી તરફથી…”

સ્કૂલ-કોલેજમાં, પાર્ટીમાં, મેળાવડામાં કે લગ્ન જેવા પ્રસંગોમાં આવી અવનવી શરતો લાગતી રહે છે. પણ શક્ય છે એનું ઇનામ ક્યારેક જ મળતું હોય છે. અથવા અંચાઈ કરીને ગૂટકાવી દેવાય છે. અને જો મળે ત્યારે હાજર દોસ્તોમાં દિલદારીથી શેર કરી એમાંથી જ પાર્ટી અપાય જાય છે.

મસ્તી-તોફાન-મજાક જ્યાં સુધી નિર્દોષ છે ત્યાં સુધી એ ચાલતું રહે નહીંતર ક્યારેક લેવાના દેવા થઇ જાય ત્યારે પૈસા સાથે ઘણું બધું ગુમાવી પણ દેવાય છે.

પણ વેઈટ!

ઈન્ટરનેટ (ને હવે તો મોબાઈલ) પાસે એનોય તોડ મળી શકે એવા પ્રોગ્રામ આવી ચુક્યા છે. – મૂલ્ટા.કૉમ.

નામ મૂલ્ટા… ને કામ ઉલટા-પૂલટા કરી સાચે જ કેશ કમાવાનું એક મજ્જાનું પ્લેટફોર્મ.

જ્યાં એક વ્યક્તિ વિભિન્ન ચેલેન્જ સાથે કેશ-ઇનામ આપે. જેમ કે…

• “જાહેરમાં સ્ત્રીના કપડાં પહેરી મૂત્ર-વિસર્જન કરી બતાવો તો ૫૦$….”

• “પબ્લિક ફૂવારામાં ખુલ્લા નાહી બતાવો ને ૫૦$$ લઇ જાવ….”

• “ભરબજારે અજાણી વ્યક્તિને લોકોની વચ્ચે ભેંટી લો અને ઉપાડો ૧૦૦$….”

• “દુનિયાનો સૌથી તીખો સોસ ચાટી બતાવો ને પછી મોં ખોલ્યા વિના લઇ જાવ ૫૦$$…”

• “ઉંચી બિલ્ડીંગની અગાસીથી હાથ બાંધીને વાંકા વળ્યા વિના સીડીઓ ઉતરી બતાવો ને લઇ સીધેસીધા લઇ જાવ ૨૦$…”

જે ચેલેન્જ ઉપાડી હોય એની સાબિતી વિડીયો વડે આપવી પડે. પછી જે કમાણી કરી હોય એ કાં તો ખિસ્સામાં મૂકી હાલતા થાવ અથવા સખી દાતાર હોવ તો સાઈટ પર જ દાન-પેટીમાં નાખતા જાવ.

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહિયે…..ટુના ટુના!!!!

બોલો….તમને ચુપ રહી આવા ઉલટા આવા કામો કરવા ગમતા હોય તો આજે જ જોઈ લ્યો એ મૂલ્ટા.કૉમ.

સરપંચ:

આવનારા દિવસોમાં શરુ થનારી ટ્રાન્સપેરન્ટ લાઈફસ્ટાઈલ જે મગજ અને મનનું ચક્કર ડીજીટલમાં આ રીતે ગોઠવતું જશે…

 

બે ની લડાઈમાં ત્રીજો આ રીતે… ફાવે છે?!?!?

એક જંગલમાં સિંહ અને હાથી વચ્ચે જબરદસ્ત ઝગડો થયો. 

સિંહ:અલ્યા હાથી! તે મારો ખોરાક મારી ગુફામાંથી આવી પચાવી પાડ્યો, કેમ?

હાથી:અલ્યા એય સિંહડા..જા જા હવે…ખોરાકતો તે મારો પચાવી પાડ્યો….ને પણ ખુલ્લે આમ ને પાછો મારા પર શાહુકારી કરે છે?”….ને બંને વચ્ચે વાક્યુદ્ધ ચાલતું રહ્યું. જંગલના પ્રાણીઓને તો વગર તેડે તમાશો મળ્યો. સમજોને કે મનોરંજન.આ ઘટના થોડે દૂર એક ચિત્તો પણ જોઈ રહ્યો હતો ને..મનોમન હસી રહ્યો હતો. કેટલાંક જી-હજુરીયા પ્રાણીઓએ ચિત્તાને પૂછ્યું.- “ચિત્તા ભાઈ….આ તો ગંભીર બાબત છે….તમને આ ઝગડામાં હસવું કાં આવે?

ચિત્તાભાઈ એ કશુંયે કહ્યા વિના માત્ર આંખનો પલકારો કર્યો ને થોડું વધુ ખંધુ હસી ધીમેથી ત્યાંથી સરકવા લાગ્યો.

….ને થોડાં જ સમયમાં ‘આજકા જંગલ’-ની સાઈટ પરથી દરેક પ્રાણીઓના મોબાઈલ પર એક નવા બ્રેકિંગ-ન્યુઝ ચમકી ગયા.

“જંગલમાં થયેલા સિંહ અને હાથીના યુદ્ધ પછી અચાનક ક્યાંકથી ચિત્તો આવી ચઢ્યો છે. અને હાથીના હાથમાંથી ‘બચેલો’ ખોરાક લઇ એ હવે સિંહની ગુફામાં ‘વધેલાં’ ખોરાક પર હૂમલો કરી રહ્યો છે.”

પ્રાણીઓ ચિત્તાનું ખંધુ હાસ્ય હવે સમજી રહ્યા છે. પણ કશુંયે કરી શકતા નથી…કેમ કે ચિત્તાની સ્પિડ છે ભાઈ, કોણ જોખમ ખેડે?

——————————————————————————-– હમણાં જ ‘વાસી’ થયેલા એપલ-સેમસંગના પેટન્ટ-ઝગડામાં ગૂગલની અચાનક તાજી આવી ગયેલી ‘ગૂગલી’ માટે આવીજ વાર્તા કહેવી પડે ને સાહેબો? થાય તો થોરામાં ઘન્નું સમજજો…નહિતર પ્લેનેટ એનિમલ ચેનલ હજુયે ચાલુ જ છે.

વેપાર વાઇરસ: ગીતનો લોટ…..ને સંગીતના રોટલાં

“ઇન્ટરનેટ કે પ્રાપ્ત સૂત્રો કે અનુસાર…અમેરિકાના અલાબામા રાજ્યમાં આવેલા કોઈ ટાઉનમાં થોડાં જ દિવસો અગાઉ એક મકાનમાં આગ લાગી. કોઈ જાનહાની થઇ નથી. –  સમાચાર સમાપ્ત હુએ.”

એ લ્લા…..દોસ્તો, એ તો સમજ્યા કે આવી ઘટના તો દુનિયામાં ક્યાંકને ક્યાંક બનતી જ રહે છે. જેની ચર્ચા પણ થતી નથી કે પછી આપણને એવા ‘બ્રેકિંગ’ સમાચારો  હવે રસ નથી રહેતો. પણ હવે આપણે એમ કહીએ કે…આ આગને ‘બેકિંગ ન્યુઝ’ ગણી તેમાં શેકાયેલા કેટલાંક નવા જ રોટલાંની વાત જાણવા મળે તો?….કોઈક રસ જાગે પણ ખરો. ખરું ને?

થયું એમ કે… બનેલી આગની આ નાનકડી ઘટનામાં ત્યાં જ રહેતી બાઈ મિસિસ સ્વિટ બ્રાઉને તેની પાસે આવી પહોંચેલા એક ટી.વી. ન્યુઝ રિપોર્ટરને તેના કાળા અંદાઝમાં સફેદ પ્રતિભાવ આપ્યો. ને બસ…પછી તેને અવનવા રંગો લાગી ગયા.

ઇન્ટરનેટના કેટલાંક શબ્દ-રસોઈયાઓને તેના બોલાયેલા આ ઘટનાત્મક શબ્દોમાં સંગીત સંભળાયું ને તેમણે શેકી નાખી આગની તાપ પર વાઈરલ રોટલી.

એક વિરલાએ શબ્દોને ‘રેપ’ મ્યુઝિકના ગીતની કડીઓ ગણી રિધમ બનાવી. તો બીજાએ ‘રેગે’ સ્વરૂપ આપ્યું. હવે આમાં કુલ્લે કેટલી વણાઈ ને કેટલી શેકાઈ રહી છે તેના સમાચાર તો આ યુ-ટ્યુબવાળાઓ જ આપી શકે ભ’ઈ શાબ!

પણ આ ઘટનામાં એક વેપારી વાત પણ બની છે. કેટલાયની કેરિયર બની ગઈ. સંગીતનું આવુ વાઈરલ ઇન્ફેક્શન જોયા પછી થોડાં દિવસો બાદ ખુદ મિસિસ ‘સ્વિટ બ્રાઉન’ રિપોર્ટર્સને કહે છે કે “હાયલા! હું આવું ય ગાઈ શકું છું?…. ખરેખર કોલસો પણ આગમાં ચમકી જ શકે છે?”!!!!!?!!?!?!!?!?”

…The Quick ‘Sweet Brown’ Fox Jumps Over Crazy Dogs! તે આનું નામ!

લ્યો ત્યારે આપ લોકો પણ જોઈ લો કે આગની કથા-વ્યથા અહીંથી શરુ થઇ…..

The Original One: 

.

…ને પછી સંગીતના આવા વાયરા ફૂંકાયા…

 .

.

 

આઃહ ! અને ઓહ! આ બનાવ જોયા બાદ કૈલાશભાઈની પેલી પંક્તિને પલટાવી હવે કહેવું પડશે કે…

“દર્દને રોયા વિના ગાયા કરો”.

વેપાર વિસ્મય: મસ્ત મજાના આઈડિયાઝ…આવે છે કઈ રીતે?

આજે થયું કે છે કે…જા…કાંઈ પણ લખવું નથી પણ બધાંની સાથે સહભાગી થઇ દિમાગની નસ ખેંચવી છે. એટલે શરૂઆત કરુ આ ખરેખર ‘સર પર લગ જાયે’  એવા પંચથી…

સ્ટિવન જોહનસનની બૂકસ તમે ન વાંચો (તો ડાહ્યા તો કહેવાશો જ)  પણ વાંચો તો સમજદાર ગાંડા બનવામાં સાંઠ ગુણ આપી શકે એમ છે.

રોન્ગ્યુલેટર: ખોટી ગણતરી કરતુ ખિસ્સા-ખેંચું કેલ્ક્યુલેટર

ચાલો, આ નાનકડી નસખેંચું ફિલ્મ જોવાઈ ગઈ હોય તો હવે  લગે હાથ ‘આંગળી ખેંચુ’ રોન્ગ્યુલેટર‘ પણ જોઈ નાખો. સાચા જવાબ તો બહુએ જોયા પણ ખોટા-ખોટા જવાબો બતાવી એકાઉન્ટન્ટનું ‘બેલેન્સ’ બગાડવું હોય તો એને ભેંટ આપી દેવાનું આ રોન્ગ્યુલેટર ને બેસાડી દો આંકડાઓને….બાંકડા પર!

બોલો  હવે…ઈન્ટરનેટ પર આવા ‘ખોટા’ કામોથી પણ વેપાર કરી શકાય છે…ખરું ને?

આપના સ્નેહી કે દોસ્તને આ બ્લોગ વિશે જણાવવું હોય તો કોનું નામ આપી શકો?

વેપાર વાર્તા-વિચાર: તાજા વાંસની [વાસી થઇ ગયેલી] વાર્તા……વેપારના સંદર્ભમાં.

Bamboo_Trees

આપણે સૌએ કોઈકને કોઈક રીતે સેલ્ફ-અથવા બિઝનેસ ડેવેલોપમેંટને લગતા પ્રોગ્રામ કે સેમિનારમાં હાજરી આપી હશે, ખરુને? મન માટે મોટિવેશન અને પ્રોડકટીવીટી માટે પ્રેરણાત્મક બનતા આવા પ્રોગ્રામ્સ મગજના વિકાસમાં વેક્યૂમ-ક્લિનર જેવું કામ કરે છે. વખતોવખત નકારાત્મક પરિબળોની ધૂળ સાફ થતી રહે છે. વિચારો અપડેટ્સ થતાં રહે છે.  

પણ સામાન્યત: આવા સેમિનારમાં દિમાગ પર બમ્બુ વાગે તેવું એક બોરિંગ ઉદાહરણ ખાસ જોવા મળે છે. વાંસનું. બામ્બુનું

 “મિત્રો, તમને ખબર છે?…વાંસને પકવતા પાંચ વર્ષ લાગે છે. બી વાવ્યા પછી પાંચ વર્ષ સુધી ધીરજ ધરી, શાંતિ રાખી વાંસને ઉગવા દેવામાં આવે ત્યારે વખત આવ્યે લાંબે ગાળે ઉંચે ઉગી આ પાક સુપર કમાણી કરાવી આપે છે. આપણા સ્વ-વિકાસનું કે વેપાર-વિકાસનું પણ કાંઇક એવુંજ છે. સમયને સમજી જરૂરી જગ્યાએ રોકાણ કરવામાં આવે ત્યારે મોટો લાભ થાય છે. માટે મનુષ્ય-માત્ર માટે જરૂરી છે કે ધીરજ ધરી સહનશીલતા રાખી રાહ જુએ. તેમાંજ તમારી કર્મશીલતા છે. ટૂંકમાં, ‘થોભો, સમજો, રાહ જુઓ અને આગળ વધો’ની નીતિ આપનાવી જીવનલક્ષી વિકાસ સાધવો જોઈએ. તમારા આત્માને પર પરમ-શાંતિનો અનુભવ કરાવવો હોય ત્યારે ધીરજ ધરી મનને, સમયને આધીન રહી કર્મ કરતા જઈ ફળ મેળવવું એ સુખી મનુષ્યનું સુંદર લક્ષણ છે ”

આઆઆઆઅહ્હ્!….ભક્ત વાંચકો! આટલું શુદ્ધ વાંચવાની પણ ધીરજ રાખી આપ બેશુદ્ધ ન થયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર!

સાવ બોર્ર્ર્રર્ર્રિંગ…ખોટી વાત…ખોટી સમજણ.

ઓહઉફફફ!…ઝટકો લાગ્યોને?- આટલાં સેમિનારમાં શીખીને આવેલી આવી સરસ મજાની વાત વર્ષો પછી જ્યારે પાછી યાદ આવે ત્યારે તે વખતે શીખેલા જ્ઞાનની ભેંસ પાણીમાં બેસી ગયેલી દેખાય એ દેખીતું છે. પણ આ વાત આ બંદાની નથી. એટલેજ આટલું ખુલ્લું કહેવાની આ પાર્ટીએ હિંમત કરી છે. આ વિરોધી વાક્ય તો ઈન્ટરનેટના જમાનામાં ઉલટું સાબિત કરી વાંસની વાતને રીફ્રેશ કરનાર મારા બીજા એક લેખ-ગુરુ શ્રીમાન નોહા સેન્ટ જોહન્સનું છે.

ઓફકોર્સ, મને આજે આ લેખ-ગુરુના પ્રબળ શુક્રની વાત નથી કરવી પણ તેના આ ‘ધીરજ’, ‘સબ્ર’ કે ‘સબર’ કે ‘સહનશીલતા’ની ચમકીલી વાત કરવી છે. ગામ આખું જ્યારે ‘પડ્યું પાનું નિભાવવાની’ એકજ વાત કરતુ હોય ત્યારે આ પડેલા ‘પાના’ને ખોલવાની હિંમત માટે આ સબરના સાબરને કેટલો કંટ્રોલમાં રાખવો ને કેટલો જોર કરી દોડાવવો એવી સમજણ આપી નોહા સેન્ટ જોહન્સે સાચે સાવ જ અલગ કામ કર્યું છે. એટલે જ મારા બ્લોગ માટે આવા સાવજની વાત કરવામાં મને પણ ઘણી ખુશી થાય છે.

તો બંધુઓ, ભગિનીઓ…..આ નોહાભાઈ વાંસની વાતને ઉલટી લટકાવી ‘વધુ પડતી ધીરજના ફળ ખાટ્ટા’ ના મુદ્દાને સીધો સાબિત કેમ કરશે એની ‘ટુ ધ પોઈન્ટ’ વાત બસ (ઓયે….પાંચ વર્ષે નહિં) આવતી કાલે જ (આ બીજા ભાગમાં)……

ત્યાં સુધી તમ તમારે આ સરપંચમાં ‘પતે કી બાત’ જોઈ જ લ્યો.

સરકાર્ડ‘પંચ’

ફેંકાફેંકી!  એય પાછી ધંધામાં કાર્ડ ફેંકીને?!?!?!?!?  દુનિયા આખી ” પૈસા ફેંક તમાશા દેખ” કહેતું હોય ત્યારે આ કોરિયન છોકરો ધમાલ કરીને બતાવી રહ્યો છે:

“કાર્ડ ફેંક ડાઇરેક્ટ, ….ઔર તમાશા દેખ ઇનડાઇરેક્ટ….સેમસંગ બ્રાન્ડકા!…….આને કહીશું કે દિલફેંક કાર્ડ-ફેંકુ

વેપાર-વંચના: પ્લેજીયારિઝમથી પ્લેઝરિઝમ સુધી… | From Plagiarism to Pleasurism

From Plagiarisam_to_Pleasurism

દોસ્તો, યશવંતભાઈના ગઈકાલના આ બ્લો’-પોસ્ટથી પેટફાટ-બાંકડાતોડ હસવું આવ્યું છે. હસતાં-હસતાં આપણને રમતા જોગી માંથી ક્રિયેટિવ-બ્લોગી થવા માટે જરૂરી એક ગંભીર વાત જાણવા મળી છે. કેમકે બ્લોગથી ઈન્ટરનેટ પર એક સાવ અલગ અને અનોખી સુપર-દુનિયા રચાઈ ગઈ છે. તેમાં એક સારા માનવી તરીકે વિકસવું હોય એમને માટે બ્લોગી બની….તેને સમજવું, જાણવું-માણવું ઘણું જરૂરી થઇ ચુક્યું છે.

આ બ્લોગ-આલમ ક્યાંથી બન્યું?…ક્યારે બન્યું?…કેવી રીતે બન્યું?…એવી પંચાતોમાં પડ્યા વગર એ શું કામ આવ્યું છે અને શું કામમાં આવવાનું છે? એવી પંચાયતમાં બેસી જાણવું વધારે ફાયદેમંદ છે. અને જો એમ ન કરાય તો પછી એના સંસારી-નાગરિક તરીકે તેનો કર-વેરો ચૂકવવો ઘણો મુશ્કેલ બની જાય એવું બન્યું છે. ત્યારે….

શરૂઆત થઇ એક સવાલથી એટલે તેના જવાબો પણ મેળવ્યા:

લોકો ખરેખર બ્લોગને સમજે છે શું?……

હવે આવા ‘સિદ્ધા’ સવાલના અવળાં જવાબો વધારે મળે એવું સામાન્યતઃ બનતું હોય છે….એટલે મેં એ જવાબો પણ થોડાં આડા રહી સીધાં જ (કોપી-પેસ્ટ કર્યા વગર જ રે!) મૂકી દીધાં છે. (જો જો પાછા કોઈને કેહતા!)

પંદરની અંદર પ્રવેશતો એક વિદ્યાર્થી: “અંકલ, મારી મમ્મીએ આ વેકેશનમાં કોમ્પ્યુટરનું કરવાનું કીધું તુ…એમાં કાંઈક બ્લોગનું શીખડાવ્વાના છે. પણ એ તો ઈન્ટરનેટ શીખડાવે ત્યારે…મેં તો હજુ ‘વિન્ડો જ’ કમ્પ્લીટ કર્યું છે. ને બ્લોગ જેવું છેએએએક્ છેલ્લે આવવાનું છે. એટલે આ મારો મોબાઈલ લઇ લો. જુલાઈના એન્ડમાં તમને બરોબ્બર આન્સરમાં જવાબ આપીસ.”

નોલેજ (ન) લેવા તડપતો એક કોલેજીયન: “યાર બોસ! સવારમાં હું જ મળ્યો? એ બી આવો સેહલો સવાલ લઈને?…આપડા આખ્ખા ગ્રુપને ખબર છે કે બ્લોગ એક વેપ્શાઈટ હોય છે. જ્યાં આપડા ગ્રુપ વાળાઓ ભેગા મળે ને બસ પછી તો કોમેન્ટોઝ પાસ કરવામાં જલસા જ જલસા. એની વે! હું પેલી મધુડીને પૂછી ને પછી કવ છું..નઈ તો એનો એસેમેસ આવે કે તરત ફોર્વડ કરી દઈશ. આમેય કોલેજમાં એની નોટ અને ફિલ્મ ઉતારવામાં આપડે એકલાજ માષ્ટર હોં!- કોઈબી કામ હોય તો બિન્દાસ કઈ દેજો..હા! ચાલો BRB.”

બોસ માટે ટોટલ ડેડીકેટેડ સેક્રેટરી: “યુ સી! મુર્તઝા…આઇ બીલીવ કે બ્લોગ મ્હારા માટે એક સોફેસ્તિકેટ પર્સનલ ડાયરી છે. મારા થોટ્સને સેવ કરવા, મારી પર્સનલ મેટર્સ(!?!) એટલીસ્ટ મારા એમના સુધી પણ કન્વે થાય. ધેટ્સ ઇનફ. એન્ડ યુ નો ભાઈ! આઈ ડોન્ટ નો મચ અબાઉટ ટેકનોલોજી. પણ આઇ લવ ઈન્ટરનેટ. હું લખું છું બીકોઝ મને મારા થોટ્સ એક્સપ્રેસ કરવુ બહુચ ગમે છે ને એમાંય પેલાં ગુજ્જુ પોએટ્સ તો વાઉ!…કમાલની કવિતાઓ કરી રહ્યાં છે એટલે એમને સાથ આપવા હું પણ મને ગમતી બધ્ધીયે લઈને બધ્ધાને પોહ્ચાડવાનું કામ કરું છું!”

નવા જન્મી રહેલા પૌરાણિક નેટ્યકાર: “મિત્ર! સાહિત્યની દ્રષ્ટીએ બ્લોગ પ્રત્યે મારી નજર થોડી આદિ છે. પણ જેમ દરેક જૈવિક-સાધન-સાધનાનું મૂલ્ય હોય છે એમ આ બ્લોગ-સેવા બાબતને પણ હું મુલવું છું. બ્લોગ માનવ-કલ્યાણ માટે જરૂરી તો છે જ પણ આત્મ-વંચના માટે જરૂરી એવું પરિબળ પણ પોષે છે. મારા સર્વ-વિદ્યાર્થીઓ અને ઘરના બાળકો જ્યારે જ્યારે પણ કોમ્પ્યુટર પર સમયનો સદુપયોગ કરતાં હોય છે ત્યારે હું પણ આડી નજરથી એમને ખબર ન પડે એમ સ્વશિક્ષણ મેળવતો રહું છું. બસ બ્લોગ બાબતે મ્હારું ફક્ત એટલુંજ જ્ઞાન જાણાવી હું મારી વાતને પૂર્ણ કરું છું.”

બસ હમણાંજ બોંતેરી પાર કરેલા બાવા: “અરે! ડાલ્લીંગ ડીક્રા…સાલું આંય બ્લોગની ડેફીનેશનનું ટો મેં યે વિચારેલુંજ નયી! મેં’તો લખવા બેસું પછી અપની પેનતો….આઇ મીન કી-બોર્ડ સ્તો પેનડ્રાઈવમાંથી જેમ ડેટા ટ્રાન્સફર કરે રાખે એમ આપરા શબ્દો પન બ્લોગ પર આવીજ જાય સમજો….મારી ઝરીન બોલટી જાય ને બંદા લખે…ઢનાઢન!” એ બુઢી ઠઇ હોસે…અપને ટો હજુ…………..એ બાય ધ વે! તારો સવાલ શું કેચ…મેં જવાબ આપીયો ને?”

ઉહ્હ્ફ!….દોસ્તો…બ્લોગ-વ્યાખ્યા હમજવામાં તો હવે હાજમોલા જ લેવી પડે કે નહિં?

એ આપ લોકોને જેટલી ખાવી હોય એટલી ખાઈ લેજો. ત્યાં સુધી હુંયે બીજો ભાગ તૈયાર કરવા ‘કોફી-ટેસ્ટ’ કરી આવું છું.  ઝેરનું મારણ હમેશાં ઝેર(વેર) તો નથી હોતું ને? એ માટે તો રોગના મૂળને જાણી જાતે જ અટકાવ કરી ઇલાજના લીલા પાનનો લેપ લગાવવો સારો.

એરવે પર સરકતો‘પંચ’:

આને કહેવાય સ્માર્ટ કોપી-પેસ્ટ: પોતાના જ શહેર, પોતાના જ એરપોર્ટની ઓરીજીનલ પરથી મીનીએચર સ્વરૂપ આપી ક્રિયેટિવ માર્કેટિંગ કરતી હેમ્બર્ગ,જર્મની શહેરની આજની આ ક્લિપ બાઝ -સાઉન્ડ સાથે (સીટ-બેલ્ટ બાંધી) જોઈ-જાણી લેજો.

ઈન્ટરનેટ વેપારની રંગોળી થી રંગ’હોળી’…

Holi_Colors

રંગ કોઈ પણ તહેવારનો હોય. એ પછી રંગોળીનો હોય કે રંગ‘હોળી’નો. એમાંથી નીકળતા ઉમંગો અને તરંગોની ખુશીની કોઈ સીમા હોતી નથી.

સ્કુલમાં હતો ત્યારે આખા વર્ષમાં માત્ર આ એક તહેવારથી હું ડરતો. ડર…રંગોનો નહિ પણ કપડાં ખરાબ થશે ને મા વઢશે, ગુસ્સે થશે અને પછી ઘસી ઘસીને ધોવાની તકલીફ એને પડશે એનો લાગતો. એટલે વધુ ભાગે હોળી-ધુળેટીના એક દિવસ પહેલા નાનીમા કે દાદીમા પાસે રહેવા ચાલ્યો જતો. એમની પાસે ઝેડ સિક્યોરીટી રહેતી. એમને પણ ખબર કે…આ છોટે ઉસ્તાદને આવા રંગ-કામમાં કોઈ રસ નથી. ક્યારેક આખો દહાડો ઘરમાં પૂરાયેલો રહેતો ને બારી કે ગેલેરીમાંથી બહારના રંગ-ઢંગ જોઈ લેતો.

પણ પ્રાઈમરી-સેકન્ડરી પાસ કરી કોલેજ કાળમાં આવ્યો ત્યારે…થોડો રંજ થયો. ઓહફઓ!…જવાનીમાં આટલાં બધાં રંગો ખીલ્યા હોય છે?!?!?! ત્યારે પસાર થયેલા દિવસો પર પાણી ફરી ગયું હોય એમ લાગ્યું. તોયે..તદ્દન કોરો-કટ પણ રહ્યો નથી હોકે! રંગોને પારખવાની ને પરખાવવાની અક્કલ ક્યારની આવી ગઈ હતી. કોલેજ કેમ્પસમાં હોળીના એક દિવસ પહેલા ગ્રુપમાં દોસ્તો-દોસ્તાનીઓ અચાનક ગુલાલનું પડીકું ખોલી એક-બીજાના ગાલો પર ‘ગમતાનો સરપ્રાઈઝ ગુલાલ કરી લેતા’. ઉનકો ભી કુછ ન હોતા ઔર હમારા કામ ભી બન જાતા.

દોસ્તો, તમે નસીબદાર છો ત્યારે…..

 • જ્યારે કોઈ અચાનક આવીને તમને ગાલ પર વિવિધ રંગોની નિશાની લગાવી જાય છે.
 • જ્યારે આખા વર્ષ દરમિયાન ‘એ’ તમને જરાયે ભાવ ના આપે ને આ દિવસે તમારી ભાવનાને અહોભાવથી ગળે લગાડી દે.
 • જ્યારે ૫-૨૫નુ ટોળું તમને ઊંચકીને પાણીના કે કીચડ-રંગ-હોજમાં નાખી છબછબીયા કરાવે.
 • જ્યારે બચ્ચાં-લોગ તમને પરાણે ખેંચીને-ઘેરીને નાનકડી પિચકારીઓથી રમવા બોલાવે. (આવા ટાણે તો કોમ્યુટર-ઈન્ટરનેટનેય હોજમાં નાખી દેવું જોઈએ ને?)
 • જ્યારે ક્યાંક દૂર કોઈક એક જન (કે જાન) તમને ‘હોલી’ ગણી તમારા રંગમાં રંગાઈ જવા માટે આતુર હોય. પછી ભલેને એની દુનિયા બેરંગ હોય. તમારો તો ત્યાં પહોચવાનો એક માત્ર કોફી રંગ જ કાફી હોય છે.
 • ને ત્યારે તો નસીબદારીનું નોબેલ પ્રાઈઝ જાતે જ લઇ લેજો જ્યારે તમારા માત-પિતા હાથમાંથી લાકડી બાજુ પર મૂકી પિચકારી લઇ એકબીજાને પકડવા-રંગવા-રંગાવામાં ખોવાઈ જાય….એમાં તો માની જ લેવાનું કે ખરો ‘હોલી-ડે’ તમારી પાસે પડ્યો છે.

રંગો ઉડાડવા માટે જાતની સાથે મીનીમમ એક વ્યક્તિના વ્યવહારની પણ જરૂર પડતી જ હોય છે. એકલા એકલા હવામાં શું ખાક ઉડાડશો?

રંગીન-વ્યવહારની વાત આવે ત્યારે હોળીના આ તહેવારને પણ ઈન્ટરનેટ પર થતાં વિવિધ-રંગી વેપારના સંદર્ભે જોડી દેવાનું મન થાય છે. કેમ કે અગણિત ડીજીટલ રંગોની ભરમાર બીજે ક્યાં જોવા મળે?

 • નેટના વેપારમાં આપણને કોનો, કોને, કેવો, કેટલો રંગ-સંગ અસર કરે છે એ બધાંનો દારોમદાર આપણા ખુદ પર છે. બીજાને તકલીફ ન પડે તેમ લગાવેલા શબ્દો, વિચારો, આઇડિયા, મદદ, ખુશી, કુનેહ, સમજદારી, જ્ઞાન, અનુભવ…..નો રંગ લાંબા સમય સુધી ટકી રહે એની તકેદારી રાખી ‘નેટવર્કિંગ’-વ્યવહાર થાય તો ચઢેલાં રંગોની મજબૂતીનું મૂલ્ય વધે છે.
 • કોઈને જબરદસ્તીથી પિચકારી મારવી કે કમને સામેની પાર્ટીને જાણ્યા વગર રંગ લગાડવા માટે મજબૂર કરવુ એ તો સંબંધોનો રંગ ઉતારવા જેવું થાય છે. પોતાના ટાર્ગેટ ગ્રાહકોને જાણ્યા વગર દરેકને મેસેજ માથે મારવો એ તો ‘સ્પામરો’ નું કામ! (એ માટે મારા પેલાં સેઠ સાહેબ permission પર બહુ મોટી વાત કરી ગયા છે. ક્યારેક એ વિશે પણ જરૂરથી જણાવીશ.)
 • શરૂઆતથી જ માલ વેચવોનું વલણ રાખી ધંધાની ઈમારતનો પાયો ઢીલો રાખવા કરતાં સમજણપૂર્વક ઈન્ટરનેટ માર્કેટિંગથી શરૂઆત કરી પાયો મજબૂત કરવામાં આવે તો બજારને પણ મેસેજ મળી જાય છે કે તમે કેટલા પાણીમાં છો. કેમકે નેટની આ દુનિયામાં ડીજીટલ રંગો એટલાં બધાં છે કે…માત્ર એકથી જ બોર કરતાં રહેવું મૂર્ખામી છે. વખતો-વખત રં(ગોળી) નાખતા રહેવું ચતુરાઈ છે.
 • પ્રોડક્ટ કે સર્વિસના પાકા રંગની અસર લગાવવા કાંઈ એક જ વારમાં રંગ લગાવવો લાભદાયક ખરો?- જરાયે નહિ સાહેબ! એ માટે તો ઓપ્શન્સ, વેરાઈટીઝ, રંગોની હાર કરાવવી પડે તો જ માર્કેટમાં જીતી જવાય છે. કેમ કે એકનો એક રંગ પણ કોને જોવો કે વાપરવો ગમે છે? વેપારીક રંગ કેટલો નાખ્યો એ કરતાં ‘રંગ રાખ્યો’ એની નોંધ વધારે લેવાય તો સારું.
 • ગ્રુપમાં શામેલ થઇ, લાકડાં ભેગા કરી સામુહિક હોળી પ્રગટાવવી ‘ટીમ-વર્ક’ ગણાય છે. જેમાં બિન જરૂરી બાબતોનો કચરો, નારિયેલ-ઘી સાથે હોમી દેવામાં સ્માર્ટનેસ છે….વ્યવ્હારુતા છે…પ્રોડક્ટીવિટી છે. તમને શું ગમે?: વાસ કે ફ્લાવર-વાઝ?

વખત આવ્યે હોળીના રંગો પણ ધોવાતા જશે. ધુમાડો પણ ચાલ્યો જશે. બીજે વર્ષે ‘નવી હોળી નવો દાવ’ શરુ થશે. નવા રંગો ચઢશે, જુના ઉતરશે. તો રંગોને માણવાને બદલે બચી ગયેલી રાખને શરીરે ચોળીને કે મનમાં રાખીને શું ફાયદો થશે દોસ્તો?

“હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા” જેવું વલણ જ વેપારીની રંગ’હોળી’ને લાંબો સમય ટકાવી ‘રાખ’વામાં મદદ કરે છે.

પં:

રંગ એવો લગાડજો કે ‘એની’ આંખોમાંથી દુઃખનું પાણી ટપકી પડે…. રંગ તો એવો લગાવજો કે… એની આંખોમાંથી આંસુ ટપકી પડે…ખુશીના!

ચાલો…ચાલો…લેખને મુકો બાજુ પર..ને માણી લ્યો ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ હોવા છતાં ય સદા રંગીન લાગતું મને ગમતું ફિલ્મ દુર્ગેશ-નંદીનીનું ‘હોલી’ સોંગ.

સફેદ રંગની ભેંસ…ભૂરા રંગની ગાય! –ઇન્ટરનેટ પર વેપારમાં રંગો કેવી રીતે બદલાય?

થોડાં મહિનાઓ પહેલા ઇન્ડિયાની સફર દરમિયાન અમદાવાદથી સૂરત બાય રોડ જવાનું થયું. વર્ષો પહેલા રોડની સફર બોરીંગ લાગતી એટલે વધુ ભાગે ટ્રેઇનની મુસાફરી પસંદ કરતો. પણ આ વખતે ગામડાની ધૂળને શ્વાસમાં ભરી લેવાનું મન થઇ આવ્યું. કેટલાક દોસ્તોએ પણ કહ્યું હતું કે ગુજરાતની ઘણી બધી વસ્તુ સાથે હવે એના રોડ પણ મશહૂર થઇ ગયા છે. અને સાચે જ એમ મેં પણ અનુભવ્યુ. પહોળા અને આરામદાયક રોડ પરથી પસાર થતા માહોલને માણવાનો પણ એક અનોખો અનુભવ રહ્યો. કેમ કે હવે તો નઝારો જોવાની નજર પણ બદલાઈ ગઈ હતી. દુધના કેન્સ ભરેલી સાયકલ પર સવાર થયેલો રબારી, ઠાંસીને ભરેલાં છકડા, કપાયેલા મોલમાંથી હમણાંજ અનાજ નીકાળીને પરવારેલું થ્રેસર, ‘ગામઠી મોડર્ન લાગતી ફેમિલીને લઇ જતું ટ્રેકટર,….. ઓહ! આવું તો ઘણું બધુ વારંવાર પસાર થતું.

Blue Cow- ભૂરી ગાયતમને હવે થતું હશે કે ઇન્ટરનેટ પરની વેપારની વાતોમાં આજે ‘ગોમડાની આવી વાતો ચ્યોં થી આઈ’? પણ જસ્ટ વેઈટ. વાત હવે શરુ થાય છે.

વડોદરા પછી પસાર થતા એક ગામડા આગળ અચાનક એક ‘હટકે’ સીન જોવા મળ્યો જેણે મારા આ નેટ પરના માર્કેટિંગના વિષયને મસ્ત મસાલો પૂરો પાડી દીધો. એટલેજ એ બનેલા (વિ) ચિત્ર બનાવને આજે લખવાનું મન થઇ ગયું છે.

થયુ એમ કે…પાછલાં કલાકોમાં રબારીઓ તો ઘણાં પસાર થયા. જેઓ થોડાં થોડાં અંતરે ગાયોના ધણને કે બકરીઓના ટોળાંને હાકોટા પાડીને ચરાવવા લઇ જતા હોય. સફેદ ગાય, કાળી ભેંસ અને બ્લેક એન્ડ વ્હાઈટ બકરીઓ….શરૂઆતમાં આ સીન થોડો વ્હાલો લાગતો. જોયા કરવો ગમે એવો. પણ કેહવાય છે ને કે દરેક સારી વસ્તુઓ થોડાં વખત સુધી જોવી કે વાપરવી સારી લાગે પણ પછી એય પોતાનો ચાર્મ ધીમે ધીમે ગુમાવતી જાય છે. એમ મને પણ થોડાં કલાકમાં આ બધું દ્રશ્ય સામાન્ય લાગવા માંડ્યું. પણ કારની બહાર અચાનક બે ગાયો અને બે ભેંસ પસાર થઈ. મારી આંખો ચળકી. અમેઝિંગ એમ લાગ્યું કે ગાય ભૂરા રંગથી રંગાયેલી અને ભેંસ સફેદ રંગથી. આખા ટોળામાં આ બે જણીઓ પોતાનું એક અનોખું સ્થાન બતાવી રહ્યાં હતાં. કયારેય મેં આવા રંગમાં રંગાયેલી ભેંસ કે ગાયને જોઈ ન હતી. શું કામ આવા રંગમાં? કોઈ ખાસ કારણ હશે? યા હોળીના દિવસોમાં કરેલી કોઈની મજાક હશે જેનો પાકો રંગ હજુયે ઉતર્યો નહિ હોય !!!! ચાલતી આ ગાય-ભેંસને જોઈને મારા દિમાગમાં આવા સવાલો દોડી ઉઠ્યા.

એટલે ગાડીને અચાનક બાજુ પર ઉભી રાખીને હું સવાલોના પોટલાને લઇ દોડ્યો એના માલિક પાસે. અસલ નામ લલિત પણ લોકોમાં ઓળખાય લાલીયો. મેં પૂછ્યું: “દોસ્ત! આ બધીમાં માત્ર આ બે જ ને રંગી નાખવાનું કોઈ ખાસ કારણ ખરું?”

“સાયેબ! તમે શે’રથી આયા તોયે નો હમજી શક્યા?” – લાલીયાની આગળ મારી બુદ્ધિ જાણે લઠ્ઠ લાગવા લાગી હોય એવો એનો સવાલ સામેથી પુછાયો. પોતાના વસ્તારના આ લીડરના જ્ઞાનને સમજવા મેં મારા ઇગોને બાજુ પર મૂકીને મારું માથું ૧૮૦ ડીગ્રી ફરવી દીધું.

“સાયેબ! આ મારી એક ભૂરી છે એનું નોંમ અવની..ને બીજી ભુરીનું નોંમ… શવિતા. આ…શફેદ ભેંસને બબલી કઈને બોલાવાની ને એની જોડે મેર જામે ઈ બીજી ને મેઘલી કે’વાની.”

“એ તો બરોબર. પણ મારા ભઈ, એને આ રંગોથી અલગ કરવાનું કોઈ કારણ શું છે એ તો કેહ?”

“હોવે સાયેબ! ખાસ કારણ ઈ છ કે આ ચારે જણીઓ આ બાકી બધીઓ કરતા ચાર ગણું દૂધ વધારે આલે છ. હવે મારી પાશે હાલમાં નઈ નઈ તો ૭૦-૮૦ જેટલી ગાયો-ભેંસો ભરાઈ હશે. બધાનું એક સરખું ધ્યાન કેમ રાખી શકું? એટલે આ ચારે ને ખાસ રંગથી અલગ પાડી દીધી છે. એમના ખાવા પીવાનું ઇસ્પેસીયલ ધ્યાન રાખવાનું…ત્યારે. ચારેને આ ટોરામાંથી દૂરથીય ઓરખી લેવાય. આયા આખા મલકમાં ક્યાંય ખોવાઈ બી જાય તો લોકો ઓરખી કાઢે કે આ તો લાલીયાની એટલે એનો કોઈ સવાલ જ નહિ. આમેય એ હારીઓના જન્મેથી લખ્ખણ જ બઉ હારા છ એટલે આપ્રો પ્રેમ બી એમની પર થોડો વધારે ખરો.”

“અરે વાહ! તું તો લ્યા ‘બ્રાન્ડ મેનેજર’ જેવું બોલે છે.” શહેરમાં અમારી ભાષામાં તો આને ‘બ્રાન્ડિંગ’ કે’વાય. અમેય બજારમાં વેચવા સારું કોઈ નવી વસ્તુ મુકીએ તો એનું નામકરણ કરીને મુકીએ.” પછી લોકોને ખબર પડે એટલે એની જાહેરાત અલગ-અલગ બાજુ એ કરવા મુકીએ.

“ઓહ એમ શાયેબ? પણ હું એમ કવ છું કે ઈમાં જાહેરાત કરવાની બવ જરૂર ચ્યાંથી આઈ? શરૂઆતથી જ એવું કોમ કેમ ના હોય કે નાતમાં આપરી ઓરખ અલગ તારી આવે? પછી લોકોતો એમને એમ ઓરખી જવાના ને!”

“તો પછી લાલિયા તે આ બંને ગાયો અને ભેંસોને અલગ-અલગ ચાર રંગોથી કેમ ના રંગી નાખી? તારા બ્રાન્ડિંગમાં કચાશ ખરી ત્યારે!

“એવું હોય શાયેબ? આ અવની અને શવીતા ભલેને ગાયો રઈ…પણ એમાય બંને ને અલગ અલગ ઘંટડીઓ બાંધી છ. રાતેય ઈ અવાજમાં ઓરખાય જાય. જ્યારે આ બબલી અને મેઘલીના પગમાં અલગ-અલગ કલ્લીઓ બાંધી છ. તમે સોમ્ભરી નઈ ત્યારે!”

“ઓહ! કમાલ કરે છે લાલિયાભાઈ તું પણ. હવે… એક છેલ્લો સવાલ: રખેને કાલે કોઈ નવી ભેંસ કે ગાય આ બંનેથી આગળ વધી જાય તો નાતમાં શું કરશો?”

“એ વખતે નવું નામ, નવો રંગ…નવી ઓરખ…એને આલી દઈશું! આપણને ભગવાને બુદ્ધિ શેની આલી છ!??!!!!”

મારા માટે ખરેખર ચક્કરબત્તી થાય એવી વાત હતી. ઇન્ટરનેટ પર, સમાજમાં, બિઝનેસમાં, જોબમાં..અંદર હોય કે બહાર, કોઈ એવી વિશેષ ઓળખ, વિશેષ બ્રાન્ડિંગ આપણે કરીએ છીએ?

તમારો ‘ઇસ્પેસીયલ’ જવાબ હોય તો કહો ને?


‘સર’પંચ:

અમેરિકાના એક શહેરમાં ન્યુઝપેપરમાં નવા ખુલનારા હાયપર-માર્કેટમાં ‘સેલ્સ ઓફિસર’ ના ઇન્ટરવ્યુ માટે ની જાહેરાત આપવામાં આવી. ૧૭૦૦ જેટલી રિઝ્યુમ/બાયોડેટાનો ખડકલો ૩ દિવસમાં થઇ ગયો. લખાણની ઓલમોસ્ટ એક જ સ્ટાઈલ. પેપર અલગ-અલગ, નોકરી માટે હમ્બલ રીક્વેસ્ટ, ભલામણોનું સ્પામીંગ, વગેરે… વગેરે… વગેરે…

રીક્રુટમેન્ટ ઓફિસરની વાંચીને થાકી ગયેલી આંખોમાં ચમક ત્યારે આવી જ્યારે એના હાથમાં અમેરિકન ધ્વજની ડીઝાઈનનું એક કવર આવ્યુ. એક ‘હટકે’ લેટર હતો…જેમાં આ રીતે લખ્યું હતું:

“મી.સેમસન, મને દેખાઈ રહ્યું છે કે તમે બીજા લેટર્સ-બાયોડેટા વાંચીને ઘણાં થાકી ગયા હશો. પણ મારો આ નાનકડો લેટર જ્યારે પણ વાંચો ત્યારે પૂરેપુરો વાંચજો. પછી તમને લાગે તો જ મને જોબ ઓફર કરજો. કોઈ ઉતાવળ ના કરશો.

આપ જે કંપનીને કુરીયરનો કોન્ટ્રાક્ટ આપવાના છો એ જ કંપનીની આ શહેરની ઝોનલ ઓફીસમાં હાલમાં હું આસીસ્ટન્ટ વેર-હાઉસ મેનેજર તરીકે જોબ કરું છું. મારા વાળ બ્લ્યુ રંગના છે. પગમાં જાંબલી રંગના મોજા અને બૂટની આજુ-બાજુ નાનકડી પાંખો ભરાવેલી રાખું છું. જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે અમારી કંપનીના મેઈન ગેટ પાસેથી પસાર થાવ ત્યારે થોડેક જ દૂર લાલ રંગની પેન્ટ અને યલો ટી-શર્ટ પહેરેલો ફક્ત એક જ વ્યક્તિ તમને હાથમાં વોકી-ટોકી લઈને કામ કરતો દેખાય તો સમજી જશો કે એ હું જ હોઈશ. તમે મને રૂબરૂ મળવા બહાર બોલાવશો તો ૧૦ મીનીટ માટે મળવા આવી શકીશ. એ વખતે એટ લીસ્ટ તમને જ્યુસ પીવડાવવાની ઓફર પણ કરી શકું છું. મારો મોબાઈલ છે…………………….”

દોસ્તો, કહેવાની જરૂર ખરી કે ત્રીજે દિવસે આ ‘યંગમેન’ નવા જ જન્મેલા હાયપર માર્કેટના ‘ચીફ સેલ્સ મેનેજર’ તરીકે ડબલ પગારે જોડાઈ ચુક્યો હતો.