વેપાર- વિકટતા: વેરો-વેરો-વેરો, ના છૂટે ભવ-ભવથી ફેરો!

Taxes---Taxes..Everywhere!

તમે શું કરો છો?
વેપાર-ધંધો.
તો વ્યવસાયવેરો ચૂકવો

વેપાર-ધંધામાં શું કરો છો?
જીવનજરૂરી વસ્તુઓ વેચુ છું.
તો પછી સેલ્સ-ટેક્સ (વેચાણવેરો) ચૂકવો

આ વસ્તુઓ તમે ક્યાંથી લાવો છો?
બીજા રાજ્યમાંથી યા તો કેટલીક વાર પરદેશથી પણ આયાત કરું છું.
તો પછી રાજ્યવેરો, નૂર કે કસ્ટમ ડ્યુટી ભરો.

આ વસ્તુઓ વેચ્યા પછી તમને નફો કેટલો મળે?
સારો એવો. પણ જેટલો વધુ મળે તેમ કોશિશ કરું છું.
તો પછી આવકવેરો ભરો.

તમારી પ્રોફિટમાં ભાગીદારી કઈ રીતે કરો છે?
ડિવીડેન્ડ દ્વારા ભાગીદારોને ચૂકવાય છે.
તો પછી ડિવીડેન્ડ ભાગીદારીવેરો ભરો.

તમારી વસ્તુઓનું ઉત્પાદન જાતે કરો છો કે આઉટસોર્સ?
ફેક્ટરીમાં પ્રોડક્શન થાય છે.
તો પછી એક્સાઈઝ-ડ્યુટી ભરો.

તમારો સ્ટાફ કેટલાં લોકોનો છે?
આશરે ૧૫૦ લોકોનો..
તો પછી સ્ટાફ વ્યવસાયવેરો ચૂકવો.

તમારા વેપારમાં લાખોનું ટર્ન-ઓવર થાય છે?
ક્યારે થાય ક્યારેક ન પણ થાય.
તો પછી જ્યારે થાય ત્યારે ટર્ન-ઓવર વેરો ભરો ને ના થાય તો લઘુત્તમ વ્યવસાય વેરો ભરો.

તમે ક્યારેય બેન્કમાંથી ૨૫૦૦૦ કે તેથી વધુની લોન લીધી છે?
હા, એવા સંજોગોમાં જ્યારે સ્ટાફને પગાર ચૂકવવા માં ખૂટી પડ્યા હોય ત્યારે.
તો પછી…રોકડ-લોન વેરો ચૂકવો.

તમે ક્યારેય તમારા ગ્રાહકને મોંઘી હોટલમાં જમવા લઇ ગયા છો?
હા, ઘણી વાર.
તો પછી ખાદ્ય અને મનોરંજન વેરો ચૂકવો.

તમારી કુશળતાનો લાભ બીજાને થાય એ માટે કોઈને તેવી વેપારી સેવા આપી છે.
હા. મારા વેપારમાં હું એક્સપર્ટ કહેવાઉં.
તો  પછી સર્વિસ વેરો ચૂકવો.

તો શક્ય છે તમને ભેંટ-સોગાદો પણ ઘણી મળતી હશે.
એ તો મળે જ ને…પણ તેનું મૂલ્ય કેમ ગણી શકાય.
તો પછી ભેંટ વેરો (ગિફ્ટ ટેક્સ) ચૂકવો.

તમને મિલ્કત તો ઘણી હશે?
સુખી કહેવાઈએ એટલી.

તો પછી મિલ્કત વેરો ભરો.

ધંધો છે તો મુસીબત પણ આવે, તણાવ રહે..ચિંતા રહે…ત્યારે શું કરો?
ફિલ્મ જોઈએ કે પછી રીઝોર્ટમાં હવાફેર કરવા જઈએ.
તો પછી મનોરંજન વેરો ભરો.

તમે નવું ઘર ખરીધ્યુ છે?
હા, બૈરા-છોકરાં માટે યાદગીરી
તો સ્ટેમ્પ-ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ચૂકવો.

આ બધાં વેરો ભરવામાં વાર થાય છે?
હા, આપણે બહુ બીઝી રહીએ.
તો પછી વ્યાજયુક્ત દંડ ભરો.

આ બધાં વેરોના ફેરાઓથી મુક્ત થઇ જવું છે?
હા, બસ બહુ ધંધો કર્યો, હવે મોક્ષ જોઈએ છે.
તો જતા પહેલા સ્મશાન વેરો પણ ભરી દેજો.

(વેરો-ભવનના બહારથી મળેલા કોઈક ‘મેલ’ને આપ સૌની સમક્ષ ફોરવર્ડ કરતો….કેરોથી વ્હોરો)