વિશ્વ વેપાર-વ્યક્તિત્વ | આખી દુનિયાને હલાવી દે એવું માર્કેટિંગનું અમોઘ શસ્ત્ર: ‘સત્યાગ્રહ’

From_Gandhi_To_Godin-Satyagrah

 • ‘પ્યારે-મોહન’ બકરીનું દૂધ પીતો’તો એટલે તો ખરો…પણ પોતાની મોહક વાક્છટા દ્વારા અને અમલ થકી ભલભલાંને ‘ભૂ પીવડાવી’ દેતો એટલે વખણાયો… (Communication Skill)
 • કાઠીયાવાડી ‘બાપુ’ તેના બિસ્તરા-પોટલાં સાથે દ.આફ્રિકાના એક પ્લેટફોર્મ પર ના-ઈન્સાફીથી ફેંકાઇ ગયો એટલે તો ખરો…પણ પછીથી ‘સર’ કહેવાતા લાખો અંગ્રેજોને ધક્કો માર્યા વગર સર-સામાન સહિત ભારતની બહાર ફેંકી દીધાં એટલે વખણાયો…. (Consistency in Passion)
 • કરમચંદ-બેટાએ પોતાના કપડાં ઉતારી નાખી પોતડી ધારણ કરી એટલે તો ખરો…પણ ચરખા દ્વારા ભારતની અને ભારતીયોને ઈજ્જતના સુઘડ પોશાકનું પ્રોડક્શન કરી આખા જગમાં ફેલાવ્યો એટલા માટે વખણાયો… (Less Investment…More Return)
 • પૂતળીબાઇ-પુત્ર તેના સુકલકડી શરીરથી તો ખરો…પણ પછીથી ગેંડા-ચામડી ધારણ કરી અંગ્રેજી ધોધ-માર સહન કરી અંગ્રેજો માટે મિસ્ટર ‘ગેંડી’ બનીને વરસ્યો એટલે વખણાયો… (Persistence)
 • ‘રાષ્ટ્રપિતા’ બચપણમાં બાપથી ગભરુ એટલે ટોળાંથી પણ ડરતો તોયે જવાનીમાં ડર્યા વગર ટોળાંઓમાં રહીને ભલભલા ખેરખાંઓનો ગબરૂ ‘બાપ’ બન્યો એટલે વખણાયો… (Leadership Skill)
 • ‘કસ્તુરપતિ‘ તેના સત્યના પ્રયોગોને લીધે તો ખરો…પણ સાત્યિક વિચારોના વાઈરસને લોકોના મગજોની લેબમાં વર્ષોવર્ષ જીવંત રાખી ગયો એટલે વખણાયો… (Creating Own Rules and Ethics
 • ‘ગાંધી’ ‘મહાત્મા’ના નામે બ્રાન્ડિંગ થયો એટલે તો ખરો…પણ આ બ્રાન્ડિંગના ઓથે પ્યુનથી પ્રેસિડેન્ટ સુધીના દરેકની સાથે ‘બોન્ડિંગ’ કર્યું એટલે વખણાયો… (Reliable Branding)
 • બેરિસ્ટરે’ આફ્રિકામાં ફક્ત ‘સત્યાગ્રહ’ શબ્દ આપ્યો એ બરોબર…પણ તેનું દાંડીમાં- ધરાસણામાં- બારડોલીમાં- બોરસદમાં, રાજકોટમાં- રાસમાં, આફ્રિકામાં- અડાસમાં ….અરે આખા આલમમાં….છુટ્ટે હાથે અને પગે પ્રમોશન કર્યું એટલે વખણાયો… (Advertising & Promotions)
 • અરેરેરે!!!!….આ ‘ભાઈ’ તો ગોડસેની ગોળીઓથી હણાયો એટલે ખરોઓઓઓઓઓહ પણ…’ફોર ગોડ સેક’……બુલેટપ્રૂફ પુણ્યાત્મા થકી હંમેશા જીવંત રહ્યો છે એટલે વખણાયો…. (Establishing YOUnik Persona)
 • દસ-નંબરી નહીં પણ ‘પોર’બંદરી વાણિયો હતો એ તો સમજ્યા…પણ દેશી-વિદેશીઓ સાથે પણ વ્યવહારુ વેપાર કેમ કરી શકાય એ માટે વખણાયો…. (Selling & Customer Relationship Skill)


મારી નજરમાં આ ‘હરિશ્ચન્દ્ર ફેન’ દેશ-દેશાવરમાં સચ્ચાઈવાળા વિચારો અને અમલો થકી સત્યાગ્રહની ‘આંધી’ ફેલાવનાર એક સુપર માર્કેટર હતો, છે અને રહેશે. તમે, હું કે આપણે સૌ કોઈ દુધના ધોયેલા નથી. પરફેક્ટનિસ્ટનું બિરુદ ઓલરેડી લઈને જન્મ્યા હોવા છતાં ફેક્ટ્સ અપનાવવામાં વધુ ભાગે ઢીલાં રહીએ છીએ અને જ્યારે કોઈ આ જ ‘ફેક્ટ’ને ‘સત્યાગ્રહ’નું નામ આપી મિશન શરુ કરે છે ત્યારે તેના તૈયાર બનેલા પ્લેટફોર્મ પર આપણા નાટકો પરફોર્મ કરવાનો લાભ લેવા માટે દોડાદોડી કરતા રહીએ છીએ. (મુન્નાભાઈ હો કે અન્નાભાઈ….બોલે તો ….સુનને કાઈ ચ નયી ક્યા!)

ગાંધીસેઠથી સેઠ ગોડીન દરમિયાન જન્મેલા અગણિત પૂર્વ-પશ્ચિમી સુપર માર્કેટર્સ કોઈક ને કોઈક રીતે પોતાના પુસ્તક કે વ્યાખ્યાનમાં તેમના સુપર ક્વોટ્સ દ્વારા ગાંધી-ગાથા હજુયે કહી રહ્યાં છે. જેમાં…

તમે જેવા છો…તમારી પ્રોડક્ટ કેવી પણ છે…તમારી સેવા જેવી(તેવી) પણ છે…તમારી બાયોડેટા (ના) ગમે તેવી છે….પણ…જે છે તેનું સાચાપણું સ્વીકારી તમને ‘પ્રોડકટિવ માર્કેટિંગ મિશન રચવું જ છે તેમ માની કાંતિકારી પગલાં કેવા, કેવી રીતે ભરી શકાય તે વિશે સજાગ બનવાની વાત પણ થઇ છે.

માર્કેટિંગના 4 Ps  સિવાય બારાખડીમાં બીજા ઘણાં અક્ષરો છે. જેને સત્યાગ્રહનો ‘અક્ષરદેહ’ આપવાનો છે. એટલે હવે મારા પારસી દોસ્ત શેઠના આંટીની  જેમ થોરામાં સમજની ડીકરા! કહી હું આજે જરા વધુ બ્લોગાગ્રહ કરવા રજા લઉં છું.

સર ગાંધી‘પંચ’:

બીજી કેટલીયે ઓક્ટોબરો આવે…ગાંધી મર્યો નથી…ગાંધી મરતો નથી….ગાંધી મરવાનો નથી…

એ હોય ને હાટડી (Shop) માંડીને બેસે તો સમજ્યા કે મસાલો મળી રહે. પણ આજે તો ફોટોશોપ અને ગાંધીનું અનોખું મસાલેદાર સંયોજન બતાવવું છે……જે બાપુએ ભારતભૂમિ સારુ ચાર દાયકા ખર્ચી નાયખા…ઈ માટે લ્યો આંયા ત્હમેય ચાર મિનીટ ખર્ચી નાખો બા-બાપ્લ્યા!

Advertisements

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન- ‘લિંચપીન’::શું તમે ખરેખરી જરૂરિયાત છો?

બિનહાનિકારક ચેતવણી: આ પુસ્તકનું પ્રિસ્ક્રિપ્શન વાંચતા શક્ય છે તમને મગજની નસોમાં સોય ભોંકાય એવો અનુભવ થઇ શકે. માટે જરૂરી લાગે તો પ્રિન્ટ-આઉટ કાઢી માથા પાછળ તકિયો રાખી આરામથી વાંચવું.


 • કોઈ મને મધરાતે અઢી વાગ્યે (દોઢ-ડાહ્યા થઈને) ઊંઘમાંથી અચાનક સવાલ કરે કે અત્યાર સુધીમાં વંચાયેલા ‘સેલ્ફ-ડેવેલોપમેંટ’ માટે કઈ બૂક તમને શ્રેષ્ઠ લાગી?… LinchPin
 • કોઈ મને એમ પૂછે કે સ.ન ૨૦૦૧ થી શરુ કરી ૨૦૧૦ સુધીમાં તમે જેટલાં પુસ્તકો વાંચ્યા એમાંથી સૌથી બેસ્ટ કયું પુસ્તક લાગ્યું?…
 • કોઈ મને એમ પણ પૂછે કે ‘ભ’ઈ, …ગીફ્ટમાં આપવા લાયક હાલમાં આપડે એવી કોઈ સારી ‘ચોપડી’ હોય તો સજેસ્ટ કરોને કે લેનારેય લઈને ખુશ થઈ જાય ને સામેથી આશીર્વાદ આપે…

…તો મારો એક જવાબ હોય…

‘લિંચપીન’

યેસ!…દોસ્તો!…સવાલ સેલ્ફ-ડેવેલોપમેંટ માટેનો હોય કે ‘શેલ્ફ’-ડેવેલોપમેંટ માટેનો અથવા..કોઈને સારી ગીફ્ટ ‘ચોપડાવી’ દેવાનો હોય ત્યારે મારો આ એક જ જવાબ હોય.  ને જ્યારે ગમવાની વાત પણ આવે ત્યારે બીજી કોઈ માઈન્ડ-બોમ્બ જેવી બૂક હજુ સુધી ના વંચાય ત્યાં સુધી ૨૦૧૧ પણ કદાચ મારી ‘બેસ્ટ’ રહી શકે એવા આ પુસ્તક માટે હું કહી શકું કે.. “જાવ, સેઠ ગોડીનની હમણાંજ એક વર્ષની થયેલી બૂક ‘લિંચપીનશું તમે જરૂરીયાત છો?’ આંખ બંધ કરીને ખરીદી લાવો.” આંખો તો શું, તમારુ મન-મગજ અને હૃદય પણ ખુલી જવાની પૂરી ગેરેંટી. શરત માત્ર એટલીજ કે તમે એક સારા માણસુ-વાંચક હોવા જોઈએ. કેમ કે આળસુ-વાંચક માટે તો ઘણાં પુસ્તકો એમને એમ પડ્યા છે.

ટાઇટલ વાંચીને પહેલા તો તમને લાગશે કે ચોક્કસ એમાં કોઈ નવીન પ્રકારના પીન-કુશનને શોભાવે એવી પીનને  માર્કેટમાં હટકે સ્ટાઈલથી વેચવાની વાત કરી હશે. પણ દોસ્તો, એવું નથી. એમાં તો મગજમાં ખોટી રીતે ભરાઈ પડેલા ખોટા ઈરાદાઓના ગૂંચને મસ્ત મજાના સાચા કોડ દ્વારા કઈ રીતે ઉકેલવી એની વાત બતાવાઇ છે.

આ પુસ્તકના મને ખૂબ જ ગમવાના કારણો થોડાં ઓછા હોઈ શકે પણ વધારે ગમવાના કારણો ખૂબ છે. એટલા માટે કે…

 • આ પુસ્તક મારા ઘણાંમાંથી પ્રિય લેખક સેઠ ગોડીનનું છે. (જેના પર પણ એક બૂક લખાતી હશે એવો એ ઝક્કાસ નસખેંચું માણસ છે)
 • કોમ્પ્યુટર પર મેં ડાઈરેક્ટ ડીજીટલ ઈ-ફોર્મેટમાં વાંચ્યુ હોય એવું આ પહેલું પુસ્તક છે.
 • પુસ્તકના પૂરા ૨૦૦+ પાનાં પૂરેપૂરી શાંતિથી વાંચ્યા છે. કેમ કે એકે એક પેજ પર શબ્દોએ મને જકડી રાખ્યો છે.
 • વાંચતા-વાંચતા જે વિચારો આવે ત્યારે એવીજ ઘટનાઓ બહાર બનતી દેખાઈ છે. એટલે પહેલા સામાન્ય લાગતી વાત અસામાન્ય બની એ ઘટનાથી એની સાબિતી આપતી જાય છે. શબ્દોનો જાદુ મેં આ બૂક દ્વારા પહેલી વાર જોયો છે. દા.ત. એક વખતે વાંચતા- વાંચતા ગળાડૂબ થયો ત્યારે અચાનક એક અગત્યનો ઈ-મેઈલ રિસીવ કરવાનું યાદ આવ્યું. એ જ વખતે સેઠ સાહેબ એના શબ્દો દ્વારા નેક્સ્ટ ફકરામાં બોલી ઉઠ્યા કે “વારંવાર ઈ-મેઈલ ચેકિંગ માણસનો ઘણો ટાઈમ વેસ્ટ કરે છે. આવું ના થાય તો બીજા અગત્યના કામોની પ્રોડક્ટીવિટી ઘણી વધી શકે છે.” જ્યારે બીજી જગ્યાએ વાંચતા-વાંચતા એમ વિચાર આવ્યો કે ‘બોસને પેલાં પ્રોજેક્ટ માટે આ આઇડિયા કહેવો જોઈએ કે નહિ?”…ત્યાંજ સેઠ સાહેબ શબ્દોની લાકડી ઉગામી આગળ આવ્યા કે “આઇડિયાને સાચા અને સારા સમયે બહાર લાવવા માટે આટલું હમેશાં ધ્યાન રાખજો…”..લ્યો મારો રસ્તો તો ત્યાંજ ખુલી ગયો.
 • આ બૂક વાંચનારાઓએ પોતાનું એક અલગ ઝાંસુ ‘લિંચપીન’ ગ્રુપ સ્થાપ્યું છે. જેમાં મેમ્બર બનીએ તો બિઝનેશ કે કેરિયરના સાગરમાં તરવાની મજ્જા જ મજ્જા. અહિયાં ક્લિક કરી જોઈ લો
 • નામ એવા ગુણ પ્રમાણે હટકે ટાઈટલ ‘લિંચપીન’ વાંચ્યા પછી આપણને મગજમાં એક્યુપંચરની સારવાર જેવી રાહત મળી જાય છે.

એક બીજા એક મશહૂર લેખક ઓગ મેન્ડીનોએ કહેલું કે ‘તમે એક ચમત્કાર છો!’ You are the Miracle in the World!. જ્યારે સેઠ ગોડીને આ વાત બતાવી છે. જેમ આયનો જુઠું નથી બોલતો એમ આ બૂકે આપણામાં દબાઈ રહેલા (ને કાંઇક કરવાનું જૂનુન લઈને તૈયાર બેસી રહેલા) વિચારોને સામે બતાવી બહાર લાવવાનું કામ કર્યું છે.

બૂકની ભાષા તો મલાઈ જેવી છે પણ કદાચ તમને ડીક્શનેરી લઈને બેસવું પડે એવું છે. કેમ કે એમાં રમાયેલી ચોટડૂક શબ્દોની રમત થોડી અલગ છે. જે શીખવાની પણ એક અનોખી મઝા છે.

‘લિંચપીન’ એટલે ખરેખર અલગ તરી આવે એવું વિકસાવવામાં આવેલું વ્યક્તિત્વ. જેમાં વસ્તુ કે વ્યક્તિમાં રહેલી એક યુનિક કળાનો સમાવેશ હોય છે. જેની ઘણી જરૂરિયાત હોય અને જે તંત્ર (સિસ્ટમ)ને હમેશાં જીવંત રાખે છે. રખેને એના વગર સિસ્ટમ કદાચ ન પણ ચાલે. બિઝનેસમાં, જોબમાં, ટોળામાં, સામાજિક નેટવર્કના મેળામાં સુપર સ્પીડથી થતા વિકાસમાં ડગલે ને પગલે હરીફાઈ બનતા જતા ગ્લોબલ વાતાવરણ માટે તમે…તમારી જાતને આવું લિંચપીન કઈ રીતે બનાવશો?….

સેઠ ગોડીનનું કહેવું છે:

“દુનિયાની દરેક વ્યક્તિ એક આર્ટીસ્ટ (કલાકાર) છે. જેની પાસે કોઈ એક અલગ ભાત ઉપજાવી શકે એવી જન્મજાત આર્ટ રહેલી છે. જો તમે એ આર્ટને ઓળખી, એનો ઉપયોગ કરીને એને બહાર લાવો તો તમારા જીવનમાં ‘બહાર’ (વસંત) રહે છે. અને જો એમ ન કરો તો તમે તમારા માટે બનેલા એલીજીબલ વર્તુળની ‘બહાર’ ફેંકાઇ જાઓ છો.”

“આપણા મગજમાં એક ગરોળી-તંત્ર (લિઝાર્ડ-બ્રેઈન) ચાલે છે. જે વધુ ભાગે ગરમ રહે છે. જેના કારણે મોટા ભાગની વ્યક્તિઓ ખોટા નિર્ણયો લેતી રહે છે. અથવા સારા વિચારોને આગળ વધારતા અટકાવી દે છે. તમને જે ખરેખર બનવું છે, કરવું છે, કહેવું છે, સાંભળવું છે…. તે આ ગરોળી-તંત્ર ધમરોળી નાખે છે.  એટલેજ તો દિમાગને ઠંડું રાખવા માટે અવનવા અખતરાઓ કરતા રહેવું પડે છે.”

આવું ના થાય અને ગરોળી-તંત્રને અવરોધી (ઈન્ટરનેટના માધ્યમનો વધુ ઉપયોગ કરી) એક અલગ વ્યક્તિ તરીકે સ્વ-જાતનું માર્કેટિંગ કેમ કરી શકશો?- એ માટેની કેટલીક કુનેહભરી ટેકનીક્સ આ બૂકમાં આપવામાં આવી છે.

 • તમારા બોસને તમારા વગર ના ચાલે એવી તમારી જોબ છે?…
 • તમારા કસ્ટમર્સને તમારી પ્રોડક્ટ કે સર્વિસ વગર ન ચાલે એવી તમારી કંપની છે?…
 • તમારી ફેમીલી કે સમાજમાં તમારા ‘હોવા- ન હોવા’ની કદર થાય છે?

જો આ પ્રશ્નોના જવાબ ‘ના’ હોય તો એ માટે શું કરવુ એનો જવાબ આ પુસ્તકમાં છે. અને જો ‘હા’ હોય તો એ સિક્રેટ ટકાવી રાખવાની ટેકનીક્સ આ પુસ્તકમાં છે.

દોસ્તો,…આ બુકથી આપણે એ પણ જાણી શકીશું કે….

 • આપણે ખરેખર શું બનવા માંગીએ છીએ? આપણી ખરી આર્ટિસ્ટીક જોબ શું છે?
 • આપણામાં રહેલો પેલો માહ્યલો શું કરવા માંગે છે ને આપણે ખરેખર કરી શું રહ્યા છીએ?
 • આપણે જે વેપાર કે જોબ (નોકરીથી પણ વિશેષ) કરીએ છે એમાં આસપાસનું વાતાવરણ (influence) આપણી સાથે ચુંબકીય આકર્ષણ ધરાવે છે?
 • બોસ, કુલીગ્સ (સહકર્મચારીઓ) કે ક્યારેક કસ્ટમર્સ આપણને ક્યાં બમ્બૂ લગાવે છે?… અને જો એ લગાવે એ પહેલા શું તૈયારી રાખવી?…
 • આખી દુનિયામાં યા તમારી ફેક્ટરી કે કંપનીમાં ભલેને ‘રિસેશન’ ચાલતું હોય…તો પણ તમારી ગાદી અને ગાડીને સલામત રાખવાની કરામત કઈ રીતે કરવી?
 • ચિટ્ઠી ના ચાકર થી રીઆલીટી ચેકર સુધી યા…ધોબીના કૂતરા થી તેજીલા તોખાર સુધીની કે પછી વેઠિયા થી શેઠિયા સુધીની પ્રોસેસમાં પ્રોગ્રેસ કરવો હોય તો શું કરવુ?…

ઓહ… ઓહ… ઓહ… ઓહ… બંધુઓ!….હું આ બધું ક્યાં Reveal બેસી ગયો. હુઉફ્ફ્ફ…

વેલ, દોસ્તો છેલ્લે આટલું કહું કે….‘લિંચપીન’ કાંઈ ‘સ્વ’ને ઘણાં અંદરથી ઓળખાવતું કોઈ ધર્મ પુસ્તક નથી અથવા વેપાર કરવા કે કરાવવા માટેનું કોઈ એનસાઈક્લોપીડીયા પણ નથી. એ તો તમારામાં રહેલા પેલાં ‘આર્ટીસ્ટ’નો ખરો ધર્મ શું છે બતાવશે. અને આપણે જો એ ધર્મ નો મર્મ સમજી ગયા તો બસ પછી…

આ બૂક ખુબ ઓછા સમયમાં જ એમેઝોન.કોમની, ન્યૂયોર્ક ટાઈમ્સ તેમજ બીજી ઘણી પ્રસિદ્ધ વેબસાઈટસ પર ૨૦૧૦ના ‘બેસ્ટ સેલર્સ’ ના લીસ્ટમાં સ્થાન પામ્યું છે. (ત્યારે આ વર્ષના ટોપ-૧૦માં એનો નંબર ન આવે તો સેઠ સાહેબ ખીજાય કે નહિ?)

સાચ્ચુ કહું? આ બ્લોગપોસ્ટની શરૂઆતમાં જ મને ફક્ત એટલું જ લખવું તું કે: “આ બૂક ના પ્રિસ્ક્રિપ્શનને મારો ગોળી..ને જાવ લઇ આવો હાલના જમાનામાં વેપારની દુનિયામાં કે જોબની દુનિયામાં સારી રીતે રહેવા, સહેવા કે કહેવા માટે ‘લિંચપીન’ નામની ની એક અકસીર ગોળી…ને પછી જલસા કરો.”  પણ શું કરું…સીધી અને સરળ વાત માટે પણ થોડાં આડા ઊતરવું પડે છે ને…પ્રભુ?

હવે આ વખતે થોડો જોરદાર

‘સર’પંચ:

Impossible is Nothing!

દોસ્તો, જેમ મને ગમતા શ્રેષ્ઠ પુસ્તકની વાત કરી તેમ સૌથી વધુ ગમી ગયેલી શ્રેષ્ઠ ‘એડવર્ટાઈઝમેન્ટ’ પણ બતાવવાનું મન થઈ ગયું છે. કેમ કે આવું ‘મીઠું’ કામ મોબાઈલ-ગેજેટસની દુનિયમાં લગભગ દબાઈ ગયેલી મોટોરોલા કંપનીએ પોતાની હજુ હવે આવનારી તદ્દન નવી પ્રોડક્ટ (Honeycomb ટેબ્લેટ કોમ્પ્યુટર)ને બતાવ્યા વગર દુનિયાની સુપર પ્રોડક્ટ્સથી પણ સુપીરિયર બતાવી કર્યું છે. ખરેખર Excellent  Concept!…