વેપાર-વાયેગ્રા :|: ‘જો’ ભાઈના સુપર-વેચાણની ‘તો’ફાની વાતો…

How_To_Sell_Anybody

આ દુનિયામાં વસ્તુઓ-સેવાઓ વેચનારા સેલ્સમેન તો ઘણાં થઇ થયાં. કેટલાંક વહી જાય છે… કેટલાંક તરી જાય છે… ને બાકીના રહી જાય છે. પણ આ ‘જો  જીરાર્ડ (Joe Girard)’ ની તો વાત જ અનોખી છે. આ માણસ તો એના અચિવમેન્ટ્સ દ્વારા ઘણું બધું કહી જાય છે.

જુવો ભાઈઓ-બહેનો…. જો જીરાર્ડ સાહેબની હાલની ૮૨+ વર્ષની ઝીંદગી વિશે વાત તો બહુ થઇ શકે. તેઓ કોણ છે..કેવા છે?, એમનો જન્મ, એમના શરીરનો બાંધો, એમનું મન, એમનું પરિવાર, એમનું કરંટ-બેંક બેલેન્સ, એમની માલ-મિલ્કિયત, એમના કપડાં, એમની પસંદ-નાપસંદ, એમનો શોખ, એમનું આવવું-જવું-ઉઠવું-બેસવું, એમના સગા-વહાલાંઓ, એમનું સામાજિક કનેક્શન્સ (Social Network…You See!), એમનું રોજ-બરોજનુ શેડ્યુઅલ…વગેરે…વગેરે… વગેરે…

પણ જો આજે એ જ વાત કરવી હોત તો એમની આખી બાયોગ્રાફી અહિયાં ‘આપડી ઈસ્ટાઈલ’માં લખતા મને કંટાળો ન આવત ને તમને વાંચતા. પણ ઇન્ટરનેટ પર એવી જોઈતી માહિતીઓનું રસોડું ખુલ્લુ હોવાથી જે સ્માર્ટ હોય છે એ તો ત્યાં જઈને જમી આવે છે. એટલે ટૂંકમાં…જીરાર્ડ સાહેબ તો પોતાના વ્યાપારિક-કર્મોથી પોતાની આવનારી પેઢી માટે ઘણું…ઘણું કમાયા છે….

એ પણ નોકરી કરીને!

ઝટકો લાગ્યોને?- પણ જોબના બોજને વેપારમાં ફેરવી નાખનાર જદુગરનું નામ એટલે જો જીરાર્ડ.

બાપ્પા!…એ તો સમજ્યા કે નોકરી કરીને આજના વખતમાં અસામાન્ય સ્કિલ્સ બતાવી મિલીઓનેર બનવું આમ વાત થઇ રહી છે. પણ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં એવું વિચારવું શરીરમાં ‘આમવાત’ લાવી દે એવું હતું. એ વખતે જો ભ’ઈએ કાર-સેલ્સના એવા એવા તો કારનામાં કર્યા છે કે આજ-દિન સુધી એના જેવી તેન્ડુલકરી (બેસ્ટ-અચિવમેન્ટનું સર્વનામ જ ને?) બીજું કોઈ કરી શક્યું નથી.

એટલે એમણે શું કર્યું છે એના બદલે બીજા એમના જેવું શું નથી કરી શક્યા એવુ કહેવું આપણા સૌ માટે વધારે લાભદાયક છે….

  • એક દિવસમાં એવરેજ ૧૮ ઓટોમોબાઈલ્સ (કાર ને બદલે એમનો આ વ્હાલો શબ્દ) એમના સિવાય બીજું કોઈ વેચી શક્યું છે?- અરે સાહેબ! બ્રેક તો લો!
  • એક મહિનામાં એવરેજ પોણાં-બસ્સો ગાડીઓ બીજું કોણ વેચી શકે છે?- સૂઊઊઊઉ કરતી…હવા નીકળી જાય?!?!!
  • એક વર્ષમાં એવરેજ ૧૪૨૫ વિહીક્લ્સ વેચવાની આપણાંમાંથી કોની તાકાત છે?- હુફ્ફ્ફ્ફ! અપના પેટ્રોલ-ઓઈલ તો ઇધરહીચ ખલ્લાઆઆસ હો જાવે ભીડું!!!
  • એમની ૧૫ વર્ષની કાર-કિર્દીમાં આશરે ૨૨,૦૦૦ જેટલાં વાહનો વેચી (અને વહેંચી) આવો ધંધો કર્યો હોય ત્યારે…કંપનીનો ગુમાસ્તો તો શું…ગિનીસબૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાઓ સામેથી એવોર્ડ આપવા દોડતાં ન આવે તો બીજે જાય પણ ક્યાં?

પણ આ જો ભાઈને તો એમનુ આ અચિવમેન્ટ સાવ સામાન્ય લાગે છે. એમનું કહેવું છે કે જો હું કરી શકું તો તમે પણ તમારા ફિલ્ડમાં એનાથી હજુ વિશેષ કરી શકો. જરૂર છે ફક્ત ગાડીની પાછળ રહેલી વેચવાની અ(સામાન્ય) સાયકોલોજીને સમજવાની.

પણ આ ક્વોટ વાંચીને તમે તમારી ગાડીની પાછળ ડીકીમાં જઇ નજર ન કરજો શેઠ!…મને રડવું આવશે!

એ સાયકોલોજી કોઈ પણ કોલેજમાં આપવામાં નથી આવતી. એના માટે રીસાયકલિંગથી શરૂઆત કરવી પડે છે.

તો પછી કરવુ શું? – સિદ્ધિ તો આપણે સૌએ હાંસિલ કરવી છે. એ માટે હાલ પૂરતું બે કામ થઇ શકે.

 ૧. જેમને વાંચનનો શોખ છે….ખાંખાખોળા કરવાનો શોખ છે…સક્સેસફુલ થતા રહેવાનો શોખ છે.. એમને માટે ઈન્ટરનેટ ખુલ્લું પડ્યું છે. એમની લખેલી બૂક્સ વાંચવાની ઝડપી શરૂઆત કરવાની છે…..દિલ-દિમાગનું લોહી વધારવાનું છે…ધીમે ધીમે…

અથવા…

૨. આજદિન સુધી તમે સેલ્સની બાબતે કોઈ એવું સાવ ‘હટકે’ કામ કર્યું છે જેનાથી તમને કોઈ એવોર્ડ કે રિવોર્ડમળ્યો હોય? જો હા હોય તો કોમેન્ટ-બોક્સમાં જઇ સેલ્સ માટેની એ વાત બિન્દાસ્ત બોલવાની છે.  

આવું કરવાથી લાભ શું થશે?-

સિમ્પલી…. Sharing is Continuous Learning. આપણે સૌને કાંઈક નવું જાણવા મળશે તો ખરું જ. એની સાથે તમને મારી તરફથી એક મજાની ગુજરાતીમાં કિંમતી PDF ટીપણી મળશે. ઓફકોર્સ એ પણ જો જીરાર્ડની જ. જે હું મારી પ્રાઇવેટ માર્કેટિંગની ટ્રેઈનીંગમાં આપતો હોઉં છું.  બોલો શું મંજુર છે?

શીખતા રહેવાની ક્યા કોઈ મોસમ હોય છે?

બોનસ પોઈન્ટ: જીરાર્ડકાકાની સફળતાની એક સુપર-ટીપ તો હિંટ સ્વરૂપે મેં જ આ આર્ટિકલમાં સમાવી છે. બોલો સ્માર્ટ હોવ અને શોધી શકો તો એનું પણ ઇનામ પાકુ ત્યારે…જો કે એ વાત પણ મેં પેલી PDF ટીપણીમાં સમાવી જ દીધી છે. ચાલો ‘જો’ઇએ કોના નસીબ જાગે છે.

સેન્ડ‘પંચ’:

લ્યો  રેતીમાં પણ કરામત! ……એક ખીલતી-ખુલતી-પલતી ને પછી પલટી મારતી… વિસ્તરતી-રેલાતી-ફેલાતી-ચઢતી ને પછી પડતી… અડતી-રડતી-હસતી-શમતી ને પછી સમાતી એક પ્રેમ-કથાની આઠ મિનીટની આ ક્લિપ માટે મટકુંયે ન મારશો…