સેહત કા બટુઆ: સ્તન જાગૃતિ માટેનું એક નાનકડું પાકિટ

SehatKaBatuaMain

ખાસ કરીને ગામડાંની સ્ત્રીઓ (તેમના બાળક પછી) તેમની નાનકડી પાકીટને ‘છાતીએ સંતાડી’ને જ રાખતી હોય છે. કદાચ વર્ષો જૂની એક પરંપરા, વારસો કે પછી કૌટુંબિક ચેઇન રિએક્શન !

આપણી દેશી કંપની મહિન્દ્રા & મહિન્દ્રાના કોઈક ક્રિયેટિવ આર્ટ ડાયરેક્ટરને આ સ્તાનિક (કે સ્થાનિક) આદત પર નજર પડી હશે અને તેમાંથી તેને ‘બ્રેસ્ટ હેલ્થ’ જાગૃત કરવાનો વિચાર આવ્યો. અને બનાવ્યું: સેહત કા બટુઆ (સ્વાસ્થ્યનું પાકીટ).

જે વારંવાર એ દરેક સ્ત્રીને યાદ અપાવે કે સમયાંતરે તમારા સ્તનનું ચેકઅપ કરાવતા રહેવું જરૂરી છે. જે ખરેખર સાચી વાત છે. પાકીટને પણ આંખ ખેંચે એવી બહુ સરસ, યુનિક અને ભાતીગળ ડિઝાઇનમાં બનાવવામાં આવી છે.

જેઓ આવાં હેન્ડીક્રાફટના બિઝનેસમાં હોય તેમના માટે પણ ડિઝાઈનર પાકીટ બનાવી બ્રેસ્ટ માટે બેસ્ટ કામનું કોન્ટ્રીબ્યુશન આપી શકવાની તક છે. જેથી હિન્દુ’સ્તાન’ હોય કે પાકિ’સ્તાન’, સ્તનની બાબતે ક્રિએટિવલી જાગૃકતા લાવી શકાય.