સ્માર્ટ, સુપર સ્માર્ટ કે હાઇપર સ્માર્ટ?

Googled

“સાહેબ, અમારો આખો પ્રોજેક્ટ દસ વર્ષમાં ૧૦ બિલિયન ડોલર્સનો થવાનો છે. બસ એટલું ધ્યાન રાખજો.”

૧૯૯૭ની આસપસ ગૂગલના આદ્યસ્થાપકો જ્યારે ‘ગૂગોલ ‘ નામ વડે કંપનીને કેનેડામાંથી ફેલાવવા ઇન્વેસ્ટર્સ પાસે પ્રોજેક્ટ રિપોર્ટ લઈને ‘બાઈ બાઈ ચારણી’ રમતા ‘તા ત્યારની આ વાત છે.

આ ઇન્વેસ્ટર્સ એ જમાનામાં આ ‘૧૦ બિલિયન’ વાળા પોઇન્ટ પર ખૂબ જોરશોરથી હસવા (એટલે કે હસી કાઢવા) માંગતા ‘તા. તો પણ કોઈ હસી શક્યું નહિ. બલ્કે તેમની આંખો અને મોં ફાટી પડ્યા ત્યારે અમેરિકામાં એક મદ્રાસી ઇન્વેસ્ટરે કાંઈક આવું કહ્યું:

“બકા, મને તારી આ સંખ્યા ભલે ઊંચી (ગપગોળા જેવી) લાગે પણ તારો આ કૉન્ફિડેન્સ જોઈને જ મને એમાં રોકાણ કરવાનું મન થાય છે. એટલા માટે કે તું જ્યારે આઆઆઆઆટલી મોટ્ટી રકમ બિંદાસ્ત બોલી શકે છે, ત્યારે તારી વાતમાં કાંઈક તો દમ જરૂર હોવો જોઈએ. એટલે તારી જે પણ કંપની હોય એમાં હું કાંઈક તો રોકાણ કરીશ.”

અને થોડાં જ સમયમાં તે મદ્રાસીબાબુ એ સૌ પ્રથમ ચેક લખી આપ્યો: રકમ હતી ‘માત્ર ૫ લાખ ડોલર્સ. અને લખનાર હતા. : રામ શ્રીરામ.”

☝️ એક પોઇન્ટ: આમાં ગર્વ લેવા જેવી બાબત એ કે એક ‘બહાર નીકળેલા ભારતીય’ પાસે પણ કેવું અને કેટલું ઊંચું વિઝન હોય છે, જેની કદર બીજા દેશમાં (જઇને) સમજાય છે.

✌️ બીજો પોઇન્ટ: એટલો જ કે એ જમાનામાં બિલિયન્સમાં વાત કરનાર છોકરાનું વિઝન કેવું હશે કે આજે બરોબર વીસ વર્ષ પછી તેની વેલ્યુ ટ્રિલિયન્સમાં અંકાય છે.

——–

સામાન્ય માણસને પણ મસમોટ્ટું વિચારી શકવાનો ધક્કો આપતી અને ગૂગલને ગોલ્ડ-માઇન રૂપે બતાવતી આ બૂક ‘ગૂગલ્લડ ‘ ની અંદર અદભૂત બનેલી ઘટનાઓ-વાતો અભિભૂત કરી ચોંકાવી દે એવી છે.

પરમાણુથી શરુ કરી, પ્લાઝમાં થઇ પ્લેનેટ્સ સુધી કઈ રીતે શામ-દામ-દંડ-ભેદની કુનેહભરી નીતિ અપનાવીને પહોંચી શકાય એવી ખુલ્લી વાતો પેલા ગૂગલાલિયા છોકરાંવે લેખક કેન ઓલેટા દ્વારા લખાવડાવી દિમાગને ખરેખર ઇન્ટેલીજન્ટ ગલગલિયાં કરાવ્યા છે.

જેઓને હજુયે લાઈફમાં ‘કાંઈક તો કરવું જ છે.’ની ચળ ચાલુ હોય તે દરેકને આ કલાસિક હાથવગી રાખી તેના પાનાં ની વચ્ચે રહેલી વાતને પકડવી વધારે જરૂરી.

બની શકે તો બૂકસ્ટોરમાંથી અથવા એમેઝોન પરથી લઇ લેજો https://amzn.to/2DXeo9H 
——–

માલદાર મોરલો:

  • સ્માર્ટ વ્યક્તિ 
  • સુપર સ્માર્ટ આઈડિયા 
  • હાઇપર સ્માર્ટ વેલ્યુ (બહાર કાઢવાની કિંમત)

પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો…

તમારા પોતાના (કે પછી પડોશીના, સગા-વ્હાલાંના,  દોસ્તોના) પૂત્ર-પૂત્રી, કે પૌત્ર-પૌત્રીમાં રહેલાં પેશનને… જો નાની વયમાં જ પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો ગૂગલ તરફથી જાહેર થયેલો વર્ષ ૨૦૧૩ના વિજ્ઞાન-મેળા (સાયન્સ-ફેર) માટે આજથી જ તૈયાર કરવાની તક આપી દયો.

લિંક: www.googlesciencefair.com. જ્યાં વિડીયો સાથે બધી જ માહિતીઓ મળી રહેશે.

એક ગૂગલી વાત: ગૂગલને ભારતીય બાળકો પર વધારે વિશ્વાસ છે. એટલા માટે કે પાછલાં મેળામાં આપણા વિદ્યાર્થીઓ વધારે સફળ રહ્યા છે. બોલો હવે ટ્રેડિશન આગળ ચાલુ રાખવું છે ને?- જો ‘હા’ હોય તો શાયેરીઓ બાજુ પર મૂકી આ બાબત ‘શેર’ કરશો.

લાઈફટાઈમની ગેરેંટી નથી પણ એટલીસ્ટ ૨૦૧૩-૨૦૧૪ સુધી તો તમે એમને અને ખુદ તમારી જાતને પણ સુપર્બ ગિફ્ટ આપી શકશો.

પેશનનો પેશન્ટ: મુર્તઝા પટેલ.