જસ્ટ ઈમેજીન.
તમે તમારા બોસની બબાલ…બૈરાની બકબક….અને વધું પડતા કામનો કકળાટ, જેવી બાબતોથી થાકી ગયા છો. ટેન્શનનો પહાડ માથે ભમી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
ત્યારે તમને આ બઅઅઅઅધ્ધું થોડા સમય માટે ક્યાંક છોડીને એવી જગ્યાએ ‘ચાઈલા જવું’ છે, જ્યાં તમે…ખુદ ‘સ્વ’ બન્યા વિના થોડા જ સમયમાં ‘સ્વ’સ્થ થઇ શકો…તો કેવું?
તેના રસ્તાઓ તો ઘણાં છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ ઓટો કંપની જીપ તેની એક અનોખી GPS ટેકનોલોજીમાં એ બાબતે ડિજીટલી રસ્તો બતાવી મદદે આવી છે. (GPS એટલે ગાડીને નાનકડા સ્ક્રિન પર રસ્તો ગાઈડ કરતો ઈલેક્ટ્રોનિક ભોમિયો)
જીપે તેના નવા મોડેલમાં ગોઠવેલી GPS સિસ્ટમની અંદર એક નવો ઓપ્શન મુક્યો છે. ‘GET LOST’. ખાસ એવા લોકો માટે જેઓ ઉપર મુજબના હાલથી બેહાલ થયા છે. અને ક્યાંક એવી અજાણી જગ્યાએ પહોંચી જવા માંગે છે કે જ્યાં થોડો સમય તણાવ મુક્ત રહી શકે.
ત્યારે આ Get Lost સિસ્ટમનો બટન દબાવતાં જ આપણને કાર/ગાડી એવા ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં લઇ જાય છે કે આપણને થાય છે કે… ‘લે! હાળું આવું દ્રશ્ય તો ક્યારેય જોયું જ નો’તું લ્યા !
નીચેની વિડીયો ક્લિપ જોયા પછી તમને પણ થશે કે…. “માણસને અજાણ્યા રસ્તા ઉપર લઇ જઈ તેનો ખુદનો સાચો ‘રસ્તો બતાવે’ એવી ટેકનોલોજી તે આનું નામ…
=] સર‘પંચ’ પોઈન્ટ:[=
મોબાઈલના App Developes, તમને આમાંથી ‘ઝબૂક’ કરતો કોઈક આઈડિયા મળ્યો? – મને તો મળ્યો છે…જ.દ !
(મને યકીન છે કે…આ ટેકનોલોજીને ભારતમાં ઘણું મોટું માર્કેટ મળી આવશે.)
<= મોરલો=>
“જીવનમાં ક્યારેક ખુદની જાતને મળવું હોય તો… ‘Get Lost’ પણ થતા રહેવું.”
.