કોરા- કટ: મસ્ત સવાલો ના અલમસ્ત જવાબો !

તહેવારો આપણને ભીનાં રાખવાનું કામ કરે છે. અને એમાં થતી મસ્તી અને મોજ આપણને ભિન્ન રાખવાનું પણ કામ કરે છે.

એટલે તહેવારોની મોજણી વચ્ચે બંદાએ પણ એક મોજીલું કામ એ કર્યું કે ‘કોરા રહીને પણ ‘ક્વોરા’ને લગતો એક મીની-પ્રોજેક્ટ કમ્પ્લિટ કર્યો.

ક્વોરા.કોમ ! એટલે કે કવેશ્ચન્સ અને આન્સર્સ દ્વારા માહિતી અને જ્ઞાન પીરસતી બીજી એક સોશિયલ-મીડિયા સાઈટ. તમારાંમાંથી ઘણાં એવાં હશે જ, જેઓ સવાલોની મઝા માણવા કે મનમાં ઉદ્ધભવતાં સવાલોનું નિરાકરણ કરવા એ સાઈટ પર (ફેસબૂકની જેમ મુકાલાત નહિ, પણ) મુલાકાત લેતા હશે. 😛

હાં ! તો મારી મીઠડી પર્સનલ આદત મુજબ ત્યાં અપાયેલાં મજેદાર સવાલ-જવાબોનું એક કોમ્બિનેશન-પૅક બનાવી તેને ‘કોરા-કટ’ પુસ્તક રૂપે પ્રોફેશનલ આદત મુજબ એમેઝોન કિન્ડલ પર પબ્લિશ કર્યું છે. અને એ પણ સાવ મફત !

યસ ! આપણા સૌનો પ્રિય શબ્દ ‘મફત’ મેં ઘણાં દિવસો બાદ આ પુસ્તકમાં એપ્લાય કર્યો છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે ક્વોરા પર વારંવાર ગયા વિના એક જ શોટમાં તમારી ફુરસદે આ સવાલ-જવાબોના ફોરાંથી તમેય ભીંજાઈ શકો.

(આડી વાત: બહુ બોરિંગ ના થવાય એટલા માટે ફક્ત ૧૫૦ સવાલો લઈને ટ્રાયલ લીધેલી છે. જો તમે વાંચ્યા બાદ એટ લિસ્ટ એવો મેસેજ મોકલશો કે “નેક્સ્ટ ભાગ પણ આવવા દ્યો.” -તો હું તુરંત તેની સિરીઝ/ ભાગો બનાવવા માટે ભાગી નીકળીશ.) 

‘કોરા કટ’ પુસ્તક તમને ગમશે તો ખરું જ. (કેમ કે એમાં મેં દિલથી દિમાગી જવાબો આપ્યાં છે.) પણ કેટલું ગમશે તેનો આધાર તમારી મારી પ્રત્યેની લાગણી અને મુહબ્બત પર છે. બસ ! ધ્યાન રહે કે કાંઈક અવનવું જાણવા મળે, મોજ મળે અને ખુશી મળે. કારણકે ખુશ રહેવું, મોજીલા રહેવું એ આપણી સ્વ તેમજ સામાજિક જવાબદારી છે. એટલે જ ‘કોરા-કટ’ ઈબૂક તમને સવાલ-જવાબો દ્વારા ભીના કરવાનો એક ઇન્ટરેક્ટિવ પ્રયાસ છે.

કોરા-ટહુકો:

જાવ જલ્દી આ લિંક દ્વારા અત્યારે જ કોરા-કટ ડાઉનલોડ કરી જ લ્યો. અને હાં ! વાંચતી વેળા કે પછી તેનું રેન્કિંગ અને રિવ્યુ તેમજ તમારાં પ્રિયજનોને આ પુસ્તકની લિંક પણ શેર ‘જલુલ જલુલ કલજો હોં’.

૧૦ એવાં પ્રોડક્ટિવ પાઠ જે હું ૨૦૨૦માં શીખ્યો…

૧. જખ મારીને મળેલી (નાપસંદ લાગતી) જોબ કે જોબવર્ક કર્યે રાખવામાં…
૨. ખરેખર કોઈકને ચાહતા હોવા છતાં ક્યારેય પણ તેને બેધડક એકરાર ન કરવામાં…
૩. કોઈના “કેમ છો?” ના સવાલ સામે જવાબમાં ખોટેખોટું “મજામાં હોં!” કહેવામાં…
૪. વીતી ગયેલ પ્રેમિકા (કે પ્રેમી) પર ચાંપતી નજર રાખવામાં…
૫. ‘પેલો કે પેલી મારા માટે શું વિચારશે?’- એવું વિચાર્યે રાખી દિમાગને ત’પેલું’ રાખવામાં…
૬. સ્લો કનેક્શન હોવાં છતાં ‘પેલી ફિલ્મ્સ’ની પાછળ અઢળક કલાકો પસાર કરવામાં…
૭. સોશિયલ મીડિયામાં જોવાં મળતાં લોકોના ‘સ્ટાઈલિશ’ ફોટો જોઈ ખુદને દુઃખી કરવામાં…
૮. કોઈકના સુપર અચિવમેન્ટ્સ જાણી કાયમી ‘દુઃખી જીવડા’ બની રહેવામાં…
૯. કોઈકના બાળકોના અર્થહીન ‘પર્સેન્ટાઈલ’ને જોઈ ખુદના બાળક સાથે સરખામણી કરવામાં…
૧૦.અંદર દબાયેલો એક આઈડિયા કે વિચાર બીજાંને ઉપયોગી થઇ શકે તેવું જાણતા હોવા છતાં ‘ચૂપ’ રહેવામાં…

સમય, શરીર, સંપત્તિ, સ્વાસ્થ્ય, સુખાકારી, સંબંધનો હિસાબ સીધો ‘ઉધાર ખાતે જમા’ થાય છે. 

નવા વર્ષમાં આજે બસ ! એટલું જ.

બાકી “આઈડિયા?! મીની મેગેઝિન હવે ક્રિસ્પી PDF ફોર્મેટમાં એમેઝોન કિન્ડલ પર પણ હાજર થઇ ગયું છે. આ લિંક પર પણ. https://amzn.to/2XeYCh8 

હવે ફરીથી ક્યાં કહું કે ‘આજે જ ડાઉનલોડ કરી લ્યો.’ 

“આ તારાથી (કે તમારાથી) નહિ થઇ શકે.”

હું માનું છું કે આ વાક્ય એવું હાઇપર પ્રેરણાત્મક (હજુ જોશથી કહું તો ધક્કાત્મક !) છે કે જે ઘણાં અશક્ય કામોને શક્ય કરી બતાવે છે.

સાંભળનાર જો આ વાક્યને એક ચેલેન્જ તરીકે સ્વીકારે તો તેણે જે સપનું જોયું છે કે પછી કોઈક અઘરું લાગતું કામ મગજમાં સેવ્યું છે, તે કદાચ તુરંત તો નહિ જ પરંતુ કેટલાંક મહિના કે વર્ષની અંદર તેને અચિવ કરેલું જોઈ શકે છે.

પણ જો સાંભળનાર તેને અપમાન તરીકે સ્વીકારી “હવે તો એનેહ બતાઈ જ દેવું છ.” જેવું ઈગોઈસ્ટિક વલણ અપનાવે તો હું એ પણ માનું છું કે તેના સપના પ્રત્યે ધોબી પછડાટ ખાઈ શકે છે. કારણકે ‘બતાઈ દેવાની’ની વૃત્તિ કરતા ખુદને તે ચેલેન્જ માટે સમર્થ કે સક્ષમ તરીકે સ્વીકારીને વ્યક્તિ કાંઈક અનોખું પરિણામ મેળવી શકે છે.

આવું એટલા માટે કહું છું કે અઢળક આઈડિયાઝની દુનિયામાં ઘણાં એવાં ઉદાહરણો જોયા અને જાણ્યા બાદ મને તેના સોલ્યુશન્સમાં તેની પાછળ રહેલો પડઘો હવે સંભળાય છે.

નેક્સ્ટ ટાઈમ તમારા કોઈક પ્લાન, પ્રોજેક્ટ કે સપના પર કોઈ હસે અથવા “લ્યા ભૈ, ઈ તારાથી નો થઇ હકે” કે પછી “ઈટ’સ ઇમ્પોસિબલ ફોર યુ” કહે ત્યારે, તમેય એ વ્યક્તિકે વાક્ય પર ‘હસી કાઢજો’. ને સમજી જજો કે તમે એ કામ સિદ્ધ કરી શકો છો.

આઈડિયા?! મેગેઝિન‘ એવું જ એક પરિણામ છે જેને પહેલા “બહુ ચાન્સ લેવા જેવો નથી.” એવું કહી દબાવી દેવામાં આવ્યું હતું. કહેનાર સાહેબ હવે તેનું કવર પેઈજ અને કન્ટેન્ટ જોઈ સંતુષ્ઠ હાસ્ય સાથે મોં હલાવી જાણે શાબાશી આપી રહયા છે. પણ તેનેય હું ચેલેન્જ તરીકે સ્વીકારી આગળ વધી રહ્યો છું. વિવેકાનંદની જેમ “યા હોમ” કરીને…

તો હવે ‘યા હોમ’ની સાથે જેમને ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી લાઈફ-સ્ટાઇલ મેળવવી હોય તો અત્યારે જ મેગેઝિન આ લિંક પર સબ્સ્ક્રાઇબ કરાવી લેજો.: https://gum.co/IdeasMag

સાહસ અને સમર્પણની 10 અમરકથાઓ: શૌર્ય

મુર્તઝા પટેલ … હર્ષલ પુષ્કર્ણા સાથે !

એક વ્યક્તિ 14મી ફેબ્રુઆરી 2019ના દિવસે બનેલી પુલવામાની ઘટનાથી હચમચી જાય છે. ધ્રુસકે-ધ્રુસકે રડી પડે, ઉરથી ભાંગી પડે છે. ખિન્ન થઇ લાંબા કલાકો સુધી મોંમાં કોળિયો પણ ઉતારી શકતો નથી.

છતાંય આદત મુજબ મજબૂરીથી મન-મગજને શાંત કરી પ્રણ કરે છે કે દેશના સપૂતો માટે એવું કાંઈક લખવું છે, જણાવવું છે, બતાવવું છે કે જાણનારને પણ તેની જેમ દિલમાં સખ્ત દર્દ અનુભવાય, આંખોમાંથી જાણે લોહીના આંસુઓ વહે. તે ઘટનાથી સમસમી ગયેલા એ વગર યુનિફોર્મવાળા સિવિલ-સૈનિકને પહેલા તો હું ‘હર્ષલ’ જ કહું. (ને પછી જરૂરી લાગે તો જ તેની આગળ પુષ્કર્ણા અટકને ઉમેરુ.)

કારણકે જે વ્યક્તિ પાછલાં વીસથી પણ વધારે વર્ષોથી પોતાનું તન-મન-ધન (ખાસ તો દેશની વિવિધ સમસ્યાઓને) વિવિધ લેખો દ્વારા વતનની સેવામાં ખર્ચતી હોય. દેશના સપૂતોની સાથે દિવસો સુધી સીમા પર તેમની ઝીંદગીનો અનુભવ મેળવવા મથતી હોય. જેનો હાથ રગેરગમાંથી વહેતી દેશભક્તિને શબ્દો દ્વારા અદભૂત કથાઓ કરવાની ત્રેવડ ધરાવતી હોય, તેમને એમ ન પૂછાય કે “દેશભક્તિ એટલે શું?”અને તેથી જ સ્તો હવે 14મી ફેબ્રુઆરી 2020ના દિવસે ગર્ભસ્થ થયેલુંઅને જસ્ટ જન્મેલું નવું પુસ્તક લઇ આવ્યા છે: “શૌર્ય”

હવે જો તમારી પાસે 11 મિનિટ્સનો સમય હોય, રિલેક્સ્ડ હોવ પણ જબ્બરદસ્ત મોટિવેશન મેળવવાના મૂડમાં હોવ. અને સાથે ચાહ- કૉફી કે જ્યુસનો કપ હોય તો આજના દિવસે એ જાઁબાઝ લોકોની વાત જણાવવી છે.

કોણ છે એ લોકો, ક્યાં છે અને શું છે એ લોકો વિશે? જાણવું હોય તો નીચે મુજબની લિંક પરથી PDF ફાઈલ ડાઉનલોડ કરવી પડશે. કારણકે વાત બહુ અગત્યની અને લાંબી છે.

http://bit.ly/ShauryaReview

મુર્તઝા પટેલના જય ભારત !

થોડાંમાં ઘણું !… ફરી વાર

 

થોડાંમાં ઘણું પુસ્તક

“જેમ માણસને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે નિયમિત સ્નાન કરવું જરૂરી છે, તે જ રીતે મનને સ્વસ્થ રાખવા નિયમિત મોટિવેશનની જરૂર પડે છે.”

હાશ! સારું છે કે આ ક્વોટ મારા નામે નથી થયો. પણ કોઈક મોટિવેશનલ મહારાજે ક્યાંક કહ્યો છે, એવું માની લઈએ. બાકી હું તો મોટિવેશનને સ્નાન સાથે નહીં, પણ સાબુ (અને સા.બુ. પણ) જોડે સરખાઉ છું. યસ! સાબુ વગર સ્નાન તો કરી જ શકાય છે, પણ સાબુ કી અસર ‘આહ! કુછ ઔર હી હૈ ! આદમી ફ્રેશ હી નહીં, રિફ્રેશિંગ હો જતા હૈ બંધુ.

જો આપણો મોટીવ (હેતુ) લાઈફમાં કૈંક મસ્ત જ કરતા રહેવાનો હોય, તો મોટીવેશનની ખોજ કરવાની જરૂર પડતી નથી. કુદરત તરફથી તે આપોઆપ મળતું રહે છે…..સમયસર અને માપસર. છતાંય આપણી (આળસીક) આદત તો રહે જ છે કે નાનકડાં પગલાં ભરવા માટે પણ કોઈક આવીને સતત આપણને કિક મારતું રહે.

ગયા વર્ષે આજ તારીખે આઈડિયા પેટી-૨’ ઇ-બુક લોન્ચ કરી હતી. અને હવે આજે ‘થોડાંમાં ઘણું-૨’ લોન્ચ કરું છું. પ્રથમ ભાગનું સફળ સેલ્ફ-પબ્લિશિંગ કર્યા બાદ ભાગ-૨માં બીજાં અવનવાં લેખો, વાર્તાઓ અને વાતો ભરીને પડી છે. 

જેમાં કોઈક મધરાતે દિમાગમાં ઉપસેલી વાર્તાનું લેખન છે, તો ક્યારેક કોઈ સ્વજન દ્વારા કહેવાયેલી ઘટનાનું આલેખન છે. ક્યાંક થયેલા અનુભવને થોડો ટ્વિસ્ટ આપી મુકાયેલો કોઈ ‘સંદેશો’ છે. તો ક્યાંક કોઈકની સાથે ઓનલાઇન ચેટિંગ દરમિયાન ચમકેલો પોઇન્ટ છે.ટૂંકમાં, આમાંથી તમને જેમ ‘પ્રેરણા’ લેવી હોય એ રીતે ‘ગોટી’ કાઢજો. આખરે એ પણ તો નાનકડાં સાબુ જેવી ઈબૂકી જ છે ને. ગેરેન્ટી એટલી કે એમાં રહેલી વાતો તમને ક્યાંક જામશે અને ક્યાંક બહુઉઉચ્ચ ગમશે. ને મજ્જાની વાત એ છે કે ઓલમોસ્ટ સૌ તેને એકી બેઠકે વાંચી શકશે. (પણ મનન માટે ટાઈમ લાગશે.)

એટલે જ આ વખતે તેને થોડીક વધુ સહેલાઈથી મેળવી શકાય એ માટે બે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર લોન્ચ કરી છે.

  • હવે તમારી પાસે જો એમેઝોન કિન્ડલ અનલિમિટેડનું સબ્સ્ક્રિપશન ઓલરેડી હશે તો તમે અત્યારે પણ ઇન્સ્ટન્ટ ડાઉનલોડ કરી શકશો….ઓફકોર્સ સાવ મફતમાં ! આ લિંક પરથી: https://amzn.to/3hOJYpw  
  •  અને જો કલરફૂલ ફોર્મેટવાળી PDFમાં જોઈએ તો ફક્ત રૂ.૯૭/- આપી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો.

આ લિંક પર: https://gumroad.com/l/sZTXS

આઈડિયા કે જોશ સે બચ કર તુમ કહાં જાઓગે?

IDEA PETI Printed Book

💡 સમયસર ગાડી ન મળે અને ખીજ ચડે પછી મોબાઈલ દ્વારા મિનિટ્સમાં જ ઉંબરે-આંગણે પણ ટેક્સી આવી ઉભી થઇ જાય તેવું આઇડિયલ સૉલ્યુશન લઇ આવવામાં આવે ત્યારે ઉબરનું સર્જન થાય.

💡 હોટેલથી કંટાળી તે સિવાયના મનગમતા-ખુશનુમા સ્થાને કે સ્થળે રહેવા મળે તો કેવું?- એવું વિચારનાર વ્યક્તિ ઍર-બી-એન-બીનું સર્જન કરી શકે છે.

💡 ખુદને ગમતાં ડાયલોગ્સ, સોન્ગ્સ કે ડાન્સને સેકન્ડમાં બતાવવાની ચળ ઉપડે ત્યારે ટિક્ટોક (મ્યુઝીકલી) એપ સર્જાય.

💡 સમય કરતા થોડું મોડા અને એ પણ ‘સાવ બેક્કાર ટેસ્ટ’ વાળું ખાવાનું મળ્યું હોય તેના બળવા રૂપે નજીકથી પણ ઘર જેવું ખાવાનું મિનિટ્સમાં મેળવી આપતું સૉલ્યુશન ઝોમાટો કે સ્વિગી રૂપે બહાર આવે ત્યારે…

બહુ લાંબુ વિચાર્યા વિના સમજી શકાય કે પ્રૉબ્લેમ એ જ સોલ્યુશનનો દરવાજો છે. અને આઈડિયા તેનું મૂળ છે.

આપણે સૌ અત્યારે ડગલે-પગલે આઈડિયા ઈકોનોમીમાં જીવી રહ્યાં છે અને હજુ લાંબો સમય તેમાં જીવીને ચાલવાનું છે. જે જીવનને જુગાર કરતા પણ જુગાડ તરીકે જુએ છે તે એટ-લિસ્ટ ગુમાવવાને બદલે બેશક! બિંદાસ્ત કમાણી કરી જ શકે છે.

‘આઈડિયા’ નામના શબ્દ સાથે મારી ઓફિશિયલ શાદી તો હું કુંવારો હતો ત્યારે જ થયેલી. 😛 પણ લખાણના લખ્ખણને લીધે બૂક રૂપે બાળક જન્માવવાની શરૂઆત હજુ 2-3 વર્ષ અગાઉ જ કરી છે. અને હવે આદત મુજબ ‘વસ્તાર વધારવાનું બહુવ્વચ્ચ મન’ છે. 😉

આ તો સારું થાજો કે ઍમૅઝૉન કિન્ડલે મારા બંને લેબર પેઈન ‘આઈડિયા પેટી’ તરીકે ખમી લીધાં. પણ પછી થયું કે આપણી પ્રજા હજુયે પ્રિન્ટેડ ખુશ્બોદાર પાનાંઓને વધારે પ્રાધાન્ય આપે છે. એટલે તે બે ભાગવાળી કિન્ડલ બૂક્સને 14 ચેપટર્સ સાથે કંબાઇન્ડ કરી પ્રિન્ટેડ ફોર્મેટમાં બૂકી રૂપે હવે રી-લોન્ચ કરી રહ્યો છું. જેમાં તમને મળી શકે:

💡 કૉફીના કૂચામાંથી પણ ખાઈ શકાય એવી કપ-રકાબી કેમ બનાવવી?- (કૉફી તો માત્ર એક બહાનું છે. તેની અંદર કાંઈક બીજું જાણવા ચેપ્ટર-6 જોઈ લેવું.)

💡 તમારી ટ્રાવેલિંગ એજન્સી હોય તો તમે એવું શું અનોખું કરી શકો કે જેથી લોકો ગમ્મત સાથે જ્ઞાન પણ મેળવી શકે? ( ચેપ્ટર-7 માં સિમ્પલ સોલ્યુશન છે.)

💡 બહુ મોટા ભારને ઉંચકી શકતી એક સાવ હલકી વસ્તુ તમારી નવી કરિયર પણ ઊંચી લાવી શકે છે. (કઈ રીતે? તો ચેપ્ટર-9 કહી શકે.)

💡 તમને નવી જૉબમાં સાવ નોખા બનવું છે? (તો પછી ચેપ્ટર-12ને બહાર કાઢવું જ પડશે. કારણકે આ બાબતે બોલે તો બંદા પણ ગાઈડ કરવામાં માસ્ટર છે.)

શક્ય છે કદાચ તમે પણ 60 મિનિટ્સની અંદર જ 60 પેઇજની આખી બૂકી ‘પતાવી’ દેશો. પણ મારું માનવું છે કે અંદરથી બહાર આવેલાં કોઈ એક આઈડિયાને એક્ટિવ કરવા તમારું પાણી ઉતરી શકે છે. પણ ટીપે-ટીપે સરોવર ભરાય વાળી વાતને બાજુ પર મૂકી ફકત ‘ડોલ’ પર ફોકસશો તો નવી દિશા અને દશા મળશે. અને એ માટે આ ‘તમાર મુર્તજા ભ’ઈ હાજર છે જ ને બાપલ્યા !”

તો હવે માત્ર બૂક નહિ, પણ તેમાં રહેલાં આઈડિયાઝ ઘરે બેઠાં જ મેળવવા હોય તો (For 97/- Only) બેંક ટ્રાન્સફર અથવા PAYtm કરી શકો તો દરેકનું ભલું થવાની પુરી ગેરેન્ટી છે.

PayTm કરવા માટે: 6352365536

આઈડિયા કે જોશ સે બચ કર તુમ કહાં જાઓગે?