ચાલો હવે ચાલીએ..

Earn While You Walking With UniteSteps App…

આદત મુજબ આજે પણ બેસીને લાંબી ‘કથા’ કરવા કે સાંભળવાને બદલે ચાલતા-ચાલતા ‘થાક’ ઉતરે એવી એક લોન્ચિંગની વાત કરવી છે. કેમકે આ લખતી વખતે હાથ અને મગજ એકદમ સુપર ચાર્જ છે. હા તો….

🏃‍♂️તમે દરરોજ શરીરને ‘ચાર્જિંગ’ મળે એટલું ચાલો છો? કે પછી
🚶‍♀️તમે દરરોજ શરીરને ‘ચાર્જિંગ’ મળે એટલું ચાલી નથી શકતા?

નો પ્રૉબ્લેમ !

તો હવે આજથી (સવાર હોય કે સાંજ) તમારો મોબાઈલ તમને હસીખુશીથી ચાલવા કે ચાલતા રહેવા ધક્કો મારશે. એટલા માટે કે મેં અને મારા પાર્ટનરે (બસ યું હી સરેરાહ ચલતે ચલતે) એક આઈડિયા પર વૉકિંગ-ટૉકિંગ અને સ્ટોર્મિંગ કરતા રહી અથાક મહેનતથી મસ્ત ઇનોવેટિવ એન્ડ્રોઇડ મોબાઈલ-એપ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

📱યૂનાઈટ-સ્ટેપ્સ:ચાલતા રહી કરો કમાણી.’

ખુદને શારીરિક બળ આપી માનસિક અને આર્થિક બૂસ્ટર મેળવી શકાય એવા બેઝ પર બનેલી આ સોશિયલ-વૉકિંગ એપ દ્વારા આપણે…

– માઈક્રો લેવલે મીની કમાણી કૅશ કરી શકીયે છે. 
– કમાયેલાં સિક્કાથી અંદર આવેલા સ્ટોરમાંથી ગમતી પ્રોડકટ્સ પર સુપર ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે. અને હા! 
– બીજાંવને આ એપ શેર કરીએ તો તેમની તરફથી પણ બોનસમાં મફ્ફત સ્ટેપ્સ પણ મેળવી શકાય છે.

આ તો હજુ એક પા પા પગલું ભર્યાની વાત છે. આગળ ધીમેધીમે અંદરથી નવું શેર કરતો રહીશ. તો હવે ‘ચાલ’વાની બાબતને આવા ડિજિટલ ‘ચાલક’ દ્વારા કોઈપણ ચાલબાજી કર્યા વિના ચલાવી શકાતી હોય પછી દોડવું શું કામ? તો ચાલો ઉપડો ચાલવા.

વધુ વિગતો અને એપને ડાઉનલોડ કરવા માટેની લિંક: http://bit.ly/UniteSteps

સેહત કા બટુઆ: સ્તન જાગૃતિ માટેનું એક નાનકડું પાકિટ

SehatKaBatuaMain

ખાસ કરીને ગામડાંની સ્ત્રીઓ (તેમના બાળક પછી) તેમની નાનકડી પાકીટને ‘છાતીએ સંતાડી’ને જ રાખતી હોય છે. કદાચ વર્ષો જૂની એક પરંપરા, વારસો કે પછી કૌટુંબિક ચેઇન રિએક્શન !

આપણી દેશી કંપની મહિન્દ્રા & મહિન્દ્રાના કોઈક ક્રિયેટિવ આર્ટ ડાયરેક્ટરને આ સ્તાનિક (કે સ્થાનિક) આદત પર નજર પડી હશે અને તેમાંથી તેને ‘બ્રેસ્ટ હેલ્થ’ જાગૃત કરવાનો વિચાર આવ્યો. અને બનાવ્યું: સેહત કા બટુઆ (સ્વાસ્થ્યનું પાકીટ).

જે વારંવાર એ દરેક સ્ત્રીને યાદ અપાવે કે સમયાંતરે તમારા સ્તનનું ચેકઅપ કરાવતા રહેવું જરૂરી છે. જે ખરેખર સાચી વાત છે. પાકીટને પણ આંખ ખેંચે એવી બહુ સરસ, યુનિક અને ભાતીગળ ડિઝાઇનમાં બનાવવામાં આવી છે.

જેઓ આવાં હેન્ડીક્રાફટના બિઝનેસમાં હોય તેમના માટે પણ ડિઝાઈનર પાકીટ બનાવી બ્રેસ્ટ માટે બેસ્ટ કામનું કોન્ટ્રીબ્યુશન આપી શકવાની તક છે. જેથી હિન્દુ’સ્તાન’ હોય કે પાકિ’સ્તાન’, સ્તનની બાબતે ક્રિએટિવલી જાગૃકતા લાવી શકાય.