‘શ્રદ્ધા’નો ઘોડો અને ‘સબૂરી’ની લગામ કોઈપણ વ્યક્તિને એવી સિક્યોર્ડ સવારી આપે છે કે માઇલોબંધ મુસાફરી કરવા છતાં પણ સવાર તેના પરથી પડી શકતો નથી.”
સારું છે કે આવો ક્વોટ એક સંત દ્વારા બોલાયેલો છે જેણે તેમની ઝીંદગીમાં હજારો માઈલની મુસાફરી કરી છે અને જ્ઞાન લાધ્યું છે. જે ખરેખર એપ્રુવ્ડ છે, એપ્લાઇડ છે.
યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ, બ્લોગ કે ક્વોરા, એલેક્સા કે ગૂગલ વોઇસ, Apps ડેવલપમેન્ટ હોય કે ફક્ત પ્રોગ્રામિંગ-કોડિંગ, Spotify પોડકાસ્ટિંગ કે shopify સેલિંગ, Linkedin હોય કે પછી facebook, TikTok… આહ !
જેવાં અસંખ્ય ટેલેન્ટસની દર સેકન્ડે રાહ જોવાતી હોય તેવાં સેંકડો પર પ્લેટફોર્મ્સ કોઈ વય કે અવયવ વગર કોઈપણ વ્યક્તિ કોઈનાય બાપ કે બેટાની સેહ-શરમ વિના તેની પ્રતિભા નિખારી શકે છે. એ પણ બિન્દાસ્ત અને ખુશી ખુશી….મોજના દરિયે ન્હાતા-ધોતા કામની મોજણી અને કમાણીની ઉજવણી કરી શકે છે.
ત્યારે
“તારી હાક સૂણી કોઈ ના આવે ત્યારે એકલો જાને રે” કે પછી “ચલ અકેલા તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા”, જેવાં સેંકડો ધક્કા-માર ગીતોની વણઝાર હોવા છતાં ટેંશન શું કામ? દર શેનો? ગુસ્સો કેમનો? દ્વેષ-જલન શાં માટે? શેનો બળાપો?
તકોની ભરમાર, લગાર, વણઝાર જે ગણો તે અત્યારની ‘આઈડિયા’લિસ્ટિક દુનિયામાં જો મળતી રહે અથવા કેળવી લેતા આવડી જાય તો આત્મહત્યાને બદલે આત્મખોજ વાળી સુપર ઝિંદગી જીવવાનો મજો મજો પડી જાય મોટા!!!
જયભાઈ એ મસ્ત કહ્યું છે: “તમારું પાસ્ટ નહિ, પણ લાસ્ટ પરફોર્મન્સ બેસ્ટ ગણાય છે.”
💡 સમયસર ગાડી ન મળે અને ખીજ ચડે પછી મોબાઈલ દ્વારા મિનિટ્સમાં જ ઉંબરે-આંગણે પણ ટેક્સી આવી ઉભી થઇ જાય તેવું આઇડિયલ સૉલ્યુશન લઇ આવવામાં આવે ત્યારે ઉબરનું સર્જન થાય.
💡 હોટેલથી કંટાળી તે સિવાયના મનગમતા-ખુશનુમા સ્થાને કે સ્થળે રહેવા મળે તો કેવું?- એવું વિચારનાર વ્યક્તિ ઍર-બી-એન-બીનું સર્જન કરી શકે છે.
💡 ખુદને ગમતાં ડાયલોગ્સ, સોન્ગ્સ કે ડાન્સને સેકન્ડમાં બતાવવાની ચળ ઉપડે ત્યારે ટિક્ટોક (મ્યુઝીકલી) એપ સર્જાય.
💡 સમય કરતા થોડું મોડા અને એ પણ ‘સાવ બેક્કાર ટેસ્ટ’ વાળું ખાવાનું મળ્યું હોય તેના બળવા રૂપે નજીકથી પણ ઘર જેવું ખાવાનું મિનિટ્સમાં મેળવી આપતું સૉલ્યુશન ઝોમાટો કે સ્વિગી રૂપે બહાર આવે ત્યારે…
બહુ લાંબુ વિચાર્યા વિના સમજી શકાય કે પ્રૉબ્લેમ એ જ સોલ્યુશનનો દરવાજો છે. અને આઈડિયા તેનું મૂળ છે.
આપણે સૌ અત્યારે ડગલે-પગલે આઈડિયા ઈકોનોમીમાં જીવી રહ્યાં છે અને હજુ લાંબો સમય તેમાં જીવીને ચાલવાનું છે. જે જીવનને જુગાર કરતા પણ જુગાડ તરીકે જુએ છે તે એટ-લિસ્ટ ગુમાવવાને બદલે બેશક! બિંદાસ્ત કમાણી કરી જ શકે છે.
‘આઈડિયા’ નામના શબ્દ સાથે મારી ઓફિશિયલ શાદી તો હું કુંવારો હતો ત્યારે જ થયેલી. 😛 પણ લખાણના લખ્ખણને લીધે બૂક રૂપે બાળક જન્માવવાની શરૂઆત હજુ 2-3 વર્ષ અગાઉ જ કરી છે. અને હવે આદત મુજબ ‘વસ્તાર વધારવાનું બહુવ્વચ્ચ મન’ છે. 😉
આ તો સારું થાજો કે ઍમૅઝૉન કિન્ડલે મારા બંને લેબર પેઈન ‘આઈડિયા પેટી’ તરીકે ખમી લીધાં. પણ પછી થયું કે આપણી પ્રજા હજુયે પ્રિન્ટેડ ખુશ્બોદાર પાનાંઓને વધારે પ્રાધાન્ય આપે છે. એટલે તે બે ભાગવાળી કિન્ડલ બૂક્સને 14 ચેપટર્સ સાથે કંબાઇન્ડ કરી પ્રિન્ટેડ ફોર્મેટમાં બૂકી રૂપે હવે રી-લોન્ચ કરી રહ્યો છું. જેમાં તમને મળી શકે:
💡 કૉફીના કૂચામાંથી પણ ખાઈ શકાય એવી કપ-રકાબી કેમ બનાવવી?- (કૉફી તો માત્ર એક બહાનું છે. તેની અંદર કાંઈક બીજું જાણવા ચેપ્ટર-6 જોઈ લેવું.)
💡 તમારી ટ્રાવેલિંગ એજન્સી હોય તો તમે એવું શું અનોખું કરી શકો કે જેથી લોકો ગમ્મત સાથે જ્ઞાન પણ મેળવી શકે? ( ચેપ્ટર-7 માં સિમ્પલ સોલ્યુશન છે.)
💡 બહુ મોટા ભારને ઉંચકી શકતી એક સાવ હલકી વસ્તુ તમારી નવી કરિયર પણ ઊંચી લાવી શકે છે. (કઈ રીતે? તો ચેપ્ટર-9 કહી શકે.)
💡 તમને નવી જૉબમાં સાવ નોખા બનવું છે? (તો પછી ચેપ્ટર-12ને બહાર કાઢવું જ પડશે. કારણકે આ બાબતે બોલે તો બંદા પણ ગાઈડ કરવામાં માસ્ટર છે.)
શક્ય છે કદાચ તમે પણ 60 મિનિટ્સની અંદર જ 60 પેઇજની આખી બૂકી ‘પતાવી’ દેશો. પણ મારું માનવું છે કે અંદરથી બહાર આવેલાં કોઈ એક આઈડિયાને એક્ટિવ કરવા તમારું પાણી ઉતરી શકે છે. પણ ટીપે-ટીપે સરોવર ભરાય વાળી વાતને બાજુ પર મૂકી ફકત ‘ડોલ’ પર ફોકસશો તો નવી દિશા અને દશા મળશે. અને એ માટે આ ‘તમાર મુર્તજા ભ’ઈ હાજર છે જ ને બાપલ્યા !”
તો હવે માત્ર બૂક નહિ, પણ તેમાં રહેલાં આઈડિયાઝ ઘરે બેઠાં જ મેળવવા હોય તો (For 97/- Only) બેંક ટ્રાન્સફર અથવા PAYtm કરી શકો તો દરેકનું ભલું થવાની પુરી ગેરેન્ટી છે.