
એક વ્યક્તિ 14મી ફેબ્રુઆરી 2019ના દિવસે બનેલી પુલવામાની ઘટનાથી હચમચી જાય છે. ધ્રુસકે-ધ્રુસકે રડી પડે, ઉરથી ભાંગી પડે છે. ખિન્ન થઇ લાંબા કલાકો સુધી મોંમાં કોળિયો પણ ઉતારી શકતો નથી.
છતાંય આદત મુજબ મજબૂરીથી મન-મગજને શાંત કરી પ્રણ કરે છે કે દેશના સપૂતો માટે એવું કાંઈક લખવું છે, જણાવવું છે, બતાવવું છે કે જાણનારને પણ તેની જેમ દિલમાં સખ્ત દર્દ અનુભવાય, આંખોમાંથી જાણે લોહીના આંસુઓ વહે. તે ઘટનાથી સમસમી ગયેલા એ વગર યુનિફોર્મવાળા સિવિલ-સૈનિકને પહેલા તો હું ‘હર્ષલ’ જ કહું. (ને પછી જરૂરી લાગે તો જ તેની આગળ પુષ્કર્ણા અટકને ઉમેરુ.)
કારણકે જે વ્યક્તિ પાછલાં વીસથી પણ વધારે વર્ષોથી પોતાનું તન-મન-ધન (ખાસ તો દેશની વિવિધ સમસ્યાઓને) વિવિધ લેખો દ્વારા વતનની સેવામાં ખર્ચતી હોય. દેશના સપૂતોની સાથે દિવસો સુધી સીમા પર તેમની ઝીંદગીનો અનુભવ મેળવવા મથતી હોય. જેનો હાથ રગેરગમાંથી વહેતી દેશભક્તિને શબ્દો દ્વારા અદભૂત કથાઓ કરવાની ત્રેવડ ધરાવતી હોય, તેમને એમ ન પૂછાય કે “દેશભક્તિ એટલે શું?”અને તેથી જ સ્તો હવે 14મી ફેબ્રુઆરી 2020ના દિવસે ગર્ભસ્થ થયેલુંઅને જસ્ટ જન્મેલું નવું પુસ્તક લઇ આવ્યા છે: “શૌર્ય”
હવે જો તમારી પાસે 11 મિનિટ્સનો સમય હોય, રિલેક્સ્ડ હોવ પણ જબ્બરદસ્ત મોટિવેશન મેળવવાના મૂડમાં હોવ. અને સાથે ચાહ- કૉફી કે જ્યુસનો કપ હોય તો આજના દિવસે એ જાઁબાઝ લોકોની વાત જણાવવી છે.
કોણ છે એ લોકો, ક્યાં છે અને શું છે એ લોકો વિશે? જાણવું હોય તો નીચે મુજબની લિંક પરથી PDF ફાઈલ ડાઉનલોડ કરવી પડશે. કારણકે વાત બહુ અગત્યની અને લાંબી છે.
મુર્તઝા પટેલના જય ભારત !