•=) ફિલ્મોમાં જ કરિયર બનાવવા આગળ અભ્યાસ અર્થે સ્ટિવન સ્પિલબર્ગ યુનિવર્સીટી ઓફ સાઉથ કેલિફોર્નિયામાંથી ૩ વાર રિજેક્ટ થયો. (અને ચોથી વાર એપ્લાય કરવાને બદલે જાતે જ પેશનને અનુસરી ફિલ્મ ડાયરેક્ટર બનાવનું નક્કી કરી લીધું.)
•=) બેસ્ટ-સેલર્સ બૂક ‘4 Hours Work Week’નો લેખક ટિમોથી ફેરિસ ૨૫ વાર પબ્લિશર્સ તરફથી રિજેક્ટ થયો. (૨૬મી વખતે પબ્લિશરને બૂક વાંચ્યા બાદ ભાન થયું કે અઠવાડિયાંમાં પણ ચાર કલ્લાક કામ કરી રોજી-રોટી મેળવી શકાય છે.)
•=) ઓનલાઇન ઈન્ટરનેટ રેડિયો કંપની: પેન્ડોરા.કૉમના સ્થાપક ટીમ વેસ્ટરગ્રેનને તેનો ‘રેડિયો’ ફેલાવવા શરૂઆતમાં ૩૦૦ જેટલાં ઇન્વેસ્ટર્સનો ‘રદિયો’ સ્વીકારવો પડ્યો. (આજે રેડિયો વિના જ તેનો અવાજ વિશ્વમાં વાઇરલ બન્યો છે.)
•=) વર્જિન બ્રાંડના માલિક રિચાર્ડ બ્રોન્સનને અવકાશ-સફરનું આયોજન કરવા માટે ૪૦૦ વાર ‘વર્જિન ગેલેક્ટિક’ને રદ કરવી પડી છે. (આજે એ જ કંપની વિશ્વની સૌ પ્રથમ સ્પેસ-ટ્રાવેલ એજન્સી તરીકે બહાર આવી છે.)
•=) પોતાની બનાવેલી ચિકનની નવિનતમ રેસિપિ વેચવા માટે કર્નલ સેન્ડર્સ (KFC)ને ૧૦૦૩ લોકોનો કોન્ટેક્ટ કરવો પડ્યો. (આહ! આટલી મુલાકાતો બાદ તેમની મહેનતની મુરગીએ ઈંડું મુક્યું.)
•=) ‘રોકી’ ફિલ્મ બનાવતા પહેલા તેના હીરો સિલ્વેસ્ટર સ્ટેલોનની સ્ક્રિપ્ટ લગભગ ૧૫૦૦ વાર રિજેક્ટ થઇ હતી. (પણ પછી એ સિરીઝની દરેક ફિલ્મ ‘રોકિંગ’ થઇ બહાર આવી.)
•=) જાડા કપડાંના પડમાંથી પણ ધૂળને ખેંચી કાઢી લાવતું વિશ્વ-પ્રસિદ્ધ ડાયસન વેક્યુમ-ક્લીનરનું અકસીર પ્રોટોટાઈપ બનાવવા જેમ્સ ડાયસનને ૫૧૨૬ વાર ધૂળધાણી થવું પડ્યું હતું. (ને હવે તેની ‘સક’સેસ તો જુઓ!)
અને હવે લેટેસ્ટ ઉદાહરણમાં ઓનલાઇન ટ્રેઈનર વેસ્લી વર્જિન પણ પટકાઈ-ભટકાઈ, ઢગલાબંધ નિષ્ફળતા મેળવી હોવા છતાં વારંવાર ઉચકાઈને પણ માઈન્ડ, બોડી અને સ્પિરિટને સતત કસેલુ રાખી ડિજિટલ દુનિયાનો એવો જ એક સુપર માર્કેટર બન્યો છે.
તેણે બનાવેલી માઈન્ડ-હૅક સિસ્ટમ જબ્બરદસ્ત વાઇરલ બની છે.
‘શ્રદ્ધા’નો ઘોડો અને ‘સબૂરી’ની લગામ કોઈપણ વ્યક્તિને એવી સિક્યોર્ડ સવારી આપે છે કે માઇલોબંધ મુસાફરી કરવા છતાં પણ સવાર તેના પરથી પડી શકતો નથી.”
સારું છે કે આવો ક્વોટ એક સંત દ્વારા બોલાયેલો છે જેણે તેમની ઝીંદગીમાં હજારો માઈલની મુસાફરી કરી છે અને જ્ઞાન લાધ્યું છે. જે ખરેખર એપ્રુવ્ડ છે, એપ્લાઇડ છે.
યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ, બ્લોગ કે ક્વોરા, એલેક્સા કે ગૂગલ વોઇસ, Apps ડેવલપમેન્ટ હોય કે ફક્ત પ્રોગ્રામિંગ-કોડિંગ, Spotify પોડકાસ્ટિંગ કે shopify સેલિંગ, Linkedin હોય કે પછી facebook, TikTok… આહ !
જેવાં અસંખ્ય ટેલેન્ટસની દર સેકન્ડે રાહ જોવાતી હોય તેવાં સેંકડો પર પ્લેટફોર્મ્સ કોઈ વય કે અવયવ વગર કોઈપણ વ્યક્તિ કોઈનાય બાપ કે બેટાની સેહ-શરમ વિના તેની પ્રતિભા નિખારી શકે છે. એ પણ બિન્દાસ્ત અને ખુશી ખુશી….મોજના દરિયે ન્હાતા-ધોતા કામની મોજણી અને કમાણીની ઉજવણી કરી શકે છે.
ત્યારે
“તારી હાક સૂણી કોઈ ના આવે ત્યારે એકલો જાને રે” કે પછી “ચલ અકેલા તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા”, જેવાં સેંકડો ધક્કા-માર ગીતોની વણઝાર હોવા છતાં ટેંશન શું કામ? દર શેનો? ગુસ્સો કેમનો? દ્વેષ-જલન શાં માટે? શેનો બળાપો?
તકોની ભરમાર, લગાર, વણઝાર જે ગણો તે અત્યારની ‘આઈડિયા’લિસ્ટિક દુનિયામાં જો મળતી રહે અથવા કેળવી લેતા આવડી જાય તો આત્મહત્યાને બદલે આત્મખોજ વાળી સુપર ઝિંદગી જીવવાનો મજો મજો પડી જાય મોટા!!!
જયભાઈ એ મસ્ત કહ્યું છે: “તમારું પાસ્ટ નહિ, પણ લાસ્ટ પરફોર્મન્સ બેસ્ટ ગણાય છે.”
આદત મુજબ આજે પણ બેસીને લાંબી ‘કથા’ કરવા કે સાંભળવાને બદલે ચાલતા-ચાલતા ‘થાક’ ઉતરે એવી એક લોન્ચિંગની વાત કરવી છે. કેમકે આ લખતી વખતે હાથ અને મગજ એકદમ સુપર ચાર્જ છે. હા તો….
🏃♂️તમે દરરોજ શરીરને ‘ચાર્જિંગ’ મળે એટલું ચાલો છો? કે પછી 🚶♀️તમે દરરોજ શરીરને ‘ચાર્જિંગ’ મળે એટલું ચાલી નથી શકતા?
નો પ્રૉબ્લેમ !
તો હવે આજથી (સવાર હોય કે સાંજ) તમારો મોબાઈલ તમને હસીખુશીથી ચાલવા કે ચાલતા રહેવા ધક્કો મારશે. એટલા માટે કે મેં અને મારા પાર્ટનરે (બસ યું હી સરેરાહ ચલતે ચલતે) એક આઈડિયા પર વૉકિંગ-ટૉકિંગ અને સ્ટોર્મિંગ કરતા રહી અથાક મહેનતથી મસ્ત ઇનોવેટિવ એન્ડ્રોઇડ મોબાઈલ-એપ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.
ખુદને શારીરિક બળ આપી માનસિક અને આર્થિક બૂસ્ટર મેળવી શકાય એવા બેઝ પર બનેલી આ સોશિયલ-વૉકિંગ એપ દ્વારા આપણે…
– માઈક્રો લેવલે મીની કમાણી કૅશ કરી શકીયે છે. – કમાયેલાં સિક્કાથી અંદર આવેલા સ્ટોરમાંથી ગમતી પ્રોડકટ્સ પર સુપર ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે. અને હા! – બીજાંવને આ એપ શેર કરીએ તો તેમની તરફથી પણ બોનસમાં મફ્ફત સ્ટેપ્સ પણ મેળવી શકાય છે.
આ તો હજુ એક પા પા પગલું ભર્યાની વાત છે. આગળ ધીમેધીમે અંદરથી નવું શેર કરતો રહીશ. તો હવે ‘ચાલ’વાની બાબતને આવા ડિજિટલ ‘ચાલક’ દ્વારા કોઈપણ ચાલબાજી કર્યા વિના ચલાવી શકાતી હોય પછી દોડવું શું કામ? તો ચાલો ઉપડો ચાલવા.
કેટલાંક દોસ્તોએ વેકેશનમાં બાળકોને ધ્યાનમાં રાખી એક કૉમન સવાલને લઇ ફોન અને મેસેજીસ કર્યા છે.
“દસમા અને બારમા પછી શું કરાવીએ?”
જવાબ: બેશક ! પહેલા તો વર્ષે-વર્ષે, પછી મહિનાઓમાં, પછી દિવસોમાં અને હવે તો કલાકોમાં બદલાતી ઇન્ફોર્મેશનની તકોના તોપગોળાં વચ્ચે એક અસરકારક ચોઈસ લેવી એ દરિયાની ઊંડે જઇ છીપમાંથી મોતી મેળવવા જેવું સાહસિક કામ છે.
“તું આ કર !, ના, તું તે કર !, અલ્યા તું તો પેલું જ કર !,” ની ઘરેડમાંથી પસાર થઈને આવેલી ૫૦-૬૦-૭૦-૮૦ની પેઢીને અત્યારની મિલેનિયમ કૉલોની સાથે તાલથી તાલ મિલાવવું થોડુંક ચેલેન્જીસ તો છે. પણ દરેક વખતે બ્રેડ આપી દેવી તેના કરતા બ્રેડની રેસિપી જ આપવી સહેલું કામ છે.
અંદરથી જ તેમની અસલ ઓળખ મેળવી આપવાની મદદ તેમને કાંઈક આગળ કરવા અને કરી બતાવવા મદદ કરી શકે છે. (આવું હું યંગ-માંઈન્ડ અને બાળકના પિતા હોવાને નાતે બિંદાસ્તપણે કહી શકું છું.)-
હા ! તો એ માટે સૌથી સહેલી શરૂઆત કઈ રીતે કરવી? 🤔
💡વર્ષો પહેલા પ્રાઈમરી વિદ્યાર્થી તરીકે આપણે “મને શું થવું ગમે?” નો તુક્કાયુક્ત નિબંધ લખતા હતા, યાદ છે ને?- તો બસ! ફરીથી એ જ રીતે તમારા દસમા કે બારમાથી પસાર થયેલા બાળકને લખાવવાનો સમય આવી ગયો છે.
”મને શું થવું ગમે?’ વિષય બાળક માટે એક એવો ઇમેજિનેટિવ અને ક્રિયેટિવ ધક્કો છે કે તેમને ખુદને જે બનવું છે, શાં માટે બનવું છે? કેટલું બનવું છે?, કઈ રીતે બનવું છે?, ક્યાંથી બનવું છે? કોની મદદથી બનવું છે? જેવાં કન્ફ્યુઝન્સને ફ્યુઝન આપવાનું કામ કરે છે. તેમની કે તમારી ‘અંદર’ શું શું છે? એ ઘણી બાબતો બહાર દેખાઈ શકશે. ગેરેન્ટેડ! ✍️
(છૂપો પોઇન્ટ: હવે તમને પણ તમારા જોબ, કરિયર કે ધંધામાં ‘હાળું હું કરવું?’ નું ટેંશન હોય તો એક ટ્રાયલ તમે પણ મારી શકો છો, હોં!) 🤪😜🥰
Elizabeth McLellan, founder of Partners for World Health. (Photo Credit: pressherald.com)
બીજાઓ માટે જીવતી વ્યક્તિઓનું જીવન સાર્થક સાબિત થતું હોય છે.
અમેરિકાની એક નર્સ રિટાયર થઈ એ પછી તેને વિચાર આવ્યો કે હવે શું કરવું જોઈએ ત્યારે…
(ઈજિપ્તમાં રહેતા મિત્ર મુર્તઝા પટેલના સૌજન્ય સાથે એક અનોખી અમેરિકન મહિલાની વાત વાચકો સાથે શૅર કરવી છે. જીવનને એક ઉત્સવ સમાન ગણતા સાહિત્યપ્રેમી મુર્તઝા પટેલ આ કોલમ માટે અગાઉ પણ કેટલીક અનોખી અને અલગારી વ્યક્તિઓની જિન્દગીની વાતો લઈ આવ્યા છે.)
વાત છે પાર્ટનર્સ ફોર વર્લ્ડ હેલ્થ સંસ્થાની સ્થાપક એલિઝાબેથ મેકલેલનની.
એલિઝાબેથ ભણતી હતી એ દરમિયાન બોસ્ટનના એક સ્ટૉરમાં સેલ્સગર્લ તરીકે કોસ્ચ્યુમ જ્વેલરી વેચતી હતી, પણ તેની માતાએ તેને કહ્યું કે તું નર્સિંગનો અભ્યાસ કર.
માતાની વાત માનીને એલિઝાબેથે નર્સિંગનો અભ્યાસ કર્યો અને પછી તેણે પોર્ટલૅન્ડના મેઈન મેડિકલ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી મેળવી. એ હોસ્પિટલમાં છ હજાર કર્મચારીઓ ફરજ બજાવતા હતા. એલિઝાબેથને નર્સ તરીકે ફરજ બજાવવામાં રસ પડવા લાગ્યો. વર્ષો પછી તે એ હોસ્પિટલમાં નર્સિંગ એડનિસ્ટ્રેટર બની. હસતા ચહેરા અને ઋજુ હ્રદયવાળી આ અનોખી સ્ત્રીએ તેની મોટા ભાગની જિંદગી અમેરિકાના પોર્ટલેન્ડની હોસ્પિટલમાં નર્સ અને નર્સિંગ એડમિનિસ્ટ્રેટર તરીકે વિતાવી.
67 વર્ષીય એલિઝાબેથ ચાલીસ વર્ષની તેની નર્સિંગ કરીઅર દરમિયાન ઘણાં દેશો ફરી આવી અને વિવિધ મેડિકલ કેમ્પ્સનુ સંચાલન કરી આવી. મેડિકલ ક્ષેત્રે કોને ક્યાં, શું શું અને કેટલી વસ્તુઓ જરૂરી છે તેની તેને ચાર દાયકાની કરીઅરમાં બરાબર સમજ પડી ગઈ હતી.
2007ના વર્ષ દરમિયાન જ્યારે અમેરિકન મેડિકલ એસોસિએશનના નિયમ પ્રમાણે એલિઝાબેથે રિટાયર થવાનો સમય આવ્યો ત્યારે તેને વિચાર આવ્યો કે રિટાયર થયા પછી પણ પોતે એવું શું કરવું જોઈએ કે જેનાથી દર્દીઓને મદદરૂપ બની શકાય?
એ વિચારો દરમિયાન તેના મનમાં વર્ષોથી દબાયેલો એક સેવાભાવી આઈડિયા બહાર આવ્યો. એ આઈડિયા અમલમાં મૂકવાનો સમય આવ્યો છે એવું તેને લાગ્યું.
નર્સિંગના કામ દરમ્યાન તેણે જોયું હતું કે તેની હોસ્પિટલ અને બીજા મેડિકલ કેમ્પસમાં ઓપરેશન પછી ઘણી એવી વણવપરાયેલી મેડિકલ સપ્લાય (જેમ કે સોય, ટ્યુબ્સ, ગ્લોવ્ઝ, રૂ, ટિશ્યુઝ તેમજ જરૂરી ત્વરિત દવાઓ)ને સરકારી મેડિકલના નિયમ અનુસાર કાં તો ડિસ્પોઝ કરવામાં આવતી અથવા સપ્લાય કરતી કંપનીને પાછી મોકલી દેવામાં આવતી.
જેનું લગભગ રિસાયક્લિંગ જ કરવામાં આવતું. વિશાળ મેઈન હોસ્પિટલમાંથી જ એ રીતે કેટલી બધી વણવપરાયેલી વસ્તુઓ ક્યાં તો ડિસ્પોઝ કરાતી અથવા તો સપ્લાય કરતી કંપનીને પાછી મોકલી દેવાતી.
એલિઝાબેથ આ બધી જ વધેલી વસ્તુઓ (મેડિકલ અને ર્સજિકલ સપ્લાય)નો બેસ્ટ ઉપયોગ કરવામાં માનતી પણ વળાવેલી દીકરીની જેમ તે હંમેશા આ વસ્તુઓને જોઈ રહેતી. નિવૃત્ત થતી વખતે હોસ્પિટલમાંથી નીકળતા અગાઉ તેણે જાણી લીધું કે કઈ કઈ કંપનીઓ આ બધી વસ્તુઓ ફેંકવામાં અથવા પાછી લઇ લેવામાં માને છે.
એલિઝાબેથ મેકલેલને પૂરી તૈયારીઓ કર્યા પછી એક અનોખી સંસ્થા શરૂ કરી અને એનું નામ રાખ્યું: પાર્ટનર્સ ફોર વર્લ્ડ હેલ્થ. તેણે એક નાનકડા રૂમમાંથી આ સંસ્થા શરૂ કરી. તેણે જુદીજુદી મેડિકલ ઈન્સ્તિત્યુટ્સ પાસેથી અન્યુઝ્ડ મેડિકલ સપ્લાય મેળવીને ગરીબ દેશોમાં મોકલવાનું શરૂ કર્યું. ધીમેધીમે તેની સંસ્થાની પ્રવ્રુત્તિ વિસ્તરતી ગઈ.
તેની આ સંસ્થા થકી આજે એલિઝાબેથ એવાં દેશોમાં રહેલી મેડિકલ સેવા સંસ્થાઓને ખૂબ જ નજીવા દરે અથવા તો મફત દરેક પ્રકારની મેડિકલ સપ્લાયઝ પુરી પાડે છે. તેની સંસ્થા દર મહિને પન્દર હજાર પાઉન્ડથી વધુ મેડિકલ સપ્લાય મફતમાં આફ્રિકન દેશોમાં, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં અને મિડલ ઈસ્ટ કંટ્રીઝમાં મોકલાવે છે. એના શિપમેન્ટનો ખર્ચ એ દેશોની જે-તે મેડિકલ સંસ્થાઓ ચૂકવે છે.
ઘણા અતિ ગરીબ દેશોની મેડિકલ સંસ્થાઓ એ મેડિકલ સપ્લાય મગાવવાનો ખર્ચ પણ ના કરી શકે તો એલિઝાબેથની સંસ્થા પાર્ટનર્સ ફોર વર્લ્ડ હેલ્થ દાન માગીને મળેલી રકમમાંથી એ મેડિકલ સપ્લાય જે-તે દેશમાં પહોંચાડવાનો ખર્ચ પણ ભોગવે છે. એક તરફ જુદી-જુદી હોસ્પિટલ્સમાંથી નીકળતો વધેલો ચોખ્ખો સામાન કન્ટેનર્સમાં ફિટ થાય અને બીજી તરફ કોઈક જરૂરિયાતમંદ સંસ્થામાં શિફ્ટ થાય. ઘણા કોલેજિયન યુવક-યુવતીઓ પણ આ પ્રવ્રુત્તિમાં એલિઝાબેથને મદદરૂપ થવા લાગ્યા.
એલિઝાબેથે નાનકડા રૂમમાંથી શરુ કરેલી આ સેવા હવે એક દાયકામાં મસમોટ્ટાં વેરહાઉસમાં ફેરવાઈ ચૂકી છે. પન્દર હજાર ફૂટના તેના વેરહાઉસની જગ્યા પણ તેને હવે નાની પડે છે. તેની સંસ્થાને મેડિકલ સપ્લાય પૂરો પાડનારી સંસ્થાઓની સંખ્યા વધતી જાય છે અને એની સામે તેની સંસ્થા વધુ ને વધુ મેડિકલ સેવા સંસ્થાઓને મેડિકલ સપ્લાય પૂરો પાડતી જાય છે. 68 વર્ષની ઉંમરે પણ એલિઝાબેથ થાક્યા વિના સતત તેની સંસ્થાની પર્વ્રુત્તિમાં વ્યસ્ત રહે છે.
એલિઝાબેથની સંસ્થા ગરીબ દેશોમાં માત્ર મેડિકલ સપ્લાય પહોંચાડીને જ સંતોષ નથી માનતી. તે દર વર્ષે અનેક ગરીબ દેશોમાં મોટા-મોટા મેડિકલ કેમ્પ કરે છે અને એમાં તે તેની સંસ્થા સાથે સંકળાયેલા ડૉક્ટર્સ અને નર્સીસ સાથે પહોંચી જાય છે અને ગરીબ દર્દીઓની મફત સારવાર કરે છે. રિટાયર થતા અગાઉ એલિઝાબેથ મેકલેલન જેટલા લોકોને મદદરૂપ બની હતી એના કરતા સેંકડો ગણા વધુ લોકોને મદદરૂપ બની રહી છે.
મૂળ આર્ટિકલ: આશુભાઈ પટેલ દ્વારા મુંબઈ સમાચારમાં પબ્લિશ થયેલો ‘સુખનો પાસવર્ડ‘ માંથી।
“સાહેબ, અમારો આખો પ્રોજેક્ટ દસ વર્ષમાં ૧૦ બિલિયન ડોલર્સનો થવાનો છે. બસ એટલું ધ્યાન રાખજો.”
૧૯૯૭ની આસપસ ગૂગલના આદ્યસ્થાપકો જ્યારે ‘ગૂગોલ ‘ નામ વડે કંપનીને કેનેડામાંથી ફેલાવવા ઇન્વેસ્ટર્સ પાસે પ્રોજેક્ટ રિપોર્ટ લઈને ‘બાઈ બાઈ ચારણી’ રમતા ‘તા ત્યારની આ વાત છે.
આ ઇન્વેસ્ટર્સ એ જમાનામાં આ ‘૧૦ બિલિયન’ વાળા પોઇન્ટ પર ખૂબ જોરશોરથી હસવા (એટલે કે હસી કાઢવા) માંગતા ‘તા. તો પણ કોઈ હસી શક્યું નહિ. બલ્કે તેમની આંખો અને મોં ફાટી પડ્યા ત્યારે અમેરિકામાં એક મદ્રાસી ઇન્વેસ્ટરે કાંઈક આવું કહ્યું:
“બકા, મને તારી આ સંખ્યા ભલે ઊંચી (ગપગોળા જેવી) લાગે પણ તારો આ કૉન્ફિડેન્સ જોઈને જ મને એમાં રોકાણ કરવાનું મન થાય છે. એટલા માટે કે તું જ્યારે આઆઆઆઆટલી મોટ્ટી રકમ બિંદાસ્ત બોલી શકે છે, ત્યારે તારી વાતમાં કાંઈક તો દમ જરૂર હોવો જોઈએ. એટલે તારી જે પણ કંપની હોય એમાં હું કાંઈક તો રોકાણ કરીશ.”
અને થોડાં જ સમયમાં તે મદ્રાસીબાબુ એ સૌ પ્રથમ ચેક લખી આપ્યો: રકમ હતી ‘માત્ર ૫ લાખ ડોલર્સ. અને લખનાર હતા. : રામ શ્રીરામ.”
☝️ એક પોઇન્ટ: આમાં ગર્વ લેવા જેવી બાબત એ કે એક ‘બહાર નીકળેલા ભારતીય’ પાસે પણ કેવું અને કેટલું ઊંચું વિઝન હોય છે, જેની કદર બીજા દેશમાં (જઇને) સમજાય છે.
✌️ બીજો પોઇન્ટ: એટલો જ કે એ જમાનામાં બિલિયન્સમાં વાત કરનાર છોકરાનું વિઝન કેવું હશે કે આજે બરોબર વીસ વર્ષ પછી તેની વેલ્યુ ટ્રિલિયન્સમાં અંકાય છે.
——–
સામાન્ય માણસને પણ મસમોટ્ટું વિચારી શકવાનો ધક્કો આપતી અને ગૂગલને ગોલ્ડ-માઇન રૂપે બતાવતી આ બૂક ‘ગૂગલ્લડ ‘ ની અંદર અદભૂત બનેલી ઘટનાઓ-વાતો અભિભૂત કરી ચોંકાવી દે એવી છે.
પરમાણુથી શરુ કરી, પ્લાઝમાં થઇ પ્લેનેટ્સ સુધી કઈ રીતે શામ-દામ-દંડ-ભેદની કુનેહભરી નીતિ અપનાવીને પહોંચી શકાય એવી ખુલ્લી વાતો પેલા ગૂગલાલિયા છોકરાંવે લેખક કેન ઓલેટા દ્વારા લખાવડાવી દિમાગને ખરેખર ઇન્ટેલીજન્ટ ગલગલિયાં કરાવ્યા છે.
જેઓને હજુયે લાઈફમાં ‘કાંઈક તો કરવું જ છે.’ની ચળ ચાલુ હોય તે દરેકને આ કલાસિક હાથવગી રાખી તેના પાનાં ની વચ્ચે રહેલી વાતને પકડવી વધારે જરૂરી.
બહુ જલ્દી! આવનારાં પાંચ વર્ષમાં એમેઝોન.કૉમ ઈ-કોમર્સની દુનિયાનો લગભગ ૫૦% હિસ્સો કબ્જે કરી નાખશે.
ઓફકોર્સ, બચેલાં બાકીના ૫૦% હિસ્સો વાળાં લોકો તેમના સંબંધો, સેવા અને સ્ટાન્ડર્ડથી ઈન-ડાયરેક્ટલી એમેઝોનને સપોર્ટ કરતા હશે.
વપરાયેલી બૂકથી વેચાવાની શરૂઆત કરનાર એમેઝોન.કૉમ આજે લાખો વસ્તુઓ અને ઘણી બધી સેવાઓ સાથે (મેક્ડોનાલ્ડ્સ પછી) પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કંપની રૂપે તેના વેર-હાઉસની સંખ્યા વધારતું જ જાય છે.
આપણા ઈમેજીનેશનની બહાર કામ કરી દુનિયાના લગભગ બધાં જ મુખ્ય નેશનમાં એમેઝોનની સર્વિસ પરીકથાની પરી કરતાંય ક્યાંય હાઇપર રેપિડ સ્પિડથી આગળ વધી રહી છે.
ઈ-કોમર્સનું ભવિષ્ય અત્યારે વર્તમાન કરતા પણ અનેકગણું પ્રબળ અને સજ્જડ બનવાનું છે. જો કે ભારતમાં થોડું મોડું જાગ્યું છે તો પણ વિદેશી મધમાખીઓ ઊડતી-ઊડતી પૂડાં વધારવામાં બીઝી થઇ ચુકી છે. જેઓ એ-કોમની ગાડીમાં સવાર થઇ રહ્યાં છે તેમના માટે દરેક સવાર અવનવી તાજગી લઇ આવશે.
હવે આમાં “ચલો, લિખ લો.” બોલવા જેવું લાગે છે? – સમજી જ જવાનું ને નંય?
એની વે! ખુલ્લી જાહેરાત:
એમેઝોન કિન્ડલ પર કાલે ‘થોડાંમાં ઘણું’ ઇ- બૂક ૨ દિવસ માટે ફ્રિ લોન્ચ કરી રહ્યો છું. બની શકે તો કિન્ડલ અનલિમિટેડ બાંધી રાખવા જેવું છે.
ખાસ કરીને ગામડાંની સ્ત્રીઓ (તેમના બાળક પછી) તેમની નાનકડી પાકીટને ‘છાતીએ સંતાડી’ને જ રાખતી હોય છે. કદાચ વર્ષો જૂની એક પરંપરા, વારસો કે પછી કૌટુંબિક ચેઇન રિએક્શન !
આપણી દેશી કંપની મહિન્દ્રા & મહિન્દ્રાના કોઈક ક્રિયેટિવ આર્ટ ડાયરેક્ટરને આ સ્તાનિક (કે સ્થાનિક) આદત પર નજર પડી હશે અને તેમાંથી તેને ‘બ્રેસ્ટ હેલ્થ’ જાગૃત કરવાનો વિચાર આવ્યો. અને બનાવ્યું: સેહત કા બટુઆ (સ્વાસ્થ્યનું પાકીટ).
જે વારંવાર એ દરેક સ્ત્રીને યાદ અપાવે કે સમયાંતરે તમારા સ્તનનું ચેકઅપ કરાવતા રહેવું જરૂરી છે. જે ખરેખર સાચી વાત છે. પાકીટને પણ આંખ ખેંચે એવી બહુ સરસ, યુનિક અને ભાતીગળ ડિઝાઇનમાં બનાવવામાં આવી છે.
જેઓ આવાં હેન્ડીક્રાફટના બિઝનેસમાં હોય તેમના માટે પણ ડિઝાઈનર પાકીટ બનાવી બ્રેસ્ટ માટે બેસ્ટ કામનું કોન્ટ્રીબ્યુશન આપી શકવાની તક છે. જેથી હિન્દુ’સ્તાન’ હોય કે પાકિ’સ્તાન’, સ્તનની બાબતે ક્રિએટિવલી જાગૃકતા લાવી શકાય.
ઈન્ટરનેટના વિકાસ પહેલા જ્યારે માહિતી મેળવવાની સીમિત અવસ્થાને લીધે ‘કાંઈક કરી છૂટવા’ વાળી વ્યક્તિઓ લાઈફને ખૂબ નજીકથી માણવા ઘરબાર છોડી વિચરવા નીકળી પડતા. ને પછી એક અવસ્થા એવી આવતી કે લોકો જ તેમને યોગી અથવા સાધુ તરીકે ઓળખી લેતા.
ત્યારે તેઓ તેમના જેવાં જ બીજાંવને સાધુ અને યોગી બનાવવાનું મિશન રાખી આશ્રમની સ્થાપના કરતા. ને પછી એ આશ્રમ જ ગુરુકૂળની ગરજ સારતું. જેમ કે સ્વામી વિવેકાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, મોરારી બાપુ વગેરે.
આજે જ્યારે સેકન્ડ્સમાં મળતી માહિતીઓના ભંડારાને લીધે ઘણી એવી વ્યક્તિઓ તેમનામાં રહેલી પ્રોફેશનલ-ધૂનને માણવા એક નાનકડા આઈડિયાનો સહારો લઇ બહાર આવે છે, ત્યારે વખત જતે તેમાંથી સર્જાતું તેમનું તોતિંગ એમ્પાયર એવા જ ‘આશ્રમ’ની ગરજ સારે છે. જેમાં જોડાયેલી પ્રોડક્ટ-સેવા, પીપલ, પ્લેસ અને પાવરથી જ તેઓ ઉદ્યોગી સાધુ બને છે.
બાબા રામદેવ, સદગુરુ જગ્ગી વાસુદેવ,ગૌર ગોપાલદાસ, એવાં જ ‘ઉદ્યોગી’સાધુઓ છે. જેઓએ સમયાનુસાર બીજાને નડ્યા કે અડ્યા વિના અત્યારના સંજોગોમાં પ્રોબ્લેમનું સોલ્યુશન આપી તેમના સ્ટાર્ટઅપને આધુનિક આશ્રમ રૂપે વિકસાવ્યું છે.
આવી હરતી-ફરતી યુનિવર્સીટીનો લાભ લેવા તકસાધુ બનવું યોગ્ય છે.
મેડિટેટિવ મોરલો:
“માત્ર યોગી બનવાને બદલે ઉદ્યોગી બનીયે છીએ ત્યારે દરેક માટે ઉપયોગી પણ બનીયે છીએ.” – મુર્તઝાચાર્ય (ઇ.સ.પૂ ૨૦૧૮)
હજારો વર્ષ પહેલાનું અતિ-સમૃદ્ધ ભારત (દુનિયા માટે પણ) દરેક બાબતે એક મેગા-મહા દેશ હતો. આમ તો વિવિધ ગ્રંથોના ‘એપિક પોઈન્ટ્સ’માંથી તેનું મૂર્તિમંત સમૃદ્ધ સ્વરૂપ આપણે જોતાં-જાણતા આવ્યા છે.
પણ જે દેશ આખી દુનિયાના ડેવેલોપમેન્ટનું બેન્ચમાર્ક બન્યું હોય તેની શરૂઆત કઇ રીતે થઇ હશે એ તો માત્ર આપણી સીમિત ધારણા જ છે.
તેનું લેટેસ્ટ અને મેગા એકઝામ્પલ છે માહિષ્મતી શહેર: કહેવાય છે કે આ અઝીમોશ્શાન મેટ્રો-શહેર ભારતની નાભી સ્થાને હતું. બરોબર મધ્યભાગમાં, મધ્યપ્રદેશમાં.
એક ફિલ્મના માધ્યમથી તેને કોમ્પ્યુટર ગ્રાફિક દ્વારા મહાકાય સર્જન કરી બતાવવામાં આવ્યું હોય ત્યારે થાય છે કે, ‘ડિજિટલ ઇન્ડિયા’ કદાચ આ રીતે એક વિસરાઇ ગયેલા શહેરમાંથી ફરીથી નવસર્જન થવા મથતું હોય.
કોઈક ‘રાજા’ના કલેજામાંથી, કોઈક ‘મૌલી’ના મગજમાંથી, દેવસેનાના દિલમાંથી, કે પછી કોઈક બાહુબલીની બાહુમાંથી….
બેશક આવનાર જનરેશન તેનું ડેવેલોપમેન્ટ નવી ક્રિયેટીવીટી સાથે, નવાં માઈન્ડસેટ દ્વારા વિવિધ રીતે કરશે. કોઇ થિમ-પાર્ક બનાવીને, કે પછી એક સાચુ જ શહેર બનાવી ને. કારણકે….
જો ડિઝનીના મેગા ‘વોલ્ટ’વાળા દિમાગમાંથી મિકી-માઉસ લેન્ડ બની શકે તો…એક ‘રાજા’નું દિમાગ આખું માહિષ્મતી ફરીથી સર્જી જ શકે ને સરજી ?!?!!?
“YES! Because …. What We Can Imagine, We Can Create It.”