સુખની વહેંચણી કરી ખુશીઓ વેચનાર એક ઉદ્યોગ સાહસિક એટલે… ટોની !

મને લાસ-વેગાસ શહેરના ડાઉનટાઉનને એક નવો જ ઓપ આપી ડેવેલોપ કરવો છે. હું માનુ છું કે એમ કરવાથી તેની ભવ્યતા અનેકગણી વધી જશે .”

ઉપરનું વાક્ય જો ડોનાલ્ડ ટ્રમ્પ બોલે તો લોકો કદાચ માની લે કે ‘હશે ભઇ, તારી પાસે પૈસો છે તો તું આખી દુનિયાનેય બદલી શકે.’ પણ ઈ.સ. ૨૦૦૯માં એ વાક્ય ૩૯ વર્ષના અમેરિકન ઉદ્યોગ સાહસિક ટોની શેહ (Tony Hsieh) એ કોઇનીયે શેહશરમ રાખ્યા વિના સુપર-વિશ્વાસ ધરાવી જાહેર કર્યું ત્યારે કેટલાંક લોકોએ શરૂઆતમાં મજાક સમજી અવગણી હતી. પણ આજે ૧૦ વર્ષ બાદ લાસ-વેગાસના ડાઉનટાઉનની બદલાયેલી સિકલ જોઈ હવે ખુશ તો થયાં છે, પણ સાથેસાથે રડી પડ્યાં છે.

હવે તમને સવાલ થશે થશે કે ‘શહેરનો વિકાસ જોઈ લોકો શાં માટે રડી પડ્યાં છે?‘ – તો તેનો જવાબ આપવા સૌને ટોનીના ૨૦ વર્ષ અગાઉના ફ્લેશબેકમાં લઇ જાઉં છું. જ્યારે ટોની હાર્વડ યુનિવર્સીટીમાં કોમ્યુટર સાયન્સનું ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો ત્યારે…

ત્યાંના છાત્રાલયમાં ૨૦ વર્ષની ઉંમરથી જ વિદ્યાર્થીઓ માટે જાતે જ પિત્ઝા બનાવી, વેચી તેના ધંધાદારી ધગશનો વિકાસ કરી સેલ્ફ-ફાઇનાન્સ કરી રહ્યો હતો. તેની સર્વિસ અને પિત્ઝાએ લોકોને એવાં મસ્ત લાગ્યાં કે તેના કસ્ટમર્સ પણ દોસ્ત બની ગયા. 

ને બસ એ વિશ્વાસના વહાણે ટોની બાપુએ કોમ્પ્યુટર સાયન્સના ભણવાનો સાગર તરી પ્રોફેશનલ ઝિન્દગીનાં ભવસાગરમાં ડૂબકી લગાવી લિંકએક્સચેન્જ.કોમ નામની વેબસાઇટની સ્થાપના કરી. જેમાં તેણે છાત્રાલયમાં બનેલાં દોસ્તોની મદદથી તે સાઈટ પર લોકોની સર્વિસને નજીવી રકમ લઇ એડવર્ટાઇઝિંગ બેનર્સ બનાવી આપવાનું શરુ કર્યું. 

નવું-નવું ઇન્ટરનેટ અને એમાંય ફરતું રહેતું એનિમેશન બેનર જોઈ અઢળક લોકોએ ટોની સાથે તેનો વેપારીક ફાયદો ઉઠાવ્યો. આ પ્રસિદ્ધિ જોતા જ માઈક્રોસોફ્ટે તેની આ કંપનીને ૨૬૫ મિલિયન ડોલર્સમાં ખરીદી લીઘી. (વર્ષ હતું: ૧૯૯૮). 

પછી શું થયું?

ટોનીભાઈ તો અઢળક કમાયેલા પૈસાના ડુંગર પર ઇન્વેસ્ટર બની પગ લંબાવી બેઠા. જયાં તેમની સાથે તેની કોલેજનો દોસ્ત-કસ્ટમર આલ્ફ્રેડ લિન પણ તલ્લીન થઇ બેઠો હતો. તે દરમિયાન એક શૂઝની એક  કંપનીના માલિક નિક વ્યક્તિ તરફથી એક ઈમેલ મળ્યો:

“અત્યારે ઓનલાઇન જૂતાંનો ધંધો કરવા જેવો છે. અઢળક કમાણી છે અને ઓનલાઇન સેલિંગનું માર્કેટ આવનાર વર્ષોમાં અનેકગણું વધવાનું છે. મારી કંપની ‘ઝૅપોઝ.કોમ‘ તમને ઈન્વેસ્ટ કરવાની ઓફર કરે છે.” (વર્ષ હતું: ૨૦૦૦). 

ફિર યહ હુવા કિ…

૨૦૦૯માં ઝૅપોઝની અદભૂત, હટકે, પાવરફૂલ, સુપર, વાહ !, અફલાતૂન, જબરદસ્ત જેવાં પાવરફૂલ શબ્દોથી રંગાયેલી પ્રૉડ્કટ્સ-રેન્જ, કલ્ચર, અને કસ્ટમર સર્વિસમાં ખૂંપેલી વિશ્વસનીયતા જોઈને ઝૅપોઝ.કોમને પણ એમેઝોન.કોમ ૧.૨ બિલિયનમાં ખરીદી જ લે એમાં નવાઈ થોડી લાગે?

ચંદ ડોલર્સથી શરુ કરી, કરોડોમાંથી પસાર થઇ અબજોમાં આળોટી નાખનાર ટોનીએ એ બસ વર્ષે જ જાહેર કર્યું કે લાસ-વેગાસને હવે અમે ડેવેલોપ કરીશું. અને થયું પણ એવું જ. તેની હાઇપર વિશ્વસનીયતાના જોરે આજે લાસવેગાસના ડાઉનટાઉનને અનોખો ઓપ મળી રહ્યો છે. પણ…

હાય રે ! ટોની શેહ ૨૭મી નવેમ્બરે ૪૭માં વર્ષે આ (તો)ફાની દુનિયામાંથી વિદાય લઇ લીધી છે. એટલે જ તો તેના અઢળક ચાહકો અનહદ ખુશી લઇ રડી રહ્યાં છે.

તેથી જ સ્તો આજે હું ટોનીને એટલા માટે શ્રધ્ધાંજલી આપું છું કે…

  • તેણે મને તેના પુસ્તક ‘ડિલિવરિંગ હેપ્પીનેસ‘ દ્વારા ગમે તેવાં કપરાં સંજોગોમાં પણ ‘શાંત’ રહી, હેપી રહી સોલ્યુશન મેળવવાની તાકાત આપી છે. 
  • તેણે ‘સાહસ કરવાની કોઈ સીમા હોતી નથી‘ એવી જણાવી જીવી બતાવ્યું છે.
  • તેણે સર્વ-શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસમાં ‘શ્રેષ્ઠતા’ને પણ ઘણી ઊંચી આંબી બતાવી છે. (કઈ રીતે એ જાણવા તેનું પુસ્તક વાંચવું જ રહ્યું.)
  • વયને વ્યય કરવાને બદલે ‘જે કામ ખૂબ જ કરવું ગમે તેમાં બધાં જ અવયવ વાપરવા’.
  • દોસ્ત અને દોસ્તી એ જ દરેક સંબંધોની ‘ટકાઉ’ વ્યાખ્યા છે.

એવું ઘણું બધું શીખવી ગયો છે. આહ ! બહુ ભગ્ન હૃદયે આજે હું ‘અમેરિકામાં મને મળવા ગમે એવાં ૧૦ લોકો‘ માંથી તેનું નામ કમી કરી રહ્યો છું. પણ તેની યાદ દિલમાં તો કાયમ રહેવાની જ. શરૂઆતથી જ વસમું રહેલું ૨૦૨૦ નું વર્ષ ખબર નથી હજુ કેટલાં શૂરવીરોને એ તેની સાથે લેતું જશે?!

તમને પણ ટોનીની સુખ વહેંચવાની માસ્ટર ચાવી જોઈએ છે? આ લિંક પરથી મેળવી લ્યો:

આઈડિયા કે જોશ સે બચ કર તુમ કહાં જાઓગે?

IDEA PETI Printed Book

💡 સમયસર ગાડી ન મળે અને ખીજ ચડે પછી મોબાઈલ દ્વારા મિનિટ્સમાં જ ઉંબરે-આંગણે પણ ટેક્સી આવી ઉભી થઇ જાય તેવું આઇડિયલ સૉલ્યુશન લઇ આવવામાં આવે ત્યારે ઉબરનું સર્જન થાય.

💡 હોટેલથી કંટાળી તે સિવાયના મનગમતા-ખુશનુમા સ્થાને કે સ્થળે રહેવા મળે તો કેવું?- એવું વિચારનાર વ્યક્તિ ઍર-બી-એન-બીનું સર્જન કરી શકે છે.

💡 ખુદને ગમતાં ડાયલોગ્સ, સોન્ગ્સ કે ડાન્સને સેકન્ડમાં બતાવવાની ચળ ઉપડે ત્યારે ટિક્ટોક (મ્યુઝીકલી) એપ સર્જાય.

💡 સમય કરતા થોડું મોડા અને એ પણ ‘સાવ બેક્કાર ટેસ્ટ’ વાળું ખાવાનું મળ્યું હોય તેના બળવા રૂપે નજીકથી પણ ઘર જેવું ખાવાનું મિનિટ્સમાં મેળવી આપતું સૉલ્યુશન ઝોમાટો કે સ્વિગી રૂપે બહાર આવે ત્યારે…

બહુ લાંબુ વિચાર્યા વિના સમજી શકાય કે પ્રૉબ્લેમ એ જ સોલ્યુશનનો દરવાજો છે. અને આઈડિયા તેનું મૂળ છે.

આપણે સૌ અત્યારે ડગલે-પગલે આઈડિયા ઈકોનોમીમાં જીવી રહ્યાં છે અને હજુ લાંબો સમય તેમાં જીવીને ચાલવાનું છે. જે જીવનને જુગાર કરતા પણ જુગાડ તરીકે જુએ છે તે એટ-લિસ્ટ ગુમાવવાને બદલે બેશક! બિંદાસ્ત કમાણી કરી જ શકે છે.

‘આઈડિયા’ નામના શબ્દ સાથે મારી ઓફિશિયલ શાદી તો હું કુંવારો હતો ત્યારે જ થયેલી. 😛 પણ લખાણના લખ્ખણને લીધે બૂક રૂપે બાળક જન્માવવાની શરૂઆત હજુ 2-3 વર્ષ અગાઉ જ કરી છે. અને હવે આદત મુજબ ‘વસ્તાર વધારવાનું બહુવ્વચ્ચ મન’ છે. 😉

આ તો સારું થાજો કે ઍમૅઝૉન કિન્ડલે મારા બંને લેબર પેઈન ‘આઈડિયા પેટી’ તરીકે ખમી લીધાં. પણ પછી થયું કે આપણી પ્રજા હજુયે પ્રિન્ટેડ ખુશ્બોદાર પાનાંઓને વધારે પ્રાધાન્ય આપે છે. એટલે તે બે ભાગવાળી કિન્ડલ બૂક્સને 14 ચેપટર્સ સાથે કંબાઇન્ડ કરી પ્રિન્ટેડ ફોર્મેટમાં બૂકી રૂપે હવે રી-લોન્ચ કરી રહ્યો છું. જેમાં તમને મળી શકે:

💡 કૉફીના કૂચામાંથી પણ ખાઈ શકાય એવી કપ-રકાબી કેમ બનાવવી?- (કૉફી તો માત્ર એક બહાનું છે. તેની અંદર કાંઈક બીજું જાણવા ચેપ્ટર-6 જોઈ લેવું.)

💡 તમારી ટ્રાવેલિંગ એજન્સી હોય તો તમે એવું શું અનોખું કરી શકો કે જેથી લોકો ગમ્મત સાથે જ્ઞાન પણ મેળવી શકે? ( ચેપ્ટર-7 માં સિમ્પલ સોલ્યુશન છે.)

💡 બહુ મોટા ભારને ઉંચકી શકતી એક સાવ હલકી વસ્તુ તમારી નવી કરિયર પણ ઊંચી લાવી શકે છે. (કઈ રીતે? તો ચેપ્ટર-9 કહી શકે.)

💡 તમને નવી જૉબમાં સાવ નોખા બનવું છે? (તો પછી ચેપ્ટર-12ને બહાર કાઢવું જ પડશે. કારણકે આ બાબતે બોલે તો બંદા પણ ગાઈડ કરવામાં માસ્ટર છે.)

શક્ય છે કદાચ તમે પણ 60 મિનિટ્સની અંદર જ 60 પેઇજની આખી બૂકી ‘પતાવી’ દેશો. પણ મારું માનવું છે કે અંદરથી બહાર આવેલાં કોઈ એક આઈડિયાને એક્ટિવ કરવા તમારું પાણી ઉતરી શકે છે. પણ ટીપે-ટીપે સરોવર ભરાય વાળી વાતને બાજુ પર મૂકી ફકત ‘ડોલ’ પર ફોકસશો તો નવી દિશા અને દશા મળશે. અને એ માટે આ ‘તમાર મુર્તજા ભ’ઈ હાજર છે જ ને બાપલ્યા !”

તો હવે માત્ર બૂક નહિ, પણ તેમાં રહેલાં આઈડિયાઝ ઘરે બેઠાં જ મેળવવા હોય તો (For 97/- Only) બેંક ટ્રાન્સફર અથવા PAYtm કરી શકો તો દરેકનું ભલું થવાની પુરી ગેરેન્ટી છે.

PayTm કરવા માટે: 6352365536

આઈડિયા કે જોશ સે બચ કર તુમ કહાં જાઓગે?