૧૦ એવાં પ્રોડક્ટિવ પાઠ જે હું ૨૦૨૦માં શીખ્યો…

૧. જખ મારીને મળેલી (નાપસંદ લાગતી) જોબ કે જોબવર્ક કર્યે રાખવામાં…
૨. ખરેખર કોઈકને ચાહતા હોવા છતાં ક્યારેય પણ તેને બેધડક એકરાર ન કરવામાં…
૩. કોઈના “કેમ છો?” ના સવાલ સામે જવાબમાં ખોટેખોટું “મજામાં હોં!” કહેવામાં…
૪. વીતી ગયેલ પ્રેમિકા (કે પ્રેમી) પર ચાંપતી નજર રાખવામાં…
૫. ‘પેલો કે પેલી મારા માટે શું વિચારશે?’- એવું વિચાર્યે રાખી દિમાગને ત’પેલું’ રાખવામાં…
૬. સ્લો કનેક્શન હોવાં છતાં ‘પેલી ફિલ્મ્સ’ની પાછળ અઢળક કલાકો પસાર કરવામાં…
૭. સોશિયલ મીડિયામાં જોવાં મળતાં લોકોના ‘સ્ટાઈલિશ’ ફોટો જોઈ ખુદને દુઃખી કરવામાં…
૮. કોઈકના સુપર અચિવમેન્ટ્સ જાણી કાયમી ‘દુઃખી જીવડા’ બની રહેવામાં…
૯. કોઈકના બાળકોના અર્થહીન ‘પર્સેન્ટાઈલ’ને જોઈ ખુદના બાળક સાથે સરખામણી કરવામાં…
૧૦.અંદર દબાયેલો એક આઈડિયા કે વિચાર બીજાંને ઉપયોગી થઇ શકે તેવું જાણતા હોવા છતાં ‘ચૂપ’ રહેવામાં…

સમય, શરીર, સંપત્તિ, સ્વાસ્થ્ય, સુખાકારી, સંબંધનો હિસાબ સીધો ‘ઉધાર ખાતે જમા’ થાય છે. 

નવા વર્ષમાં આજે બસ ! એટલું જ.

બાકી “આઈડિયા?! મીની મેગેઝિન હવે ક્રિસ્પી PDF ફોર્મેટમાં એમેઝોન કિન્ડલ પર પણ હાજર થઇ ગયું છે. આ લિંક પર પણ. https://amzn.to/2XeYCh8 

હવે ફરીથી ક્યાં કહું કે ‘આજે જ ડાઉનલોડ કરી લ્યો.’ 

થોડાંમાં ઘણું !… ફરી વાર

 

થોડાંમાં ઘણું પુસ્તક

“જેમ માણસને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે નિયમિત સ્નાન કરવું જરૂરી છે, તે જ રીતે મનને સ્વસ્થ રાખવા નિયમિત મોટિવેશનની જરૂર પડે છે.”

હાશ! સારું છે કે આ ક્વોટ મારા નામે નથી થયો. પણ કોઈક મોટિવેશનલ મહારાજે ક્યાંક કહ્યો છે, એવું માની લઈએ. બાકી હું તો મોટિવેશનને સ્નાન સાથે નહીં, પણ સાબુ (અને સા.બુ. પણ) જોડે સરખાઉ છું. યસ! સાબુ વગર સ્નાન તો કરી જ શકાય છે, પણ સાબુ કી અસર ‘આહ! કુછ ઔર હી હૈ ! આદમી ફ્રેશ હી નહીં, રિફ્રેશિંગ હો જતા હૈ બંધુ.

જો આપણો મોટીવ (હેતુ) લાઈફમાં કૈંક મસ્ત જ કરતા રહેવાનો હોય, તો મોટીવેશનની ખોજ કરવાની જરૂર પડતી નથી. કુદરત તરફથી તે આપોઆપ મળતું રહે છે…..સમયસર અને માપસર. છતાંય આપણી (આળસીક) આદત તો રહે જ છે કે નાનકડાં પગલાં ભરવા માટે પણ કોઈક આવીને સતત આપણને કિક મારતું રહે.

ગયા વર્ષે આજ તારીખે આઈડિયા પેટી-૨’ ઇ-બુક લોન્ચ કરી હતી. અને હવે આજે ‘થોડાંમાં ઘણું-૨’ લોન્ચ કરું છું. પ્રથમ ભાગનું સફળ સેલ્ફ-પબ્લિશિંગ કર્યા બાદ ભાગ-૨માં બીજાં અવનવાં લેખો, વાર્તાઓ અને વાતો ભરીને પડી છે. 

જેમાં કોઈક મધરાતે દિમાગમાં ઉપસેલી વાર્તાનું લેખન છે, તો ક્યારેક કોઈ સ્વજન દ્વારા કહેવાયેલી ઘટનાનું આલેખન છે. ક્યાંક થયેલા અનુભવને થોડો ટ્વિસ્ટ આપી મુકાયેલો કોઈ ‘સંદેશો’ છે. તો ક્યાંક કોઈકની સાથે ઓનલાઇન ચેટિંગ દરમિયાન ચમકેલો પોઇન્ટ છે.ટૂંકમાં, આમાંથી તમને જેમ ‘પ્રેરણા’ લેવી હોય એ રીતે ‘ગોટી’ કાઢજો. આખરે એ પણ તો નાનકડાં સાબુ જેવી ઈબૂકી જ છે ને. ગેરેન્ટી એટલી કે એમાં રહેલી વાતો તમને ક્યાંક જામશે અને ક્યાંક બહુઉઉચ્ચ ગમશે. ને મજ્જાની વાત એ છે કે ઓલમોસ્ટ સૌ તેને એકી બેઠકે વાંચી શકશે. (પણ મનન માટે ટાઈમ લાગશે.)

એટલે જ આ વખતે તેને થોડીક વધુ સહેલાઈથી મેળવી શકાય એ માટે બે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર લોન્ચ કરી છે.

  • હવે તમારી પાસે જો એમેઝોન કિન્ડલ અનલિમિટેડનું સબ્સ્ક્રિપશન ઓલરેડી હશે તો તમે અત્યારે પણ ઇન્સ્ટન્ટ ડાઉનલોડ કરી શકશો….ઓફકોર્સ સાવ મફતમાં ! આ લિંક પરથી: https://amzn.to/3hOJYpw  
  •  અને જો કલરફૂલ ફોર્મેટવાળી PDFમાં જોઈએ તો ફક્ત રૂ.૯૭/- આપી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો.

આ લિંક પર: https://gumroad.com/l/sZTXS