
ખબર નહિ કેમ પણ મને ગ્રાન્ડ-સફળ થઇ ગયેલાં મોટિવેશનલ અને આધ્યાત્મિક ગુરુઓનું એક બીજું વાક્ય પહેલા બહુ ખૂંચતું.
“કૅરિયરની શરૂઆતમાં પૈસા પાછળ દોડશો નહિ, પણ પૈસાને તમારી પાસે દોડાવો એવાં કામ કરો.”
તો એ વાક્યને સમજવા મેં તેને એક સમજુ અને સફળ બિઝનેસમેનની આગળ રજુ કર્યો.
“સાહેબ, તો પછી દોડવું ક્યાં? ઘાસ ખાવા, ચણા-મમરાં પકડવા કે પછી તંબૂરો વગાડવા? પૈસા વિના પગલું આગળ કઈ રીતે ભરી શકાય? – ત્યારે જવાબ મળ્યો: “બેટા ! બેશકમની-માઈન્ડેડ તો બનવું જ. પણ ‘માત્ર મની માઈન્ડેડ’ બનવું એ નુકશાનકારક ખરું.”
સહમત. પણ ખચકાટ વિના એવું સ્પષ્ઠ જણાવવામાં મહત્તમ સફળ-સાહેબો કેમ ચૂપ રહે છે રે ?!?!
ખાસ કરીને જ્યારે આપણા દેશમાં હવે મોબાઈલ-બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો હાઇપર વપરાશ થઇ રહ્યો હોય તો (ધક્કે પંચા દોઢસો) ભણતરની સાથે કમાણીનું ગણતર પણ એટલું જ બલ્કે ખૂબ જ અગત્યનું બન્યું છે.
કોલેજીઝમાં હવે થિયરીઝની સાથે ફાઇનાન્સ મેનેજમેન્ટનો પ્રેક્ટિકલ ઉપયોગ કરી કમાણી કરતા શીખવવું એટલું જ ઉપયોગી છે.
કૅરિયરની શરૂઆત કરી રહેલાં ગ્રેજ્યુએટ નવયુવાનો (ખાસ કરીને એન્જીનિયર્સ)ને તેમના એકેડેમિક વર્ષોમાં માત્ર ‘મોશન, રિએક્શન્સ, કંસ્ટ્રક્શન્સ, ફોર્મ્યુલાઝ, ફંડાઝ જેવાં જ ફેકટર્સમાં ડુબોવી દઈ ‘પૈસા’ (મની) નામના તત્ત્વથી એટલા વંચિત રખાય છે કે બહાર નીકળ્યા બાદ તેમને ક્વોલિફાઈડ ભેખધારીને બદલે ડિગ્રીધારી ભિખારી જેવો અનુભવ થાય છે.
અલબત્ત ! કાંઈક અવનવું કરવાની આદત જો ભણતરની શરૂઆતથી જ પાડવામાં આવી હોય તો તે વિદ્યાર્થીઓ તેમનું ગ્રેજ્યુએશન પૂરું કરે તે પહેલા જ કાં પોતાનું સ્ટાર્ટ-અપ સ્થાપી શકે કે પછી કોઈક સ્ટાર્ટ-અપ સાથે જોઈન્ટ થઇ શકે.
જેમાં તેમને એટલિસ્ટ એ સાંત્વના તો મળી જ શકે કે “બકા, દિમાગને ક્રિયેટિવ રીતે ચલાવવા માટે ભરપેટ ભાણું અને આરામદાયક વાતાવરણ અમે આપીશું, તું તારા મગજને આ પ્રોજેક્ટ માટે આઈડિયાના પાટા પર દોડાવ.” – પછી જુવો બાપુ, એ સ્ટાર્ટઅપ કેવી કિક્સ મારે છે.
એટલે જ હાલના યુગમાં ‘ગ્રેજ્યુએટ’ એ જ છે જે તેની આસપાસની દરેક બાબતમાં રહેલાં ‘ગ્રે’નો ‘ગેજ’ મેળવવામાં એન્ગેજ રહે.
નહીંતર આવનારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જમાનામાં ચમેલીના તેલ ચોળેલા માથા સાથે કોણ ‘અંદર’ પ્રવેશવા દેશે?…બાબાજી? – નોટ એટ ઓલ બેબી !
— — —
એની વે ! આવું આજે એટલા માટે કહેવાનું મન થયું છે કે નવલોહીયાં યુવાનોને કામ અને કમાણીનું પ્રેક્ટિકલ જ્ઞાન આપતી એક એવી અમેરિકન બોસ છે, (અત્યારે તો આખા વિશ્વમાં એક જ છે.) જેના વિશે હું મારા ‘આઈડિયા?! મેગેઝીન’ના એપ્રિલના અંકમાં જણાવવા જઈ રહ્યો છું.
પણ મારી દ્રઢ આશા છે કે તેના વિશે જાણ્યા બાદ તમારામાંથી પણ કોઈક એ હટકે બોસ જેવી પોઝિશન બનાવવા માટેનો મોટો ઘડો મેળવી શકશે. થોડુંક વધારે જાણવા આવનારી પોસ્ટ્સ પર નજર માંડી રાખજો.
અને હા ! ઘરમાં ‘ફેંકાતા’ છાપાંઓને બંધ કરી હેલ્ધી એમેઝોન કિન્ડલનું આખા વર્ષનું લવાજમ ભરવાથી પૂણ્યનું કામ થશે. અને તેમાં આઈડિયા?! મેગેઝિન પણ સાવ મફતમાં મળશે.
મની મોરલો:
“પૈસો હાથનો ‘મેલ’ નહિ, પણ ‘એક્સપ્રેસ’ છે. તેની શરૂઆત ‘લોકલ’ લેવલથી કરી ‘ગ્લોબલ’ સુધી વિસ્તારી શકાય છે.” 💰💸