સ્માર્ટ, સુપર સ્માર્ટ કે હાઇપર સ્માર્ટ?

Googled

“સાહેબ, અમારો આખો પ્રોજેક્ટ દસ વર્ષમાં ૧૦ બિલિયન ડોલર્સનો થવાનો છે. બસ એટલું ધ્યાન રાખજો.”

૧૯૯૭ની આસપસ ગૂગલના આદ્યસ્થાપકો જ્યારે ‘ગૂગોલ ‘ નામ વડે કંપનીને કેનેડામાંથી ફેલાવવા ઇન્વેસ્ટર્સ પાસે પ્રોજેક્ટ રિપોર્ટ લઈને ‘બાઈ બાઈ ચારણી’ રમતા ‘તા ત્યારની આ વાત છે.

આ ઇન્વેસ્ટર્સ એ જમાનામાં આ ‘૧૦ બિલિયન’ વાળા પોઇન્ટ પર ખૂબ જોરશોરથી હસવા (એટલે કે હસી કાઢવા) માંગતા ‘તા. તો પણ કોઈ હસી શક્યું નહિ. બલ્કે તેમની આંખો અને મોં ફાટી પડ્યા ત્યારે અમેરિકામાં એક મદ્રાસી ઇન્વેસ્ટરે કાંઈક આવું કહ્યું:

“બકા, મને તારી આ સંખ્યા ભલે ઊંચી (ગપગોળા જેવી) લાગે પણ તારો આ કૉન્ફિડેન્સ જોઈને જ મને એમાં રોકાણ કરવાનું મન થાય છે. એટલા માટે કે તું જ્યારે આઆઆઆઆટલી મોટ્ટી રકમ બિંદાસ્ત બોલી શકે છે, ત્યારે તારી વાતમાં કાંઈક તો દમ જરૂર હોવો જોઈએ. એટલે તારી જે પણ કંપની હોય એમાં હું કાંઈક તો રોકાણ કરીશ.”

અને થોડાં જ સમયમાં તે મદ્રાસીબાબુ એ સૌ પ્રથમ ચેક લખી આપ્યો: રકમ હતી ‘માત્ર ૫ લાખ ડોલર્સ. અને લખનાર હતા. : રામ શ્રીરામ.”

☝️ એક પોઇન્ટ: આમાં ગર્વ લેવા જેવી બાબત એ કે એક ‘બહાર નીકળેલા ભારતીય’ પાસે પણ કેવું અને કેટલું ઊંચું વિઝન હોય છે, જેની કદર બીજા દેશમાં (જઇને) સમજાય છે.

✌️ બીજો પોઇન્ટ: એટલો જ કે એ જમાનામાં બિલિયન્સમાં વાત કરનાર છોકરાનું વિઝન કેવું હશે કે આજે બરોબર વીસ વર્ષ પછી તેની વેલ્યુ ટ્રિલિયન્સમાં અંકાય છે.

——–

સામાન્ય માણસને પણ મસમોટ્ટું વિચારી શકવાનો ધક્કો આપતી અને ગૂગલને ગોલ્ડ-માઇન રૂપે બતાવતી આ બૂક ‘ગૂગલ્લડ ‘ ની અંદર અદભૂત બનેલી ઘટનાઓ-વાતો અભિભૂત કરી ચોંકાવી દે એવી છે.

પરમાણુથી શરુ કરી, પ્લાઝમાં થઇ પ્લેનેટ્સ સુધી કઈ રીતે શામ-દામ-દંડ-ભેદની કુનેહભરી નીતિ અપનાવીને પહોંચી શકાય એવી ખુલ્લી વાતો પેલા ગૂગલાલિયા છોકરાંવે લેખક કેન ઓલેટા દ્વારા લખાવડાવી દિમાગને ખરેખર ઇન્ટેલીજન્ટ ગલગલિયાં કરાવ્યા છે.

જેઓને હજુયે લાઈફમાં ‘કાંઈક તો કરવું જ છે.’ની ચળ ચાલુ હોય તે દરેકને આ કલાસિક હાથવગી રાખી તેના પાનાં ની વચ્ચે રહેલી વાતને પકડવી વધારે જરૂરી.

બની શકે તો બૂકસ્ટોરમાંથી અથવા એમેઝોન પરથી લઇ લેજો https://amzn.to/2DXeo9H 
——–

માલદાર મોરલો:

  • સ્માર્ટ વ્યક્તિ 
  • સુપર સ્માર્ટ આઈડિયા 
  • હાઇપર સ્માર્ટ વેલ્યુ (બહાર કાઢવાની કિંમત)
Advertisements

આવો વેપાર તો જાત સાથે વારંવાર કરવા જેવો છે.

“બોલ,  તારી આખરી ઈચ્છા શું છે?”

અપરાધ કર્યો ન હોવા છતાં કોઈ આવીને તમને આવું પૂછે તો પહેલી નજરે કાં તો તમે એને જેલનો જલ્લાદ માનો અથવા બહારવટિયો. પણ જે હોય તે. બે ઘડી આપણને થાય કે ઈચ્છા પુરી થાય કે ન થાય પણ આવી સ્થિતિમાં હમણાં જ જાન નીકળી જશે યા પછી બાર વાગી જશે એવું લખલખું પસાર થઇ જાય, ખરુને?

પણ દોસ્તો, આવા જલ્લાદ કે બહારવટિયાઓથી દૂર એક એવી સંસ્થા વિશે વાત કરવી છે. જે ખરેખર અંતિમ ઈચ્છાઓ પુરી કરવામાં મદદ કરે છે. જે એવા લોકોની ઝિંદગીમાં જીન બનીને ચિરાગ જલાવી દે છે જેમનું ભાવી કાં તો અંધકારમય હોય છે કે કાં તો મોતને બિછાને હોય.

વાત કરવી છે. મેક અ વિશ ફાઉન્ડેશનની (Make a Wish Foundation)

એ લોકો અઢી વર્ષના બાળકથી લઇ ૧૭ વર્ષ સુધીના બાળકોને માત્ર એટલો જ સવાલ કરે છે કે…: “બોલ બેટા તારી ઈચ્છા શું છે?”

બાળકની ઈચ્છા કેવી પણ હોય !!!…

  • જસ્ટિન બિબર, બચ્ચન સાહેબ, મેડોના, લેડી ગા-ગા, સાથે લાઈવ પરફોર્મન્સમાં કરવું હોય કે
  • ચીનની આખી દિવાલની કે આખી પૃથ્વી ફરતે ચકરાવો લઇ હવાઈ સફર કરવી હોય…
  • પેરિસના એફીલ ટાવરની ટોચે ૫૦ મિનિટ પીપૂડી ફૂંકવી હોય કે
  • ફિલ્મોમાં આવેલા કાલ્પનિક પાત્રો સાથે દિવસો વિતાવવા હોય…
  • અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે દાંડિયા રમવા હોય કે
  • બૃનાઈના સુલતાન સાથે કટિંગ ચાહ મારવી હોય…
  • આંગળા થકવી નાખે તેવી સુપર વિડીયો ગેમ્સ રમવી હોય…કે
  • દુનિયાની બેસ્ટ હોટેલમાં જઈ ઢોકળાં ખાવા હોય યા પછી..
  • ચલતે ચલતે…કોઈકને અમૂલ્ય સિક્રેટ ભેંટ આપી વિદાય થઇ જવું હોય…

ઓહ્ફફફફ……એવી તો કાંઈક કેટલીયે ૨૦-૨૫ હજાર ઈચ્છાઓ-સ્વપ્નાઓને સાચું કરવાનું કામ આ ‘મેક અ વિશ’ સંસ્થાએ કર્યું છે. આ એવા બાળકોની ઈચ્છાઓ છે…

  • જેમને માટે પૃથ્વી-પ્લેનેટ પર રહેવાની બહુ ઓછાં સમયની વિઝા મળી છે.
  • જેમને અનિચ્છિત એવા રોગના ભોગ બનવું પડ્યું છે, જે હાલમાં અસાધ્ય છે.
  • જેમને માટે ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા છે…

એવા ‘જસ્ટ જન્મેલા’ છોકરાંવને આ દુનિયાથી ‘દસવિદાનિયા’ કહેતા પહેલા આવી ઈચ્છાઓને પૂરી કરવાનું કામ આ સંસ્થામાં સંતાયેલા ઘણાં સંત લોકો કરી રહ્યા છે.

www.wish.org ની સાઈટ પર આ સંસ્થાની વિશે માહિતીઓ તો મળી જશે. એમાં જોવાલાયક અને પછી આચરવાલાયક એવી અઢળક ઈચ્છાઓનું લિસ્ટ પણ છે. જો એની પર માત્ર એક નજર પણ ફેરવવામાં આવે તો બંધુઓ !…દિલથી કહી દઉં છું કે “વોહ આપકે દિલ કો છુ જાયેગી.”

દોસ્તો, દુનિયાને માણવા માટે બાળક બનીએ તો જ કાંઈક મેળવી શકાય નહિતર કોઈક વચ્ચે આવી ગાંઠ મારી દે ત્યારે છેડો તો શું કછોડી વાળવી મુશ્કેલ બની જાય છે.

શું કેન્સર થાય તો જ ઈચ્છાઓ પૂરી કરવી એવું કોણે કહ્યું? પણ..ઈચ્છાઓ થાય ત્યારે એનું કેન્સર ન થઇ જાય એવું તો વર્ષોથી સંત-લોકો કહેતા આવ્યા છે. માનવું ન માનવું માનવીના ‘હાર્ટ’ની વાત છે.

આવો વેપાર તો જાત સાથે વારંવાર કરવા જેવો છે. ઓહ! કેટલું કામ બાકી છે?

“ખુદ માટે સ્વપ્ન સેવવું બહુ મોટી વાત તો છે જ. પણ સાથેસાથે બીજાના સેવેલાં સ્વપ્નાઓની સેવા…એનાથી એ ઘણી મોટી છે.”મુર્તઝાચાર્ય.

 બાળ‘પંચ’