લંડનમાં આવેલો ગોલ્ડઝબોરો બૂકસ્ટોર નવી આવતી (અને બેસ્ટ-સેલર્સ બની શકે તેવી) બૂક્સની વેલ્યુ વધારવા તેના લેખકની સિગ્નેચર સાથે વેચવામાં મશહૂર છે.
થોડાં અરસા અગાઉ તેના માલિકે એક નવા જ ઉદ્ભવેલા લેખક રોબર્ટ ગોલબ્રેઈથના લોંચ થયેલા પુસ્તક ‘ધ કૂકૂઝ કોલિંગ’નું પણ માર્કેટિંગ કરવા ટ્રાયલ-ઓર્ડરરૂપે સાઈન કરેલી ૨૫૦ કૉપીઝનું ખરીદ કર્યું. વેચાણ ભાવ રાખ્યો: ૧૭ બ્રિટીશ પાઉન્ડ.
ગોલ્ડઝબોરો બૂકસ્ટોરના માલિકને અનુભવ પરથી ખબર તો પડી કે લેખકનું અસલ નામ બીજું જ કાંઈ છે. પણ તેને તો નામ કરતા દામમાં વધારે રસ હતો એટલે વાતને પણ ત્યાં જ પડતી મૂકી.
હવે આપણામાંથી કેટલાંક વાંચક દોસ્તો જાણતા જ હશે કે આ રોબર્ટ ગોલબ્રેઈથના પેન-નામ હેઠળ હેરી પોર્ટરની મશહૂર લેખિકા જે.કે.રોવ્લિંગનું નામ કોઈક રીતે બહાર ટપકી આવ્યું. જાહેરમાં થોડી ખફા થઇને તેણે આ વાતનો સ્વિકાર પણ કર્યો.
જ્યારે આ બાજુ સ્ટોરના માલિકને તો નાનકડી લોટરી લાગી ગઈ. સાઈન કરેલા ૧૭ પાઉન્ડના પુસ્તકનો ભાવ તેણે રાતોરાત ૧૦૦૦ પાઉન્ડ કરી નાખ્યો અને તેના નસીબે બધી નકલો ચપોચપ વેચાઈ પણ ગઈ…બોલો !
જો કે…ગોલ્ડઝબોરોનો આ માલિક હજુયે પસ્તાય છે. એટલાં માટે કે…તેણે માત્ર ૨૫૦ કૉપીઝ કેમ ખરીદી?!?! જો અંદરખાનેથી (પેઈજમાંથી) ખબર પડી ગઈ હોત તો કદાચ જે.કેના નામ પર હજુ વધારે જેકપોટ કમાણી કરી હોત!
ખૈર, બ્રાન્ડિંગ દ્વારા કમાણીનું ‘રોવ્લિંગ’ કેમ કરવું તે આ બ્રિટીશર્સ પાસેથી શીખવા જેવું તો ખરું.
| માર્કેટ મોરલો |
=>• જૂનો (ખોટો પડેલો) ક્વોટ: “નામમાં શું છે?- ગુલાબને કોઈ પણ નામે બોલાવો તેની સુગંધમાં કોઈ ફરક પડતો નથી.”- શેક્સપિયર
=>• નવો (સાચો પડેલો) ક્વોટ: “નામમાં ઘણું બધું છે. બસ તેનું ‘સુગંધીદાર’ બ્રાન્ડિંગ જરૂરી છે.” – મુર્તઝાચાર્ય.
>
જેમને પુસ્તક The Cuckoos Calling ખરીદવું જ હોય તેમના માટે આ લિંક..કોલિંગ: