બોલો તમને શરુ કરવું ગમશે?

આજની આ પોસ્ટ એ લોકો માટે છે….

👉 જેમની પાસે ઓલરેડી નાનકડી પણ મધમધતી શૉપ છે. (એક્સેલન્ટ !)

👉જેમની પાસે બહુચ્ચ મોટ્ટી ધમધમતી તોપ (ઓહ સોરી શોપ) છે. (ક્યા બાત હૈ !)

👉 જેમની પાસે એક્સ્ટ્રા રિટેઇલ-શૉપ તો છે, પણ બંધ પડી છે. (નો પ્રોબ્લેમ !)

👉 જેમની પાસે મોટી લાગતી દુકાન તો છે, પણ ‘ઘરાકી બવ ઠંડી’ છે. (વાંધો નહિ લ્યા !)

👉 જેમની પાસે દુકાન તો નથી, પણ પોતાની ધંધાર્થી જગ્યા ફાજલ પડી છે. (મીની ગોડાઉન યુ સી)

👉 જેમની પાસે દુકાન તો નથી, પણ ભાડે લીધેલી જગ્યા એમને એમ પડી છે.(ગુડ !)

👉 જેમની પાસે દુકાન પણ નથી, ફાજલ જગ્યાયે નથી. પણ પોતાની ગાડી છે. (ટુ- વિહ્લર હોં!) અને

👉 જેમને ઉપર મુજબ કશુંયે નથી છતાં એમની ‘સ્માર્ટનેસ’થી એડિશનલ કમાણી કરવા માંગે છે. (આહા ! યેહ હુઈ ના બાત !)

તે સૌ માટે એમેઝોન.ઇન્ડિયાએ ‘આઈ હેવ સ્પેસ’ (મારી પાસે જગ્યા છે.) પ્રોગ્રામ હેઠળ એ સૌને બ્યુગલ ફૂંક્યા વિના (ખાસ તો આવનારી ફેસ્ટિવલ સિઝનમાં) કમાણી કરવાનું એલાન કર્યું છે.

(બોલો ! એમને કેટલો બધો હાઇપર વિશ્વાસ હશે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં આપણો ધંધો તો ઓનલાઇન બી હાલવાનો બાપલ્યા !)

હા તો…એમાં સિમ્પલી એવું છે કેએક વાર ઓનલાઇન રજીસ્ટર્ડ થઇ “ઓ ભાઈ, આપણી પાસે જગ્યા છે હોં”એવું તેમને જણાવવાનું છે. તેમાં જણાવેલ કોન્ટેક નમ્બર પર તેમનો ઓફિસર તમારી યોગ્યતાને ધોરણે બધું કન્ફર્મ કર્યા બાદ તમને નાનકડી ટ્રેઇનિંગ આપશે અને શીખવશે કે એમેઝોનની ઓનલાઇન ડિલિવરી સિસ્ટમમાં તમે કઇ રીતે ઓપરેટ કરી શકશો.

હવે તમારી આસપાસના ૩ કિ.મીના વિસ્તારમાંથી જે કસ્ટમર્સને એમેઝોનથી ઓર્ડર આપ્યા બાદ (કોઈ કારણોસર તેમના ઘરે ડાયરેક્ટ ડિલિવરી ન લેવી હોય) તમારી દુકાનેથી પાર્સલ પિક-અપ કરવું હોય તો કરી શકશે.

ઉપરાંત એવાંય કસ્ટમર્સ હોય જેમને ઈચ્છા હોય કે કોઈ ડિલિવરી-મેનતેમના ત્યાં ન આવે, ત્યારે તમને એ વિશ્વાસે ડિલિવરીનું કામ પણ સોંપવામાં આવી શકે. જેમાં શક્ય હોય તો તમે જાતે ચાલી ને કે તમારી ગાડી દ્વારા પાર્સલ પહોંચાડી શકો છો.

હવે સવાલ એ કે આમાં કમાણી કેટલી થશે? (એમ કો’ને યાર ‘આમાં મારા કેટલાં ટકા?) – તો એ માટે એમેઝોન ટ્રેઇનિંગ અને રજીસ્ટ્રેશન વખતે જ (લોકેશન મુજબ) જણાવી શકશે.

⚠️ ખાસ ચેતવણી-૧ : થોડાંક નવરા બેસી રહેનાર પણ આ કામમાં એક દિવસમાં ચાહ-પાણી-નાસ્તા અને બેટાણું મસ્ત રીતે કરી શકશે…ગેરેન્ટેડ)!)

⚠️ ખાસ ચેતવણી-૨ : સાવ જ નવરા બેસી રહેનાર આ પોસ્ટ વાંચીને આદત મુજબ પાછા સુઈ જઇ શકે છે.)

તો હે પ્રોફેશનલ પાર્થ ! બીજી ગામની પંચાતો મૂક બાજુએ અને ચડાવ તારી બાંય આ લિંક પર: https://amzn.to/2GEBjIC

ઓવર એન્ડ આઉટ!

આઈડિયાકોચ મુર્તઝાના
રોકડાં સલામ.

બોનસ પોઇન્ટ:

એમેઝોન તો ગંજાવર ખજાનો છે. તેનાથી આવી બીજી ઘણી રીતે કમાણી કરી શકાય છે. જાણવા છે એવાં બીજાં ઝક્કાસ આઈડિયા? તો અત્યારે જ આ લિંક પર સબસ્ક્રાઇબ કરાવી લેજો:
http://eepurl.com/cnsOHT

સ્માર્ટ, સુપર સ્માર્ટ કે હાઇપર સ્માર્ટ?

Googled

“સાહેબ, અમારો આખો પ્રોજેક્ટ દસ વર્ષમાં ૧૦ બિલિયન ડોલર્સનો થવાનો છે. બસ એટલું ધ્યાન રાખજો.”

૧૯૯૭ની આસપસ ગૂગલના આદ્યસ્થાપકો જ્યારે ‘ગૂગોલ ‘ નામ વડે કંપનીને કેનેડામાંથી ફેલાવવા ઇન્વેસ્ટર્સ પાસે પ્રોજેક્ટ રિપોર્ટ લઈને ‘બાઈ બાઈ ચારણી’ રમતા ‘તા ત્યારની આ વાત છે.

આ ઇન્વેસ્ટર્સ એ જમાનામાં આ ‘૧૦ બિલિયન’ વાળા પોઇન્ટ પર ખૂબ જોરશોરથી હસવા (એટલે કે હસી કાઢવા) માંગતા ‘તા. તો પણ કોઈ હસી શક્યું નહિ. બલ્કે તેમની આંખો અને મોં ફાટી પડ્યા ત્યારે અમેરિકામાં એક મદ્રાસી ઇન્વેસ્ટરે કાંઈક આવું કહ્યું:

“બકા, મને તારી આ સંખ્યા ભલે ઊંચી (ગપગોળા જેવી) લાગે પણ તારો આ કૉન્ફિડેન્સ જોઈને જ મને એમાં રોકાણ કરવાનું મન થાય છે. એટલા માટે કે તું જ્યારે આઆઆઆઆટલી મોટ્ટી રકમ બિંદાસ્ત બોલી શકે છે, ત્યારે તારી વાતમાં કાંઈક તો દમ જરૂર હોવો જોઈએ. એટલે તારી જે પણ કંપની હોય એમાં હું કાંઈક તો રોકાણ કરીશ.”

અને થોડાં જ સમયમાં તે મદ્રાસીબાબુ એ સૌ પ્રથમ ચેક લખી આપ્યો: રકમ હતી ‘માત્ર ૫ લાખ ડોલર્સ. અને લખનાર હતા. : રામ શ્રીરામ.”

☝️ એક પોઇન્ટ: આમાં ગર્વ લેવા જેવી બાબત એ કે એક ‘બહાર નીકળેલા ભારતીય’ પાસે પણ કેવું અને કેટલું ઊંચું વિઝન હોય છે, જેની કદર બીજા દેશમાં (જઇને) સમજાય છે.

✌️ બીજો પોઇન્ટ: એટલો જ કે એ જમાનામાં બિલિયન્સમાં વાત કરનાર છોકરાનું વિઝન કેવું હશે કે આજે બરોબર વીસ વર્ષ પછી તેની વેલ્યુ ટ્રિલિયન્સમાં અંકાય છે.

——–

સામાન્ય માણસને પણ મસમોટ્ટું વિચારી શકવાનો ધક્કો આપતી અને ગૂગલને ગોલ્ડ-માઇન રૂપે બતાવતી આ બૂક ‘ગૂગલ્લડ ‘ ની અંદર અદભૂત બનેલી ઘટનાઓ-વાતો અભિભૂત કરી ચોંકાવી દે એવી છે.

પરમાણુથી શરુ કરી, પ્લાઝમાં થઇ પ્લેનેટ્સ સુધી કઈ રીતે શામ-દામ-દંડ-ભેદની કુનેહભરી નીતિ અપનાવીને પહોંચી શકાય એવી ખુલ્લી વાતો પેલા ગૂગલાલિયા છોકરાંવે લેખક કેન ઓલેટા દ્વારા લખાવડાવી દિમાગને ખરેખર ઇન્ટેલીજન્ટ ગલગલિયાં કરાવ્યા છે.

જેઓને હજુયે લાઈફમાં ‘કાંઈક તો કરવું જ છે.’ની ચળ ચાલુ હોય તે દરેકને આ કલાસિક હાથવગી રાખી તેના પાનાં ની વચ્ચે રહેલી વાતને પકડવી વધારે જરૂરી.

બની શકે તો બૂકસ્ટોરમાંથી અથવા એમેઝોન પરથી લઇ લેજો https://amzn.to/2DXeo9H 
——–

માલદાર મોરલો:

  • સ્માર્ટ વ્યક્તિ 
  • સુપર સ્માર્ટ આઈડિયા 
  • હાઇપર સ્માર્ટ વેલ્યુ (બહાર કાઢવાની કિંમત)

યોગી, ઉદ્યોગી અને ઉપયોગી !

Help

ઈન્ટરનેટના વિકાસ પહેલા જ્યારે માહિતી મેળવવાની સીમિત અવસ્થાને લીધે ‘કાંઈક કરી છૂટવા’ વાળી વ્યક્તિઓ લાઈફને ખૂબ નજીકથી માણવા ઘરબાર છોડી વિચરવા નીકળી પડતા. ને પછી એક અવસ્થા એવી આવતી કે લોકો જ તેમને યોગી અથવા સાધુ તરીકે ઓળખી લેતા.

ત્યારે તેઓ તેમના જેવાં જ બીજાંવને સાધુ અને યોગી બનાવવાનું મિશન રાખી આશ્રમની સ્થાપના કરતા. ને પછી એ આશ્રમ જ ગુરુકૂળની ગરજ સારતું. જેમ કે સ્વામી વિવેકાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, મોરારી બાપુ વગેરે.

આજે જ્યારે સેકન્ડ્સમાં મળતી માહિતીઓના ભંડારાને લીધે ઘણી એવી વ્યક્તિઓ તેમનામાં રહેલી પ્રોફેશનલ-ધૂનને માણવા એક નાનકડા આઈડિયાનો સહારો લઇ બહાર આવે છે, ત્યારે વખત જતે તેમાંથી સર્જાતું તેમનું તોતિંગ એમ્પાયર એવા જ ‘આશ્રમ’ની ગરજ સારે છે. જેમાં જોડાયેલી પ્રોડક્ટ-સેવા, પીપલ, પ્લેસ અને પાવરથી જ તેઓ ઉદ્યોગી સાધુ બને છે.

બાબા રામદેવ, સદગુરુ જગ્ગી વાસુદેવ,ગૌર ગોપાલદાસ, એવાં જ ‘ઉદ્યોગી’સાધુઓ છે. જેઓએ સમયાનુસાર બીજાને નડ્યા કે અડ્યા વિના અત્યારના સંજોગોમાં પ્રોબ્લેમનું સોલ્યુશન આપી તેમના સ્ટાર્ટઅપને આધુનિક આશ્રમ રૂપે વિકસાવ્યું છે.

આવી હરતી-ફરતી યુનિવર્સીટીનો લાભ લેવા તકસાધુ બનવું યોગ્ય છે.

મેડિટેટિવ મોરલો:

માત્ર યોગી બનવાને બદલે ઉદ્યોગી બનીયે છીએ ત્યારે દરેક માટે ઉપયોગી પણ બનીયે છીએ.” – મુર્તઝાચાર્ય (ઇ.સ.પૂ ૨૦૧૮)