વેપાર વિકાસ- તેમાં ડૂબકીઓ મારો તો મોતીડાં પણ મળે !

પહેલા…બનેલી એક એક્ચ્યુઅલ ઘટના:

“ ભાઈ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ હવે મારા માટે ખરેખર મોનોટોનસ બની ગયો છે. કોઈક નોખા અને નવા કેવા પ્રોજેક્ટસ થઇ શકે તેની ચર્ચા તમારી સાથે કરવી છે. જો એટ-લિસ્ટ ૧ કલાકનો ટાઈમ મળે તો જણાવશો.”

– સન ૨૦૧૧ના વચમાં મારા સાચા શુભેચ્છક એવા ક્લાયન્ટ-દોસ્તનો ફોન આવ્યો. અવારનવાર તેમના બિઝનેસમાં મદદરૂપ થયેલો એટલે વિશ્વાસનું વ્હાણ વિના તકલીફે ચાલતું રહેલું. પણ આ વખતે આવેલા ફોનમાં અલગ હોશ દેખાયો. એટલે તેને જોશ આપવા તે જ દિવસે સાંજે મિટિંગ પણ ગોઠવાઈ ગઈ.

જેને સિરિયસ બ્રેઈન-સ્ટોર્મિંગ કહી શકાય એવી એ મિટિંગમાં ગરમ કૉફી સાથે તેમનામાં સૂતેલાં ઠંડા આઈડિયાઝની ઘણી ચર્ચાઓ થઇ. ત્યારે ઉભા થતી વખતે એક ને બદલે અઢી કલાક પસાર થયેલો હતો.

પણ તે બાદ ૨-૩ દિવસ સુધી ફિડબેક માટે ન તો એમનો કોઈ ફોન આવ્યો કે મેઈલ. મને થયું કે તેમના માટે બ્રેઈન-બાજી બોરિંગ થઇ હશે. પણ ચોથા જ દિવસે સવારે અચાનક… “મુર્તઝાભાઈ, આપણી જે લાસ્ટ મિટિંગ થઇ એમાં તમારા એક પોઇન્ટે મને પાછલાં ૩ દિવસથી સુવા દીધો નથી. છતાં મને લાગે છે કે હવે હું ખરેખર જાગ્યો છું. લેટ્સ સેલિબ્રેટ! આજે લંચ સાથે કરવાનું છે. ચાલો રેડી રેજો.”

ipad-iphone

ને હવે એક્ચ્યુઅલી બનેલી વર્ચ્યુઅલ ઘટના…

સન ૨૦૦૭ સુધી નોકિયાએ દુનિયામાં ૭૦+% મોબાઈલ માર્કેટ સર કરી લીધું હતું. પણ તે પછી આજદિન સુધી સ્માર્ટફોનમાં આઈ-ફોન નામના મહાકાય ગોડ્ઝીલ્લાનું રાજ રહ્યું છે. એન્દ્રોઈડ સિવાય બાકીને ડચકાં ખાવાનો વખત આવ્યો છે.

એટલા માટે કે તેની એપ્લિકેશન-ટેકનોલોજી દ્વારા એ માર્કેટમાં અબજો-ખર્વો ડોલર્સની ઉથલપાથલ કરી નાખનાર એપલના ફરજંદ સ્ટિવે મોબાઈલી મહા-મહાસાગર છલકાવી બતાવ્યો. લગભગ દરેક ક્ષેત્રે અઢળક તકોની નૈયા તરવા લાગી છે. જેઓએ સમજી તેમાં સફર શરુ કરી તેઓ તરી ગયા અને અવગણનારને ‘સફર’ કરવું પડ્યું.

ત્યારે મોબાઈલની તકોને (થોડી મોડે પણ) જબ્બરદસ્ત પકડી લેનાર મારા એ ક્લાયન્ટની સાથે ચર્ચાનો પોઈન્ટ ‘મોબાઈલ-એપ્સ’ જ હતો અને એટલે જ તેમાંથી મળી આવેલા ધાણીદાર આઈડિયાઝને કારણે એમની ઊંઘ ઉડી ગઈ…

ધીમું ફાસ્ટ-ફોરવર્ડ…

આ અઢી વર્ષ દરમિયાન એક તરફ તેમનો એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બિઝનેસ સાવ ઉજડી ગયો. જ્યારે બીજી તરફ મોબાઈલ-એપ્સ વેપાર પૂર બહારે ઉજળી આવ્યો. સ્વાનુભવે તેમણે તો મોબાઈલ માર્કેટની ઘણી લીલી-સૂકી જોઈ પણ તેમની સાથેની માર્કેટિંગ એક્ટીવીટીમાં મને પણ ભરતી-ઓટ જોવા મળ્યા.

ને આજે એકમેકના ટ્રસ્ટ, નોલેજ અને પેશન સાથે (બીજી કેટલીક મોબાઈલ એપ્લિકેશન્સ ઉપરાંત) અમે બેઉએ ભેગાં મળી એક આઈફોન-આઈપેડ માટે ગેમ-એપ લોન્ચ કરી છે. આ એ જ મોબાઈલ-મોતીની વાત છે , જે મને ડૂબકી મારવાથી મળ્યું છે.

હવે આ ગેમ-એપ અને તેની પાછળ કરવામાં આવેલી માર્કેટિંગની એક રસિક ગેમ જાણવા માટે આવતીકાલ સુધી રાહ જોશો તો જલસો પડી જાશે ભાયો ને બાયુંયો !

માદક મોરલો:

“મરવાની ક્યાં મને બહુ જલ્દી છે, ઓ સાકી,
તું ઉતાવળે આપ, ને હું હળવેક ઉતારું બાકી.” – ડૉ. ‘પોટલી’

3 comments on “વેપાર વિકાસ- તેમાં ડૂબકીઓ મારો તો મોતીડાં પણ મળે !

  1. […] ચાલો લગાવીએ….ગઈકાલે મુકેલા ‘એપ’ની પોસ્ટનો મોતીડો […]

  2. MG કહે છે:

    જયારે ઊંઘ ઉડે ત્યારે જ સપના સાકાર થાય છે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.