
તહેવારો આપણને ભીનાં રાખવાનું કામ કરે છે. અને એમાં થતી મસ્તી અને મોજ આપણને ભિન્ન રાખવાનું પણ કામ કરે છે.
એટલે તહેવારોની મોજણી વચ્ચે બંદાએ પણ એક મોજીલું કામ એ કર્યું કે ‘કોરા રહીને પણ ‘ક્વોરા’ને લગતો એક મીની-પ્રોજેક્ટ કમ્પ્લિટ કર્યો.
ક્વોરા.કોમ ! એટલે કે કવેશ્ચન્સ અને આન્સર્સ દ્વારા માહિતી અને જ્ઞાન પીરસતી બીજી એક સોશિયલ-મીડિયા સાઈટ. તમારાંમાંથી ઘણાં એવાં હશે જ, જેઓ સવાલોની મઝા માણવા કે મનમાં ઉદ્ધભવતાં સવાલોનું નિરાકરણ કરવા એ સાઈટ પર (ફેસબૂકની જેમ મુકાલાત નહિ, પણ) મુલાકાત લેતા હશે. 😛
હાં ! તો મારી મીઠડી પર્સનલ આદત મુજબ ત્યાં અપાયેલાં મજેદાર સવાલ-જવાબોનું એક કોમ્બિનેશન-પૅક બનાવી તેને ‘કોરા-કટ’ પુસ્તક રૂપે પ્રોફેશનલ આદત મુજબ એમેઝોન કિન્ડલ પર પબ્લિશ કર્યું છે. અને એ પણ સાવ મફત !
યસ ! આપણા સૌનો પ્રિય શબ્દ ‘મફત’ મેં ઘણાં દિવસો બાદ આ પુસ્તકમાં એપ્લાય કર્યો છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે ક્વોરા પર વારંવાર ગયા વિના એક જ શોટમાં તમારી ફુરસદે આ સવાલ-જવાબોના ફોરાંથી તમેય ભીંજાઈ શકો.
(આડી વાત: બહુ બોરિંગ ના થવાય એટલા માટે ફક્ત ૧૫૦ સવાલો લઈને ટ્રાયલ લીધેલી છે. જો તમે વાંચ્યા બાદ એટ લિસ્ટ એવો મેસેજ મોકલશો કે “નેક્સ્ટ ભાગ પણ આવવા દ્યો.” -તો હું તુરંત તેની સિરીઝ/ ભાગો બનાવવા માટે ભાગી નીકળીશ.)
‘કોરા કટ’ પુસ્તક તમને ગમશે તો ખરું જ. (કેમ કે એમાં મેં દિલથી દિમાગી જવાબો આપ્યાં છે.) પણ કેટલું ગમશે તેનો આધાર તમારી મારી પ્રત્યેની લાગણી અને મુહબ્બત પર છે. બસ ! ધ્યાન રહે કે કાંઈક અવનવું જાણવા મળે, મોજ મળે અને ખુશી મળે. કારણકે ખુશ રહેવું, મોજીલા રહેવું એ આપણી સ્વ તેમજ સામાજિક જવાબદારી છે. એટલે જ ‘કોરા-કટ’ ઈબૂક તમને સવાલ-જવાબો દ્વારા ભીના કરવાનો એક ઇન્ટરેક્ટિવ પ્રયાસ છે.
કોરા-ટહુકો:
જાવ જલ્દી આ લિંક દ્વારા અત્યારે જ કોરા-કટ ડાઉનલોડ કરી જ લ્યો. અને હાં ! વાંચતી વેળા કે પછી તેનું રેન્કિંગ અને રિવ્યુ તેમજ તમારાં પ્રિયજનોને આ પુસ્તકની લિંક પણ શેર ‘જલુલ જલુલ કલજો હોં’.