તે દિવસે પણ માઈકલ દરરોજની જેમ જોબ કરવા માટે ઓફિસે જવા તૈયાર થઇ ગયો. પોતાના ખાસ ક્લાયન્ટ(ગ્રાહક) સાથે લંચ-મિટિંગ નક્કી કરી હોવાથી ઈમ્પ્રેસન જમાવવા તેણે નોર્ડસ્ટોર્મનો કોટ પણ ચઢાવ્યો.
ઓફિસે આવી મિટિંગની ખાસ તૈયારી કરી. ફાઈલ્સ બરોબર ચેક કરી. જરૂરી એવા ઈ-મેઈલ્સ પણ વાંચી જવાબ આપી દીધાં અને થોડી જ મિનીટો પહેલા બનેલા સમાચારોની હેડલાઈન્સ પર ઉડતી નજર નાખી પછી પેન્ડીંગ લાગતા બીજા અન્ય કામો પણ આટોપી લીધા.
તે દરમિયાન બોસનો માત્ર એક લાઈનનો મેસેજ પણ વાંચી લીધો. “માઈકલ, બપોરે મિટિંગ બાદ જસ્ટ થોડી વાર માટે મળજે.”
ને પછી બપોરે નિયત સમયે ગ્રાહક સાથે નજીકની રેસ્ટોરન્ટમાં જમવા-મળવા માટે આવી ગયો. દિલ દઈને પોતાના રેગ્યુલર ગ્રાહક સાથે નવી ‘ડીલ’ ફિક્સ પણ કરી લીધી. ‘બોસને બીજું જોઈએ પણ શું? એમને ખુશી મળે અને મને મારું કમિશન….બસ.’
આવો વિચાર કરી ખુશ થતો પોતાના જોબ-બ્લોકમાં પાછો વળી ગયો. ને થોડી જ મિનીટોમાં પેલી એક-લાઈનના મેસેજને માન આપવા બોસ-બહેનની સામે પણ આવી ગયો.
“માઈકલ! આવું કેમ થાય છે?…આ બિઝનેસની હવામાં આવી વાઈરલ અસર કેમ વધતી જાય છે?…આપણા પાછલાં ૨-૩ મહિનાનો સેલ્સ આંક પણ જરા શરમજનક આવ્યો છે, નહિ?… સાલું કાંઈ સમજણ નથી પડતી, ખરુને?” – બોસ ઉવાચ.
પોતાના બોસને આર્થિક પ્રશ્નોની ચર્ચા કોઈ પણ સમયે ઉપડે એ કોઈ નવી વાત ન હતી. પણ જ્યારે જ્યારે આવી ચર્ચા થતી ત્યારે આખો સ્ટાફ સામે બેસતો પણ આજે પોતે એકલો? એવી શું ગંભીર વાત થઇ છે કે…
– માઈકલ પોતાની રીતે બોસના થોડાં આર્થિક પ્રશ્નોને હવામાં નાખી વિચારે ચઢી ગયો. ત્યાં અચાનક તેના HR Manager ના કેબિનમાં પ્રવેશથી સેકન્ડ્સમાં ધ્યાનભંગ પણ થઇ ગયું. હાથમાં બ્રાઉન બોક્સ હોવાથી ડીલ ફિક્સ કરવાની ખુશીમાં કોઈક ગિફ્ટ મળશે એવી આશાથી માઈકલ મનોમન ચુપ રહ્યો.
બોસે હવે આર્થિક સાથે થોડી સામાજિક સમસ્યાઓ પણ ઉમેરીને વાતનો મૂળ ખોલ્યો… “માઈકલ! કંપનીના થોડાં વધુ સારા ભવિષ્ય માટે અમે પૂરદર્દ નિર્ણય લીધો છે કે…….હમણાં જ તમને કંપનીમાંથી છુટ્ટા કરવામાં આવે છે. આ બ્રાઉન-બોક્સમાં તમે તમારી દરેક વસ્તુઓ બાંધી લઇ જઈ શકો છો.”
ડેડીકેશનની હોંશ, કમિશનનો જોશ, પ્રમોશનનાં પોઝ પર કાચી સેકન્ડ્સમાં જાણે કોશ ફરી વળ્યો…..બધુંયે ટાંય-ટાંય ફીશ. તે ઘડીએ તો હજુ બપોરના ૨:૩૦ થયા હશે. પણ આ માઈકલભાઈના ત્યારે સાચેસાચ બાર વાગી ગયા હતા.
આટલા વહેલા ઘરે પહોંચી પોતાની બૈરીને શું મોં બતાવવું? બચ્ચે લોગને શું જવાબ આપવો? એ જ કે પોતાની માનસિક કાબેલિયત પર વિશ્વાસ રાખતો શખ્શ હાથમાં પાણીચું લઈને આવ્યો છે?
માઈકલના મનમાં શું થયું હશે? તે સાંજે તેની પત્ની મેરી રૂથ પર શું વીતી હશે? એ બંને એ શું છોડ્યું હશે? શું તરછોડ્યું હશેને પછી તેમના હાથે શું આવ્યું હશે? ને આખરે એમણે શું મેળવ્યું હશે?….
આ શું કામ?…શાં માટે?…કેમ આમ? જેવી સેંકડો ઘટનાઓને જાણીને, માનીને, સમજીને એક ૩૫ વર્ષિય અલગારી અમેરિકન વેપારી-મુસાફર ૨૫ ચુનિંદા વેપારીઓની વાર્તાઓ લઇ એક પુસ્તક રૂપે લઈને ‘જસ્ટ’ આવ્યો છે.
જેની વાત પુસ્તક પ્રિસ્ક્રિપ્શન સ્વરૂપે હવે પછીની પોસ્ટમાં જાણવા મળશે.
“પ્રિસ્ક્રિપ્શન” ની રાહ જોઈ ને બેઠા છીએ “પેશન્ટ” થઈને.
we will like to see what happen to michel next after fired from boss.. what he did ?.. send precpriction as soon as possible…
Interesting… Looking forward for the second part.. 🙂
It’s just like my own story. I am waiting for the next.
Persistance is a key to win.
RL
સ્વામીનારાયણવાળા ડૉ.સ્વામી ઇશ્વરને કંપ્યુટરનાય કંપ્યુટર તરીકે ઓળખાવે છે.
આપણા દિમાગ અને તેની સાથે સંકળાયેલા જ્ઞાનતંતુઓ (ફાઇબર ઑપ્ટિક્સ !)એક સિસ્ટમ છે અને એનાથીય ઊંચી ક્વૉલિટી ઉપર (અજ્ઞાતમાં !)છે.આ એમની વાત માંડવાની પધ્ધતિ છે, તો કવિ દિલીપ પટેલ કેવળ બે સિસ્ટમને જ નહીં પણ ત્રણને સાંકળી આપે છે- ઓહ માય ગોડ-મારામાં જીવે-આઇ પોડઃ ઇશ્વર,હું અને ઇલેક્ટ્રોનિક્સને. આગળના આસ્વાદોમાં મેં કહ્યું છે દરેક સર્જક્નું કામ એના સાંપ્રતને અભિવ્યક્ત કરવાનું છે જે એનો ઇતિહાસ છે. અહીં પણ કવિ આઇપોડથી પોતાના જીવાતા સમયને પેલી સિસ્ટમો સાથે સાંકળી આપે છે.અનેક ટપકાં રેણ કરી સર્જાતું ‘મધરબોર્ડ’ જીવાતા જીવનના અનેક સ્તરોને સાંકળી આપે છે. કવિ માણાસ છે, અને એની ફરતે શું ઘટી રહ્યું છે તેનાથી એ સજાગ છે.
સગવડથી થતી અનેક તકલીફો(!) માણસની નબળાઈ છે.ખંતનો અંત. પેલી રેણ કરેલી લીટીઓ જીવા દોરીઓને નબળી પાડે છે તે આશ્ચર્યથી હાય દિમાગને શું થયું, માય ગોડ !-ઉદગાર સરી પડ્યા,એટલું જ નહીં એ deviceથી મળેલો વિસ્મૃતિનો રોગ પણ એમાં સામેલ છે. એ નબળાઇનો શિકાર થવાય તે પહેલાં પેલું અજ્ઞાત કંપ્યુટર છે તેને ફરીથી આધીન થઈ વિનવે છે-એ પહેલાં પ્રભુ પાડ તું ફોડ…-માણસ તરીકે આ depending અવસ્થા આપણું સાતત્ય છે, જીવવા વલખાં નથી મારતા, મથામણ નથી કરતા,આપણે કેવળ અવલંબનનો વિસ્તાર કરીએ છીએ અને ‘ઓહ માય ગોડ …ધૃવપંક્તિમાં તે વળી વળી ડોકાયા કરે છે.
આપણે તેમાં સતત અસ્તવ્યસ્ત છીએ જે ‘ઓ’ અને ‘ડ’માં પડઘાયા કરે છે.ભાષા, વિચાર અને રૂઢિગત જ્ઞાન આ ત્રણેવથી આપણામાં હજું કશુંક ખૂટે છે એ અનુભૂતિ આ કાવ્યમાં સંભળાયા કરે છે.એ આપણી વેદના હશે !-’ હાંરે જીવતરનો મોડ.. ત્રણ અંતરામાં લખાયેલા આ અગેય ગીતમાં ( એટલેજ કાવ્યમાં) ગુજલીશ ( અમેરિકામાં સ્પેન્ગલીશ !) ભાષાથી અર્વાચીન સંસ્કૃતિને, સર્જકના ભક્તિરસથી,એના કહેવાતા દુષણો સહિત લવચીક મૂકાયા છે. .. વધુ આસ્વાદ માટે હિમાંશુભાઈ પટેલની વેબસાઈટ હિમાંશુનાં કાવ્યોની મુલાકાત લેવા અહીં ક્લિક કરશો.