કરો અહીં…અથશ્રી ફેસબૂક કથા!

સવાલ એ છે કે: ફેસબૂકને બ્રાન્ડિંગ કરવાની શી જરૂર?

પણ ના…એનું માર્કેટ ભલેને નાનું લાગતું હોય કે મોટું થઇ રહ્યું હોય…અરે! બલ્કે પોતે ખુદ મહા-માર્કેટની જેમ સર્જાઈ ગયું હોય. તો પણ કોઈક ને કોઈ રીતે ‘બ્રાન્ડિંગ’ થતું રહે એ પ્રોડક્ટ અથવા સર્વિસની મોટી જરૂરીયાત છે.

બહુ હો..હા કર્યા વગર ૨ ઓગસ્ટથી ફેસબૂકે પોતાનું એક નાનકડું પોર્ટલ સ્ટાર્ટ કર્યું છે.

http://www.facebookstories.com/

* તમારી ઝિંદગીમાં ફેસબૂકનો કેટલો ફાળો છે?-

* એનાથી તમારી ઝિંદગીમાં એવી કેવી ઘટના સર્જાઈ કે જે તમને સૌથી આશ્ચર્યજનક લાગી હોય?-

એવી ખુશહાલી (!) ભરેલી ઘટનાઓ જેમ કે..

– (ડી.એન.એ ટેસ્ટ વિના) અથવા વર્ષો પહેલાના કુંભમેળા દરમિયાન તમારું ખોવાયેલું બાળક ફેસબૂક પર મળી આવ્યું હોય…

– વધુ પડતાં સ્ટેટસ અપડેટને લીધે તમારું બૈરું પિયરે ચાલ્યું ગયું હોય…

– ઓછાં સ્ટેટસ અપડેટને લીધે તમારી મેમરી-લોસ્ટ થઇ ગઈ હોય ને તમને ‘ગજિની રોગ’ લાગુ પડ્યો હોય…

– જેને ટગરટગર જોઈને જ ક્લાસ ભર્યા હોય એવી માધ્યમિક શાળામાં રહેલી ‘પેલી’ પિંકીની અચાનક ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હોય…

જેવી (અ) સામાન્ય બાબતોને તો ઉજાગર કરવા આ સાઈટ ખોલવામાં આવી છે. એટલે હવે જો એવી કોઈ હટકે કથા સર્જાઈ હોય તો આપ સૌ ફેસબૂક ભક્તજનોને તેની સ્તુતિ કરવા માટેનું આ મોકળું મેદાન છે ભ’ઈ !

ટૂંકમાં એમનું કહેવું એમ છે કે…

“અબ હમારે મુંહ સે હી હમ હમારે ગૂણગાન ક્યોં ગાયે!..આપ હી કુછ કહે દીજીયે!”

6 comments on “કરો અહીં…અથશ્રી ફેસબૂક કથા!

  1. jjkishor કહે છે:

    “આટલું ઝેર શાં કારણે…?નો પ્રશ્ન મુકીને તરત તમે આ અમૃતશી વાનગી વહેંચવા (વેચવા નહીં) બેઠા છો ! તમારે વેપારીઓને તો ઝેર ને અમૃત બધુંય ખપે – આઈ મીન – વહેંચવું પોસાય !

    સરસ – હટકે – વીગત મુકી છે, મુર્તજાજી !

  2. જય ત્રિવેદી કહે છે:

    વૈસે આભાર તો ભાઈનો શું માનું? પણ આજે જ મારા ટેબ્લેટમાં વર્ડપ્રેઈનસ્ટાલ કર્યું અને પહેલી પોસ્ટ આ નજરે પડી.કંઈ નવું જાણ્યાનો આનંદ એટલે આ. ચાલો હવે એ સાઈટ જરા નિરાંતે જોઉં..

  3. dhruv trivedi કહે છે:

    ફેસબૂક પર ઘણા લોકો પોતાના ફેસ પણ ભૂલી ગયા છે!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.