.
એક મહાસત્તાની જમીન…’મેડિસન’ સ્ક્વેર પર મોટિવેશનલ સ્પિચ અને મેગા-મેદનીના સર્કલ દ્વારા પોતાના દેશ અને દેશવાસીઓનું માર્કેટિંગ કરી બતાવનાર મોદી નામના આ મહાનાયકે સાબિત કરી બતાવ્યું છે કે ભારત પણ એક (દબાવાયેલી) મહાસત્તા હતી અને હવે જનસત્તાની મદદથી પાછી મેદાનમાં લાવવામાં આવી રહી છે.
જેનો ‘સરકારી (અને સહકારી) શુક્ર’ જયારે પ્રબળ હોય ત્યારે ‘મંગળ’ પણ નડ્યા વિના સાથ આપતો રહે છે તેનું આ એક તાજું ઉદાહરણ છે. વિવિધ મીડિયા દ્વારા સાચું જ કહેવાયું છે કે ગઈકાલે એ જગ્યા ખુદ ‘મોદી’સન બની ગઈ હતી. અને કેમ ન બને?
જે દેશનું સોશિયલ મીડિયા આટલું બધું ક્રિયેટીવ હોય અને જેનો સામાજિક ક્ષેત્રે અક્સીર ઉપયોગ કરી શકાતો હોય ત્યારે ‘શેમલેસ’ પ્રમોશન કરવું પણ જરૂરી થાય છે. મોદી સાહેબે આ જ તક ઝડપી છે અને એક કાંકરે ઘણાં ફળો તોડી બતાવ્યા છે.
વર્ષો પહેલા ઈ.સ. ૧૮૯૩માં શિકાગો ખાતે અમેરિકનોને ઘેલું લગાડનાર એક યુવા નરેન્દ્ર જ હતો. અને આજે વર્ષો પછી આ યુવાદિલ નરેન્દ્રએ રિપીટેશન કર્યું છે. ત્યારે આપણે સૌ જુવાનોને (પંદર-વીસ દિવસ સુધી ન ધોવાયેલી જીન્સની પેન્ટમાં પ્રોફાઈલ ફોટો પડાવ્યે રાખી) ‘માત્ર ફક્ર મહેસૂસ’ કરવાને બદલે એ મહાનાયકની ‘કેટલીક ન કહેવાયેલી’ વાતોને સમજી મિશન આગળ વધારતાં જવું પડશે.
મોદી સાહેબની સુઘડ બોડી લેન્ગવેજ એ જ બતાવે છે કે તેઓ એક સુપર સોફટવેરની જેમ ખૂબ ‘રિસોર્સ હંગ્રી’ છે. તેઓ એમ ઈચ્છે છે કે તેમની જેમ તેમના દેશનાં જુવાનો પણ એવાં જ એંગ્રીયંગ વિચારો ધરાવે અને તેમને સાથ આપે.
બીજાંવની સાવ ક્ષુલ્લક લાગતી બાબતોનો વિરોધ કરવામાં ટાઈમ-પાસ કરવાને બદલે ખુદના ‘આઈડિયા’લિસ્ટીકને બહાર કાઢવા જ પડશે. ‘પંજાની આંગળી’ઓને બંધ રાખવાને બદલે ખોલવી પડશે. માત્ર મનીમાઈન્ડેડ બની રહેવા કરતા મેચ્યોર અને મદદ કરનાર માઈન્ડ બનવું જ પડશે.
અને જો નહિ કર્યું હોય તો….એક દિવસ એવો આવી શકે જ્યારે ખોબેખોબા રડતી વખતે આંસુઓ પણ સાથ નહી આપે. (આવું વાંચીને હસવું આવે, પણ સાચું કહું છું દોસ્તો. વાત હસી કાઢવા જેવી નથી.)
“ન થી હાલ કી જબ હંમે અપની ખબર,
રહે દેખતે લોગોકે ઐબ-ઓ-હુનર,
પડી અપની બુરાઈઓ પે જો નઝર,
તો નિગાહમેં કોઈ બુરા ન રહા.” – બહાદુરશાહ ઝફર.
(ઐબ-ઓ-હુનર= બીજાંને ઉતારી પાડતી વાતો)
‘મોદી’ફાઈડ મોરલો:
“જો તમારું દરેક કામ, વર્તણુંક, સામેની વ્યક્તિને અભિભૂત કરે, પ્રેરણા આપે, નવું સ્વપ્ન જોવાની તાકાત બક્ષે, નવું કરી બતાવવાનો વિચાર આપે યા શીખવે તો દોસ્ત!…સમજો કે તમે લીડર છો જ.” –પીટર ડ્રકર
#ModiatMadision
(Photo Credit: deccanchronicle.com)
Reblogged this on આપણું વેબ વિશ્વ.
તદ્દન સાચી વાત છે.આપની.
Are murtazabhai 100 tuch na sona jetli j sachi vat che… Ane aavnara bhavishya ma aa vat jetli jaldi samji ne agal vadhsu etli j jaldi agal aavi jaisu…Ane ha gana lamba antral pachi aap nu kaik navin aavyu…
Reblogged this on વિવિધા and commented:
પીટરના વિધાનને આપનો લેખ સાર્થક કરે છે.
ફરી પ્રસિદ્ધ http://rajnikantvibhani.wordpress.com/ ઉપર કર્યો.
આ મોદીસાહેબનો માત્ર નેટ કહેતા ચોખ્ખો વેપાર નથી.પણ, ઇસ્લામમાં
આપણા સૌનાં નબીસાહેબ ફરમાવે છે એમ નેક વેપાર પણ પણ છે. જે આજે અનેકને આકર્ષી રહ્યો છે. આ નેકવેપારમાં નફો કેટલો અને ખોટ કેટલી એ તો આવનારો સમય જ કહેશે. અત્યારે તો મોદીસાહેબનો જાદુ સૌ પર આદુ ખાઇને પડ્યો છે…..!!!! 🙂 ડ્તર્ક્રથ્ચ્યંગ્બ