પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: ધ ડીપ-કોઈ પણ બાબતમાં ક્યારે ઊંડા ઊતરવું ને ક્યારે ઊણા

The_Dip_Book-ધ_ડીપ

  • પ્રોજેક્ટ કેવો પણ હોય…નાનો કે મોટો.
  • પ્લાન ગમે તેવો હોય…જોરદાર કે અસરદાર.
  • અવસર ક્યારે પણ હોય…આજે કે કાલે.

લગભગ મોટા ભાગના કામોની શુભ-શરૂઆત ધૂમ-ધડાકાથી થાય છે. આમાં ઘણી વાર કેટલાંક કામોનો સંઘ કાશીએ પહોંચે છે ને કેટલાંક કાશીનિવાસે. થોડાં સમય પછી  જાણે એમાં શું થાય છે કે ‘જબરદસ્ત’ લાગતું કામ ‘જબરદસ્તી’ વાળું બની જાય છે. ધબડકો સર્જાઈ જાય છે. એને પૂરો કરવાનો આનંદ ઓસરી જાય છે. શોખમાં શોક લાગી  જાય છે. એવા વખતે કેટલાંક ત્યાંજ રોકાઈ જાય છે, નિરાશ થઇ જાય છે. જ્યારે કેટલાંક ત્યાંથી પાછા ફરીને નવેસરથી શરૂઆત કરે છે.

આવું કેમ થાય છે?…

  • શું કોઈ ગ્રહો નડે છે?
  • કોઈ મોટીવેશનની કમી પડે છે? કે પછી
  • કોઈ ધક્કો મારે એવા બેક-અપ કે રિસોર્સ ની જરૂર પડે છે?

આવા સમયે સંજોગો સાથે ‘ફાઈટ’ કરવી કે ‘ફ્લાય’ કરવું એમાંથી શું ફાયદાકારક છે? કેટલું લડવું ને કેટલું ભાગવું? – એ માટેની સૂઝ પહેલાથી જ કેળવવી હોય તો ‘ધ ડીપ’ નામની આ નાનકડી પુસ્તક-ગોળી લેવી સારી. ઇન ફેક્ટ આ બુકને તો હું ‘બૂકી’ કહું છું. કેમ કે એક તો એ છે એકદમ નાનકડી. ૭૫-૮૦ પાનાંની. ને બીજું, ઉપર જણાવેલી પરિસ્થિતિનું તોફાન સર્જાય એ પહેલા એ મેચને ફિક્સ કરી શકે છે. એટલે પછી  આપણે આગળ રમીએ કે ન રમીએ તોયે જીતી શકીએ છીએ. ૩ ઈડિયટ્સમાં આમિરખાન કહે છે એમ- આલ ઇજ વેલ‘ બોલવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી મળતું પણ એને સહન કરવાની તાકાત મળે છે. એવું જ કાંઈ આ ‘ધ ડીપ’માં કહેવાયું છે.

આમ તો Deep એટલે ઊંડું. પણ અહિયાં Dip એટલે એવી ડૂબેલી ઊંડી દુઃખદ ક્ષણ જ્યારે પીછેહઠ કરવી જરૂરી બને.

એક ખોટો ક્વોટ બહુ પ્રચલિત છે. Winners Never Quit, Quitters Never Win. આ મીની-બૂક એને સાચે જ ખોટો સાબિત કરે છે. એનું કહેવું છે: Winners Do Quit and Quit Fast to Win for the Next level. Quitters can win if they quit at the Right Time. ના પકડાયું ને? તો પછી એવી સમજણ પકડવા માટે તમને આ ‘ધ ડીપ’ નામની નાનકડી ચોપડી પકડવી પડશે.

એક ઇન્ટરવ્યુમાં સેઠ ગોડીન સાહેબને પૂછવામાં આવ્યું કે…

સવાલ: “શું માઈક્રોસોફ્ટે MP3 ના માર્કેટમાંથી નીકળી જવું જોઈએ?” –

જવાબ: “માઈક્રોસોફ્ટ પોતાનું ડીપ લેવલ સમજીને કયારનુંયે બહાર નીકળી ગયું છે. ને એપલ કંપનીને રસ્તો આપી દઈ પોતાના પી.સી. માર્કેટમાં વધુને વધુ મહેનત કરવા લાગ્યું છે.

સવાલ: “તો પછી એપલ કંપનીને પી-સી. માર્કેટમાં પ્રવેશવું જોઈએ?”-

જવાબ: સ્ટીવ જોબ્સ ઘણો સ્માર્ટ છે. પોતાના ડીપ લેવલને શરૂઆતથી જ સમજી મેકિન્ટોશ કોમ્યુટરને અળગું રાખીને એક હટકે ડીઝાઈન -માર્કેટ સ્થાપી બેસ્ટ બનાવી મુક્યું છે. (રીટર્ન ઓફ ધ સ્ટીવ જોબ્સ વાંચી જજો).

સવાલ: ગૂગલ પોતાનું ડીપ લેવલ કઈ રીતે મેઈનટેઈન કરે છે?

જવાબ: વખતો વખત એ પણ ઘણી એવી બિન-જરૂરી લાગતી પ્રોડક્ટ્સને માર્કેટમાંથી પાછી ખેંચી લઇ સર્ચ-એન્જીન માર્કેટ તરફ વધુને વધુ દોડ ચાલુ રાખે છે.

‘ધ ડીપ’ દ્વારા સેઠ ગોડીન શું આપે છે?

  • વેપાર-ધંધામાં, કેરિયર-પ્રોફેશનમાં સ્પેશીયલાઈઝેશન (Niche) થી જ કેમ શરૂઆત કરવી… જેથી કામને અળગું કરવાની નોબત જ ન આવે એ માટેનું ગાઇડન્સ.

  • સમયની કે સંજોગોની નાડ પારખી મુશ્કેલ જણાતા કામને ક્યારે છોડવું ને ક્યારે તરછોડવું એની સમજ.

  • ‘રણછોડ’ બનીને પણ પોતાની ‘જય’  કેમ બોલાવવી એવો એટીટ્યુડ. સાચો ‘રણછોડ’ એ છે જે પોતાની પરિસ્થિતિ અને સમયનું મૂલ્ય સમજી પીછેહઠ કરી ફરીથી લાંબી દોડ માટે તૈયાર થાય.

  • કોઈક વાર (વારંવાર નહિ.. ઓ બોસ!.) સંજોગોથી ભાગી જઈ મુકાબલો કરવાની ફરી પ્રબળ તાકાત પેદા કરવાનું બળ કેમ લાવવું એની પ્રેરણા.

  • કોઈ બાબતની શરૂઆત ભલેને ગમે તેવી હોય કે ન પણ હોય તોયે એનો અંત બેસ્ટ બને એ માટેની બેટર ટીપ્સ….

વગેરે…વગેરે…વગેરે…

એક કામ કરોને દોસ્તો, પંચોતેર (કે પિંચોતેર) પાનામાં જ આવું ઘણું બધું શીખવા મળી જાય છે તો પછી આજે જ આ બૂકી લઇ લઇ આવોને એટલે વાત પતે. મને તો આખું આ પ્રિસ્ક્રીપ્શન માત્ર ૭૫ શબ્દોમાં જ આપવું હતું પણ…..તમે જ જુવો ને… વિષય કેવો ‘ ડિપ‘ છે નહિ?

કોઈ નેક્સ્ટ અવસર પર બૂકેને બદલે આવી બૂકી મુકવામાં આવે તો કેવું?

‘સર’પંચ:

નાનકડી બૂક પછી હવે નીચે વિડીયોમાં અનોખા નાનકડાં ચુંબકીય  બોલ્સ શું કરામત કરી શકે છે એ જોઈએ.

18 comments on “પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: ધ ડીપ-કોઈ પણ બાબતમાં ક્યારે ઊંડા ઊતરવું ને ક્યારે ઊણા

  1. Capt. Narendra કહે છે:

    પુસ્તક વિશેની માહિતી ઘણી રસપ્રદ લાગી. આપે લખેલી પ્રસ્તાવનામાં મહત્વના મુદ્દાઓ અને sticking and quitting strategy વિશે જણાવીને પુસ્તક વાંચવા માટે સારૂં મોટીવેશન આપ્યું છે. ઘણો સારો બ્લૉગ.

  2. Manish MISTRY કહે છે:

    This is quite like Bole ena bor vechay versus Na bolya ma Nav gun! Well done!

  3. AKHIL sutaria કહે છે:

    Yes, fully agree ….. આ જ સિધ્ધંતને વરેલો મારો મંત્ર …. ક્યારે હા અને ક્યારે ના …. નક્કી કરવામાં ક્યારેય વાર નહિ લગાડવી. સમજણો થયો છું ત્યારથી અત્યાર સુધીમાં સારા–માઠા પ્રસંગોએ ‘સત્યના પ્રયોગો’ આપતો રહ્યો છુ.

  4. હકીકતે મોટેભાગે આપણે જોઈશું તો આરંભે શૂરા અનેક જોવા મળશે. પછી ભાઈ હયશો હયશો. એટલેકે દોડાદોડી.

    ખૂબજ સારી વાત કહી છે.

  5. @Capt. Narendra: Thank You. I wish you will grab and read entire book for more inspiration.

    @Manish Mistri: Bhai, I still need to understand your point. Can you elaborate more?

    @Akhilbhai: As usual you always keep yourself active. That shows. And I wish my upcoming prescription will boost your thought process more. Stay tuned for something you will enjoy.

    @Ashokbhai: Your regular blog efforts are truly appreciated. Go Ahead…Always.

  6. Rajendra Joshi કહે છે:

    I really appreciate your frequency and level of thoughts. I try to regurgitate.
    Keep it up!

  7. સુરેશ જાની કહે છે:

    અલ્યા એ ય! મને વેપારના નામની સૂગ હોવા છતાં તારો આ બ્લોગડો ગમી જ્યો સે, હોં! આ રમકડું મારે રમવા જોઈએ જ. જો મારા એક જ રમકડાંમાંથી કેટલી બધી ડિઝાઈન્યું બનાવી સ ….

    http://goo.gl/Og53U

    તારા આ રમકડાંથી તો બૌ બનાવાય ! મજો જ મજો… આજે જ મારા દિકરા કને આડઈ કરું – મને અલાવવા સ્તો. ઈને આની કોપી મોકલું સું !!!

    જો આ સોકરાને રમકડાંની વાત પે’લી ગમી ગઈ, પણ આય ગમી ગઈ હોં…આ “

    Winners Do Quit and Quit Fast to Win for the Next level. Quitters can win if they quit at the Right Time.”

    આવું જ સરસ વાક્ય કંઈક આવું હતું ..You must have courage to do what you can; sense to leave those that you can’t and wisdom to know which is which.
    માશાલ્લાહ બાપુ . માશાલ્લાહ લગે રહો .. હમ આપકે પીછે હૈ! આપ માર ખાઓગે તો હમ ભગ જાયેંગે !!!

  8. Chirag કહે છે:

    નિઓ ક્યુબની કરામત બહુ જ ગમી. વૃંદે જોઈને તરત જ લેવા માટે “હુકમ” કરી દીધો! આભાર…

  9. pragnaju કહે છે:

    ડીપ ડીપ
    ઉં ઉં
    ગુ ડ

  10. Chetu કહે છે:

    ખુબ જ સરસ .. પ્રેરણા સભર …આભાર અને અભિનન્દન …!!

  11. સુરેશદાદા & પ્રજ્ઞાબેન, ચિરાગભાઈ, ચેતુ,

    તમારા સૌનો આભાર. ‘ડીપ’ પ્રેરણા મળતી રહી છે.

  12. ભરત ચૌહાણ કહે છે:

    ખૂબ સરસ લેખ

  13. readsetu કહે છે:

    જરા ડીપ સુધી ગમી જાય એવું પ્રિસ્ક્રીપ્શન !! બુકે આપવાનું તો હવે સાવ સુગંધ વગરનું ને બેરંગ જ લાગે છે.. ચોક્કસ આવી કે કોઇ પણ બુકી સારી !!
    લતા હિરાણી

  14. […] તમારું કોઈ કામ કોઈ પણ પ્રકારની પ્રગતિ ન કરતુ હોય તો સમજી લો કે એ અધોગતિ કરી રહ્યું છે. ગાડી પાછી વાળો.(રેફરન્સ. ધ ડીપ બૂક) […]

  15. નવો બૉલ કહે છે:

    […] જ્યાંથી આ બૉલની ભાળ મળી તે મુર્તુઝાનો … […]

  16. […] જ્યાંથી આ બૉલની ભાળ મળી તે મુર્તુઝાનો … […]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.