પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૨ |‘FREE’- ‘મફત’: આપતા રહી વધારે મેળવતા રહેવાનો સસ્તો રસ્તો…

FREEIMUM

ગઇ કાલની પોસ્ટથી એટ-‘લિસ્ટ’ એટલું જાણ્યું કે મફતની વાઈરલ અસર મકાનથી શરુ થઇ માલીકથી થઇ મજૂર સુધી બધાને થતી રહે છે. તો આજે થોડાં આગળ આવી ક્રિસભાઈની FREE Book ની અંડર જઈ દિમાગ પર થોડી પીચ પાડીએ.

ઈન્ટરનેટ પહેલાનું મફત: ગ્રાહકોને ખેંચવા માટે, ખરીદવા મજબૂર કરવા માટે, ધ્યાનાકર્ષિત કરવા માટેની એક ચાલકી (Gimmick). દા. ત. એક પર એક ફ્રિ…..કે પછી પાંચ કે દસના પેક પર બીજી સમન્વય વસ્તુનું સેમ્પલ ફ્રિ મેળવી ઘણી વાર પસ્તાઈને આંખના કાજળને ગાલે ઘસવાનો અનુભવ. છતાં સ્માર્ટ બનવાની કોશિશ રહેલો Dumb ગ્રાહક. …

ઈન્ટરનેટ પછીનું વિકસેલું મફત:  માહિતીઓના મહાસાગરમાં નહાઈને જાગૃત થયેલો આજનો અપડેટેડ સમાજ. જે વસ્તુના અવેજમાં યોગ્ય, અસરકારક માહિતીઓની વર્ચ્યુઅલી સીધી અસર હેઠળ આવી એક્ચ્યુઅલી આડકતરી રીતે ખર્ચ કરતો હોવા છતાં સ્માર્ટ બની રેહવા મજબૂર હોય એવો સમજુ ગ્રાહક.  

ડિજીટલ દુનિયાની આ સુપર સોફેસ્ટિકેટેડ-સિસ્ટમમાં અનેકવિધ બિઝનેસ-મોડેલ્સની મદદ દ્વારા નાનકડા આઇડિયાથી લગાવી આઇડીયલ કસ્ટમર સર્વિસ સુધી કંપનીઓ તનતોડ અને ગ્રાહકજોડ મહેનત કરી રહ્યાં છે. એટલે વર્ચ્યુઅલ ઘટના-ક્રમ બનાવી ધંધાની એક્ચ્યુઅલ અસર, નફા-તોટાનો પહેલાથી તાગ મેળવી ઉત્પાદક-ખર્ચને લગભગ નહિવત બનાવી ગ્રાહકને જે ખરેખર જોઈએ છે એવું જ આપી પકડી રાખવાના તિકડમમાં મફતલાલાનો મોટો ફાળો થઇ ગયો છે.

એટલેજ આ સિસ્ટમની સફળતા કાર્ય-શક્તિ (પ્રોસેસિંગ પાવર), ઝડપ-શક્તિ (સ્પીડ), અને યાદશક્તિ (મેમરી) પર નિર્ભર છે. શબ્દો-ચિત્રો-ધ્વનિ (Multimedia) કોમ્બો-પેકથી સજ્જ પ્રોડક્ટ કે સેવામાં ઓપ્શન્સ આપી, એક ગૌણ બાબતને આગળ કરી બીજીને મુખ્ય બનાવી ધંધામાં ગોળ-ધાણી કરી શકાય છે. ના સમજાણું?– આ રહ્યાં સમજવાલાયક પુસ્તકમાંના થોડાં ઉદારવાદી ઉદાહરણો…

 • માઈક્રોસોફ્ટ: વર્ષો સુધી કોમ્પ્યુટરમાં ‘વિન્ડોઝ’ ઓપરેટિંગ સિસ્ટમ (અ)જાણી જોઈ મફત રાખી આખી દુનિયાના ૮૦%થી વધું કોમ્પ્યુટર્સમાં ઘૂસ મારનાર માઈક્રોસોફ્ટ આજે પાઈરેટેડ મોડથી ‘પે-રેટેડ’ મોડ પર આવી ગયું છે. (આ બાબતમાં આજે પણ એ ગૂગલની સામે બાથ ભીડી શકે એટલું શક્તિમાન છે.)
 • ગૂગલ: ઓપન-સોર્સના ડીજીટલ ટામેટાંનો ભરપુર લાભ ઉઠાવી આખી આઇ-ટી દુનિયામાં-ગ્રહોમાં-ઉપગ્રહોમાં-પ્લેનેટોરિયમને કેચ-અપ કરનાર ગૂગલ વિશે શું હવે કહેવા જેવું હોય?- સર્ચથી રિસર્ચ સુધી લગભગ બધી જ સેવાઓ મફત-FREE પુરી પાડી તેમાં ‘જાહેરાત’ના એન્જીનનો બંધ બાંધી જથ્થાબંધ કમાણી કરતુ એક ઉત્કૃષ્ઠ ઊદાહરણ છે. (વિશેષ જાણકારી: “હું ગૂગલ છું”.…લેખમાં)
 • વાઈકી-પેડિયા: દરેક પ્રકારના વિવિધભાષી-વિવિધજ્ઞાનના સાતે સમંદરને એક કરી માહિતીઓના પ્રવાહને ઘર-ઘરમાં વહેવડાવી દઈ સોશિયલ કમાણીથી વાઈકી-પેડિયાએ નવુંજ સૂત્ર સ્થાપી દીધું. FREEMIUM is The New PREMIUM !

 આ પુસ્તકમાં તો આવાં કેટલાંય કેસ-સ્ટડીઝ ટાંકવામાં આવ્યા છે. એ ઉપરાંત…

 • મફત માટે કેટલાં બિઝનેસ-મોડેલ્સનો લાભ લઇ શકાય?
 • મફતના એ લાલ દ્વારા ગ્રાહકોનું શૂટિંગ & શર્ટીંગ કઈ રીતે થઇ શકે?
 • મફતના લાલાને સારો લાભ બતાવી માર્કેટમાં કેમ લોટી શકાય?
 • મફતના કિંમતી બ્રાન્ડ-માસ્ટર બનેલા ગૂગલભાઈનું ‘હટકે’ સિક્રેટ શું છે?
 • મફત માટે ક્રિસ એન્ડર્સનના મોં-ફાટ ૧૪ નિયમો શું છે જે લાંબો વેપાર-વનવાસ કરતાં બચાવે છે?
 • મફત આપી આપણે સૌ પણ પોતાના ક્ષેત્રમાં  રીતે કઈ રીતે કમાણી શકીએ છીએ?

આવા ઝક્કાસ આઈડિયાઝ અને માહિતીઓની ફટકાબાજી તો ક્રિસની એ ક્રિકેટ વગરની બૂક-પીચ પર જ જોવા મળી શકે છે.

 હવે ‘ચેટ’વણી:  

 જેમને…
બસ..ખાલીપીલી વાંચતા જ રહેવું છે… નેટ પર કૉપી-પેસ્ટની ટ્યુબ જ દબાવતાં રહેવું છે….બધું મફત જ મળતું રહે એ આશામાં પડ્યા-પાથર્યા રહેવું છે…એમના માટે આ પુસ્તક ‘ટચ’ કરવા લાયક નથી. પ્લીઝ.

 પણ જેમને…

 • પણ પોતાની પાસે ‘કાંઈક’ સ્પેશિયલ હોય એને બહાર લાવી પ્રોડક્ટ/ સર્વિસ દ્વારા મફતમાં નામ અને દામ કમાવવા છે….
 • અને પોતાની પાસે ‘કાંઈ પણ સ્પેશિયલ’ ન હોય છતાં એને ગૂગલી કરી દબાયેલી ‘કશુંક’ પ્રોડક્ટ/ સર્વિસથી વેપારી ધામ રચવું છે એવા લોકો માટે આ પુસ્તક સો ‘ટચ’ના સોના જેવું છે.

 એટલે હવે ખરીદવાની વિનંતીને બાજુ પર મૂકી આ ભાગ-બેના અંતમાં મોબાઈલ પર હમણાંજ આવેલો મુન્નાભાઈનો મેસેજ મુકુ છું.:

ભાગ બે ભાઆઆગ….મુફતકા માલ છોડ ઔર યે ચોપડી આજ હી લેકે આ મામુ!…

લેટેસ્ટ વાત: એન્સાઈક્લોપીડિયાને બાદ કરતાં આ પુસ્તકમાં જ મેં એવું જોયું કે સમયાંતરે એમાં માહિતીઓ અપડેટ્સ થતી રહે છે. આપણું કોઈ એવું ગુજરાતી પુસ્તક છે?   

કેસર‘પંચ’:

અરજણબાપુએ લંડનના એક સુપરમાર્કેટમાં ચ્યવનપ્રાશનો ડબ્બો જોયો. શેલ્ફ પરથી ઉપાડી લઇ સીધા કાઉન્ટર પર પહોંચી ગયા. ને ખાંડના મફત પેકની માંગણી કરી.

કેશિયરનો વિરોધ: એવી કોઈ સ્કીમ નથી, સર!.

બાપુએ સામે સંભળાવ્યુ: ના કેમ આપો..આંયા સુગર-ફ્રી અમસ્તું લય્ખું છે?

Advertisements

11 comments on “પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૨ |‘FREE’- ‘મફત’: આપતા રહી વધારે મેળવતા રહેવાનો સસ્તો રસ્તો…

 1. pragnaju કહે છે:

  સરસ!

  ખૂબ જાણીતી ‘મફત’ની વાત. કદાચ રીપીટ હોય તો પણ જરુરી.

  આ ગૂગલટોક સોફ્ટવેર તમારા કોમ્પયુટરમાં ડાઉનલોડ કરો અને જીમેઈલ IDથી લોગીન કરો અને પછી બીજા જી મેઈલ યુજર કે જેને તમે કોલ કરવા ચાહો છો તેને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલો તેના કોમ્પયુટરમાં પણ આ ગૂગલટોક સોફ્ટવેર હોવું જરુરી છે. તે લોગીન કરી તમને એડ કરી લેશે ત્યારબાદ તમે તમારા કોમ્પયુટરમાં હેડફોન લગાવી તેની સાથે મફત અનલીમીટેડ વાતો કરી શકસો. બંને કમ્પયુટરમાં ઈન્ટરનેટ હેડફોન અને ગૂગલટોક સોફટવેર હોવા જરૂરી છે.

 2. સુરેશ જાની કહે છે:

  ન્યાંકણે તો ઘણું બધું સુગર ફ્રી હોય છે.

 3. નમસ્તે ગુરુદેવ,
  તમને બધાને એક મસ્ત વસ્તુ શીખવું એ પણ મફતમાં.
  અહીંયા ઉપર આપેલું Subscribe button દબાવશો ને એટલે તમને ઘરે બેઠાં આ બ્લોગ પર થતી ચહેલ પહેલનાં ફ્રી માં મેઈલ આવશે. સાવ મફતમાં.

  પ્લીઝ હવે કોઈ એવું ના કહેતા કે મને તો ખબર જ નહોતી.
  😉 🙂 😉 🙂

 4. ઓલી વાત યાદ આવી…

  મુંબઈ જતા એક ગામડીયાને કોઈકે કહ્યું કે ત્યાં બધું બમણા ભાવે મળે છે, માટે રકઝક કરે ત્યારે ભાવ અડધો કરીને માંગવું.

  છત્રીની દુકાનમાં તેણે ભાવ પૂછ્યો, દુકાનદાર કહે દોઢસોની, આ કહે પંચોતેરમાં આપવી છે… દુકાનદાર કહે સો માં લઈ લો, કહે પચાસમાં આપવી છે… દુકાનદાર કહે સારૂ એંશીમાં છેલ્લો ભાવ, કહે ચાલીસમાં આપવી છે. કંટાળેલ દુકાનદાર કહે, એક કામ કરો, મફતમાં લઈ જાવ… તો કહે બે આપવી છે… !

 5. Madhav કહે છે:

  આટલી મજાની અને સરસ “મફત” વિશેની મહીથી “નેટ્વેપાર” પર “મફત” મળે છે. ઉઠાવો ભાઈ લાભ ઉઠાવો.
  મફત શબ્દ કાઈ મફતિયો નથી એટલે જ જુના જમાના માં લોકો “મફત” નામ પણ રાખતા હતા.

 6. SHAKIL MUNSHI કહે છે:

  આપની ટીપ બધીજ “Free” અને પાછી એ પણ “સુગર-ફ્રી” બરાબર ને ?

 7. હકીકત છે આ મફતના લોભમાં ઘણી કિંમત ચૂકવવી પડે છે તે અનુભવે ખબર પડે છે, પરંતુ તે પણ ક્યાં ? આપણે તો ફરી તે ભૂલી અને મફત તરફ દોટ મૂકીએ છીએ… રસપ્રદ લેખ…વારંવાર મનન કરવો જરૂરી…

 8. @હિરેન, @જીગુભાઈ, @માધવ, @શકીલભાઈ, @અશોકભાઈ,…

  આપ સૌનો આભાર. Truly appreciated for being involved inside the Post. Let’s Go and Grow All Together!

 9. readsetu કહે છે:

  આ મજાના ‘મફત’ પુસ્તક વિશે મફતમાં માહિતી આપી…એ તો એથીયે મજાની વાત થઇ…કામની તો ખરી જ..

  ’અપડેટ’ વિશે. મારા પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ એની હમણાં ત્રીજી આવૃતિ થઇ. આખું યે ફોટાઓ સાથે અપડેટ કર્યું, લેટેસ્ટ માહિતી સાથે…..

  કોમેંટમાં બાપુની વાત લખી છે તો હું ઉમેરું. બાપુએ નવું દોઢ ટનનું એસી લીધું. બીજે દિવસે આવીને દુકાનદારને મારી મારીને ધોઇ નાખ્યો.
  “પણ બાપુ વાંક શું છે મારો ? “
  “આવું છેતરવાનું ? એલા દોઢ ટનનું એસી લીધું ને ઘરે જઇને વજન કર્યું તો પાંત્રીસ કિલો જ થ્યું !!!!!!!!”
  લતા જ. હિરાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.