વેપાર વાવડ: ‘ફેસબૂક’ એટલે…સામાજીક ભૂખ મિટાવવા ડીજીટલ ચહેરા પર નંખાયેલી એક (અદ્રશ્ય) જાળ

Face-of-Spybook:

કોઈ પણ સમાચારને ગતકડું બનાવી દેવામાં ‘અનિયન’ ઓનલાઈન ન્યૂઝ એજન્સી લાજવાબ છે. દુનિયાની ગંભીર બાબતો-વિષયોની મસાલેદાર માહિતીઓને પણ નટખટ ભાષા દ્વારા, મજાકના મસાલા નાખી, હસતાં-હસાવતાં પેશ કરવામાં આ સંસ્થાએ પોતાનો એક અલગ મુકામ બનાવ્યો છે. તેના નામનું બ્રાન્ડિંગ જ જોઈ લો…અનિયન. છે ને અન્ય કરતાં સાવ ‘હટકે’?!?!

ઓફ કોર્સ, આ લેખ વંચાઈ જાય તે બાદ તમે તેની સાઈટનો રસાસ્વાદ લઇ શકો છો. નસીબજોગે જે વાત કરવા માટે કોઈ તક શોધતો હતો ત્યારે…એમની સાઈટ પર ૩-૪ દિવસ પહેલાં રજુ કરાયેલા એમના એક (ગંભીર?) રિપોર્ટ વાંચતા મને ખૂટતી કડી મળી આવી. જેમણે મારો આગલો ગૂગલ પરનો આ આર્ટિકલ વાંચ્યો હશે તેઓ ત્યાં લેખના અંતે મુકાયેલી એક હિંટ સાથે લિંક મળી જશે.  

દુનિયાભરના (વધુભાગના) લોકોની જિંદગી પર ડીજીટલ-કંટ્રોલ કરીને અમે અમારું મિશન (ફેસબૂક) દ્વારા સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જેને લીધે અમારો આ પ્રોજેક્ટ સુપર-સફળ રહ્યો એવા તેના લિડર માર્ક ઝુકરબર્ગને અમે આ વર્ષનો સી.આઇ.એનો સર્વોચ્ચ યુવાન એજન્ટનો એવોર્ડ આપતા આનંદ અનુભવીએ છીએ.

‘અમેરિકાની ઇન્ટેલીજન્સ સંસ્થા સી.આઈ.એના ચીફે આ વિધાન પ્રેસ કોન્ફરન્સમા ઉચ્ચારીને ઈન્ટરનેટની દુનિયામાં હોહા મચાવી દીધી છે. જો કે ગયે મહિને વાઈકીલિક્સના પેલા પ્રણેતા જુલિયન એસેન્જના પણ આવાજ અવાજને લીધે નેટની દુનિયામાં ફેસબૂક વિશે શંકાનો કીડો તો ક્યારનો ય સળવળી ઉઠ્યો છે. પણ કોઈ યુરોપિયન એનો યશ ખાટી ન જાય એવા કોઈક કારણોસર તેની વાતને દબાવી દેવામાં આવી. પણ હવે જ્યારે ખુદ ચીફે જ આ વાત કરી છે ત્યારે ફેસબૂકનો અસલી ચહેરો સામે આવી ગયો છે.’

દોસ્તો, આ સમાચારને તો મજાક બનાવી હસતાં હસતાં ખપાવી દેવામાં આવી છે. પણ ઘણે અંશે આ વાત સચ્ચાઈના પડો ઉખાડી લાવી છે. આજે ફેસબૂકની જાળમાં લગભગ આખી દુનિયા આવી ચુકી છે. માટેજ તેને (વર્ચ્યુંઅલી ત્રીજા નંબરનો) દેશ ગણવામાં આવી રહ્યો છે. તો ચાલો દોસ્તો…આવો ફેસબૂકના ફેસ ટુ ફેસની વાતને બદલે તેના ફેસ-બેકની અસલી માયાજાળ જોઈએ.

ગૂગલે તો ‘સર્ચ’ ટેકનીકની અલગોરિધમ દ્વારા નેટની દુનિયામાં પોતાનું અળગું સામ્રાજ્ય સ્થાપી દીધું. જે માટે તેને લગભગ ૮-૧૦ વર્ષનો સમય લાગ્યો. પણ હજુ ફેબ્રુઆરી ૨૦૦૪માં જ સ્થપાયેલી આ ફેસબૂકે તો આખી દુનિયામાં પોતાનું અધિસ્થાપન માત્ર પાંચ વર્ષમાં જ કરી નાંખ્યું. તે પણ ભારતીય ‘કનેક્શન’ના કોન્સેપ્ટથી ‘કિસ્મત’ જગાવી ને. (Ref: જયભાઈનો આ લેખ)

આગળ વાતને ફેસ કરીએ એ પહેલા તેનો વેપારની બાબતે આ લેખનો ઓબ્જેક્ટીવ….: બીજાની સાથે સંબંધોના તાણાવાણા હશે તો જ (કોઈ પણ) વેપારનો વિકાસ શક્ય બનશે. એટલેજ આ દુનિયામાં કોઈ વ્યક્તિ જ્યારે એમ કહે કે “મેં મારી જાતે…” કે “આપડે તો બધુંયે જાતે કર્યું બોલો…એ બી કોઈનીયે મદદ લીધા વગર”….ત્યારે એને મનમાં ને મનમાં સંભળાવી દેજો ‘સાવ જુઠ્ઠ!’. ક્યોંકી વોહ મુશ્કિલ હી નહિ…નામુમકીન હૈ. સિર્ફ એક સે કુછ હો પાયા હૈ?

ગૂગલ પછી આ ફેસબૂક ક્યાં-ક્યાં, કઈ-કઈ રીતે…શું-શું આપીને…શું-શું લઈને…કેમ, શા માટે, ક્યારે-ક્યારે…કોના દ્વારા…કોને માટે માયાજાળ બિછાવી રહ્યું છે. જાણવું છે ને? તો રહસ્યનો પડદો બસ ખુલવાની જ વાર છે.  

સો ફ્રેન્ડ્સ!….લેટ્સ સ્ટાર્ટ ટુ રીમેમ્બર મિસ્ટ્રી એન્ડ ફોર્ગેટ બિહાઈન્ડ ઈટ્સ હિસ્ટ્રી. ‘બોર’ ના થવાય તે માટે લેખના શબ્દોને વિભાજીત કરી ૨ ભાગમાં વહેંચી દીધાં છે. એટલે રવિવારની વાત..સોમવારે!

સર‘પંચ’

આજનો પંચ તો ફક્ત માથા પર જ નહિ પણ દિલ-દિમાગ-બોડી પર વાગે એવો છે. પાછી એજ શરત….એમાં બનતી ઘટનાઓની શૃંખલાઓથી મટકું ના મારશો…સરજી!

 This shall Too Pass: An Amazing Sequential Events Video…

11 comments on “વેપાર વાવડ: ‘ફેસબૂક’ એટલે…સામાજીક ભૂખ મિટાવવા ડીજીટલ ચહેરા પર નંખાયેલી એક (અદ્રશ્ય) જાળ

  1. સુરેશ જાની કહે છે:

    પંચની મહિતી ગદ્યસુર પરથી મળી ને?
    થેન્ક યુ કહો !

  2. વિનય ખત્રી કહે છે:

    આજ લેખનું પ્લાજીઅરીઝમ થયેલો નો લેટેસ્ટ કેસ: http://goo.gl/XzoOQ

  3. pragnaju કહે છે:

    લેખ સ રસ

    આવા વીડિયો પહેલા જોયા હતા પણ આની કલ્પના અ દ ભૂ ત

    આ વિમાવાળાના વિમાની બહુ માહિતી નથી પણ જાહેરાત સુંદર હોય છે

  4. Lata Hirani કહે છે:

    બા……..પ……………….રે……………બા………………………………………………..પ
    સર ફોડ પંચ

  5. […] બે ભાગમાં મુકવો પડે એમ છે. ત્યાં સુધી ગઈકાલના આર્ટિકલમાં શરૂઆતની પેલી (ગંભીર) મજ્જાક વાળી […]

  6. dineshtilva કહે છે:

    …આને હું વેપાર “વાવડ” નહિ “સુ-વાવડ” કહીશ હો’કે !

  7. […] ક્યા બગાડવી!- આ અગાઉ એની જો (હુકમી) પર એક લેખ પણ અહીં મુકવામાં આવ્યો જ […]

  8. A P PATEL કહે છે:

    Very good presentation.Enjoyed it a lot,and forwarded it to my friends.

Leave a reply to મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.