
Apple.com: Steve Jobs (1955-2011)
વ્હાલા સ્ટિવ,
ગુરુને….આમ તો ‘ઈશ્વરને ઓળખાવનાર’ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે પૂર્ણિમાના ચંદ્ર સમાન તેને માનપૂર્વક બોલાવી અમારા ભારતીયોમાં તેનો ખાસ દિવસ ઉજવાતો હોય છે. જેની તને પણ ખબર હતી. બીજા કોઈએ કીધું હશે કે નહીં એની મને ખબર નથી…પણ આજે હું એ માન-મર્યાદા તોડી બાજુ પર મૂકી તને ‘તુ’ કહી બોલાવી રહ્યો છું.
બસ…એટલા માટે કે ‘તુ’…‘.તમે’ કહેવાને લાયક નથી. જેને પોતાનું…..ખૂબ નજીકનું ગણવા લાગીએ ત્યારે સંબંધોમાં ‘આપ’ સે ‘તુમ’ અને ‘તુમ’ સે ‘તુ’ થઇ જતું હોય છે. એ રીતે તે તારા માનને તે જાતે ‘અપ’ કર્યું છે. બીજા હજારો-લાખો બિઝનેસ-ગુરુઓમાં ફકત તે આ માન હાંસિલ કર્યું છે. તને બધી ખબર છે?…શું કામ, શા માટે, કેમ?….
એ તો આજે સવારે તારા અચાનક ગમનના સમાચાર સાંભળ્યા છે ત્યારે મન ગમગીનીમાં ફેરવાઈ ગયુ છે. એપલની દુનિયાથી તુ આવ્યો…..ગયો…પાછો આવ્યો ને પછી કાયમ માટે હવે ચાલ્યો ગયો એવી રમતબાજીથી તને શું ફેર પડવાનો છે? પણ તારા ગયાની પળ પછી તુ કેટલીયે બાબતો ભરી-ભરીને આવનારી પળો ખાલી કરી ગયો છે એનું તને ભાન છે?….તારી હર અદા પર ફિદા થઇ જવાય એવા કામો કરીને તે દુનિયાને કરજદાર કરી મૂકી દીધી છે. તુ જો તો ખરા…અમારા એ કરજનું લીસ્ટ…
- એક હિપ્પી જેવી ઝીંદગીથી શરૂઆત કરી આખરે એપલી લાઈફમાં હેપ્પીનેસનો ભંડાર ખડકી દીધો છે…એના જેવી ખુશી અમે અમારા કામોમાં, કંપનીમાં, પરિવારમાં કેવી રીતે પેદા કરી શકીશું?….
- તારા અસલ મા-બાપ વિશે તને ભલે ખબર હોય કે ન હોય તે છતાં તારી ‘બાયોલોજીકલ’ મા પ્રત્યે સદભાવ રાખી એક હટકેલ છોકરા તરીકે પણ તે તારી પ્રગતિ ચાલુ રાખી…તેવો કયો ‘ભાઉ’ અમને શીખવી શકશે?
- બીજા શું કરે છે..એની પંચાતમાં પડ્યા વગર ‘મને શું કરવું છે?’ એવો સુપર સ્વાર્થ રાખી પછી બીજા માટે તે પેશનની પંચાયતો સ્થાપી દીધી છે એવું અમે કેમ કરી શકીશું?
- ઉછીના પૈસા લઇ આવી, તારા હમનામી સ્ટિવ વોઝનીયાકને ભાઈ કરતા પણ વધારે દરજ્જો આપી તારા એપલના ઝાડને ગેરેજમાંથી કઈ રીતે બહાર ફેલાવી લવાય એ માટેનું અમુલ્ય સિક્રેટ તો તે હજુયે સુધી કોઈને ક્યાં કીધું છે…આવું કેમ કરી ગયો રે તુ?
- ઝેરોક્સ વાળો તો ન વાપરી શક્યો એટલે ૧૯૮૧માં તેની પાસેથી એ ઈલેક્ટ્રોનિક ‘ઉંદરડા’ ને ખરીદી તારી દીકરી લિસાને ભેંટ આપ્યુ. ને પછી તેને તારા જ ડીઝાઈન કરેલા સાવ અલગ ‘મેકેન્ટોશ-કોમ્પ્યુટર’ સાથે જોડી આખરે ‘માઈટી માઉસ’ નામ આપી તેને જીવતદાન આપી ગયો. તને આવું કઈ રીતે સુઝ્યું લ્યા!!?!
- અરે! બાપ…તારી હઠ તો જો…તને આ માઉસની માયા તો એવી લાગી ગઈ કે તારી જ ફિલ્મ કંપની ‘પિક્સાર’ને તે ૧૯૮૬માં ડિઝની સાથે લગ્ન કરાવી દીધા?…. જેથી કરી એના મિકીને પણ તુ તારો માની શકે!!!…..યાર…આવું માંગણું તને મળ્યુ કઈ રીતે એ તો સમજાવી ગયો હોત!….
- ચલ એ દુશ્મનોની ચાલ તો સમજ્યા…જ્યારે માઈક્રોસોફ્ટે તારો આખે-આખો સોફ્ટવેર ચોર્યો, આઈ.બી.એમે તારી ટેકનોલોજી ચોરી, અલ્યા ભાઈ…તારા જ ચેરમેને તને તારી જ કંપનીમાંથી તગેડી મુક્યો ને તુ ચુપચાપ સાંભળતો રહ્યો?- આવી પાયમાલી આવ્યા પછી પણ આ બધાની સાથે સુપર-સોફેસ્ટિકેટેડ વર્તી આઈ-બૂક, આઈ-મેક, આઈ-પોડ, આઈ-ટ્યુન, આઈ-ફોન, આઈ-પેડ- જેવી જૂની જ વસ્તુઓ ને સાવ જ નવું સ્વરૂપ આપી છેલ્લે આઈ-ક્લાઉડમાં નાખી બધાંને છોડી આવ્યો?…પ્લિઝ સ્ટિવ….આવા આઈ-ડિયાઝ તને આવ્યા કઈ રીતે?- આઈ-મીન અમને જણાવ્યું તો હોત…
અલ્યા એય વ્હાલા સ્ટિવડા….દુનિયાભરના છોકરાંવ- છોડીયુંને…
‘સપના જુવો’, ‘કાંઈક ગાંડા કરો’, ખોટી હડીયાપાટી બાજુ પર મૂકી સાચી મજૂરી કરો, ઉંધુ ઘાલી કામ કરવાને બદલે ઉંધુ વિચારી સીધો જવાબ લાવો’ જેવા આઈ-ડિયાલિસ્ટીક ક્વોટ્સ બધાંને આપી દે એમ ના ચાલે….
અમને એ હાટુ એવું કરવાની તાકત વારુ ‘ઇન્જીસન’ આલી ગ્યો હોત તો તારા ફાધરનું શું જાત?!?!?!-
તારી આખી સફળતામાં તુ “ભારતીય ધ્યાન-યોગાસન, કેલિગ્રાફી-કળા, એન્જિનીયરીંગનું પ્રેક્ટિકલ જ્ઞાન જેવા ફેક્ટર્સનું અમૂલ્ય યોગદાન” કહી છૂટી જાય તો શું અમે એનાથી અંજાઈ જઈશું?-
ના…ના..ના…તારી અવિરત દોડના પ્રભાવથી અમે તો હજુયે સંતોષાયા નોહતા ને દશેરા ને દહાડે તારો જ ઘોડો પાણીમાં….
સ્ટિવ, અમને તારા જેવા માસ્તરની જરૂર નથી….પણ ‘તારા’માં રહેલી ‘માસ્ટર-ચમક’ની વધારે જરૂર છે.
બોલ હવે….‘જોબ્સ’ની તકોથી ભરપૂર આ દુનિયામાં તારું કરજ અમને ક્યાં સુધી ચૂકવવાનું છે?
કેટલાંય નામી-અનામી દોસ્તો અને દોસ્તાનીઓ સાથે જ્ઞાન માટે રોજેરોજ…ચમકવા મથતો તારો…..
મુર્તઝા પટેલ.
સર‘પંચ’
તમારી ‘ચાહત’ની ફરિયાદ કે ફરી ફરી યાદ? – સ્વિટ શ્રધાંજલી તે આનું નામ…
અમારા પૌત્રોએ ભીની આંખે આ સમાચાર આપ્યા અને અમારી આંખ પણ ભીની થઇ. તેમની ઈશ્ક-એ-અકીકીને વાચા આપતી મરીઝની ગઝલ તેમની યાદમાં…
માનવી જીવનમાં સદ્કાર્યોથી તારી હસ્ત રેખાઓને મુત્યુ પછીના અંતિમ ન્યાયના દિવસ માટે તૈયાર કર. સૂફીસંતો પણ તેમના ઉપદેશો અને જીવન દ્વારા આજ બાબત તરફ ધ્યાન દોરતા રહ્યા છે. એટલે જ મસ્જીદની તામીર અને તાઝીમમાં તકેદારી અનિવાર્ય છે.
“રાખો મસ્જિદને સાફ કે એક દિન
મુજ જનાજાની ત્યાં નમાઝ હશે”
મસ્જિદની અધ્યાત્મિક સ્વછતા અને શાંતિ અનિવાર્ય છે.
સંશોધનના એ બાદશાહને સલામ ( અને સ્વર્ગમાં ઇશ્વરનું સંશોધન કરી, નવો કરી ગ્લિચ કે વાયરસ ફ્રી,પાછો મોકલે આ હિંસક ધરતી પર એજ રિક્વેસ્ટ) અને એના આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે અભ્યર્થના.
એક મહાન વ્યક્તિ વિદાય થઈ, તે અહીંથી ખબર પડી. ભારતીય તત્વજ્ઞાનના પણ તે ચાહક હતા.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે, તેવી પ્રાર્થના.
http://www.huffingtonpost.com/2011/10/06/stevejobs-biography_n_997494.html
હે ધીંગી ધરાના સાત ઘોડાના અસવાર…! તારી પરસિધ્ધી તારા જ મુલકના નહિ પણ સૂરજ ચંદ્રનો પરકાશ જયે ગામ જાય છે ઈ બધાય ગામે ગામ ફેલાણી છે ને ઈ સંધાય ગામે તારા વાવેલા ને ઉછેરેલા સફરજન ને ખાય છે.
ઈમની આંતરડી ઠારવાને હૈયે હામ ભીડીને જે કામ તે કીધુ ઈ ના કાજે આ દુનિયામાં તારા પાળિયે સદાયે દીવા બળતા રેશે…! ને તને ઉપર આમેય ગમશે નઈ કે ઉપર ની બધી સીસ્ટમો વાયરલેસ જ છે તો કોક દી પાછો કાઠીયાવાડમાં પધાર જે ….!
“રાખો મસ્જિદને સાફ કે એક દિન
મુજ જનાજાની ત્યાં નમાઝ હશે.”
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
@to All My Respected Readers & Worthy Comments Contributors..
– Steve Jobs, on death.
khub j saras
મુર્તઝાભાઇ
સ્ટિવની વ્યસાયિક ગતિવિધિઓની અસરનો તમારા માનસ પર પડેલો પ્રભાવ કેટલો ગહન હતો એનો અંદાજ તો તમારા બ્લોગની શરુવાતમા લખેલા આર્ટિકલ પરથી જ આવી ગયો હતો.. કદાચ એના અંગત કુટુંબીજનો ને જે આઘાત લાગ્યો હશે એવો જ આઘાત તમને પણ લાગ્યો હશે.. તમારી લાગણીઓ સાચા અર્થમા ‘ગુરુ’ શબ્દના મર્મની સાર્થકતા પૂરવાર કરે છે…પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…
બ્રેવો ભરતભાઈ…બ્રેવો!, તમે મારા દિલની વાતને જાણી લીધી છે. સમજોને કે..૨૦૦૨ના આઈપોડના રેવોલ્યુશન બાદ આ લેજેન્ડ પર એટલો પ્રભાવિત થયો છું…કે તેના હરેક પ્રકારના સમાચાર વિશે જાણવાની કોશિશ કરી છે…તેના ઓલમોસ્ટ બધાં જ પ્રેઝેન્ટેશન્સ જોયા છે. તેણે શું કર્યું તે કરતા પણ ‘કઈ રીતે કર્યું’ એ મારી મુખ્ય ભુખ હતી અને હજુયે રહેશે…
તમારા પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર….આવતા રહેશો…
[…] […]
શ્રી પટેલ,
આપને મારા બ્લોગની તાજી પોસ્ટ પ્રેરણાની પરબ ગમ્યું તે મને ગમ્યું.આપના બ્લોગની મુલાકાત લેતા ખુબ આનંદ થયો.સ્ટીવ જોબ્સને તમોએ તમારી રીતે સરસ અંજલિ આપી છે.ભૂતકાળમાં જે માણસ સારું ખાવાનું મળે એટલે સાત માઈલ ચાલીને હરે ક્રિશ્નાનાં મંદિરે જાય એ વ્યક્તિ પછી ધનવાન બની ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી જાય એ સ્ટીવ જોબ્સની પ્રેરક જીવન ગાથા જેટલી ગાઈએ એટલી ઓછી છે.
[…] વેપારાંજલિ- ઇન્ટરનેશનલ આઈડોલ- સ્ટિવ જોબ્સને આઈ-વિદા Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true};વ્હાલા સ્ટિવ, ગુરુને….આમ તો ‘ઈશ્વરને ઓળખાવનાર’ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે પૂર્ણિમાના ચંદ્ર સમાન તેને માનપૂર્વક બોલાવી અમારા ભારતીયોમાં તેનો ખાસ દિવસ ઉજવાતો હોય છે. જેની તને પણ ખબર હતી. બીજા કોઈએ કીધું હશે કે નહીં એની મને ખબર નથી…પણ આજે હું એ માન-મર્યાદા તોડી બાજુ પર મૂકી તને ‘તુ’ કહી બોલાવી રહ્યો છું. […] ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]
[…] […]