વેપાર-વ્યવસાઇટ: | બનો ‘માસ્તર’થી ‘માસ્ટર’….સ્કિલશેર પર!

SkillShare.com: Learn anything from anyone, anywhere.

 • તમે શિક્ષક છો કે પછી એ થવું ગમે?
 • તમે ટ્યુશન આપી શકો છો કે પછી લેવું ગમે?
 • તમારામાં સામેની વ્યક્તિને ને સમજાવવાની આવડત અસરકારક છે કે સમજવાની?
 • તમે સારા વક્તા છો કે પછી સારા શ્રોતા?
 • તમને કોઈ એક વિષય પર સારી એવી હથોટી છે કે પછી બે વિષયમાં ‘એક્સપર્ટ’ કહી શકાય એવા ગુણ?

ઉપરના સવાલોમાંથી એક વાર જવાબ ‘હા’ હોય તો આજની લેખ-પોસ્ટ નેટ પર તમારા ભાવિના આલેખને વધુ મજબૂત કરી શકે છે.

સ્કિલશેર.કોમ. www.skillshare.com

આ નામ આમ તો આપણને ગમી શકે એટલા માટે કે એમાં ‘શેર’ કરવાની વાત છે…શાયરી કરવાની નહીં . પણ આ સાઈટ તમારી સ્કિલને શેર કરાવી તમારા જ્ઞાન થાકી ‘શાસન’ (કે સાસણ?!) કરાવી શકે છે.

તમને જે કામમાં સૌથી વધુ પેશન છે, જે કામ પ્રત્યે સૌથી વધુ લાગણી છે, લગાવ છે, પ્રેમ છે. તે વહેચવું છે અને સાથે સાથે વેચવું પણ છે. તો સ્કિલશેર.કોમ તમારા માટે છે. પછી ભલેને તમે સત્તરના હોવ કે સિત્તેરના !

પાછલી પોસ્ટમાં જણાવ્યું ને કે..શરૂઆત એકથી કરો. તો સ્કિલશેર.કોમ તમારામાં રહેલા છુપા એક્સપર્ટને એકડે એકથી શરુ કરી શકાય એ માટેના રસ્તા ખોલી આપે છે. પછી ભલેને તમે ફાંકડું ફ્રેંચ બોલી શકો કે જબ્બરદસ્ત જર્મન !

કોઈ પણ વ્યવસાયની શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે ‘આમાંથી પૈસા કેમ કમાવા?’ તેની ફિકરમાં રહીએ છીએ. સ્કિલશેર “પહેલા પાળ બાંધો ને પછી પૈસા મેળવો” સૂત્ર સાબિત કરે છે. આ પાળ એટલે જ તમારા વિદ્યાર્થીઓ યા માસ્ટર્સ. પછી ભલેને તમે ચિટર બનો કે ટિચર !

શિક્ષણ બંને બાજુએ થી લાંબા ગાળાનું રોકાણ છે. જેટલું શીખતા જશો એટલું વધું શીખવી પણ શકશો. (એમ કો’ને કે “જ્ઞાન વહેંચવાથી વધે છે. સાહેબ!” ..એવું પાછળની પાટલીએથી કોણ બોલ્યું ભ’ઈ?)

સ્કિલશેરની…તક-વાળી બાબતો:

 • તમે કોઈ પણ બાબતે નિષ્ણાત હોવ…તમારા માટે તકો પડેલી છે.
 • “સારા શિક્ષક બનતા પહેલા વધું સારા વિદ્યાર્થી બનવું જરૂરી છે.” એવું કોઈ આચાર્ય એ નહિ પણ સ્કિલશેર સજેસ્ટ કરે છે.
 • તેની પર તમે ‘સાવ માસ્તર’થી ‘વાઉ માસ્ટર!’ નું બિરુદ મેળવી શકો છો પછી ભલે ને ઘરકી મુર્ગી દાલ બરોબર કેમ ન હોય !
 • દરરોજ અવનવા વિષયો શીખીને જ્ઞાનની ગંગા વહેવડાવી શકો છો. જાતે અપડેટ થઇ શકો છો, ને બીજાને કરી શકો છો.
 • તમારી આસપાસ જિજ્ઞાસુ લોકોનું વર્તુળ રચી શકો છો.
 • તમને કેટલુ કમાવું છે?- તે તમે જાતે નક્કી કરી શકો છો.
 • જો કે…સ્કિલશેર હજુ અમેરિકન માર્કેટ માટે જ ખુલ્યું છે. દેશાવર માટે તૈયારીઓ ચાલુ છે. પરંતુ…જો હામ વધુ ને અને દામ ભલે ઓછાં હોય તો પણ તેની છત્ર-છાયામાં તમારા શહેરમાં પણ એક નવી જ શૈક્ષણિક શાખા ખોલી શકો છો.

એ સિવાય બીજું ઘણું બધું થઇ શકે છે. બોલો…હવે તમને શું જોઈએ છે?- જાવ પુસ્તક વગર પણ આખી સાઈટ ફેંદી વળો: www.skillshare.com પર.

“જે ઘડીએ કોઈ વ્યક્તિ શીખવા તત્પર થાય છે, આતુર થાય છે…ત્યારે તેના માટે શિક્ષક પણ પેદા થાય છે.”– અરેબિક કહેવત.

આવનારા વખતમાં આવી ઘણી અવનવી બાબતો વિશે તમને અને તમારા કોઈકને જાણવું વધુ ગમશે, ખરુને?- તો પછી આજે જ એમનું નામ નીચે જણાવી ‘શેર’ કરવાની આદત ચાલુ રાખી શકો છો.

 

Advertisements

13 comments on “વેપાર-વ્યવસાઇટ: | બનો ‘માસ્તર’થી ‘માસ્ટર’….સ્કિલશેર પર!

 1. ASHOK M VAISHNAV કહે છે:

  સરસ લેખ.
  સત્તર થી સિત્તેરના દરેકને એક વાર તો skillshare.comપર જાવા પાટે પ્રોત્સાહન તો પૂરૂં પાડે જ છે, સાથે સાથે ‘વિદ્યાર્થી પહેલાં’નો બોધ કોઇ પણ પ્રકાર ના બોજ વગર શીખવી પણ દે છે.
  ચાલો, હું પણ પહેલાં skillshare.com પર લટાર મારી આવું , પછીથી ત્યાંના સીત્તેર ઓછા આઠવાળા અનુભવને share કરીએ.

  • ASHOK M VAISHNAV કહે છે:

   એક ડોકીયું કરી આવ્યો.
   ૧. સહુથી પહેલું તો થયું કે ચાલો નોંધણી કરાવી દઇએ.પણ તેની સાથે ખુલતા મૉનીટર પર ફૅસબુકના વપરાશકારને આધારે નોંધણી સરળ હોય તેમ જણાયું. મારે તો ફૅસબુક પર જ નથી નોંધાવું જ એટલા પૂરતો માર્ક કાપી લઇએ.
   ૨. આ સાઈટપરની શીખવાની સગવડ અમૅરીકા કે યુરૉપના નિવાસીઓને વધારે અનુરૂપ હોય તેમ જણાય છે કારણ કે આ સાઈટની ડિઝાઇન હજૂ સુધી અમૅરિકા વધારે અને ઠીક ઠીક અંશે યુરૉપને લક્ષ્યમાં રાખીને થઇ છે તેવું જણાય.
   ૩. શિક્ષક થવામાટે તમારાં ક્ષેત્રમાં તમે જે કંઇ કામ કરતા હો તેને આ સાઇટની શૈલિમાં રજૂ કરવાની આવડત પહેલાં શીખવી જોઇએ.એક વાર તમે તમારા પાઠને સાઇટપર ચડાવો પછીથી માંગ અને પૂરવઠાના નિયમનો અમલ શરૂ થઇ જશે.
   ૪. આમ ભારતમાં વસતા મુલાકાતીઓએ પોતાની જાત ને જગતની વર્તમાન ગતિવિધિઓની સાથે તાલ કદમ મેળવતા રહેવા માટે આ સાઇટની નિયમીત મુલાકાત જરૂરથી લેતા રહેવું જોઇએ.

 2. અમિત પટેલ કહે છે:

  મુર્તઝાભાઇ, તમારા છેલ્લા બે લેખ વાંચીને થોડા વેપાર વિચારો આવ્યા છે. વાસ્તવિક જીવનમાં મુકીને થૉડા સમયમાં જણાવીશ. તમારો ખુબ ખુબ આભાર.

 3. Akbarali Narsi TX USA કહે છે:

  હું સત્તર થી સીત્તેર નથી,

  ૭૭ નો છું, માટે તકલીફ નથી લીધી,

  Sorry

 4. GUJARATPLUS કહે છે:

  Any site that requires e-mail without providing complete business details on their web site may not be a good site.Watch your wallets!

  Try to get free education by visiting various web sites.

 5. readsetu કહે છે:

  ભઇ, તમને ‘વિજેતા – 2011’ બનવા માટે અભિનંદન !!! અમારી માસ્તરથી માસ્ટરની યાત્રા ચાલુ છે… ને એમાં મારા જ બે હાથ મારું જ માથું ખંજવાળી લે છે.. હા, બે આંખો અને બે કાન બરાબર ખુલ્લાં છે એ ખરું…

  lata

 6. […] થાય છે?- એ જણાવવા વાળા કોઈ માસ્તર ન હતા. પાછલી પોસ્ટ માં જણાયું તેમ…માસ્તરથી માસ્ટર આમ […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.