તમારું વજન કેટલું?…તમે ક્યાં ઊભા રહો છો એટલું…!

Positioning

ગઈકાલના આર્ટિકલનો ઉભો રહેલો સવાલ: એક જ વ્યક્તિ…એ જ વાયોલિન…એ જ ટયુન, તો પણ એક બાજુ હજારો..હજારો ડોલર્સ ને બીજી બાજુ માત્ર ૩૨ ડોલર??? આટલો બધો તફાવત?… યહ ક્યા હુવા?..કયું હુવા..કૈસે હુવા?

શું જોશુઆની વાયોલિન-ધૂનમાં કોઈ કમી હતી?….કે વગાડવામાં કોઈ ખામી હતી?…યા પછી પહેરેલી બેઝબોલ-કેપના કારણે લોકોને ઓળખવામાં મુશ્કેલી નડી હતી?

આવા સવાલો તો ઘણાં થાય એ દેખીતું છે.  એ પણ હોઈ શકે કે શહેર-શહેરમાં ફરક આવી જતો હશે એટલે. પણ ગ્રેમી-એવોર્ડ જીતનારને આખું અમેરિકાતો શું દુનિયા આખીમાં મ્યુઝીકના જેટલા પ્રેમીઓ છે તે સૌ ઓળખી શકે. જોશુઆ બેલને એ ખબર હતી કે પેલા ઓડીટોરીયમના ઓડીયેન્સ અને સ્ટેશનના ઓડીયેન્સ વચ્ચે શું ફર્ક હતો. કદાચ એમ હોઈ શકે કે ફૂટપાથ પર વગાડતા ભિખારી જેવું અદ્દલ વેશ ન ભજવી શકે પણ એ તો એક્ટિંગ ની વાત થઇ. જે કરવાની એને જરૂર ન હતી. ત્યારે ખરા ઉતરેલા આ બેલની વાતનું ફેક્ટર હતું…

(ડ્રમ… પ્લીઝ!)……. ‘પોઝીશનિંગ’

ઓનલાઈન ડીક્શનેરીમાં ‘Positioning‘ નો અર્થ તમે જાતે જ શોધી લેશો. પણ આપણી ભાષામાં તે માટે એક અલગ શબ્દ બનાવ્યો છે. સ્થિતિસ્થાપના. કોઈ પણ વસ્તુ, સેવા, વ્યક્તિ કે ખુદની જાતને તેના યોગ્ય ગ્રાહક યા બજાર ની વચ્ચે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી પ્રતિષ્ઠા મેળવવાની પ્રક્રિયા.

વ્યાખ્યા ના સમજાય તો બીજી વાર વાંચી લેજો. તે પછીયે હમજણ નો પડે ત્યારે આ સિરિયસ જોકમાં સમજી લ્યો.

દિલફેંક દિલશાદને તેના નવા બનેલા દોસ્ત બચુ બકરીએ સુખી જીવનનું રહસ્ય પૂછ્યું: દિલશાદે ધીમા સાદે સમજાવ્યું: “લગ્નની પહેલી રાતે વરંડામાં એક બિલાડી બહુ અવાજ કરે. બંદા બીવીનો ઘૂંઘટ ખોલે એ પહેલા જ દરવાજો ખોલી પેલી બિલાડીનો હિસાબ પતાવી આવ્યા. બીવીએ પૂછ્યું કે બિલ્લીને શાંત કઈ રીતે કરી? ત્યારે બંદાએ રોકડું પરખાવ્યું કે લાઠીના બે ધોલમાં એને મારી નાખી… મારી આગળ જે બહુ અવાજ કરે એનું આવું જ પરિણામ. તે ઘડીથી બૈરી આપણી કહ્યાગરી રાણી અને આપણે એના રાજ્જા! .”

વાત ધ્યાનમાં રાખી એ દિવસે બચુભાઈ બકરીમાંથી વાઘ બની ઘરે પહોંચી ગયા. બૈરી પર હુકમોની હેલી વરસાવી. પણ અહિયાં બૈરી સાંભળે તો ને..બચુભાઈ વિફર્યા ને લીધો હાથમાં દંડો. ત્યાંજ બૈરીએ રોકડું પરખાવ્યું: “ હવે દંડો લઇ બેશો છાનામાનાબિલાડી પહેલી રાતે મારવાની હોય છે.

વાત માનવામાં આવે કે ના આવે…પણ આ જ કોમેડી છે…અને આ જ ટ્રેજેડી.

  • તમારી સોના જેવી હળદરને તુવેરદાળના કંતાનની થેલીમાં પેક કરી ગ્રાહકને આપશો તો તમને પૈસા પણ તુવેરદાળ જેવા મળશે…હળદરના નહિ…
  • તમારી કસ્તુરી જેવી કારકિર્દીની વિગતો સાવ સામાન્ય ૫૦ પૈસાના પેપરમાં-(કવર લેટર વગર) ફોટોકોપી કરી સિક્કા-છાપ બનાવી ૧૦ જગ્યાએ ઠપકારી આવશો તો તમારા ભલામણમાં વર્ષો જૂની ઓળખાણ વાળા ‘અંકલ’ પણ તમને જોબ નહિ આપી મામા બનાવી દેશે. ને પછી જોબ મળશે એમાં તમને નોટ્સને બદલે સિક્કા જ મળશે.
  • તમારા વખણાયેલા વેલ્વેટ અવાજને CD/DVD ને બદલે ‘હાઈવેની કોઈ મક્ખનસિંઘ દા ધાબા’ પર વહેતો મુકશો તમારા અવાજને પીગળતા વાર નહિ લાગે…
  • રત્નમણી જેવી ગર્લ-ફ્રેન્ડ કે પત્ની જોઈતી હશે તો તમને એવા ગ્રુપમાં(વાતાવરણમાં) જોડાવું પડશે જ્યાં એમની અવર-જવર થતી હોય. નહિ તો ‘મણીબેનો’ માર્કેટમાં જોઈએ એટલી ફરતી હોય છે.

જોશુવા બેલના કેસમાં પણ એમજ બન્યું છે. ૩૦ લાખ ડોલર્સના વાયોલિનને સ્ટેશન પર ૩ ડોલર્સવાળી ટિકિટ ખરીદ કરતાં ઓડીયેન્સ છેલ્લે ૩૨ ડોલર્સ જ આપી શકે છે. જો ૩૦ હજાર કે ૩ લાખ કમાવા હશે તો વોશિંગટન છોડી બોસ્ટન ના પેલા ઓડીટોરીયમમાં એક સ્ટાર પરફોર્મરને છાજે એવો ડ્રેસ પહેરી, આકર્ષિત કરે એવો કરિશ્મા પેદા કરી, એક્સપર્ટને શોભાવે એવી ધૂન પેદા કરી એવાં જ ડોલતાં ઓડીયેન્સ પાસે પોતાનો રાગ ખોલી અને પછી ખેલી ટનબંધ વજન પાડવું પડશે. નહિ તો સમજ લો કે ચલી ગઈ ભેંસ પાનીમેં

ટૂંકમાં, આપણુ (કે આપણી પ્રોડક્ટ/સર્વિસ/સ્કિલ્સ/ટેલેન્ટ)નું વજન આપણને જ્યાં વધારે પાડવું છે એવું આપણે જાતે સમજીને ત્યાં પહોંચી જવાનું છે. આ બાબતમાં  મહૂરત જોયું તો ગયા કામથી….

‘ચેટ’વણી: વેપારનો આ બ્લોગ ઇન્ટરએક્ટીવ છે. જ્યાં લખનાર અને વાંચનાર બંને એકબીજા સાથે ચર્ચા-સલાહ-મદદ-સમરૂપ થઇ આગળ વધે એ માટે બનાવવામાં આવ્યો છે. આવું માની હવે તમે એમ ફરિયાદ કરો કે: અબ મેરા કોન સહારા?… તો પહેલા આજનો સૂરીલો પંચ ખાઈ લેજો ને પછી આ લેખ રીફર કરી લેજો. બધું શાનમાં સમજાઈ જશે. માંગ્યા વિના મા પણ નથી પીરસતી તો દોસ્તો!…તમારા આ મુર્તઝાભાઈ ને પણ શું ખબર પડવાની છે.

:સૂરીલોપંચ’:

13 comments on “તમારું વજન કેટલું?…તમે ક્યાં ઊભા રહો છો એટલું…!

  1. સુરેશ જાની કહે છે:

    Applause !!
    But there is a platform where one closes eyes, and performs just in communion with one’s basic being.

    And those joys do not need any market.

  2. dipesh khatri કહે છે:

    Respected Murtazabhai,
    this is nice and some different kind of story.. and in last joke was nice… but in all we have thought in gujarati “NANE NATHALAL and VAGAR NANE NATHIYO”… so all is based on this…means “if u have money people call u NATHALAL and u dont have it people call u NATHIYO”….

    thanks & regards,

  3. MARKAND DAVE કહે છે:

    પ્રિય શ્રીમુર્તઝાભાઈ,

    અત્યારે વીડિયો જોઈને આંખમાં આંસુ સાથે આપને પ્રતિભાવ આપી રહ્યો છું.બસ આથી વધારે મારે કંઈ કહેવું નથી.આપને દિલથી મારા સલામ..!!

    માર્કંડ દવે.

  4. દિલને /હૃદયને ડાયરેક્ટ અસર કરે તેવી ક્લીપ સાથે ની રજૂઆત. મને નથી લાગતું કે આ જોયા કે વાંચ્યા પછી વધુ કાંઈ પ્રતિભાવ આપી શકાય.

    આભાર !

  5. Qutubshah કહે છે:

    Well done bhai … Ek nani vaat ma bahu badhu kahi didhu … It was very meaningful and touching. I really appreciate. Keep it UP man.

  6. MANSUKHBHAI VANIA કહે છે:

    મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!
    આભાર સાહેબ! “તમારું વજન કેટલું?…તમે ક્યાં ઊભા રહો છો એટલું…!” વડે આપ એમ કહેવા માગો છો કે વ્યકિત એ સતત પોતાના વ્યકિત્તત્વ નો વિકાસ કરી ને જ વજન વધારી શકાય. શુ કહો છો તમે?

  7. pragnaju કહે છે:

    ખૂબ સ રસ

  8. readsetu કહે છે:

    very very true
    Lata

  9. MechSoul કહે છે:

    ******* ( Seven Star ! )
    like x 100.

Leave a reply to MARKAND DAVE જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.