વેપાર વાર્તા-વિચાર: ભાગ-3 | રજના ગજમાંથી રોકડી કરવી એનું નામ ‘ધી’રજ

ધીરજ આપણાં કુટુંબ સાથે રાખવી તે…પ્રેમ છે.

ધીરજ આપણાં દોસ્તો અને કાર્યકરો સાથે રાખવી તે…માન છે.

ધીરજ આપણી જાત સાથે રાખવી તે…આત્મવિશ્વાસ છે.

ધીરજ આપણા ઇષ્ટદેવ સાથે રાખવી તે…શ્રધ્ધા છે.

ધીરજ બંધુ મુર્તઝાચાર્ય

ચાલો પાછા આવી જઈએ નોહા સેન્ટ જોહન્સના વાંસના વિકસી અને હજુયે વકાસી રહેલા ગઈકાલના સવાલ પર….

વર્ટિકલ સવાલ: તો શું પછી ભાગતા-ભગાવતા-ભોગવાતા હરીફાઈના આ જમાનામાં અચિવમેન્ટ મેળવવા માટે વાંસના દાંડાને ઊગવા માટે લાંબી વાટ જોઈ ધીરજ રાખવી શું જરૂરી છે?

હોરીઝોન્ટલ જવાબ: રીડરભાઈઓ-બહેનો!….નીડરભાઈઓ-બહેનો! પાંચ વર્ષે વાંસનો પાક પેદા કરવો એ તો કુદરતની પોતાની ‘પાકી’ ઘડાયેલી સિસ્ટમ (નેટવર્ક) છે. એ સિસ્ટમને સમજી જ્યાં બંધ બેસે તે જ વાતાવરણ માટે તેને અનુરૂપ રાખી વિકસવા દેવું આપણું કામ છે. શું જરૂરી છે કે પાક હંમેશા વાંસનો જ નાખવામાં આવે?- કુદરતે દુનિયામાં દરેક પાકને પોતાનું એક અલગપણું આપ્યું છે. સમયના કોડથી આ બધાંને તેની રચના મુજબ ગોઠવવામાં આવ્યા છે.

જેમને ‘પાંચ-દસ સાલ તક ઇન્તેઝાર’ કરવાનો શોખ જ છે…તેમને એવી સહનશક્તિ પણ મળેલી છે. એમને વાતાવરણ-જમીન-તન-મન પણ એવું જ આપવામાં આવ્યું હોય છે. હવે વેપારના સંદર્ભમાં વાંસના આવા સહનશીલ ‘દર્ભ’ને પકડી રાખી વિકાસ કરવાની ઈચ્છા કરવી નરી મૂર્ખામી છે. આજે જરૂરીયાત જેટલી બને તેટલી જલ્દી સમજી તેમાંથી ‘રોકડી’ કરવાનો છે. ગઈકાલે અપાયેલા સુપર-વેપારીઓના ઉદાહરણોમાં હજારપતિથી લખપતિ અને લખપતિથી કરોડોપતિનું ટ્રાન્સફોર્મેશન માત્ર અમૂક મહિનાઓના અંતરાલે થયું છે. પછી આપણને એમ જ લાગશે ને કે ‘એમનો બાવો બાર વર્ષે બોલ્યો’. પણ કક્કાવારી દિવસોમાં શીખવામાં આવી હતી તેનું શું?

ન સમજણ પડી?….બમ્પર ગયું ને?….તો ઉપરના બંને ફકરા ફરીથી વાંચી જશો.

ઉભેલો કે આવનાર ગ્રાહકને શું જોઈએ છે?– એ ડિમાંડ બને તેટલી જલ્દી પૂરી કરી રોકડાં કરી લેવાનો છે. હવે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે પહેલાથી મોઢું ધોઈ તૈયાર રહી ‘રીફેશ’ રહેવું મહત્વનું છે. એટલેજ આપણા શાણા ખેડૂતો પણ જમીનનું મૂલ્ય સમજી રોકડીયા પાકથી વધારે લ્હાણી કરતાં હોય છે. (અખિલભાઈ, બરોબર કીધું ને?)

નોહાસાહેબની પહેલા ‘નો’ કહેવાયેલી ને પછીથી આ રીતે ‘હોહા’ થયેલી વાતનો સાબિત મુદ્દો આ જ છે. તમને કયો પાક ‘રોકડીયો’ બનાવવો છે?- ઈન્ટરનેટ પર તમને લગતી કજીયાહીન જર, જમીન અને જોરુ બધુંયે ઉપલબ્ધ છે. ત્યારે હવે તમને શરૂઆત આજે કઈ રીતે કરવી છે યા પછી હજુયે પંચ-વર્ષિય યોજનામાં જ પડ્યા રહેવું છે?  

હે પ્રભુ! મને ધીરજ ધરવાની તાકાત આપજે…પણ એમાંય જરા જલ્દી કરજે હોં!

સુપર-માર્કેટ‘પંચ’

સ્કેન કરો…શોપિંગ કરો. (હાલમાં તો) અદભૂત લાગતો પણ ઘણાં જલ્દીથી સામાન્ય હકીકત બનવા જઈ રહેલો સુપરમાર્કેટનો આ કોન્સેપ્ટ મોબાઈલ-આંગણે આવી જ ગયો સમજો. જે પસંદ હોય તેને ત્યાં ને ત્યાંજ ખરીદી કરી ઘરે ડિલીવરી લેવાનો એટ-લિસ્ટ આ આઈડિયા પાંચ વર્ષની અંદર ભારતમાં જોઈએ કોણ લઇ આવશે?

Advertisements

12 comments on “વેપાર વાર્તા-વિચાર: ભાગ-3 | રજના ગજમાંથી રોકડી કરવી એનું નામ ‘ધી’રજ

 1. હે ભગવાન, સૌનું ભલું કરજો અને શરૂઆત મારાથી કરજો…
  😉

 2. આજની પોસ્ટ ઘણી વિચારપ્રેરક લાગી. ખેતી હોય કે વ્યાપાર, રોકડી કરવા માટે Diversificationનો વિચાર એટલો જ જરૂરી છે, જેટલો રાઇના રાતે વધેલા ભાવનો તત્કાળ ફાયદો લેવા માટે સમયસૂચકતાની આવશ્યકતા છે. આપે આ અગાઉની પોસ્ટમાં અઝીમભાઇ પ્રેમજીની વાત કરી હતી તે પ્રમાણે તેમણે તેલના ટાંકામાં પડ્યા રહેવાનું નક્કી ન કર્યું તેથી તેઓ અને તેમની સાથે આખો દેશ દુનિયાના નકશામાં પ્રખ્યાત થઇ ગયો છે.

  મને હજી યાદ છે કે ૧૯૭૫ની આસપાસ મુંબઇની અહેમદ મિલ્સ કોપરાનું તથા અન્ય તેલોનું ઉત્પાદન કરતાં કરતાં deep-sea fishing અને એવા અન્ય ઉદ્યોગોમાં વિસ્તરણ કર્યું હતું. Horizontal growthનો પાયો વિસ્તૃત હોય છે તે આપે સરસ બતાવ્યું. આજે આપે Tescoના સાઉથ કોરીયાના પ્રયોગની clip મૂકીને ખુશ કરી દીધા!

  • સાચી વાત છે કેપ્ટન!…ઘણી વાર બીજાના વાવેલા બીજ પર જ આપણે આપણી ઝીન્દગીને પસાર કરી દેતા હોય છે. ખરું તેલ નીકળી જતું હોય છે જે બીજા લઇ જાય છે ને છોતરાં આપણી પાસે રહી જાય છે.

   ઇન્ફો-એજમાં હવે આ સહન કરવું એક પાપ છે.

 3. […] વર્ટિકલ સવાલ: તો શું પછી ભાગતા-ભગાવતા-ભોગવાતા હરીફાઈના આ જમાનામાં અચિવમેન્ટ મેળવવા માટે વાંસના દાંડાને ઊગવા માટે લાંબી વાટ જોઈ ધીરજ રાખવી શું જરૂરી છે? ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]

 4. મુર્તુઝાચાર્ય શબ્દ ગમ્યો. અમારા એક પટેલ મિત્રની દિકરી આચાર્યના દિકરાને પરણેલી. એના દિકરાને અમે પટાચાર્ય કહેતા હતા , તે યાદ આવ્યું.

  કોરીયા વાળા મારી પાસેથી આઈડિયા ચોરી ગયા છે-

  હવે શહેરમાં ગણીગાંઠી અને નાનકડી ઓફીસો જ છે. સૌ પોતાના ઘેરથી જ ઈન્ટરનેટ પર કામ કરી લે છે. જીવનજરુરી બધી વસ્તુઓ હવે તેમને ઈ-ઓર્ડર પ્રમાણે ઘેર પહોંચાડવામાં આવે છે. માત્ર શોખની વસ્તુઓ માટે જ લોકો માર્કેટમાં જાય છે. અથવા આનંદપ્રમોદ માટે કે મીત્રો અને સંબંધીઓને મળવા જવા, મારી જેમ ગાડીઓ વાપરે છે.
  રેફરન્સ …

  http://gadyasoor.wordpress.com/2007/12/10/american_highway/

 5. paresh says:

  very good concept.

 6. dineshtilva says:

  મુર્તઝાચાર્ય, નમસ્કાર..
  મગજની નસ કહેછે તેવો સુ…પ… રર ર રર .. પર્બ લેખ,
  મારા મતે પણ “તક” ને માથે “ટકો” હોઈ છે.. તકને નથી લાંબા વાળ કે ચોટલી.. કે તમે તેને મન થાય તેમ પકડી લ્યો.. તક બધાને પ્રભુ ગવર્ન્મેન્ટ આપે છે.. જ્યારેપણ મળે કે “ટકો” બે હાથે બથાવી (ઝડપી) લેવો રહ્યો..

 7. BHARAT MODI says:

  અરે બોસ્સ,

  તમારા બ્લોગ ઉપર એક વર્ચુઅલ સ્ટોર નો એક વીડીઓ આપેલો છે . ક્યાં થી ચુન ચુન કે લાવો છો બોસ્સ. તમારાં હોમવર્ક ને તો સો સો સલામ મારવી પડે ભાઈ . બીજી મુદ્દા ની વાત એ કે વર્ચુઅલ સ્ટોર ના ફાયદા ઓ લખવા બેસીએ તો આ ગુગ્લભાઈ નું મેલ બોક્ષ્ ભરાઈ જશે. અદ્ભુત કોન્સેપ્ટ છે ભાઈ કોસ્ટ કટીંગ માટે.

  ના જગ્યા ના ભાડા ભરવા. ના વીજળી નું બિલ ભરવું. ના સ્ટાફ કામે લગાડવો . ના કોઈ ઓવરહેડ.

  મેં મુદ્દો એ છે કે ઇન્ડિયા માં આ દીશા માં ઘણું થઇ શકે એમ છે . અને આ બંદા ને એમાં જ કૈક કરવા ની ખુજલી બહું જોરથી ઉપડી છે.

  શરૂઆત ક્યાંથી કરવી એના માટે થોડું brainstorming ચાલે છે.

  કોઈ તુક્કો હોઈ તો બતાવજો ભૈસાબ .

  અભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s