વિશ્વ વેપાર-વ્યક્તિત્વ | આખી દુનિયાને હલાવી દે એવું માર્કેટિંગનું અમોઘ શસ્ત્ર: ‘સત્યાગ્રહ’

From_Gandhi_To_Godin-Satyagrah

 • ‘પ્યારે-મોહન’ બકરીનું દૂધ પીતો’તો એટલે તો ખરો…પણ પોતાની મોહક વાક્છટા દ્વારા અને અમલ થકી ભલભલાંને ‘ભૂ પીવડાવી’ દેતો એટલે વખણાયો… (Communication Skill)
 • કાઠીયાવાડી ‘બાપુ’ તેના બિસ્તરા-પોટલાં સાથે દ.આફ્રિકાના એક પ્લેટફોર્મ પર ના-ઈન્સાફીથી ફેંકાઇ ગયો એટલે તો ખરો…પણ પછીથી ‘સર’ કહેવાતા લાખો અંગ્રેજોને ધક્કો માર્યા વગર સર-સામાન સહિત ભારતની બહાર ફેંકી દીધાં એટલે વખણાયો…. (Consistency in Passion)
 • કરમચંદ-બેટાએ પોતાના કપડાં ઉતારી નાખી પોતડી ધારણ કરી એટલે તો ખરો…પણ ચરખા દ્વારા ભારતની અને ભારતીયોને ઈજ્જતના સુઘડ પોશાકનું પ્રોડક્શન કરી આખા જગમાં ફેલાવ્યો એટલા માટે વખણાયો… (Less Investment…More Return)
 • પૂતળીબાઇ-પુત્ર તેના સુકલકડી શરીરથી તો ખરો…પણ પછીથી ગેંડા-ચામડી ધારણ કરી અંગ્રેજી ધોધ-માર સહન કરી અંગ્રેજો માટે મિસ્ટર ‘ગેંડી’ બનીને વરસ્યો એટલે વખણાયો… (Persistence)
 • ‘રાષ્ટ્રપિતા’ બચપણમાં બાપથી ગભરુ એટલે ટોળાંથી પણ ડરતો તોયે જવાનીમાં ડર્યા વગર ટોળાંઓમાં રહીને ભલભલા ખેરખાંઓનો ગબરૂ ‘બાપ’ બન્યો એટલે વખણાયો… (Leadership Skill)
 • ‘કસ્તુરપતિ‘ તેના સત્યના પ્રયોગોને લીધે તો ખરો…પણ સાત્યિક વિચારોના વાઈરસને લોકોના મગજોની લેબમાં વર્ષોવર્ષ જીવંત રાખી ગયો એટલે વખણાયો… (Creating Own Rules and Ethics
 • ‘ગાંધી’ ‘મહાત્મા’ના નામે બ્રાન્ડિંગ થયો એટલે તો ખરો…પણ આ બ્રાન્ડિંગના ઓથે પ્યુનથી પ્રેસિડેન્ટ સુધીના દરેકની સાથે ‘બોન્ડિંગ’ કર્યું એટલે વખણાયો… (Reliable Branding)
 • બેરિસ્ટરે’ આફ્રિકામાં ફક્ત ‘સત્યાગ્રહ’ શબ્દ આપ્યો એ બરોબર…પણ તેનું દાંડીમાં- ધરાસણામાં- બારડોલીમાં- બોરસદમાં, રાજકોટમાં- રાસમાં, આફ્રિકામાં- અડાસમાં ….અરે આખા આલમમાં….છુટ્ટે હાથે અને પગે પ્રમોશન કર્યું એટલે વખણાયો… (Advertising & Promotions)
 • અરેરેરે!!!!….આ ‘ભાઈ’ તો ગોડસેની ગોળીઓથી હણાયો એટલે ખરોઓઓઓઓઓહ પણ…’ફોર ગોડ સેક’……બુલેટપ્રૂફ પુણ્યાત્મા થકી હંમેશા જીવંત રહ્યો છે એટલે વખણાયો…. (Establishing YOUnik Persona)
 • દસ-નંબરી નહીં પણ ‘પોર’બંદરી વાણિયો હતો એ તો સમજ્યા…પણ દેશી-વિદેશીઓ સાથે પણ વ્યવહારુ વેપાર કેમ કરી શકાય એ માટે વખણાયો…. (Selling & Customer Relationship Skill)


મારી નજરમાં આ ‘હરિશ્ચન્દ્ર ફેન’ દેશ-દેશાવરમાં સચ્ચાઈવાળા વિચારો અને અમલો થકી સત્યાગ્રહની ‘આંધી’ ફેલાવનાર એક સુપર માર્કેટર હતો, છે અને રહેશે. તમે, હું કે આપણે સૌ કોઈ દુધના ધોયેલા નથી. પરફેક્ટનિસ્ટનું બિરુદ ઓલરેડી લઈને જન્મ્યા હોવા છતાં ફેક્ટ્સ અપનાવવામાં વધુ ભાગે ઢીલાં રહીએ છીએ અને જ્યારે કોઈ આ જ ‘ફેક્ટ’ને ‘સત્યાગ્રહ’નું નામ આપી મિશન શરુ કરે છે ત્યારે તેના તૈયાર બનેલા પ્લેટફોર્મ પર આપણા નાટકો પરફોર્મ કરવાનો લાભ લેવા માટે દોડાદોડી કરતા રહીએ છીએ. (મુન્નાભાઈ હો કે અન્નાભાઈ….બોલે તો ….સુનને કાઈ ચ નયી ક્યા!)

ગાંધીસેઠથી સેઠ ગોડીન દરમિયાન જન્મેલા અગણિત પૂર્વ-પશ્ચિમી સુપર માર્કેટર્સ કોઈક ને કોઈક રીતે પોતાના પુસ્તક કે વ્યાખ્યાનમાં તેમના સુપર ક્વોટ્સ દ્વારા ગાંધી-ગાથા હજુયે કહી રહ્યાં છે. જેમાં…

તમે જેવા છો…તમારી પ્રોડક્ટ કેવી પણ છે…તમારી સેવા જેવી(તેવી) પણ છે…તમારી બાયોડેટા (ના) ગમે તેવી છે….પણ…જે છે તેનું સાચાપણું સ્વીકારી તમને ‘પ્રોડકટિવ માર્કેટિંગ મિશન રચવું જ છે તેમ માની કાંતિકારી પગલાં કેવા, કેવી રીતે ભરી શકાય તે વિશે સજાગ બનવાની વાત પણ થઇ છે.

માર્કેટિંગના 4 Ps  સિવાય બારાખડીમાં બીજા ઘણાં અક્ષરો છે. જેને સત્યાગ્રહનો ‘અક્ષરદેહ’ આપવાનો છે. એટલે હવે મારા પારસી દોસ્ત શેઠના આંટીની  જેમ થોરામાં સમજની ડીકરા! કહી હું આજે જરા વધુ બ્લોગાગ્રહ કરવા રજા લઉં છું.

સર ગાંધી‘પંચ’:

બીજી કેટલીયે ઓક્ટોબરો આવે…ગાંધી મર્યો નથી…ગાંધી મરતો નથી….ગાંધી મરવાનો નથી…

એ હોય ને હાટડી (Shop) માંડીને બેસે તો સમજ્યા કે મસાલો મળી રહે. પણ આજે તો ફોટોશોપ અને ગાંધીનું અનોખું મસાલેદાર સંયોજન બતાવવું છે……જે બાપુએ ભારતભૂમિ સારુ ચાર દાયકા ખર્ચી નાયખા…ઈ માટે લ્યો આંયા ત્હમેય ચાર મિનીટ ખર્ચી નાખો બા-બાપ્લ્યા!

15 comments on “વિશ્વ વેપાર-વ્યક્તિત્વ | આખી દુનિયાને હલાવી દે એવું માર્કેટિંગનું અમોઘ શસ્ત્ર: ‘સત્યાગ્રહ’

 1. રૂપેન પટેલ કહે છે:

  મુર્તઝાભાઈ ભારતમાં બાપુના બ્રાન્ડ નેમ હેઠળ ખાદી ભંડાર સ્વરૂપે ઘણી બધી અસલી નકલી હાટડીઓ શરુ થઈ છે .તેમાં બાપુએ ક્યારેય ન વિચારેલ વસ્તુઓ જેમ કે અથાણાં , મુરબ્બા , ચટણી , અગરબત્તી , બ્લેક ડોગ ફિનાઈલ , પ્રાકૃતિક ગોળ , મધ , પગ લુછણીયા અને આવું અવનવું ઘણું બધું ધમધોકાર વેચાય છે અને ખાદીનું માર્કેટ મૃતપાય થવામાં છે .

 2. Narendra કહે છે:

  ભાઇજાન, સેઠના આન્ટીએ આપને એક વાત ન કહી. “મ્હારા બુચા, એ માટીડો વાન્યાનો ડિકરો હુટો. આય બધી વાટ એને ગલથૂથીમાં એવણની ફોઇએ આપી હુટી, એ કેમનો ભુલી ગિયો?”

  • “એય કેપ્ટન!…એ વાનિયા માટીડા ગાંઢી ની પાહ્છલ હું ટો પેલ્લેથી દીવાની એની નસે નસથી ઓલ્ખું….મારો ડારા મુંઓ..મને આંય ડોરધામમાંથી ટો મ્લીયો ટો. પછી કેમને ભૂલી જાવ?!!. પણ આંય મુર્તુઝાહને એવનની વાત જ કાહ કિધિ છે? એને ટો આંય માહરા લામ્બા લચક લવારામાંથી થોરું સમજીને જાવાની વાત કિધિ એમાં ટુ આટલો સાનો ઉછ્લેચ!- ચુપચાપ બેસની વાંચ….ત્હારા ભરાકા આંય ૯૨ વરસની બાનુને મારવાનું બંદ કર ચાલ જોવું!…પાછો બોલજે ની કે હું બોલ બોલ કરુંચ”

   ઓહ્ફ! કેપ્ટન મને શેઠના આન્ટીનો જસ્ટ મેસેજ મલીયો (સોરી! મળ્યો છે) જે તમને મુક્યો.

 3. સુરેશ કહે છે:

  ફોટો શોપ આર્ટ્ની મજા આવી.
  બાકી એ પોરબંદરી વાણિયાને અને દ્વારિકાધીશને સમજવા સહેલા નથી. કહેવાતા ગાંધીવાદીઓ અને કૃષ્ણભક્તો તો એમને સમજ્યા જ નથી; અને દાટ વાળ્યો છે.

 4. ભાય..ભાય..જેટલા વખાણ થયા ‘પ્યારે મોહન’ના અત્યાર સુધી તેમાં આ ‘માર્કેટિંગ એંગલ’ નો’તો..મુર્તઝાચાર્ય થોડા દિવસ ‘અદ્ર્ષ્ય’ રહ્યા એટલે લાગ્યું ખરું કે કંઇક રાંધે છે પણ આ ખીચડી મહાત્મા ની માર્કેટિંગ સ્કીલ કમાલ..

 5. himanshupatel555 કહે છે:

  ફોટોશાપ ફન છે.

 6. minesh કહે છે:

  મજા આવી ગઈ બોસ, ઘણા વખત પહેલા આવું કાઈ વાચ્યું હતું.

 7. SHAKIL MUNSHI કહે છે:

  મુર્તઝાચાર્ય ,”ગાંધી” ની “આંધી”, વાહ કંઈક નવું જ લઈ આવવાની આપની રીત અજોડ છે, આપે ગાંધીજી ને એક નવા જ આયામ થી પેશ કર્યા,
  “આ કાઠિયાવાડી ‘બાપુ’” થી “એક ‘સુપર માર્કેટર’”સુધી ની સફર નવા એંગલ થી જાણવા માણવા મળી
  સર ગાંધી‘પંચ’- “ટેક્નોલૉજી ની કમાલ અને કલાકાર ની માસ્ટરી ને સલામ”
  – જબરદસ્ત માર્કેટિંગ ફંડા ગુરુ –

 8. Anila Patel. કહે છે:

  બ્ર્હ્માંડવ્યાપારી મુર્તઝાભાઇ,વ્યાપાર જગતમા ગાંધીજીની સાથે ટૂક સમયમા આપનુ નામ પણ જોડાઇ જવાનુ એ એક સનાતન સત્ય છે. બન્ને મોહનોએ તો પોતાનુ નામ સાર્થક કર્યુ છે. એકે સુદર્શન ધારણ કર્યુ, એકે ચરખો ધારણ કર્યો. બન્નએ દુ:શાસનનો નાશ કર્યો.

  આપની પણ રાશિતો મકરજ છે. એટલે આપ પણ વ્યાપાર જગતના અને સાહિત્ય બ્લોગ જગતના માન્ધતા થઇ ચૂક્યા છો, એમા જરાય શંકા નથી.આપે ગાંધીજીનુ બહુ સરસ નિરિક્ષણ કર્યુ છે.વાચવાનુ ઘણુ ગમ્યુ.

  • મો. અનિલાબેન, આભાર….આભાર….અરે…અરે હું એક નાનકડો સાહિત્યિક જીવ છું. હજુ તો મને આગળ ઘણું શીખવાનું બાકી છે..બૂન! હા! એક વાત છે ભલે બાપુ જેવો નથી પણ અમદાવાદી હોવા છતાં આખા મોટા મગમાં ચાય પીવડાવી શકું એવો ‘બાપુ’ માણસ માની શકો… 🙂

   પણ આ ગાંધીએ મને પાછલાં ૧૫ દિવસ દરમિયાન શું લખવું ને શું નહિ એની મીઠ્ઠી મૂંઝવણમાં મૂકી સતાવ્યો ખરો…!!! પણ એનું કામ જ છે કે લીધાં વિના આખરે કાંઈક આપી જવું…

 9. ફક્ત એટલું જ કહીશ. . . વાહ

  બાકી ગાંધી વિશે, કૃષ્ણ વિશે કે મુર્તઝાભાઈજાન વિશે શું કહેવું ??

 10. Chetan Patel કહે છે:

  ભાઈ..ભાઈ..
  ક્રષ્ણ કોઈએ જોયા નથી.પણ , કોઈપણ ક્ષેત્રની લીડરશીપમાં દુનિયાએ જોયેલો ”પૂર્ણપૂર્ષોત્તમ ” આ એક જ છે.

 11. […] તૈયાર થયું છે. મારા પ્રિય લેખક ‘સેઠ ગોડીન’ના જ મિત્ર અને મને ઘણાં ગમતાં બીજા […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.