પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: અકબરી સવાલોના બિરબલી જવાબો

Think-Different

જસ્ટ અનુમાન કરો…

તમે ‘ગુજરાતિ ભાસા’માં ‘ઈંગ્લીષ મીડીઅમ’ લઇને પણ ગ્રેજ્યુએશન તો પૂરુ કર્યું છે. ને હવે નોકરીની શોધમાં ચારેબાજુ રાઉન્ડ આંટા મારી રહ્યા છો… એ અરસામાં તમે કોઈ એક એજ્યુકેશન-ફેર માં કે એક્ઝીબિશનમાં હવાફેર કરવા ઘુસી ગયા છો ને ત્યાંજ અચાનક …કોઈ એક અજાણી વ્યક્તિ (કોઈ પણ સ્ત્રી કે પુરુષ) તમારી સામે આવી તમને નીચે મુજબના યેડા સવાલ કરે…

 • “આ સામે પાર્ક કરેલી મિનીબસમાં તમે ટેબલ-ટેનિસના મહત્તમ કેટલાં પિંગપોંગ બોલ ભરી શકો?”….. કે પછી…
 • “ઓવન અને ફ્રિઝનું કોમ્બિનેશન કરી રિલાયન્સ કંપની એક નવીજ પ્રોડક્ટ બનાવે તો તેનું શું નામ આપે?”….કે પછી..
 • “કાંચનજંઘા શિખરને હિમાલયમાંથી ખસેડી ગિરનારની જગ્યાએ ‘રિપ્લેસમેન્ટ’ કરવો હોય તો કેટલો સમય લાગે?”…યા પછી..
 • “કચ્છમાં કે રાજસ્થાનમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા સૌથી સચોટ ઉપાય શું આપી શકો?”….અથવા…
 • “દોઢ ફૂટ લાંબા રબરબેન્ડને તોડ્યા વિના મહત્તમ કેટલું લાંબુ ખેંચી શકો?”….અથવા
 • “તમારી શૈક્ષણિક કારકિર્દીમાં તમે જીનિયસ ગણાવ છો એવી તપાસ અમે કરી છે….તો અમેરિકાના રાષ્ટ્રપતિના અંગત સલાહકાર તરીકે તમારી ત્રીજી ફરજ કઈ છે?”…..ઉહ્ફ્ફ યા કે …
 • “તમારી કોલેજમાં જેને તમે સૌથી વધુ ગમ્યા છો એવી ખૂબસૂરત છોકરીને અત્યારે એક જ વાક્યમાં જ પ્રપોઝ કરવી હોય તો કઈ રીતે કરશો?”…..

વગેરે…વગેરે…વગેરે…વગેરે…

‘સાવ આવા’ સવાલો કોઈ પણ હોઈ શકે. ત્યારે તમને સવાલ એ થાય કે એવા વખતે તમારી શું હાલત થાય?- ઓયે બેચલર પાર્ટીઓ….

 • મોંમાંથી બોલ તો પછી નીકળે…પણ દિમાગમાં ‘પિંગપોંગ’ જેવા ધમાકાઓ થાય…કે નૈ?
 • કોમ્બિનેશન તો બાજુ પર રહે..પણ ત્યાં ઉભા ઉભા ‘ફ્રિઝ’ થઇ જવા જેવી ફીલિંગ્સ થઇ જાય…કે નહિં?
 • રિપ્લેસમેન્ટને મારો ગોળી…પણ આપણી જંઘા થોડી વાર માટે જામ થઇ જાય…કે ની?
 • પાણીની સમસ્યા દૂર થશે ત્યારે થશે…પણ એ વેળાએ તો જવાબ આપવામાં પણ ‘પાણી પાણી’ થઇ જવાય…કે નંઈ?
 • રબરને તો પછી ખેંચી શકીશું પણ આપણું બરોબર ‘બેન્ડ’ વાગી જવાની સંભાવના રહે…કે નયી?
 • ઓબામાના સલાહકાર તરીકે ધોળે દહાડે સપના પછી જોઈ શકાય પણ…ત્યારે તો ‘ઓ’ બાઆ!…ઓ’ માઆ’ યાદ આવી જાય…કે નોટ?
 • કોલેજની ઓલી ફટાકડીને તો પછી કાંઈ પણ ‘પ્રપોજ’ કરી દઈ શકાશે…પણ સાલું એવી કઈ કઈ ‘મણી’ઓ ને મારા જેવો માણીગર ગમી ગ્યો હશે!?!?!?!? જેવી પચાસેક મુંઝવણોની ધણધણાટી છૂટી પડે..કે નોય?

જે ખરેખરો વેપારી-બુદ્ધિશાળીયો હશે તેને તો આ પૂછનાર યા તો ‘કૌન બનેગાનો…કોઈ મળતિયો જણાઈ આવશે કે પછી સુપર-ડાહ્યાંઓની હોસ્પિટલમાંથી વગર કહે વછૂટેલો દર્દી લાગશે…

પણ આ બધું તપાસ કરવાનો ટાઈમ કોને કેમ મળે? અને સમજો કે તમે તેના કરતા પણ હાઈપર ડાહ્યાં હોવ ત્યારે ‘નરોવા કુંજરોવા’ કર્યા વગર જવાબ આપી પણ દો પછી શું?-

તો પછી સમજી લો કે…બે બાબતો બની શકે છે.

૧. તમારુ ભાગ્ય રાતોરાત ‘સેટ-અપ’ થઇ શકે.

૨. તમારુ ભાગ્ય (સાથે દિમાગ પણ) થોડાં દિવસો માટે ‘અપ-સેટ’ થઇ શકે.

એનો આધાર તમે એવા નસખેંચું પ્રશ્નનો જવાબ કઈ રીતે આપો છો એની પર છે.

તો દોસ્તો-દોસ્તાનીઓ, ભાઈઓ-બહેનો, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તૈયાર થઇ જાવ. આવા ‘અબે યે તો સબ હટેલે સવાલ’ના બિન્દાસ્ત જવાબો આપી કેરિયરને યા બિઝનેસને પણ કેમ વિકસાવી શકાય તે માટેના એવા પુસ્તક પ્રિસ્ક્રિપ્શનની. જે તમને ખોટા જવાબો પણ સાચી રીતે આપીને પણ સારી નોકરી કઈ રીતે મેળવી શકાય તેનું રમતા રમતા ગાઈડન્સ આપી શકે છે.

તો ‘પુસ્તક પ્રિસ્ક્રિપ્શન’ના એ બીજા ભાગ માટે પબ્લિશ થયાના માત્ર ૩૪.૫ કલાક સુધી રાહ જોવી પડશે.

પણ એ પહેલા મારો અચાનક સવાલ:

એ પુસ્તકનું નામ શું હોઈ શકે?-

બોલો કઈ શકો તો સાચા જવાબમાં એ ‘ફૂલ’ પુસ્તક આપણા તરફથી ‘ફ્રિ (મફત)’ મિલેગા જી.

એવા ઘણાં દોસ્તો છે..જેઓ સફળ કારકિર્દીનો ઇતિહાસ ધરાવે છે પણ સંજોગો સાથે પરિહાસ રાખે છે. તો આપની નજરમાં એવા કોઈ દોસ્તો છે જેમને આવનારા આર્ટિકલ્સ મદદરૂપ થઇ શકે? તો નીચે જણાવેલા બોક્સમાં તેમનું નામ અને ઈમેઈલ જણાવી શકો.

ન્યુ ટર્નપંચ:

‘એપલ’ની એક ઐતિહાસિક હટકે જાહેરાત
કર્યા જેણે જોબ્સના વળતા પાણી રાતોરાત.

Advertisements

23 comments on “પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: અકબરી સવાલોના બિરબલી જવાબો

 1. મુર્તઝાભાઈ,

  રાહ જોઈ રહ્યો છું ! ત્યાં સુધીમાં મારા બ્લોગ તમારા આ ‘વર્ડ્સ’ ‘પ્રેસ’ કરું છું. આભાર.

 2. ..અને હા મુર્તઝા ભાઈ, ઈન્ટરવ્યું ની તૈયારી કરતો હતો ત્યારે મને આ પુસ્તક બહુ ગમ્યું હતું : How Would You Move Mount Fuji?

 3. Pradip says:

  અરે ! ઉપર મોટા અક્ષરોમાં તો લખેલું છે “અકબરી સવાલોના બિરબલી જવાબો”….આના સિવાય એ પુસ્તકનું બીજું નામ શું હોઈ શકે !!!

 4. “Prescription for Success”???

 5. pragnaju says:

  રસપ્રદ લેખ
  ચાલો ગંમતમા અનુમાન કરીએ
  અજબ સવાલના ગજબ જવાબ

 6. husainali vohra says:

  “ખોટા જવાબ સાચી રીતે”

 7. Try To Read This as Shri Satish Kaushik:
  અઈસા નઈ ચલેંગા,,,,,

  નંબર ૦૧. એક તો અપુન કો કામ કે બીચમઈ ઈતના ટાઈમ નઈ મિલતા હઈ કે અપુન સબ કુછ પડ પાએ
  નંબર ૦૨. દુસરા કે થોડા બોત પડ ભી લીયા તો ઉસકા પુરા માઈન્ડ ચલ્લા કે કોમેન્ટ કરને કા….

  નંબર ૦૩. એક તો ઈતના સારા ઝમેલા કરનેકા ઔર ફીર ભી ડરનેકા,

  કીસને બોલા રે….????

  અપ્પુન ધમકી દે રે લા હઈ…..

  અગ્ગર અપુન કો ચોપડી નઈ દીયા તો….. તો….. અપ્પુન “સિંઘમ” બન જાયેગા…..

  સીધા ખોપડી પેઈચ વાર કરેગા અપ્પુન કી હથેલી કા

  સમજ ગયે???

  પુછતે બી નઈ ઔર દેખો વો ત્રીકોણ કો કૈસે ઉલ્ટા લગાયેલા હઈ……

  આખ્ખા લેખ મેં યે બાત કીસી કું માલુમ ચલી ….

  All time Try To Do Just New….. Everyone has Something Different…….

 8. maulik shah says:

  1. ” stay foolish …write foolish …!”
  2. અઘરા સવાલોના મૂર્તઝા જવાબો….!
  3. મેનેજમેન્ટ ગુરુ ની ગુજરાતી ચાવીઓ
  4. રુક જાના નહિ તુ કહિ હાર કે…. ! – A Management story…!
  5. જોર કા જટકા ધીરે સે લગે….!
  6. connect the bluffs….!

 9. […] પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: અકબરી સવાલોના બિરબલી જવાબો Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true};જસ્ટ અનુમાન કરો… તમે ‘ગુજરાતિ ભાસા’માં ‘ઈંગ્લીષ મીડીઅમ’ લઇને પણ ગ્રેજ્યુએશન તો પૂરુ કર્યું છે. ને હવે નોકરીની શોધમાં ચારેબાજુ રાઉન્ડ આંટા મારી રહ્યા છો… એ અરસામાં તમે કોઈ એક એજ્યુકેશન-ફેર માં કે એક્ઝીબિશનમાં હવાફેર કરવા ઘુસી ગયા છો ને ત્યાંજ અચાનક …કોઈ એક અજાણી વ્યક્તિ (કોઈ પણ સ્ત્રી કે પુરુષ) તમારી સામે આવી તમને […] ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]

 10. himanshupatel555 says:

  ૧) મુર્તઝા પંચ.
  ૨) જસ્ટ અનુમાન કરો
  ૩) મુર્તઝાઃ ન્યુ ટર્ન ન્યુ પંચ:.

 11. readsetu says:

  Aaa Toooo SSoolliiddddddd

  book may nt b in Gujarati…

  Latuben

 12. MechSoul says:

  murtazabhai,
  “ઇન્ટરવ્યુ માં અઘરા સવાલો ના સહેલા જવાબ આપવા ના ૧૦૦૦ કીમિયા”
  -જીતેશ

 13. Pradip says:

  મુર્તઝાભાઇ !!! હવે આ બ્લોગ પર પણ દિવાળી વેકેશન પડી ગયું લાગે છે…છેલ્લે આ લખાયું પછી ઘણો સમય થઇ ગયો હો……

 14. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 15. શ્રી.મુર્તઝાભાઈ અને ’નેટ વેપાર’નાં સૌ પ્રેમીજનો.
  શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ નાં વિજેતાપદનું ગૌરવ પ્રાપ્ત થવા બદલ હાર્દિક અભિનંદન.

 16. Vipul Chaudhary says:

  સાહેબ બૂક લખવા બેઠા કે સુ ?

  • હા મારા ભાઈ…આ નેટ બ્લોગે તો મારા રેગ્યુલર બ્લોગ્ગિંગને થોડો સમય જકડી રાખ્યો છે. બૂકની તૈયારી…હાલના બીજા પ્રોજેક્ટ્સની વચ્ચે ગૂંથાયેલો છું….પણ દોસ્ત! ચિંતા ન કરો…બસ થોડાં કલાકની જ રાહ જોવી પડશે…આ ધક્કો વાગ્યો જ સમજો!

 17. […] ઘણા ને હવે ખબર તો હશે જ કે…આ પ્રકારના પુસ્તકો વાંચવા જ […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s