વેપાર વિમાસણ: દોઢશો વસ્તુઓ લઇને આવુ કે ન આવુ?

Green-Info-Funnel

એક વાંચક-દોસ્તનો વન-લાઈન ઈ-મેલ મળ્યો.

“સાહેબ! આપડી પાશે દોઢશો વસ્તુઓ પડી છ. બોલો વેચવા નેટ પર આઈ જવું કે નાં આઉ?”

સહેલો-સટ જવાબ: હા ! ભાઈ…..નેટ પર આવી જાવ પણ દોઢશો વસ્તુઓ લઈને નહિ. માત્ર એક વસ્તુ જ લઈને.

શાં માટે?

લાંબો-લચક જવાબ: તમારી પાસે દોઢસો વસ્તુઓ (હોઈ શકે) છે. તે માટે સૌ પ્રથમ તમને પ્રોડક્ટસ-પતિ બનવા બદલ અભિનંદન. હવે જરા સમજીને વાંચશોજી.

ઇન્ટરનેટ એક માધ્યમ છે. જેમાં તમને લેવા અને આપવા માટેની માહિતીને સારી રીતે ફિલ્ટર થવા દેવા માટે એક ગળણી (ફનલ)ની જરૂર પડે છે. આ ગળણીમાં વસ્તુને લાગતાં પરિબળોનું અસરકારક ફિલ્ટરિંગ ત્યારે થાય છે…જ્યારે તેને પ્રમાણસર માત્રામાં ઉતારવામાં આવે છે.

પહેલું એ….કે તમારી પાસે જે વસ્તુઓ છે. તેમાં સૌથી ગમતી વસ્તુ તમને કઈ લાગે છે?- જે હોય તે. થોડો સમય બાજુએ મૂકી દો. શક્ય છે તે તમને ત્વરિત સફળતા ન પણ અપાવે. કેમ કે નેટ પર પણ ‘નેટશાહી’ છે. લોકોને શેની સૌથી વધુ જરૂર છે તે સંતોષકારક રીતે આપનાર નાગરિક ‘લિડર’ બને છે.  

એ દોઢસોમાંથી એ વસ્તુ પર વધારે નજર નાખશો જે વિશે લોકોની સૌથી વધુ ‘માંગ’ રહે. જે માટે તમને તમારા દોસ્તો, વેપારી દોસ્તો અને હરીફ-વેપારીઓ નો મત મેળવવો ઘણો જરૂરી બનશે. ઓનલાઈન પર આવતા પહેલા ઓફલાઈન પર આ ‘સર્વે’નું કામ તમને એક રસ્તો બતાવશે…વેચવાનો એક સિરસ્તો બતાવશે.

બીજું એ….માત્ર એક પ્રોડક્ટ ઓફરની શરૂઆતથી તમને તેના એવા જ જરૂરી ગ્રાહકો મળે છે જેમને ખરેખર તે વસ્તુમાં ‘રસ’ હોય છે. પછી ધીમે ધીમે એ ટ્રેઇનિંગ પણ આપમેળે મળતી જશે કે રહેલા બીજા એકસો ઓગણપચાસ ડબ્બાઓની ટ્રેઈન કયારે દોડાવવી.

દોઢ ડાહ્યા થઇ નેટ પર આખે આખો રિટેઈલ સ્ટોર્સ મુકવા કરતા એક પ્રોડક્ટ ઓફર વધુ ફરફરતી સફળતા આપે છે. દોઢસો લઈને દોડશો નહિ…ભઈશાબ!

Everything Starts with ONE and ‘One’ is a New ‘One-Fifty’ in Net World.”મુર્તઝાચાર્ય.

દોસ્તો, તમારી પાસે કઈ એવી વસ્તુઓ છે જેને નેટ પર વહેવડાવવા તડપી રહ્યા છો?- કોમેન્ટ બોક્સ અને મેઈલ-બોક્સ બંને ખુલ્લા છે….તમારા માટે !

10 comments on “વેપાર વિમાસણ: દોઢશો વસ્તુઓ લઇને આવુ કે ન આવુ?

  1. dineshtilva કહે છે:

    ફનલ-ગરનીમાં વચે ફિલ્ટર – ઝાળી છે ને?

  2. Sorry for my response in English as at present am in Udaipur with a pc which doesn’t have fascility to type Gujarati. I have no options but to fully AGREE as I was taught the same principle with different example by my father – He used to say either KNOW what do you want or KNOW what you do not want … reducing the philosophy into a ONE LINER … Principle of Rejection … will have you left with ONE what you want at the end !!!

  3. ASHOK M VAISHNAV કહે છે:

    એક વસ્તુને નૅટ પર વહેતી મુકવી તે સાવ સાચી વાત. તમારી પૂરી મહેનત એને શક્ય તેટલી સુંદર કે પૂર્ણ કે માહિતિપ્રચુર – મતલબ જે તેમાં હોવું જોઇએ તે બધું જ- બનાવી દો. અને પછી તેને વહેતું મૂકો. તે પહેલાં તમને થોડીઘણી તો કલ્પના હશે જે કે તે વસ્તુ કોને જોઇશે. તે વર્ગ સુધી પહોંચવાના માર્ગપર એ વસ્તુને ગોઠવી મુકજો. Title કે Tag line કે જરૂરી કડી એવી ગોઠવજો કે તે રસ્તેથી પસાર થનાર તમારી વસ્તુ તરફ નજર તો કરે જ.

    બસ, તે પછીથી તમારી વસ્તુમાં કેટલો દમ છે તેના પર આધાર. તમને જે કંઇ પ્રતિભાવ મળે તેના પ્રમાણે આગળ વધો. જો કોઇ પ્રતિભાવ ન મળે તો તમારી વસ્તુને નિષ્પ્ક્ષ રૂપે ફરીથી ચકાસો. તમારી રજૂઆત કરવાની વ્યૂહ રચનામાં જે કંઇ ફેર કરવા લાગે તે પણ કરો. તમારી વસ્તુ જેવી બીજી કોઇ વસ્તુ નૅટ પર શોધી તેની સાથે વિગતે સરખામણી કરી તમારી વ્યૂહરચનામાં રહી ગયેલાં છીંડાં પૂરી દો.

    ધીરજ, ખંત અને નવી દ્રષ્ટિથી વિચારતા જ રહેશો તો અંધારી રાતમાં તારાના અજવાળાંમાં પણ રસ્તો તો સૂઝશે જ.

  4. […] પાછલી પોસ્ટમાં જણાવ્યું ને કે..શરૂઆત એકથી કરો. તો સ્કિલશેર.કોમ તમારામાં રહેલા છુપા એક્સપર્ટને એકડે એકથી શરુ કરી શકાય એ માટેના રસ્તા ખોલી આપે છે. પછી ભલેને તમે ફાંકડું ફ્રેંચ બોલી શકો કે જબ્બરદસ્ત જર્મન ! […]

  5. સુરેશ કહે છે:

    ઈવડા ઈને ગરાજ સેલ રાખવાની જરૂર છે.

Leave a reply to મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.